લખાણ પર જાઓ

શ્રીમદ્ ભાગવતમ્: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: es:Bhagavata-purana
લીટી ૧૨૫: લીટી ૧૨૫:


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://bhojaldham.org/ganga/Bhagavat-gita/index.html '''શ્રીમદ્ ભાગવત પ્રથમ અધ્યાય- દ્વિતીય અધ્યાય - તૃતીય અધ્યાય - ચતુર્થ અધ્યાય - પંચમ અધ્યાય''']
* [http://www.srimadbhagavatam.com/ સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતમ્ ઓનલાઇન (મૂળ સંસ્કૃત શ્લોકો અને ભાવાર્થ સાથે)] [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]] અને શિષ્યો દ્વારા અનુવાદિત.
* [http://www.srimadbhagavatam.com/ સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતમ્ ઓનલાઇન (મૂળ સંસ્કૃત શ્લોકો અને ભાવાર્થ સાથે)] [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]] અને શિષ્યો દ્વારા અનુવાદિત.
* [http://www.swargarohan.org/Bhagavat.htm સ્વર્ગારોહણ: સંપૂર્ણ ભગવત સંસ્કૃતમાં (PDF ફાઇલ), ગુજરાતીમાં મુખ્ય કથાઓ અને પાત્રોનાં સંદર્ભ]
* [http://www.swargarohan.org/Bhagavat.htm સ્વર્ગારોહણ: સંપૂર્ણ ભગવત સંસ્કૃતમાં (PDF ફાઇલ), ગુજરાતીમાં મુખ્ય કથાઓ અને પાત્રોનાં સંદર્ભ]

૧૩:૩૯, ૨૨ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

શ્રીમદ ભાગવતમ્ ની હસ્તપ્રત (આશરે સન્ ૧૫૦૦ની આસપાસ)માંનુ ચિત્ર જેમાં માતા યશોદા બાળ કૃષ્ણને સ્નાન કરાવી રહ્યાં છે.

શ્રીમદ્ ભાગવતમ્ (સંસ્કૃત:श्रीमद् भागवतम् અથવા ક્યારેક श्रीमद्भागवतम्) હિંદુ ધર્મનાં અઢાર પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે ભક્તિ યોગ પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન (મૂળ પુરુષ) તરિકે નિરૂપવામાં આવ્યાં છે.

ભાગવતનું આલેખન ઋષી ગણની સભામાં સુત ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાનાં રૂપમાં કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત શ્રોતા ગણમાંથી ઋષીઓ તેમને એક એક કરીને પ્રશ્નો પુછે છે (ખાસ કરીને કૃષ્ણ કે વિષ્ણુનાં વિવિધ અવતારો ઉપર)અને આ પ્રશ્નોનાં ઉત્તર સુત ગોસ્વામી તેમને આપે છે. સુત ગોસ્વામી આ કથા વિષે એમ કહે છે કે તેઓએ તે અન્ય ઋષી શુકદેવ મુની પાસેથી સાંભળી હતી. પુરાણની ભાષા વેદિક ભાષાને ઘણી મળતી આવે છે અને માટે જ સંશોધકો માને છે કે તે ખુબ પુરાણો ગ્રંથ છે.[]

શ્રીમદ્ ભાગવતમ્ ૧૨ સ્કંધોનું બનેલું છે, જેમાં મોટે ભાગે એક સ્કંધમાં વિષ્ણુના એક અવતારની કથાનું વર્ણન છે. પ્રથમ સ્કંધમાં ભગવાનના બધા જ અવતારોનું ટુંકમાં વર્ણન સુત ગોસ્વામીએ કર્યું છે જેને અંતે તેઓ કૃષ્ણને સ્વયં ભગવાન (સ્વયં ભગવાનનો અર્થ છે કે તે અવતાર નથી, પણ અવતારી છે, એટલેકે અન્ય અવતારો કૃષ્ણનાં અવતારો છે, અને કૃષ્ણ પોતે મૂળ પુરુષ/પરમેશ્વર છે) તરિકે પ્રસ્થાપિત કરે છે. દશમ સ્કંધમાં કૃષ્ણનાં પ્રાકટ્યની કથા છે અને તેની સાથે સાથે તેમણે વૃંદાવનમાં કરેલી બાળ્ય લીલાઓ તથા ભક્તોને આપેલા ઉપદેશોની કથા (જેમકે ઉદ્ધવ ગીતા) દશમા અને અગીયારમાં સ્કંધમાં વહેંચાયેલી છે. દ્વાદશ સ્કંધમાં ભવિષ્ય કથન છે જેમાં કળિયુગનાં આગમનની કથા છે અને પૃથ્વિનાં વિનાશની એટલે કે પ્રલયની વાત કરીને ભાગવત પુરું થાય છે.

