લખાણ પર જાઓ

શેતાન

વિકિપીડિયામાંથી
કોડેક્સ ગિગાસમાં દેખાય છે તે પ્રમાણે શેતાનનું ચિત્રણ

શેતાન (ગ્રીક: διάβολος અથવા ડિઆવોલોસ = 'નિંદા કરનાર' અથવા 'આક્ષેપ કરનાર')ને કેટલાક ધર્મ અને સંસ્કૃતિમાં શક્તિશાળી માનવામાં આવે છે, શેતાનનો અવતાર અલૌકિક અસ્તિત્વ તરીકેનો હોય છે અને તે ભગવાન અને માનવજાતિનો દુશ્મન છે. શેતાનને સામાન્ય રીતે પાખંડીઓ, નાસ્તિક અને અન્ય અશ્રદ્ધાળુઓ સાથે જોડવામાં આવે છે. અબ્રાહમ મૂળના ધર્મોએ શેતાનને, વિવિધ રીતે માનવોને પાપ કરવા અથવા શેતાની કૃત્ય કરવા પ્રેરતા બળવાખોર સ્વર્ગચ્યુત દેવ અથવા રાક્ષસ તરીકે ઓળખાવ્યો છે. અન્યો શેતાનને શ્રદ્ધાની કટોકટી, વ્યક્તિવાદ, ઇચ્છા સ્વાતંત્ર્ય, ડહાપણ અને બોધના પ્રતિનિધિત્વના રૂપક તરીકે ગણે છે.

ખ્રિસ્તી મુખ્ય પ્રવાહમાં, ભગવાન અને શેતાનને સામાન્ય રીતે મનુષ્યોની આત્માઓ માટે લડતાં બતાવવામાં આવ્યા છે, જેમાં શેતાન લોકોને ભગવાનથી દૂર નરકમાં લઇ જવા માટે લાલચો આપતો હોય છે. શેતાન રાક્ષસ (ડીમન) તરીકે ઓળખાતા દુષ્ટ દેવોના ટોળા પર હકૂમત ચલાવે છે.[૧]

યહૂદી બાઇબલ (અથવા ઓલ્ડ ટેસ્ટામેન્ટ) આ શત્રુ(હા-શેતાન)ને માનવજાત સામે દુષ્કૃત્યો માટે ઉશ્કેરતા દેવ તરીકે વર્ણવે છે.[૨][૩] ઘણા અન્ય ધર્મોમાં પણ શેતાન જેવા જ ઠગ અથવા પાપ કરવા માટે લલચાવનારા સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. શેતાન વિશેના આધુનિક ખ્યાલોમાં એક ખ્યાલ એવો છે કે શેતાન માનવોની ખુદની હલકી મનોવૃત્તિ અથવા પાપ પ્રકૃત્તિનું પ્રતિક છે. 

લોકો સામાજિક અને રાજનૈતિક સંઘર્ષોમાં શેતાનનો ખ્યાલ એવું કારણ આપીને મૂકતા હોય છે કે તેમના વિરોધીઓ શેતાનથી પ્રભાવિત છે અથવા જાણીજોઇને શેતાની કૃત્યોનું સમર્થન કરી રહ્યા છે. બીજા લોકો શા માટે ખોટી અને નાસ્તિક શ્રદ્ધાઓ ધરાવે છે તે દર્શાવવા માટે પણ શેતાનનો ઉપયોગ થાય છે.

ધાર્મિક અહેવાલો[ફેરફાર કરો]

યહૂદી ધર્મ[ફેરફાર કરો]

યહૂદી ધર્મના મુખ્ય પ્રવાહમાં ખ્રિસ્તી અથવા મુસ્લિમ મુખ્ય પ્રવાહની જેમ શેતાનનો ખ્યાલ અસ્તિત્વમાં નથી. હીબ્રૂમાં, બાઇબલીય શબ્દ હા-સતાન (השָׂטָן)નો અર્થ થાય છે "શત્રુ"[૪] અથવા "વિઘ્ન " અથવા "ફરિયાદી" (ભગવાનને અંતિમ ન્યાયાધીશ તરીકે જોવામાં આવે છે તેને ધ્યાનમાં લેતાં).

