અંદામાન અને નિકોબાર કમાન્ડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આંદમાન અને નિકોબાર કમાન્ડ
INS Saryu.jpg
આઇએનએસ સરયુ, આઇએનએસ જારવા, પોર્ટ બ્લેર બંદર ખાતે તે બે સરયુ વર્ગની ચોકિયાત મનવારોમાંની એક છે.
સક્રિય૨૦૦૧-
દેશ ભારત
મુખ્યાલયપોર્ટ બ્લેયર
સેનાપતિઓ
ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફઉપ-નૌસેનાપતિ બિમલ વર્મા

આંદમાન અને નિકોબાર કમાન્ડપોર્ટ બ્લૅર, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ખાતે સ્થિત ભારતીય સશસ્ત્ર સેનાનો પ્રથમ અને એકમાત્ર ત્રિપાંખિયો પ્રદેશ આધારિત કમાન્ડ છે.[૧][૨] તેને દક્ષિણપૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્રધુનીમાં ભારતના વ્યુહાત્મક હિતોની રક્ષા માટે ઉભો કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિસ્તારમાં ત્વરિત ગતિએ સૈન્ય અસ્કયામતો અથવા મદદ પહોંચાડવાનો છે. તે પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગરમાં તૈનાત કરાતી ભારતીય નૌસેનાની મનવારોને વહીવટી અને પરિવહનને લગતી મદદ આપે છે.[૩][૪][૫]

ઈતિહાસ[ફેરફાર કરો]

મલેશિયા એરલાઇન ૩૭૦ના શોધખોળ કરતા પી-૮આઇ વિમાનના સુરક્ષાકર્મી

આશરે ૭૫૦ કિમી લંબાઇમાં સ્થિત આંદમાન અને નિકોબાર દ્વિપસમુહ ભારતની મુખ્યભૂમિથી આશરે ૧૨૦૦ કિમી દૂર છે અને ૫૭૨ ટાપુઓ ધરાવે છે. તેનું ઇન્ડોનેશિયાથી અંતર ૧૬૦ કિમી, મ્યાનમારથી ૪૫ કિમી અને થાઇલેન્ડથી ૫૫૦ કિમી છે. ટાપુસમુહમાં ટાપુઓ વચ્ચે પરિવહનનો અભાવ, ભારતની મુખ્યભૂમિથી અંતર અને બાંધકામની સામગ્રીનો વધુ પડતો ભાવ વગેરે કારણોસર ટાપુસમુહનો વિકાસ બહુ ઓછો થયો હતો. ૧૯૬૦ના દાયકામાં સુરક્ષાને લગતો પડકાર વધતાં ભારતની સુરક્ષા પ્રણાલીએ આંદમાન અને નિકોબાર કિલ્લાની સ્થાપના કરી અને એક વાઇસ એડમિરલ સ્તરના અધિકારીને તેનું નેતૃત્વ સોંપ્યું. આ કિલ્લામાં સૈન્યની ત્રણે પાંખોને નિયુક્ત કરવામાં આવી. ભારતીય ભૂમિસેનાએ શરુઆતમાં એક પલટણ અને ૧૯૯૦માં બ્રિગેડને ફરજ પર મૂકી. ભારતીય વાયુસેનાએ તેના વિમાનોને મુખ્યભૂમિ પરના તેના કમાન્ડ હેઠળ જ રાખ્યા અને કિલ્લામાં માત્ર સંપર્ક ટુકડી જ રાખી. ૧૯૯૩માં કાર નિકોબાર ખાતે વાયુસેનાએ ૩૭મી પાંખની સ્થાપના કરી.[૬]

૯૦ના દાયકામાં આંદમાન અને નિકોબાર કિલ્લાને સૂદુર પૂર્વ નૌસેના કમાન્ડમાં પરિવર્તિત કરવા પર વિચાર કરાયો. તત્કાલીન ભારતના વડાપ્રધાન પી વી નરસિંહ રાવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન વચ્ચેની મંત્રણામાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારતને આંદમાનમાં સૈન્ય વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી.[૭]