મહત્વ

ભાગવત વેદાંત ગ્રંથ તરિકેનાં પોતાના મહત્વને સિદ્ધ કરવા નીચેનો શ્લોક ધરાવે છે:

સર્વ વેદાંત સારં હી |
શ્રી ભાગવતમ્ ઇષ્યતે |
તદ્ રસામૃત તૃપ્તસ્ય |
નાન્યત્ર સ્યાદ્ રતિ: ક્વચિત્ || (ભા. ૧૨.૧૩.૧૫)

"શ્રીમદ્ ભાગવતમ્ સર્વ વેદિક સાહિત્ય અને વેદાંતિક સિંદ્ધાંતોના સાર રૂપે સ્વિકૃત છે. જે કોઈ પણ એક વખત તેના સ્વાદનું અમૃત ચાખી લે છે તે પછી અન્ય કોઈ શાસ્ત્રો પ્રત્યે આકર્ષાતો નથી. (12.13.15)[]

વેદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિંદુ ધર્મમાં ભાગવત પુરાણને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. વૈષ્ણવ પરંપરામાં (અને મોટાભાગનાં અન્ય હિંદુ સંપ્રદાયોમાં) એવો અન્ય કોઈ ગ્રંથ નથી કે જેને શ્રીમદ્ ભાગવતમ્ કરતા વધુ મહત્વનો કે ઉચ્ચ ગણવામાં આવતો હોય. હિંદુઓ એ વાત દૃઢ પણે સ્વિકારે છે કે વેદ વ્યાસે ભાગવતની રચના એ જ ઉદ્દેશથી કરી હતી કે આ પુરાણ સમગ્ર વેદિક સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો નિષ્કર્ષ હોય. અંગ્રેજીમાં ઘણી વખત શ્રીમદ્ ભાગવતમ્ ને કૃષ્ણપંથીઓ (Krishnaism)નું બાઇબલ ગણાવવામાં આવે છે. []

ભાગવત પુરાણને વેદાંત સુત્રની પ્રાકૃતિક ટિકા તરિકે ગણવામાં આવે છે અને તેનો સમગ્ર વૈષ્ણવ ધર્મ શાસ્ત્રોનાં મૂળ સ્ત્રોત તરિકે ઉપયોગ થતો આવ્યો છે. બધાજ પુરાણોમાં તે સૌથી વધુ જાણીતું, અને વાંચવામાં તથા પાળવામાં આવતું પુરાણ છે.[]

ઉદ્ભવ અને સમય ગાળો

હિંદુ ધર્મ પરંપરાઓમાં ભાગવતને વ્યાસ દેવ દ્વારા કલિયુગની શરૂઆતમાં લખવામાં આવેલાં ગ્રંથોમાનું ગણવામાં છે.[] (આશરે ઇ.સ.પૂર્વે ૩૧૦૦).

ભાગવતમાં જે રીતે વેદિક સરસ્વતિ નદીનો મહા-નદી તરિકે ઉલ્લેખ જોવા મળે છે તે એ વાતની સાબિતી છે કે આ પુરાણ કેટલું જુનુ છે (શક્ય છે કે તેને તેના ઉદ્ભવનાં ઘણા સમય બાદ લિપિબદ્ધ કરવામાં આવ્યું હોય, પણ તેમાં સરસ્વતિનો ઉલ્લેખ સુચવે છે કે તે નહી નહી તો પણ ઓછામાં ઓછું ઇ.સ.પૂર્વે ૨૦૦૦ પહેલા રચાયુ હશે) [] કેમકે સરસ્વતિ નદી આશરે ઇ.સ.પૂર્વે ૨૦૦૦ના ગાળામાં સુકાઇ ગઈ છે.

