નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલા | |
---|---|
જન્મ | ૧૮ જુલાઇ ૧૯૧૮ Mvezo (Union of South Africa) |
મૃત્યુ | ૫ ડિસેમ્બર ૨૦૧૩ Houghton Estate |
અંતિમ સ્થાન | Qunu |
વ્યવસાય | પટકથાલેખક |
કાર્યો | Long Walk to Freedom |
રાજકીય પક્ષ | African National Congress |
જીવન સાથી | Evelyn Mase, Winnie Madikizela-Mandela, Graça Machel |
બાળકો | Makgatho Mandela, Makaziwe Mandela, Zenani Mandela-Dlamini, Thembekile Mandela, Zindzi Mandela |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://www.nelsonmandela.org |
સહી | |
નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) (ઢાંચો:IPA-xh) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.
સન્માનો
[ફેરફાર કરો]૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક[૧], ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.[૨]
અવસાન
[ફેરફાર કરો]૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું.[૩] પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા.[૩][૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Jawaharlal Nehru Awards". મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-06.
- ↑ અંગ્રેજી વિકિ પરની યાદી
- ↑ ૩.૦ ૩.૧ "South Africa's Nelson Mandela dies in Johannesburg". BBC News. 5 December 2013. મેળવેલ 5 December 2013. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Polgreen, Lydia (5 December 2013). "Mandela's Death Leaves South Africa Without Its Moral Center". The New York Times. મેળવેલ 5 December 2013. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)