શંકાસ્પદ પ્રમાણો ધરાવતાં હીબ્રૂ ધાર્મિક લખાણો[ફેરફાર કરો]

શંકાસ્પદ પ્રમાણો ધરાવતાં લખાણો (એપોક્રિફ) એ એવા લખાણો છે જે સામાન્ય રીતે યહૂદી ધર્મ તેમજ ખ્રિસ્તી ધર્મના ઘણા આધુનિક પ્રોટેસ્ટન્ટ પંથો દ્વારા પવિત્ર ગ્રંથ તરીકે સ્વીકાર્ય નથી. બુક ઓફ વિઝ્ડમમાં શેતાનને વિશ્વમાં મૃત્યુ લાવનારા પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.[૫]

સ્લેવોનિક બુક ઓફ એનોચ તરીકે પણ જાણીતી સેકન્ડ બુક ઓફ એનોચ, વોચર ગ્રિગોરીનો સંદર્ભ ધરાવે છે જે સતાનેલ તરીકે ઓળખાય છે.[૬] તે અચોક્કસ તારીખ અને અજાણ્યા લેખકનું બનાવટી ઉત્કીર્ણ લેખનું લખાણ છે. આ લખાણો સતાનેલને સ્વર્ગમાંથી કાઢી મૂકાયેલા ગ્રિગોરીના રાજા તરીકે[૭] તેમજ "પાપી" અને "પવિત્ર" શું છે તે વચ્ચેના તફાવતને જાણતા દુષ્ટ આત્મા તરીકે વર્ણવે છે.[૮] બુક ઓફ ફર્સ્ટ એનોચ વિશે પણ આવી જ વાર્તા જોવા મળે છે; જો કે તે પુસ્તકમાં ગ્રિગોરીના રાજાને સેમ્જાઝા કહેવામાં આવ્યો છે.

શાસ્ત્રોના આધાર વિનાના સાહિત્યમાં, શેતાનને દેવોના યજમાન પર રાજ કરતો બતાવવામાં આવ્યો છે.[૯] ઇસાકના બલિદાન દ્વારા ભગવાનને અબ્રાહમની પરિક્ષા માટે લલચાવનાર માસ્ટેમા અને શેતાનના નામ અને સ્વભાવમાં સમાનતા જોવા મળે છે.[૧૦]

18મી સદીના ચાસિડિક યહૂદીઓ માટે, હા-શેતાન બાલ દાવર હતો.[૧૧] બુક ઓફ ઇનોચ સેતારીયલનો સંદર્ભ ધરાવે છે, જે શેતાનિએલ અને શેતાને'લ પણ હોઇ શકે છે (વ્યુત્પત્તિ બેબિલોનિઅન મૂળ સુધી વિસ્તરે છે). તેની સ્વર્ગમાંથી હકાલપટ્ટી પહેલાના તેના દૈવી બંધુઓ માઇકલ, રાફેલ, યુરિઅલ, ગેબ્રિઅલના નામો પણ તેના નામ જેવા જ જોવા મળે છે.

ખ્રિસ્તી ધર્મ[ફેરફાર કરો]

1854માં એરી શેફર લિખિત ધ ટેમ્પ્ટેશન ઓફ ક્રાઇસ્ટમાં શેતાનનું ચિત્રણ.

ખ્રિસ્તી ધર્મના મુખ્ય પ્રવાહમાં ડેવિલને શેતાન તરીકે અને ક્યારેક લ્યુસિફર તરીકે ઓળખવામાં આવે છે, જોકે ઇસાઇઆહ 14:12ના લ્યુસિફર કે સન ઓફ મોર્નિંગ અંગેનો સંદર્ભ બેબિલોનના રાજાનો સંદર્ભ છે તે વાત નોંધાયેલી છે. [૧૨] ઘણા આધુનિક ખ્રિસ્તીઓ શેતાનને ત્રીજા ભાગના દૈવી યજમાનો(રાક્ષસો) સાથે મળીને ભગવાન સામે બળવો પોકારનારા અને તેના ભાગરૂપે લેક ઓફ ફાયરની સજા મેળવનારા દેવ તરીકે ગણે છે. તેને તમામ માનવતાને નફરત કરનારા તરીકે વર્ણવવામાં આવ્યો છે, અથવા વધુ ચોક્કસ રીતે જોઇએ તો તે ભગવાનનો વિરોધ કરનારું, જૂઠાણા ફેલાવનારું અને માનવ આત્માઓ પર આપત્તિઓ નોંતરનારું સર્જન છે. અન્ય ખ્રિસ્તીઓ બાઇબલમાં ભગવાનનો વિરોધ કરનારી માનવ વ્યવસ્થા તેમજ માનવ પાપ અને લાલચ માટે શેતાનને લાક્ષણિક રીતે જવાબદાર ગણે છે.

શેતાનને હંમેશા ઇવને પ્રતિબંધિત ફળ ખાવા માટે મજબૂર કરનારા સર્પ તરીકે ઓળખવામાં આવે છે; આમ, શેતાનને હંમેશા સર્પ તરીકે ચીતરવામાં આવ્યો છે. જોકે, આદમ અને ઇવની વાર્તામાં આ ઓળખ હાજર નથી, પણ આ વાત બુક ઓફ રેવિલેશન લખાયું તે સમયની છે જેમાં શેતાનની ખાસ સર્પ તરીકે ઓળખ આપવામાં આવી છે.