૧૯૯૯ના કારગિલ યુદ્ધ બાદ આંદમાન અને નિકોબાર ટાપુસમુહને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું.[૬] આ યુદ્ધ બાદ ભારતના રક્ષા  પ્રણાલીમાં સુધારા સૂચવવા રચવામાં આવેલ મંત્રીસમુહએ આંદમાન અને નિકોબાર કિલ્લાને ભારતીય નૌસેના હેઠળથી બદલી અને સૈન્યની ત્રણે પાંખો અને તટ રક્ષક દળના પ્રાદેશિક સંયુક્ત કમાન્ડ તરીકે રાખવો. મંત્રીઓ અનુસાર સંયુક્ત કમાન્ડ પ્રસ્તાવિત સૈન્ય વડા હેઠળ રાખવો. આંદમાન અને નિકોબાર કમાન્ડની સ્થાપના સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કરવામાં આવી અને તેના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ (પાછળથી એડમિરલ અને નૌસેના વડા) અરુણ પ્રકાશ બન્યા.[૮][૯] કમાન્ડના મુખ્ય કાર્યોમાં દાણચોરી, ચાંચિયાગીરિ, નશીલા પદાર્થો અને હથિયારોની હેરફેર પર રોક લગાવવાનું હતું. આ સિવાય મલાક્કાની સામુદ્રધુનીમાં ઉભા થતા કોઇ પણ ખતરા સામે રક્ષણ અને સામુદ્રધુનીની સામુહિક સુરક્ષાના કાર્યમાં યોગદાન આપવાનું હતું.[૧૦][૧૧] આ કમાન્ડ ભવિષ્યમાં ચીન તરફથી ઉભા થનાર ખતરાનો વિરોધ કરવા માટે પણ મહત્ત્વનો હતો. વધુમાં તે સમયે એવી અફવા પણ હતી કે ચીને આંદમાનથી માત્ર ૪૦ કિમી ઉત્તરે સ્થિત કોકો ટાપુસમુહમાં જાપ્તો રાખવા સૈન્ય મથક ઉભું કર્યું છે. જોકે તે પાછળથી ખોટી સાબિત થઈ.[૧૨][૧૩][૧૪]

સૈન્ય માળખું[ફેરફાર કરો]

આંદમાન અને નિકોબાર કમાન્ડનું માળખું

આંદમાન અને નિકોબાર કમાન્ડનું નેતૃત્વ ભારતીય સેનાના ત્રણ સિતારા સ્તરના (ભારતીય ભૂમિસેનાના લેફ્ટ્ જનરલ અથવા તેમને સમકક્ષ) અધિકારી કરે છે. તેઓ સૈન્ય વડાની સમિતિના અધ્યક્ષના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમના ઉપાધિકારી બે સિતારા અધિકારી હોય છે અને ત્રણે પાંખોનું નેતૃત્વ એક સિતારા અધિકારી કરે છે.[૧૫][૧૬][૧૭] કમાન્ડના તત્કાલીન અને ૧૩મા વડા વાઇસ એડમિરલ બિમલ વર્મા છે.[૧૮][૧૯]

અસ્કયામતો[ફેરફાર કરો]

કમાન્ડનો નૌસેના વિભાગ સૌથી વિશાળ છે અને તે એક નેવલ કોમોડોર (એક સિતારા અધિકારી) ના સુકાન હેઠળ છે. કમાન્ડમાં પ્રક્ષેપાત્ર કોર્વેટ, ઉભય યુદ્ધ માટેની મનવારો, સમુદ્રથી જમીન પર સૈન્ય તૈનાત કરી શકતી મનવારો, ચોકિયાત મનવારો અને ઝડપી હુમલો કરી શકતી મનવારો તૈનાત છે.[૨૦][૨૧] તેમાં કોરા વર્ગની બે કોર્વેટ, સરયુ વર્ગની બે ચોકિયાત મનવારો, બંગારામ વર્ગની ચાર ચોકિયાત મનવારો, કાર નિકોબાર વર્ગની બે ચોકિયાત મનવારો, ત્રિંકટ વર્ગની એક ચોકિયાત મનવાર, કુંભીર વર્ગની ત્રણ રણગાડી ઉતારવા સક્ષમ મનવારો, શાર્દુલ વર્ગની એક રણગાડી ઉતારવા સક્ષમ મનવાર સામેલ છે.[૨૨][૨૩][૨૪] આ સિવાય સાત અન્ય ચોકિયાત મનવારો પણ તૈનાત છે. નૌસેનાના ડોર્નિયર ૨૨૮ પ્રકારના વિમાનો પણ તૈનાત છે.