આ પુરાણમાં ઐરાવત (ઇંદ્રનો સાત સુંઢવાળો હાથી) અને તેનાં ચાર દાંત વાળા વંશજોનો ઉલ્લેખ છે.[] આવા હાથી (સંભવતઃ ગોમ્ફોથીયર) મિઓસિન-પ્લિઓસિન કાળ દરમ્યાન અસ્તિત્વમાં હતાં, અને તેમનો ઉલ્લેખ રામાયણના સુંદર કાંડમાં પણ જોવા મળે છે.[]

જુદા જુદા શાસ્ત્રો અને શાખાઓની સરખામણી રૂપ અભ્યાસ[] પરથી પણ ભાગવતનો પૌરાણિક ઉદ્ભવ દૃઢ થાય છે.

કેટલાક વિદ્વાનો ભાગવતના રચયિતાને નાથમુનીના સમકાલિન ગણે છે. નાથમુનીને ભક્તિ માર્ગને સંસ્કૃત સાહિત્યની ઓળખ કરાવનારા માનવામાં આવે છે. આમ, આ પુરાણનો પ્રથમ શ્લોકમાં, બ્રહ્મ સુત્ર અને ઋગ્વેદની ગાયત્રી બંનેનો સંદર્ભ છે.[]

વિષય સૂચિ

પ્રસ્તાવના

ભાગવત પુરાણ એક વાર્તાલાપનાં વર્ણન રૂપે લખાયેલું છે. જ્યારે એક બ્રાહ્મણે રાજા પરીક્ષીત (અર્જુનનો પૌત્ર અને અભિમન્યૂનો પુત્ર)ને શ્રાપ આપ્યોકે સાત દિવસમાં તે મૃત્યુ પામશે, ત્યારે રાજા પરીક્ષીતે રાજપાટ છોડી જીવનના ધ્યેયનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું. રાજા, માથે તોળાતા મૃત્યુનો સામનો કરતા હતાં તેવામાં શુકદેવ ગોસ્વામી, જેઓ પણ એક યોગ્ય શિષ્યની શોધમાં હતા, રાજાને મળ્યા અને તેમની પાસે રહેલું દિવ્ય જ્ઞાન રાજાને આપવા તૈયાર થયા.

તેમનો આ વાર્તાલાપ વણથંભ્યો સતત સાત દિવસ ચાલ્યો જેની વચમાં રાજા પરીક્ષીતે ન તો ખાધું ન તો પીધું કે ન તો તેઓ સૂતા. આ દરમ્યાન શુકદેવે રાજાને સમજાવ્યું કે જીવનનો ધ્યેય પરમાત્મા કે ચરમ વ્યક્તિમત્વ, દેવોના પણ દેવ અર્થાત્ ભગવાન શ્રી કૃષ્ણને સમજવાનો, તેમનો સાક્ષાત્કાર કરવાનો છે[૧૦].

સૂચિ

૦૧: Creation
૦૨: The Cosmic Manifestation
૦૩: The Status Quo
૦૪: Creation of the Fourth Order
૦૫: The Creative Impetus
૦૬: Prescribed Duties for Mankind
૦૭: The Science of God
૦૮: Withdrawal of the Cosmic Creations
૦૯: Liberation
૧૦: The Summum Bonum
૧૧: General History
૧૨: The Age of Deterioration

વૈજ્ઞાનિક વિષયવસ્તુ

શ્રીમદ ભાગવતમ્ માં અમુક એવા વિષયો ઉપર પણ ચર્ચા છે જે અર્વાચીન યુગમાં પણ શોધ અને સંશોધનનો વિષય છે.

ત્રીજા સ્કંધનાં ૧૧મા અધ્યાયમાં સમયની ગણતરી બતાવી છે. તેમાં ન્યૂનતમ સમય એટલે અણુઓ વચ્ચેની સંરચના દરમ્યાનનો અંતરાલ અને મહત્તમ એટલે વિશ્વના સમગ્ર અસ્તિત્વનો સમય[૧૧].