બાઇબલમાં શેતાનને "ધ ડ્રેગન" તરીકે અને બુક ઓફ રેવિલેશન 12:9માં "ધ ઓલ્ડ સર્પન્ટ" તરીકે, 20:2માં પણ શેતાનની ઓળખ આપવામાં આવી છે, બુક ઓફ જોહ્ન 12:31,14:30માં "ધ પ્રિન્સ ઓફ ધિસ વર્લ્ડ" તરીકે તે ઓળખાયો છે; મેરિરિમ તરીકે પણ જાણીતો "ધ પ્રિન્સ ઓફ ધ પાવર ઓફ ધ એર", અને "ધ સ્પિરિટ ધેટ નાઉ વર્કેથ ઇન ધ ચિલ્ડ્રન ઓફ ડિસઓબેડિઅન્સ" તરીકે ધ બુક ઓફ એફેસિઅન્સ 2:2માં; અને 2 કોરીન્થીઅન્સ 4:4માં "ધ ગોડ ઓફ ધિસ વર્લ્ડ" તરીકે તેની ઓળખ આપવામાં આવી છે. [૧૩] બુક ઓફ રેવિલેશનમાં તેની ઓળખ ડ્રેગન (ઉદાહરણ તરીકે,[૧૪]), અને ગોસ્પેલ્સ(ઉદાહરણ તરીકે,[૧૫])ના ઠગ તરીકે પણ આપવામાં આવી છે.

બીલ્ઝેબુબ મૂળ તો ફિલિસ્તિની ભગવાનનું નામ છે (વધુ સ્પષ્ટ રીતે બાલનો ચોક્કસ પ્રકાર, Ba‘al Zebûb પરથી, lit. "લોર્ડ ઓફ ફાઇલ્સ") પરંતુ તેનો ઉપયોગ ન્યુ ટેસ્ટામેન્ટમાં શેતાનના સમાનાર્થી તરીકે થયો છે. ધ ડિવાઇન કોમેડીમાં આ ભ્રષ્ટ આવૃતિ બેલ્ઝેબૌબ દ્રશ્યમાન થાય છે.

ખ્રિસ્તીઓની મુખ્યપ્રવાહની ન હોય તેવી અન્ય માન્યતાઓમાં (દા.ત. ક્રિસ્ટાડેલ્ફિઅન્સની માન્યતાઓ) બાઇબલના શબ્દ "શેતાન"ને અલૌકિક કે વ્યક્તિના સંદર્ભે નથી ગણવામાં આવ્યો પરંતુ કોઇ શત્રુ તરીકે અને લાક્ષણિક રીતે માનવોના પાપ અને લાલચના સંદર્ભે ગણવામાં આવ્યો છે.[૧૬]

ઈસ્લામ ધર્મ[ફેરફાર કરો]

ઇસ્લામમાં શેતાનને ઇબ્લિસ તરીકે સંબોધવામાં આવે છે. (અરેબિક: શૈતાન , દુષ્ટ અને પિશાચ-જેવા લોકો માટે વપરતો શબ્દ). કુર'આન પ્રમાણે, ભગવાને ઇબ્લિસનું સર્જન "ધુમાડારહિત આગ"માંથી કર્યું હતું (જિન્નની સાથે) અને માનવને માટીમાંથી ઘડ્યો હતો. શેતાનના હુબ્રિસ સિવાયના પ્રાથમિક લક્ષણો એ છે કે તેની પાસે સ્ત્રી અને પુરુષોની આત્માઓને દુષ્ટ સલાહો આપવા સિવાયની કોઇ શક્તિઓ નથી હોતી.

મુસ્લિમ ધર્મશાસ્ત્રો મુજબ, ઇબ્લિસે જ્યારે સમગ્ર માનવજાતના પિતા આદમને અંજલિ આપવાનો ઇનકાર કરવાનું પસંદ કરીને ભગવાનનો અનાદર કર્યો ત્યારે ભગવાને આદમને તેમની કૃપાદ્રષ્ટિથી હાંકી કાઢ્યો હતો. તેણે પોતે આદમ કરતાં ચડિયાતાં હોવાનો દાવો કર્યો હતો, અને કારણ આપ્યું હતું કે મનુષ્યને પૃથ્વી પર તેના કરતાં અલગ રીતે ઘડવામાં આવ્યો હતો. દેવોનું જોઇએ તો તેમણે ભગવાનનો આદર કરવા અને પોતાની અંજલિ દર્શાવવા માટે આદમને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. જોકે, મનુષ્ય ઉતરતો છે તેવા મતને વળગી રહેલા અને દેવોની જેમ પસંદગીનો અવકાશ ન રહેતાં ઇબ્લિસે ભગવાનનો અનાદર કરવાનું નક્કી કર્યું હતું. આને લીધે ભગવાને તેને કાઢી મૂક્યો હતો, જેના માટે ઇબ્લિસ માનવતાને જવાબદાર ગણતો હતો. શરૂમાં, શેતાન આદમને છેતરવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક વખત તેના હેતુઓ સ્પષ્ટ થયા બાદ, આદમ અને ઇવ બંનેએ ભગવાન સમક્ષ પશ્ચાતાપ કર્યો અને તેથી ભગવાને તેમને ખરાબ કાર્યોથી મુક્ત કરીને માફ કર્યા. ભગવાને તેમને ઇબ્લિસ અને નર્કની આગ બાબતે કડક ચેતવણી આપી અને તેમને તેમજ તેમના બાળકો (માનવજાત)ને શેતાન દ્વારા તેમની ઇન્દ્રિયો પર થતાં છળકપટથી દૂર રહેવા પણ જણાવ્યું હતું.