ભારતીય ભૂમિસેનાની ૧૦૮મી બ્રિગેડ કમાન્ડનો ભાગ છે જેમાં ત્રણ પલટણો સામેલ છે. એક સ્થાનિય સૈન્ય (ટેરીટોરીયલ આર્મી)ની પલટણ પણ તૈનાત છે.[૨૫][૨૬] ભારતીય વાયુસેનાની ૧૫૩મી સ્ક્વોડ્રનના કેટલાક વિમાન, ૧૨૨મી હેલિકોપ્ટર સ્ક્વોડ્રનની ૩૭મી પાંખ અને ૧૫૧ સ્ક્વોડ્રનના ડોર્નિયર ૨૨૮ વિમાનો કમાન્ડના વિસ્તારમાં તૈનાત છે.[૨૭]

આંદમાન અને નિકોબાર વિસ્તારમાં તૈનાત ભારતીય તટ રક્ષક પણ કમાન્ડ હેઠળ મૂકવામાં આવ્યા છે અને તેની ૭૪૫મી સ્ક્વોડ્રન, ૯ અને ૧૦ વિભાગીય મુખ્યાલયો તૈનાત છે.[૨૮][૨૯]

આધુનિકીકરણ[ફેરફાર કરો]

૨૦૧૩માં નૌસેના દ્વારા નાભિકીય પનડુબ્બી અને તેના માટે ગોદી વિક્સાવવા પ્રસ્તાવ મૂકાયો હતો. વાયુસેનાએ સુખોઇ-૩૦ વિમાનો કમાન્ડ હેઠળ તૈનાત કરવા પ્રસ્તાવ મૂકાયો હતો. ભૂમિસેનાએ પણ બ્રિગેડથી સંખ્યાબળ વધારી અને ડિવિઝન સ્તર સુધી લઈ જવા યોજના બનાવાઈ હતી.[૩૦][૩૧] વધુમાં સરકારે ૨૦૧૫માં નૌસેનાને વધુ એક મથક બનાવવા, વાયુસેનાને હવાઇપટ્ટીઓની લંબાઈ વધારવા આદેશ અપાયો હતો. આ સિવાય ટાપુસમુહમાં ૨૦૨૨ સુધીમાં નૌસેનાની ૩૨ મનવારો તૈનાત કરવા યોજના છે.[૩૨][૩૩]

કાર્યવાહી[ફેરફાર કરો]

મલેશિયા એરલાઇન ફ્લાઇટ ૩૭૦ની શોધખોળમાં ભારતનો શોધ વિસ્તાર

આંદમાન અને નિકોબાર કમાન્ડ દક્ષિણપૂર્વ એશિયા વિસ્તારની તમામ નૌસેનાઓ સાથેનો સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે. તે થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપુર સાથે નિયમિત અભ્યાસો કરે છે અને દર બે વર્ષે યોજાતા મિલન બહુપક્ષીય નૌસેના અભ્યાસનો યજમાન બને છે.[૩૪][૩૫][૩૬] કમાન્ડ ભારતના વિશિષ્ટ આર્થિક વિસ્તારની ચોકી કરવાનું કાર્ય કરે છે. તેણે માનવતાના ધોરણે મદદ કરવાનું તેમજ આપાત પરિસ્થિતિમાં રાહત અને બચાવનું કાર્ય પણ કર્યું છે.[૩૭][૩૮][૩૯]

