આદમ અને હવા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આદમ અને ઇવ પીટર પોલ રુબેન્સનું ચિત્ર.

આદમ (એદમ) ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર જગતના પ્રથમ માનવી હતા. હવા ((ઇવ)) તેમની પત્ની નુ નામ હતુ. ઇસ્લામ અને યહુદી માન્યતા અનુસાર તે ખુદા (પરમાત્મા)ના પયગમ્બર હતા અને નોઆહ ના પુર્વજ હતા. મુત્યુ સમયે તેમની ઉંમર લગભગ ૧૦૦૦ વર્ષ હતી. તેમણે માનવજીવનનું સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. કેટલીક માન્યતા અનુસાર તેઓ સીલોનમાં રહ્યા અને ત્યાંથી ભારત આવીને વસ્યા, જ્યારે કેટલાક તેમને ઇરાકમાં રહેતા હતા તેમ માને છે પણ હજુ સુધી તે સંશોધન નો વિષય રહ્યો છે.

બાઇબલ અને કુરાન માં જણાવ્યા પ્રમાણે ઇશ્વરે જ્યારે પૃથ્વી, સમુદ્ર, પશુ-પક્ષીઓ બનાવ્યા ત્યારે તેમને થાયુ કે આ બધાની સંભાળ રાખવા માટે કોઇક હોવુ જોઇએ, તેથી તેમણે માટીનો માનવ આકાર ઘડ્યો અને તેના નસકોરામાં ફુંક મારી તેને સજીવન બનાવ્યો. આ રીતે જગતમાં પ્રથમ માનવ આદમ ની ઉત્પતી થઇ. પછી ઇશ્વરે જોયુ તો દરેક જીવ જોડીમા હતો તેથી તેમણે આદમને સાથ આપવા માટે હવાને બનાવી. કહેવાય છે કે તેનુ સર્જન આદમની એક પાંસળી માંથી થયું હતું. બાઇબલ માં જણાવ્યા અનુસાર યહોવાએ (ઇશ્વરે) એડન વાડી બાનાવી હતી તેમાં દરેકે દરેક પશુ-પક્ષી, જીવ-જંતુ હતા અને આદમ-હવા તેમનુ સંચાલન કરતા હતાં. યહોવાએ આ એડન વાડીની રક્ષા માટે તેના શ્રેષ્ઠ સ્વર્ગ દુત લુસીફર ને રાખ્યો હતો, જે પાછળ જતા શેતાન બની ગયો.

ઇસ્લામ માન્યતા અનુસાર જયારે આદમ અને હવા સ્વર્ગમાં રહેતા હતા ત્યારે તેમને બધું ખાવાની છૂટ હતી પણ સફરજન જેવુ જ્ઞાનનું ફળ ખાવાની મનાઈ હતી. પણ શૈતાને આવીને તેમને તે ફળ ખાવા માટે લલચાવ્યા અને તેઓએ તે ફળ ખાઈ લીધું જેથી ઇશ્વર તેમનાથી નારાજ થઇ ગયા અને પૃથ્વી ઉપર ફેંકી દીધા.મુસ્લીમ માન્યતા અનુસાર આદમ સિલોનમાં પડ્યા અને બીવી હવા જીદ્દાહમાં આવી પડ્યા. તે પછી તેમનું પુનઃમિલન લગભગ ૭૦ વર્ષ પછી થયું. આ વખત દરમ્યાન તેઓ અલ્લાહ્તાલા ની ગીરીયાજારી કરતા રહેતા હતા. તેઓના થી માણસ નો વંશવેલો ચાલુ થયો એમ માનવામાં આવે છે અને તેથી ઉર્દુમાં આદમના સંતાનો હોવાથી માણસને આદમી કહેવામા આવે છે. જ્યારે બાઇબલ અનુસાર તેમણે ભલુ-ભુંડુ જાણવાનુ ફળ ખાધુ એટલે ઇશ્વરે તેમને એડન વાડી માંથી કાઢી મુક્યા ,ઇશ્વરે આદમને શ્રાપ આપ્યો કે તે સખત મહેનત કરશે અને કુટુંબનુ ભરણ પોષણ કરશે જ્યારે હવા પ્રસુતિની અપાર વેદના સહન કરશે.એડન વાડી માંથી બહાર નીકળ્યા બાદ તેઓ સખત પરીશ્રમ કરી ગુજરાન ચલાવતા ,તેમના બે દિકરા થયા, એકનું નામ હતુ "કાઇન" અને બીજા નું હતં "હાબેલ".

વૈજ્ઞાનિક રીતે આદમ અને ઇવ અંગેના કોઇ પુરાવા મળ્યા નથી અને તે ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે હોવા શક્ય નથી.