કુર'આનની આયાતો પ્રમાણે, કિયામાહ અથવા પુનરુદ્ધાર દિન યાઉમ-ઉલ-કિયામા ન આવે ત્યાં સુધી શેતાનનું જીવનધ્યેય આદમના બાળકો (માનવજાત)ને છેતરતા રહેવાનું છે. તે પછી, તેને તેના દ્વારા છેતરાયેલા લોકોની સાથે જ નર્કની આગમાં મૂકવામાં આવશે. શેતાનને ઘણા જિન્નોમાંથી એક ગણવામાં પણ આવે છે, કેમ કે તે બધા ધુમાડારહિત આગમાંથી સર્જાયા છે. કુર'આન ઇબ્લિસને ભગવાનના દુશ્મન તરીકે નથી ચીતરતું, કારણ કે ભગવાન તેના તમામ સર્જનોથી સર્વોચ્ચ છે અને ઇબ્લિસ પણ તેમના સર્જનોમાંથી જ એક છે. ઇબ્લિસનો એકમાત્ર દુશ્મન માનવતા છે. તે મનુષ્યોને ભગવાનનો આદર કરતા રોકવા માગે છે. આમ, શેતાનના અડપલાં અને લાલચો આપવાની વૃત્તિની સામે માનવજાતને સંઘર્ષ (જિહાદ ) કરવા માટે ચેતવવામાં આવી છે. જે લોકો આમ કરવામાં સફળ થાય છે તેને સ્વર્ગ (જન્નથ ઉલ ફિરદૌસ )થી નવાજવામાં આવે છે, જે માત્ર પ્રામાણિક વર્તનથી જ મેળવી શકાય છે.

બહા'ઈ આસ્થા[ફેરફાર કરો]

બહા'ઇ આસ્થામાં, શેતાન કે દુરાત્મા જેવું દુષ્ટ, દૈવી અસ્તિત્વ હોતું જ નથી તેવી માન્યતા છે.[૧૭] જોકે, આ શબ્દો બહા'ઇ લખાણોમાં દ્રશ્યમાન થાય છે, જ્યાં તેમનો ઉપયોગ મનુષ્યના મૂળ સ્વભાવ માટેના રૂપકો તરીકે થાય છે. મનુષ્યોમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ જોવા મળે છે, અને તે રીતે તેઓ ઇશ્વર તરફ વળી શકવા અને આધ્યાત્મિક ગુણો વિકસાવવા માટે સક્ષમ હોય છે અથવા તો ભગવાનથી વિમુખ થઇને સ્વ-કેન્દ્રી ઇચ્છાઓમાં ડૂબી જાય છે. ખુદની લાલચોને અનુસરતી વ્યક્તિઓ અને આધ્યાત્મિક ગુણો ન વિકસાવનારા લોકોને બહા'ઈ લખાણોમાં હંમેશા શેતાનિક તરીકે દર્શાવવામાં આવે છે.[૧૭] બહા'ઈ લખાણો એવું પણ કહે છે કે શેતાન એ "સ્વ-આગ્રહી" અથવા "હલકાં લોકો" માટે વપરાતું રૂપક છે. આ બંને દરેક વ્યક્તિમાં જોવા મળતાં સ્વંયસેવિત માનસિક વલણ છે. જે લોકો પોતાની હલકી મનોવૃત્તિને અનુસરે છે તેમનું પણ "શેતાન" તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.[૧૮][૧૯]

યાઝિદિ ધર્મ[ફેરફાર કરો]

યાઝિદિના પ્રયોગાત્મક ઇન્ડો-યુરોપીયન સર્વદેવમંદિરોના મુખ્ય દેવનું વૈકલ્પિક નામ મલેક ટૌસ એટલે શૈતાન.[૨૦] યાઝિદિ ધર્મને શેતાનિક કરતાં વધુ સારી રીતે પૂર્વ-ઇસ્લામિક મધ્ય પૂર્વ ધર્મના અવશેષ અને/અથવા શાયખ આદીની ઘુલટ સુફી ચળવળ તરીકે સમજી શકાય તેમ છે. મૂળ તો મુસ્લિમ પરદેશીઓએ સ્થાપેલા શેતાન સાથેના સબંધે, 19મી-સદીના યુરોપીયન પ્રવાસીઓ અને રહસ્ય લેખકોનું ધ્યાન ખેંચ્યું હતું.