એપ્રિલ ૨૦૧૬માં કમાન્ડ દ્વારા જળ પ્રહાર નામક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્ય લક્ષ્યાંક કમાન્ડના વિભાગ એવા સૈન્યની પાંખો વચ્ચેનો તાલમેલ ચકાસવાનું હતું. તેમાં પૂર્વી નૌસેના કમાન્ડની મનવારો અને વિમાનો એ પણ ભાગ લીધો હતો.[૪૦] આ સિવાય અન્ય સમયાંતરે યોજાતા અભ્યાસમાં વાયુસેનાના વિમાનો જેગુઆર અને સી-૧૩૦ જે ઉપરાંત ભૂમિસેનાની પેરાશુટ રેજિમેન્ટ પણ ભાગ લઈ ચૂકી છે. આ અભ્યાસોમાં ટાપુસમુહનું સંરક્ષણ એક મુખ્ય ઉદ્દેશ હોય છે.[૪૧][૪૨]

મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ્ ૩૭૦[ફેરફાર કરો]

મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ્ ૩૭૦ની શોધખોળ દરમિયાન આંદમાન અને નિકોબાર કમાન્ડની દરિયાઇ તેમજ હવાઇ અસ્કયામતોએ ભાગ લીધો હતો. શોધખોળ દરમિયાન કમાન્ડ તરફથી નૌસેનાની આઇએનએસ સરયુ, આઇએનએસ કેસરી અને આઇએનએસ કુમ્ભીર, અને તટ રક્ષક દળની કનકલતા બરુઆ, ભિખાજી કામા અને સાગર મનવારો યોગદાન તરીકે નિયુક્ત કરાઇ હતી.[૪૩][૪૪][૪૫] આ સિવાય હવાઇ સર્વેક્ષણ અને શોધ માટે નૌસેનાના બે બોઇંગ પી-૮આઇ, ડોર્નિયર ૨૨૮, તટ રક્ષક દળના ડોર્નિયર ૨૨૮ અને વાયુસેનાના સી-૧૩૦ જે વિમાનો નિયુક્ત કરાયા હતા. શોધ દરમિયાન નિયુક્ત તમામ ભારતીય સૈન્યનું નેતૃત્વ આંદમાન અને નિકોબાર કમાન્ડના વડાને સોંપાયુ હતું.[૪૬] કમાન્ડ સિવાય વાયુસેનાના દક્ષિણ વાયુસેના કમાન્ડ અને નૌસેનાના પૂર્વ નૌસેના કમાન્ડના વિમાનો તેમજ મનવારો શોધમાં સામેલ હતાં.[૪૭][૪૮][૪૯]

મથકોની યાદી[ફેરફાર કરો]

આંદમાન અને નિકોબાર કમાન્ડ હેઠળ નિમ્નલિખિત સૈન્ય મથકો આવે છે.[૫૦]

આધાર શહેર ભૂમિકા
આઇએનએસ કારદીપ
કામોર્તા
પરિવહન આધાર
આઇએનએસ જારવા
પોર્ટ બ્લેર લોજિસ્ટિક્સ અને વહીવટી આધાર
આઇએનએસ ઉત્ક્રોષ
સંયુક્ત નેવલ અને એર ફોર્સ મથક
આઇએનએસ બાઝ
કેમ્પબેલ ખાડી નેવલ એર સ્ટેશન
આઇએનએસ શીબપુર
દિગલિપુર
નેવલ એર સ્ટેશન
કાર નિકોબાર એર ફોર્સ સ્ટેશન
કાર નિકોબાર એર ફોર્સ બેઝ

વડાની યાદી[ફેરફાર કરો]

કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ ની યાદી નીચે મુજબ છે.[૫૧]