સમયની અસમાન ગતિ (જે આધુનિક ભૌતિક વિજ્ઞાનનો વિષય છે)નું ઉદાહરણ ૯માં સ્કંધમાં બતાવ્યું છે. જે અનુસાર રાજા કાકુદ્મીઅને તેમની પુત્રી રેવતી બ્રહ્માને મળવા લોક અને બ્રહ્મલોકના પ્રવાસે જાય છે. ત્યાં થોડો સમય વિતાવીને જ્યારે તેઓ પાછા આવીને જુએ છે તો પૃથ્વી પર કેટલાય હજાર વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં. તેઓના જાણીતા સૌ લોકો ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં હતાં અને વિતેલા સમયમાં તેમનાં નામ સુદ્ધાં ભૂલાઈ ગયાં હતાં.[૧૨]

ત્રીજા સ્કંધમાં ગર્ભમાં ભૃણના વિકાસની સવિસ્તૃત માહીતી આપેલી છે.

વિષ્ણુનાં અવતારો

વધુ માહિતિ માટે જુઓ મૂળ લેખ વિષ્ણુનાં અવતારો
ભાગવત પુરાણનું વરાહ અવતાર દર્શાવતું એક પાનું

]

ભાગવત પુરાણ સૌ પ્રથમ કૃષ્ણને તેના સંપૂર્ણ વૈભવ સહીત ઉદ્દેશે છે: તેમના ચક્ષુ દરેક અવતારનું કેન્દ્ર છે, તે દિવ્ય પ્રકાશે તેજોમય છે. તેમની કીકી સુર્ય અને અન્ય અવકાશીય ગ્રહો સમાન પ્રકાશે છે. તેમના કર્ણ દરેક દિશાથી સાંભળી શકે છે, તે દરેક વેદોને ગ્રહણ કરે છે, તેમની શ્રાવ્ય શક્તિ દરેક અવકાશીય ધ્વનીની જનિત્ર છે. [૧૩]

ભાગવતમાં વિષ્ણુના પચ્ચીસ અવતારની લીલાનું વર્ણન કરવામાં આવેલું છે.[૧૪] મોટે ભાગે અવતારના સ્ત્રોત તરીકે ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે, પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વિષ્ણુએ તો વૈષ્ણવ સંપ્રદાયના ભગવાનનું એક નામ છે તેમને નારાયણ, કૃષ્ણ, વાસુદેવ આદિ. આ દરેક પાછળ વૈષ્ણવ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાને બિરાજીત એક ભગવાન છે. [૧૫]

કૃષ્ણ

વધુ માહિતિ માટે જુઓ મૂળ લેખ કૃષ્ણ

ભાગવત પુરાણના ૧૦મા સ્કંધમાં સ્વયં ભગવાન કૃષ્ણના બાળપણની ગોવાળોની વચમાં યમુના નદી નજીક વૃંદાવનમાં ઉછેર થવાની લીલાનું વર્ણન છે. બાળ કૃષ્ણ અનેક લીલાઓમાં આનંદ મેળવે છે જેમકે માખણ ચોરવુ, તેમના મિત્રો સાથે જંગલમાં રમવુ, વિગેરે. તેઓ નગરને દાનવ આદિથી બચાવી ભયરહીત ધાડસનું પ્રદર્શન કરે છે. મહત્ત્વનું છે કે તેઓ ગોપીઓનું હૃદય હરી લે છે. દરેક ગોપીની તેમની સાથે રહેવાની, તેમની સેવા કરવાની પાવન ઈચ્છાની પૂર્તિ માટે તેઓ તેમની દિવ્ય શક્તિ દ્વારા તેઓ બહુરૂપે એક જ સમયે સૌ ગોપી સાથે રહે છે. કૃષ્ણ જ્યારે અન્ય કર્તવ્યોના પાલનમાટે વૃંદાવન છોડીને જાય છે ત્યારે ગોપીઓ માટે તે અસહ્ય થઈ પડે છે. પ્રભુ પ્રત્યેની આત્યંતીક તીવ્ર ભક્તિનું આ આદર્શ ઉદાહરણ પુરૂં પાડે છે.[૧૬]