નૂતન પેગનવાદ[ફેરફાર કરો]

ખ્રિસ્તી પરંપરાએ વારંવાર કહ્યું છે કે પેગન ધર્મો અને મેલીવિદ્યા શેતાનની અસર હેઠળ છે.

શરૂઆતના આધુનિક યુગમાં ચર્ચે કહેવાતી ડાકણો પર શેતાન સાથેના સહચર્ય અને કાવતરાંના આક્ષેપો કર્યા હતાં. જેક ચિક અને જેમ્સ ડોબ્સન જેવા કેટલાક આધુનિક રૂઢિચુસ્ત ખ્રિસ્તી લેખકોએ આજના નૂતનપેગન અને મેલીવિદ્યાના ધર્મને નિશ્ચિતપણે શેતાની તરીકે ચીતર્યો છે. 

નૂતનપેગન પુનઃનિર્માણ અંગેની કેટલીક પરંપરાઓ શેતાન અથવા દુરાત્માને સંપૂર્ણપણે સ્વીકારે છે. જોકે, ઘણા નૂતનપેગન જૂથો એક પ્રકારના શિંગડાધારી ઇશ્વરને પૂજે છે, જેમ કે વિક્કામાં તેને મહાન દેવીના ભાગીદાર તરીકે પૂજાય છે. આ ભગવાનો સામાન્ય રીતે સર્નુનોસ અથવા પેન જેવા પૌરાણિક સ્વરૂપો દર્શાવે છે, અને ખ્રિસ્તી શેતાન સાથે તેનું કોઇ પણ સામ્ય એ માત્ર 19મી સદીમાં ડોકીયું કરતું હોય તેમ લાગે છે, કેમ કે તે સમયે સાહિત્ય અને કળામાં પેનના વધતાં જતાં મહત્વની સામે ખ્રિસ્તીઓની પ્રતિક્રિયાને લીધે તેની છબી શેતાન તરીકેના રૂપાંતરમાં પરિણમી હતી. [૨૧]

નવયુગની ચળવળ[ફેરફાર કરો]

શેતાન કે દુરાત્મા વગેરે માટે નવયુગની ચળવળના સહભાગીઓ વ્યાપક પ્રમાણમાં વિવિધ મતો ધરાવે છે. વિશેષિત ખ્રિસ્તી ધર્મમાં શેતાનના કેટલાંક સ્વરૂપો અનિષ્ટ તરીકે જ રહે છે, અથવા તેઓ ઓછામાં ઓછાં પાપ અને ભોગવાદના રૂપક હોય છે, પરંતુ ખરેખર તો તેમના અસ્તિત્વને જ નકારી દેવાનું વલણ સૌથી વ્યાપક છે. બીજી બાજુ, મૂળ રોમન અર્થમાં પ્રકાશ-લાવનાર તરીકે જાણીતો લ્યુસિફર કેટલાક જૂથોના વ્યાકરણમાં કંઇક અલગ જ પ્રકારના શેતાનના સ્વરૂપમાં વારંવાર દ્રશ્યમાન થાય છે, અને તે પણ અનિષ્ટ તરીકેના કોઇ પણ સૂચિતાર્થ વગર. ઉદાહરણ તરીકે, થીઓસોફી (સર્વ જ્ઞાનનું મૂળ ઈશ્વર જ્ઞાન' છે એવો

સિદ્ધાંત)ના શોધક મડામ બ્લાવેત્સ્કીએ તેમનાં જર્નલનું નામ લ્યુસિફર આપ્યું હતું કારણ કે તેઓ તેને "પ્રકાશ લાવનાર" તરીકે માનતા હતાં. ઘણી નવયુગ વિચાર શાળાઓ, અનિષ્ટના મૂળભૂત ખ્યાલને ઊડાવી દેવામાં આવ્યો છે તેવા અદ્વૈતવાદી તત્વજ્ઞાનને અનુસરે છે.

ધ બફોમેટ, લેફ્ટ-હેન્ડ પાથ સીસ્ટમ દ્વારા અપનાવાયેલું પ્રતિક, ઇશ્વરવાદને લગતાં શેતાનવાદ સાથે.