No Name Branch Rank Appointment Date Left Office References
અરુણ પ્રકાશ  ભારતીય નૌસેના નૌસેનાપતિ ૮ ઓક્ટોબર ૨૦૦૧ ૩૦ ડિસેમ્બર ૨૦૦૨ [૫૨][૫૩][૫૪]
ઓ પી બાંસાલ ઉપ-નૌસેનાપતિ ૧૫ જાન્યુઆરી ૨૦૦૩ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૩ [૫૫][૫૬]
ભૂપેન્દ્રસિંહ ઠાકુર  ભારતીય ભૂમિસેના લેફ્ટનન્ટ જનરલ ૧ ઓક્ટોબર ૨૦૦૩ ૧૩ જાન્યુઆરી ૨૦૦૬ [૫૭][૫૮]
આદિત્ય સિંહ ૧૪ જાન્યુઆરી ૨૦૦૫ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૬ [૫૯][૬૦]
અરુણ કુમાર સિંહ  ભારતીય નૌસેના ઉપ-નૌસેનાપતિ ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬ ૨૫ ઓક્ટોબર ૨૦૦૬ [૬૧][૬૨]
પેક્કિઆમ પોલ રાજકુમાર  ભારતીય વાયુ સેના એર માર્શલ ૨ ડિસેમ્બર ૨૦૦૬ ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ [૬૩][૬૪][૬૫]
સાધશિવન રાધાક્રિષ્નન ૧ જાન્યુઆરી ૨૦૦૮ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ [૬૬][૬૭]
વિજય શંકર  ભારતીય નૌસેના ઉપ-નૌસેનાપતિ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ [૬૮]
દેવેન્દ્રકુમાર જોશી નૌસેનાપતિ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ ૨૮ ડિસેમ્બર ૨૦૧૦ [૬૯]
૧૦ એન સી મારવાહ  ભારતીય ભૂમિસેના લેફ્ટનન્ટ જનરલ ૧ જાન્યુઆરી ૨૦૧૧ ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ [૭૦][૭૧]
૧૧ પ્રમોન કુમાર રોય  ભારતીય વાયુ સેના એર માર્શલ ૧ નવેમ્બર ૨૦૧૨ ૩૦ જૂન ૨૦૧૪ [૭૨]
૧૨ પ્રદીપ કુમાર ચેટર્જી  ભારતીય નૌસેના ઉપ-નૌસેનાપતિ ૧ જુલાઈ ૨૦૧૪ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ [૭૩]
૧૩ બિમલ વર્મા ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ હાલ સુધી [૭૪][૭૫]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "How the Indian Navy can dominate the Indian Ocean". Rediff. ૩ સપ્ટેમ્બર ૨૦૧૨. Archived from the original on ૧૧ નવેમ્બર ૨૦૧૩. Retrieved ૨૩ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 2. "Sino-India Rivalry In The Indian Ocean". Archived from the original on 2015-06-15.
 3. Prakash, Admiral (Retd) Arun (2007). "India's Higher Defence Organisation" (PDF). Journal of Defence Studies, Institute for Defence Studies and Analyses. 1 (1). Archived (PDF) from the original on ૩ માર્ચ ૨૦૧૬. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |access-date=, |archive-date= (help)
 4. "India To Establish 2 Additional Missile Test Sites". Defence News. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |access-date=, |date= (help)
 5. "Strategically-important A&N Command to get a boost - Times of India". The Times of India. Retrieved ૨૨ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date= (help)
 6. ૬.૦ ૬.૧ "Andaman and Nicobar Command - Google Search". www.google.com (in અંગ્રેજી). Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date= (help)
 7. "India Bids to Rule the Waves: From the Bay of Bengal to the Malacca Strait". Japanfocus.org. Archived from the original on ૧૬ જુલાઇ ૨૦૧૨. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |archivedate= (help)
 8. Prakash, Admiral (Retd) Arun (૨૦૦૨). "Joint Andaman and Nicobar Command (ANC) and Defence of Our Island Territories (Part I)". USI Journal. CXXXlI. Archived from the original on ૨૫ જૂન ૨૦૧૦. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |access-date=, |year=, |archive-date= (help)
 9. "Andaman and Nicobar Command". NIC. Archived from the original on ૧૩ મે ૨૦૧૩. Retrieved ૧ જુલાઇ ૨૦૧૩. Check date values in: |accessdate=, |archivedate= (help)
 10. "Navy to have new command at Andamans". The Tribune. ૧૧ જાન્યુઆરી ૧૯૯૯. Archived from the original on ૨૯ ઓક્ટોબર ૨૦૧૩. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 11. "Malacca strait". The Indian Express.