ભાષાંતરો

  • Gita Press has a two-volume English and Hindi translation (contains Sanskrit text and English translation).
  • Kamala Subramanian has written a concise version of this book in English.
  • A. C. Bhaktivedanta Swami Prabhupada, the founder-acharya of the International Society for Krishna Consciousness, has written a multi-volume edition that includes the Devanagari, its Roman transliteration, word-for-word meanings, a translation and commentary. It is available through ISKCON centers across the globe and major bookstores. The tenth canto was completed (from chapter 14), and the eleventh and twelfth done, by his disciples.
  • A Telugu version of this Purana was rendered by the poet Pothana in the fifteenth century.
  • A transcreated work, known as the Bhagavat of Sankardeva, is the primary theological source for Mahapuruxiya Dharma in the Assam region.
  • A condensed Srimad Bhagavatam in Sanskrit, the Narayaneeyam, was composed by Melpathur Bhattathiri of Kerala in 1586.
  • Edwin Bryant published an English translation of Book X in 2003, through Penguin Books.
  • Another translation of Book X was published on Writers Workshop in 1997, transcreated by Nandini Nopani and P. Lal.
  • Swami Tapasyananda has written an English translation in four volumes, available from the Ramakrishna Math.
  • Swami Prabhavananda produced an English version that is part translation, part summary and paraphrase, titled The Wisdom of God: Srimat Bhagavatam.
  • A Kannada translation "Bhagavata Maha Purana" by Asthana Vidwan Motaganahalli Ramashesha Shastri providing word by word translation into Kannada

આ પણ જુઓ

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ શેરીદાન, ડેનિયલ (1986). ધ અદ્વૈતિક થિયિઝમ ઓફ ધ ભાગવત પુરાણ. કોલંબિયા, Mo: સાઉથ એશિયા બુક્સ. ISBN 81-208-0179-2. CS1 maint: discouraged parameter (link)p.10
  2. "શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૫". ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક. મેળવેલ જાન્યુઆરી ૨૯ ૨૦૦૬. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. ચાર્લોટ વૉડેવિલએ કહ્યું છે કે, ભાગવત પુરાણ 'કૃષ્ણપંથીઓનું ખરૂ બાઇબલ' છે. Matchett, 2000માં ટાંકવામાં આવ્યું છે તે મુજબ
  4. Bhagavata. શબ્દનાં અર્થ તરિકે A Sanskrit-English Dictionary. માં વર્ણન. સર મોનિયર મોનિયર-વિલિયમ્સ. ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૮૯૯. પાન ૭૫૨
  5. "શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૧, અધ્યાય ૩, શ્લોક ૪૩". ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક. મેળવેલ ફેબ્રુઆરી ૮ ૨૦૦૭. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. "શ્રીમદ્ ભાગવતમ્, સ્કંધ ૯, અધ્યાય ૧૬, શ્લોક ૨૩". ભક્તિવેદાંત વેદાબેઝ નેટવર્ક. મેળવેલ જાન્યુઆરી ૨૯ ૨૦૦૬. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  7. ભા.પુ. ૮.૮.૪, ૧૦.૫૯.૩૭
  8. રામાયણ ૫.૪.૨૭, ૫.૯.૫, ૫.૨૭.૧૨
  9. હોરેસિઓ ફ્રાન્સિસ્કો આર્ગાનીસ જુઆરેઝ. શ્રીમદ્ ભાગવતમ્ નો કાળ નિર્ણય (Dating Srimad Bhagavatam). http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm#3
  10. "Srimad Bhagavatam Canto 1 Chapter 3 Verse 28". Bhaktivedanta VedaBase Network. મેળવેલ January 29 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  11. Bhag-P 3.11
  12. Bhag-P, 9.3.32 (see texts 29-32)
  13. Srimad-Bhagavatam, second canto, "The Cosmic Manifestation", part one, chapter 6:3 and 1:39, translated by A.C. Bhaktivedanta Book Trust, 1972, pp. 59 and 275-276.
  14. "Srimad-Bhagavatam" by A.C. Bhaktivedanta Swami Prabhupada, Bhaktivedanta Book Trust.
  15. Matchett, Freda (2000). Krsna, Lord or Avatara? the relationship between Krsna and Visnu: in the context of the Avatara myth as presented by the Harivamsa, the Visnupurana and the Bhagavatapurana. Surrey: Routledge. પૃષ્ઠ 254. ISBN 0-7007-1281-X. CS1 maint: discouraged parameter (link) p. 4
  16. Matchett 2000, 10th canto transl.

ઇતર વાંચન

  • મણી, વેટ્ટમ. પુરાણિક એન્સાઇક્લોપીડિયા. પ્રથમ અંગ્રેજી આવૃત્તિ. નવી દિલ્હી: મોતીલાલ બનારસીદાસ, ૧૯૭૫.

બાહ્ય કડીઓ