દ્વૈતવાદી માળખાંને અનુસરવામાં આવે છે ત્યારે પણ યિન અને યાંગની ચીની પ્રણાલીની જેમ, સારું અને અનિષ્ટ નિશ્ચિતપણે એકબીજાના પૂરક હોવા જરૂરી માનવામાં આવતાં નથી. ભગવાન અને અનિષ્ટ અથવા અંધારા અને પ્રકાશ વચ્ચેના આધ્યાત્મિક યુદ્ધ પર ભાર મૂકતી વિચાર શાળાઓ રૂડોલ્ફ સ્ટેઇનર, અગ્નિ યોગા અને ચર્ચ યુનિવર્સલ એન્ડ ટ્રાયમ્ફન્ટ જેવી વિચારસરણીઓને ધ્યાનમાં રાખે છે.

શેતાનવાદ[ફેરફાર કરો]

કેટલાક ધર્મો શેતાનની પૂજા કરે છે. શેતાનની જેમ જ "ભગવાન" અને અન્ય તમામ દેવોને પાલનહાર માનતાં બહુદેવવાદી સમાજમાં આ શક્ય છે; અથવા તો વધુ એકેશ્વરવાદી મત ધરાવતાં સમાજમાં તે શક્ય છે કે જ્યાં ભગવાનને જ સાચા ઇશ્વર ગણવામાં આવે છે, પરંતુ ક્યારેય તેને પડકારવામાં નથી આવતાં.


એન્ટોન લાવે'સ ચર્ચ ઓફ શેતાન જેવા કેટલાક રૂપો ભગવાન અને શેતાન બંનેના અસ્તિત્વને નકારી કાઢે છે, પરંતુ તેઓ ખુદને તો શેતાનવાદીઓ તરીકે જ ઓળખાવે છે. આવા લોકો શેતાનને માનવતાના મૂળભૂત અને કુદરતી સ્વરૂપ તરીકે જોવે છે.[૨૨]

વધુ "શેતાની" પરંપરાગત દંતકથાઓ મૂળ શેતાનવાદીઓ પાસે નહીં, પરંતુ ખ્રિસ્તીઓ પાસે ઉદ્ભવે છે. રાક્ષસો અને ડાકણોની આસપાસ ફરતી મધ્યયુગીન લોકમાન્યતા અને બ્રહ્મજ્ઞાન સૌથી વધુ જાણીતાં હશે. 1980ના વર્ષોના શેતાની કર્મકાંડી અનિષ્ટોનો ફફડાટ એ વધુ તાજું ઉદાહરણ છે – મિશેલ રેમેમ્બર્સ ની જીવનીથી શરૂ કરીઓ તો - તેમાં શેતાનવાદને બાળકોના શોષણ અને માનવબલિના પક્ષપાતી વિશાળ (અને આધારવિહીન) કાવતરાં તરીકે ચીતરવામાં આવ્યો છે. પોતાના કર્મકાંડો ચલાવવા માટે આ લોકો નિયમિતપણે કહેતા હોય છે કે શેતાન તો ખરેખર વ્યક્તિની અંદર દેખાતો હોય છે.[સંદર્ભ આપો]

અન્ય ધર્મોમાં સમાન ખ્યાલો[ફેરફાર કરો]

પારસી[ફેરફાર કરો]

પારસી અવેસ્તાનાં, ખુદ ઝોરોઆસ્ટર દ્વારા જ રચાયેલા સૌથી પુરાણાં લખાણો ગાથાઓમાં કવિએ કોઇ દેખીતાં દુશ્મનનો ઉલ્લેખ કર્યો નથી. અહુરા મઝદાની રચના "સત્ય", આશા છે. "જૂઠું" (ડ્રજ ) એ માત્ર સડો અથવા અરાજકતાં દર્શાવે છે, કોઇ અસ્તિત્વને નહીં.

બાદમાં, ઝુર્વનવાદ (ઝુર્વનાઇટ પારસીવાદ)માં, આહુરા મઝદા અને અનિષ્ટનો સિદ્ધાંત, આન્ગ્રા મૈન્યુ, બંને ઝુર્વન, "સમય" ના જોડિયાં સંતાનો તરીકે જોવા મળે છે. 10મી સદી પછી ઝુર્વનવાદના કોઇ અવશેષ જોવા મળતાં નથી.

આજે, ભારતના પારસીઓ આન્ગ્રા મૈન્યુ એ આહુરા મઝદાનું "વિનાશી નિર્ગમન" છે તેવું 19મી સદીનું અર્થઘટન સ્વીકારે છે. મઝદાની વિરૂદ્ધમાં ઝઝૂમવા કરતાં આન્ગ્રા મૈન્યુ મઝદાના 'સર્જનાત્મક નિર્ગમન' સ્પેન્ટા મૈન્યુ સાથે યુદ્ધ કરે છે.


હિન્દુ ધર્મ[ફેરફાર કરો]

ખ્રિસ્તી, ઇસ્લામ અને ઝોરાસ્ટ્રીઅન ધર્મોથી વિપરિત હિન્દુ ધર્મમાં ભગવાનનો વિરોધ કરનારું શેતાન જેવું કોઇ કેન્દ્રિય દુષ્ટ બળ કે અસ્તિત્વ નથી.