 12. V. Pant, Harsh (૩ મે ૨૦૧૦). "China's Naval Expansion in the Indian Ocean and India-China Rivalry". The Asia-Pacific Journal. Archived from the original on ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 13. "'China a strategic partner, not a threat'". Business Standard. ૮ ફેબ્રુઆરી ૨૦૧૪. Archived from the original on ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 14. Selth, Andrew (9 January 2007) "Irrawaddy: Chinese whispers: The Great Coco Island mystery" BurmaNet News Archived ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪, at the Wayback Machine.
 15. "Press Information Bureau". Pib.and.nic.in. Archived from the original on 2011-04-21. Retrieved 2010-07-26.
 16. "Andaman and Nicobar Islands: India's Strategic Outpost". Archived from the original on 2014-03-19.
 17. "Andaman and Nicobar to become a major amphibious warfare base". Archived from the original on 2014-03-19.
 18. "Vice Admiral Bimal Verma takes charge of Andaman & Nicobar Command". The Economic Times. Archived from the original on 2016-12-01. Retrieved 2016-03-01.
 19. "Vice Admiral Bimal Verma AVSM takes over as Commander in Chief". Archived from the original on 2016-03-05. Retrieved 2016-03-01.
 20. "Andaman islands get first missile Corvette". India Today. ૬ એપ્રિલ ૨૦૧૬. Archived from the original on 10 April 2016. Retrieved 6 April 2016. Check date values in: |date= (help)
 21. DPR (૨૧ ડિસેમ્બર ૨૦૧૭). "INS Kulish a Kora Class missile corvette with an array of missiles and guns has joined the Naval Component of the Andaman and Nicobar Command in Port Blair on 21 December 2017pic.twitter.com/ueR71CtBzs". @SpokespersonMoD (in અંગ્રેજી). Archived from the original on ૨૮ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૩ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date=, |archivedate= (help)
 22. "Navy ready to flex muscles in South China Sea". The Sunday Guardian. ૪ ડિસેમ્બર ૨૦૧૧. Archived from the original on ૧૪ માર્ચ ૨૦૧૪. Retrieved ૨૩ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 23. "New Naval Air Station 'INS Baaz' commissioned by CNS". Indian Navy. Archived from the original on ૨૯ જાન્યુઆરી ૨૦૧૩. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |archivedate= (help)
 24. "Andaman and Nicobar to become a major amphibious warfare base". DNA India. ૮ ફેબ્રુઆરી ૨૦૧૦. Archived from the original on ૧૯ માર્ચ ૨૦૧૪. Retrieved ૧૯ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 25. Army major's computer hacked; classified data may have been leaked Archived 2010-06-13 at the Wayback Machine., Times of India, New Delhi, May 7, 2010
 26. "Tiger Outsmarts Dragon in Andaman Waters". The New Indian Express. Archived from the original on 23 માર્ચ ૨૦૧૪. Retrieved 23 માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |archive-date= (help)
 27. "India to slowly but steadily boost military presence in Andaman and Nicobar Islands - Times of India". The Times of India. Archived from the original on 2015-11-28. Retrieved 2016-01-01.
 28. "Andaman and Nicobar Command". Bharat Rakshak. Archived from the original on ૬ એપ્રિલ ૨૦૧૩. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |archivedate= (help)
 29. "Detained North Korean ship's China voyages under scanner". the Indian Express. ૯ ઓગસ્ટ ૨૦૦૯. Retrieved ૧ માર્ચ ૨૦૧૩. Check date values in: |access-date=, |date= (help)
 30. "Andaman and Nicobar Command". Global Security. Archived from the original on 3 November 2012. Retrieved 1 March 2013.
 31. "India to strengthen Andaman and Nicobar Command". NDTV. ૨૬ નવેમ્બર ૨૦૧૩. Archived from the original on ૯ ડિસેમ્બર ૨૦૧૩. Retrieved ૧૯ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 32. "Insight - From remote outpost, India looks to check China's Indian Ocean thrust". Reuters India. Archived from the original on 2015-12-28. Retrieved 2016-01-01.
 33. "Japanese war bunkers from World War II to be revived in Andaman and Nicobar Islands | Latest News & Updates at Daily News & Analysis". dna. Archived from the original on ૨૮ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved 2016-01-01. Check date values in: |archivedate= (help)
 34. "Milan 2014 : An Unequivocal Success". Indian Navy. Archived from the original on 19 માર્ચ ૨૦૧૪. Retrieved 18 માર્ચ ૨૦૧૪. Check date values in: |accessdate=, |archivedate= (help)
 35. Correspondent, Our Defence. "INS Karmuk engaged in Indo-Thai joint patrol". Mathrubhumi. Archived from the original on 2016-04-26. Retrieved 2016-04-25.
 36. "27th India - Indonesia Coordinated Patrol (CORPAT) | Indian Navy". indiannavy.nic.in. Archived from the original on 2016-04-30. Retrieved 2016-05-01.
 37. "Andaman and Nicobar Islands, remote Indian archipelago, now part of MH370 hunt". Washington Post. 14 માર્ચ ૨૦૧૪. Archived from the original on 17 માર્ચ ૨૦૧૪. Retrieved 18 માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 38. Jeff M. Smith. "Andaman and Nicobar Islands: India's Strategic Outpost". The Diplomat. Archived from the original on 19 માર્ચ ૨૦૧૪. Retrieved 18 માર્ચ ૨૦૧૪. Check date values in: |accessdate=, |archivedate= (help)
 39. "Why has India blocked foreign tsunami aid to the Nicobar and Andaman islands?". wsws.org. ૨૫ જાન્યુઆરી ૨૦૦૫. Archived from the original on ૧૭ માર્ચ ૨૦૧૪. Retrieved ૧૮ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 40. "Army completes amphibious exercise 'Jal Prahar' - The Economic Times". The Economic Times. Archived from the original on 2016-11-28. Retrieved 2016-04-25.
 41. Sputnik. "India Holds Massive Military Exercise Near Chinese Trade Chokepoint". sputniknews.com (in અંગ્રેજી). Archived from the original on 2017-11-28. Retrieved 2017-12-23.
 42. "As China becomes more aggressive, in a first Indian Military conducts exercise to Liberate Andaman". Archived from the original on 2017-11-25. Retrieved 2017-12-23.
 43. Missing Malaysian jet: Search reaches Chennai coast in Bay of Bengal Archived 2014-03-17 at the Wayback Machine. Times of India 14 March 2012
 44. "Malaysia Airlines MH370: India deploys 4 warships in search ops". Livemint. ૧૪ માર્ચ ૨૦૧૪. Archived from the original on ૧૩ માર્ચ ૨૦૧૪. Retrieved ૧૩ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 45. "India to deploy helicopters, ships in Malaysian jet search". Reuters. ૧૩ માર્ચ ૨૦૧૪. Archived from the original on ૧૩ માર્ચ ૨૦૧૪. Retrieved ૧૩ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 46. "Lost Malaysian Aircraft - Indian Navy Joins search operations". Indian Navy. ૧૬ માર્ચ ૨૦૧૪. Archived from the original on 19 માર્ચ ૨૦૧૪. Retrieved 19 માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 47. "Lost Malaysian Aircraft – Indian Navy Joins search operations". Indian Navy. ૨૧ માર્ચ ૨૦૧૪. Archived from the original on 19 માર્ચ ૨૦૧૪. Retrieved ૨૧ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 48. Gupta, Jayanta. "Indian Navy joins search". The Times of India. Archived from the original on 12 માર્ચ ૨૦૧૪. Retrieved ૧૧ માર્ચ ૨૦૧૪. Check date values in: |accessdate=, |archivedate= (help)
 49. "Search Operation for Malaysia Airlines flight MH370 suspended". Indian Air Force. Archived from the original on 28 December 2017. Retrieved 30 માર્ચ ૨૦૧૪. Check date values in: |accessdate= (help)
 50. "Andamans, not just an Indian mainland buffer". Frontier India. ૩ ઓગસ્ટ ૨૦૧૨. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૧૮ માર્ચ ૨૦૧૪. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 51. Mukherjee, Anit; Mohan, C. Raja (૧૯ નવેમ્બર ૨૦૧૫). India's Naval Strategy and Asian Security (in અંગ્રેજી). Routledge. ISBN 9781317361336. Archived from the original on ૨૮ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |date=, |archive-date= (help)