હિન્દુ ધર્મમાં કેટલાક તત્વો (દા.ત.અસુરો) અને અસ્તિત્વ તમસ્ ગુણની કામચલાઉ અસર હેઠળ કેટલાંક દુષ્કૃત્યો અને શાબ્દિક પીડા કરી શકે છે. માયાના રાજસિક અને તામસિક ગુણો ખાસ કરીને અબ્રાહમિક ખ્યાલ, અંતિમ ભ્રાંતિના "પ્રકૃતિ" તરીકે ઓળખાતા નર્કના ભાગોના નજીક માનવામાં આવે છે. અદ્વૈત (અદ્વૈતવાદ)નો ખ્યાલ આનું મૂર્ત સ્વરૂપ છે કે જ્યાં કોઇ સારું કે ખરાબ નથી પરંતુ માત્ર સમજણના જુદાજુદા સ્તર છે.

બીજી બાજુ હિન્દુ ધર્મમાં, બીજા સૂર માટે પણ પુષ્કળ જગ્યા પૂરી પાડવામાં આવી છે, જેમાં દ્વૈત (દ્વૈતવાદ)ની કલ્પના અસ્તિત્વ ધરાવે છે જ્યાં ભગવાન અને શેતાનના વલણો વચ્ચે આંતરિક લડાઇઓ છે.[૨૩] જાણીતા અસુર રાહુના લક્ષણો શેતાન જેવા જ છે. જોકે, હિન્દુઓ અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવો માને છે કે પાપ તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે વિષ્ણુનો દેહ પાપને પરાસ્ત કરવા માટે અવતરે છે. ગુણ અને કર્મના ખ્યાલો શેતાનની અસર નહીં પરંતુ એક તબક્કા સુધી અનિષ્ટને જ સમજાવે છે.

વધુ સચોટ રીતે કહીએ તો, હિન્દુ દર્શનશાસ્ત્ર સર્વશક્તિમાન ઇશ્વરને જ એક માત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ (સત્ય) તરીકે વ્યાખ્યાયિત કરે છે. માટે, તમામ અસુરી વૃત્તિઓ હલકી છે અને મોટેભાગે તે મગજના ભ્રમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અસુરો પણ એક પ્રકારના માણસો જ હોય છે જેમનામાં થોડા સમય માટે ખરાબ પ્રોત્સાહન અને હેતુઓ (તમસ્) સારા (સત્વ) પર પ્રભુત્વ જમાવી દે છે. સિદ્ધ , ગંધર્વ , યક્ષ જેવા જુદા લોકોને માનવજાત કરતાં અલગ માનવામાં આવે છે, અને કેટલીક બાબતોમાં મનુષ્ય કરતાં ચઢીયાતા માનવામાં આવે છે.


તમિલનાડુ(દ્રવિડિઅન વારસો ધરાવતું ભારતનું દક્ષિણનું રાજ્ય)માં જાણીતી હિન્દુ ધર્મની સત્તાવાર શાખા અય્યાવઝ્હીમાં અનુયાયીઓ હિન્દુ ધર્મની અન્ય શાખાઓથી વિપરિત શેતાન જેવા સ્વરૂપ ક્રોનિમાં માને છે. અય્યાવઝ્હી પ્રમાણે ક્રોનિ આદિકાળથી જાણીતું શેતાનનું એક રૂપ છે અને તે જુદાજુદા સમય કે યુગમાં શેતાનના વિવિધ સ્વરૂપમાં છતું થાય છે, દા.ત., રાવણ, દુર્યોધન, વગેરે. શેતાનના આવી રીતે દેખાયા બાદ અય્યા-વઝ્હી ધર્મમાં માનતા શ્રદ્ધાળુઓ માને છે કે ભગવાન તરીકે વિષ્ણુનો અવતાર રામ અને કૃષ્ણની જેમ શેતાનને પરાસ્ત કરવા માટે જન્મ લે છે. છેલ્લે, નારાયણની આત્મા સાથેનો એકમ, ક્રોનિના અંતિમ સ્વરૂપ કાલિયાણનો નાશ કરવા માટે વિશ્વમાં અય્યા વૈકુન્દર તરીકે અવતરે છે.