 52. "Arun Prakash to be new naval chief - Rediff.com India News". www.rediff.com. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 53. "The Hindu : Tri-service integrated command in place". www.thehindu.com. Archived from the original on ૨૮ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 54. "Vice Admiral Arun Prakash,PVSM,AVSM,VrC,VSM,ADC will be the new Naval Chief". pib.nic.in. Archived from the original on ૨૫ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 55. "Air Marshal Asthana to head Strategic Forces Command - Times of India". The Times of India. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |archive-date= (help)
 56. "The Hindu : NCC camp in Port Blair". www.thehindu.com. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 57. "English Releases". Archived from the original on ૨૯ ઓક્ટોબર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 58. "Lt Gen B S Thakur chief of tri-service command". www.rediff.com. Archived from the original on ૨૫ જૂન ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 59. Darpan, Pratiyogita (માર્ચ ૨૦૧૫). Competition Science Vision (in અંગ્રેજી). Pratiyogita Darpan.
 60. "Lt Gen Aditya Singh takes over charge of Southern Command". Zee News (in અંગ્રેજી). ૧ માર્ચ ૨૦૦૬. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 61. "New Flag Appointments in the Navy". pib.nic.in. Archived from the original on ૨૫ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 62. "Vice Admiral A K Singh new Eastern Naval Command chief". Zee News (in અંગ્રેજી). ૨૬ ઓક્ટોબર ૨૦૦૬. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 63. "Service Record for Air Marshal Packiam Paul Rajkumar 12018 F(P) at Bharat Rakshak.com". Bharat Rakshak (in અંગ્રેજી). Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 64. "Air Marshal Rajkumar to head Tri-Service Command". Zee News (in અંગ્રેજી). ૨ ડિસેમ્બર ૨૦૦૬. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 65. "English Releases". Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 66. "Air Marshal S Radhakrishnan takes charge as CINCAN". OneIndia (in અંગ્રેજી). Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |archive-date= (help)
 67. "Air Marshal Radhakrishan hands over reigns of ANC". OneIndia (in અંગ્રેજી). Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |archive-date= (help)
 68. "Vice Admiral Vijay Shankar to take over as C-in-C of Andaman and Nicobar". OneIndia (in અંગ્રેજી). Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |archive-date= (help)
 69. "D.K. Joshi, next Navy chief". The Hindu (in અંગ્રેજી). Special Correspondent, Special Correspondent. ૬ જૂન ૨૦૧૨. ISSN 0971-751X. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (help)
 70. "Andaman And Nicobar Command, Pursuing Perfection Through Jointness". www.andamanchronicle.net (in અંગ્રેજી). Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 71. "Lt Gen NC Marwah relinquishes command of ANC". Zee News (in અંગ્રેજી). ૧ નવેમ્બર ૨૦૧૨. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date=, |archive-date= (help)
 72. Giles, Denis. "CINCAN Air Marshal PK Roy Bids Adieu". www.andamanchronicle.net (in અંગ્રેજી). Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 73. "Vice Admiral PK Chatterjee is the Commander in Chief Andaman and Nicobar Command". SP's Naval Forces. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)
 74. "Commander-in-Chief, Andman Nicobar Command | Indian Navy". www.indiannavy.nic.in (in અંગ્રેજી). Archived from the original on 2017-09-04. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
 75. "Vice Admiral Bimal Verma AVSM takes over as Commander-in-Chief Andaman & Nicobar Command". pib.nic.in. Archived from the original on ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (help)