કલિયુગની આત્મા ક્રોનિ વર્તમાન યુગમાં સર્વવ્યાપી છે અને માટે જ મોટાભાગના હિન્દુઓની જેમ અય્યા વઝ્હીના અનુયાયીઓ પણ માને છે કે વર્તમાન યુગ એટલે કે કલિયુગ ખૂબ જ ભ્રષ્ટ છે

બૌદ્ધ ધર્મ[ફેરફાર કરો]

બૌદ્ધ ધર્મમાં શેતાન જેવું સ્વરૂપ મારા છે. તે પાપ કરવા લલચાવે છે અને તેણે ગૌતમ બુદ્ધને પણ સુંદર સ્ત્રીઓના દર્શનથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, દંતકથાઓ પ્રમાણે આ સ્ત્રીઓ મારાની દીકરીઓ જ હતી. મારા આધ્યામિક જીવનનાં "મૃત્યુ" સમાન, બિનકુશળતાને મૂર્તિમંત કરે છે. તે દુન્વયી પ્રલોભનો આપી અથવા તો નકારાત્મકને હકારાત્મક દર્શાવી, માનવોને આધ્યાત્મિક જીવન જીવવાથી દૂર લઇ જવાનો પ્રયત્ન કરે છે. મારાનું બીજું અર્થઘટન એ છે કે તે મનુષ્ય મનમાં હાજર અને સાચું જોવામાં રૂંધનારી ઇચ્છાઓ છે. માટે એ રીતે જોવા જઇએ તો મારા સ્વતંત્ર અસ્તિત્વ નથી પરંતુ વ્યક્તિનો પોતાનો જ એક ભાગ છે જેને હરાવવો જરૂરી બને છે. બુદ્ધના રોજિંદા જીવનમાં શેતાનની ભૂમિકા દેવદત્તને આપવામાં આવી છે.

પ્રાચીન ઈજિપ્ત[ફેરફાર કરો]

ઔસેરીઅન નાટકમાં આપણે જોઇએ છીએ કે ઔસર (ગ્રીક: ઓસિરિસ)ને સેટ 13 કટકામાં કાપી નાખે છે. ઔસેટ (ઇસિસ) તમામ કટકા ભેગા કરીને તેના લિંગને સાચવે છે. ઔસરનો પુત્ર હોરુસ અને ઔસેટ આ હત્યાનું વેર વાળવા માટે અને તેના પિતાના અંગવિચ્છેના કારણોસર સેટ સાથે બાખડી પડે છે. હોરુસ સેટ પર વિજેતા બને છે અને મૃત્યુ પામેલો ઔસર પરત ફરીને પ્રેતલોકનો સમ્રાટ બને છે. આ નાટક આપણને સારા અને અનિષ્ટ વચ્ચેના વૈશ્વિક સંઘર્ષનો ચીતાર આપે છે, જેમાં સેટ અનિષ્ટને મૂર્ત બનાવે છે. આ કહેવાનો અર્થ એ નથી કે પ્રાચીન ઇજીપ્શિયન ધર્મશાસ્ત્રોમાં સેટને હંમેશા અનિષ્ટ પાત્ર તરીકે જ જોવામાં આવતો હતો. પ્રાચીન ઇજીપ્શિયન ઇતિહાસમાં એવી કેટલીય તકો આવી હતી જ્યાં વિવિધ "ગૃહો" વચ્ચેના સંઘર્ષો એકથી બીજા ભગવાનના સબંધીઓની કમી કરી દેવામાં આવી હોય.

મોટાભાગની સર્વદેવવાદી આસ્થાઓમાં વણાયેલા પાત્રો પોતાની જાતને શેતાનની એ પશ્ચિમી પરંપરાથી અલગ પાડે છે કે તમામ ભગવાન નજીકના સબંધીઓ હોય છે. આ કિસ્સામાં, સખ્યાબંધ ઐતિહાસિક લખાણો સૂચવે છે કે સેટ હોરુસના કાકા અથવા ભાઈ છે અને સેટના "પરાજય"માં, હોરુસના બાજનું માથું અને સેટ (અજાણ્યા પ્રાણી)ના માથાનાં બંને નિરૂપણો દ્વારા આપણે સેટના હોરુસમાં ઐક્યમાંના માપદંડથી અલગ જ બાબત જોઇ શકીએ છીએ. આ બાબત (બુદ્ધ ધર્મની જેમ) બંને જૂથના વિસર્જનનું પ્રતિનિધિત્વ કરે છે.

વૈશ્વિક લોકમાન્યતા[ફેરફાર કરો]

મેયર હોલનો ઇન્ટરવ્યૂ લેતાં શેતાનનું ચિત્રણ

પશ્ચિમી ખ્રિસ્તી પરંપરામાં, શેતાન તેના ઠગ સ્વરૂપની ભૂમિકાને લીધે જાણીતી લોકમાન્યતામાં આવી ગયો છે.

આયરલેન્ડ, ન્યુફાઉન્ડલેન્ડ, ઇટાલી અને યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં સંખ્યાબંધ પરંપરાગત લોકકથાઓ અને દંતકથાઓમાં તે પાત્ર તરીકે જોવા મળે છે, જેમાં અન્ય પાત્રો સાથે તે હંમેશા ચાલાકી અને લુચ્ચાઇ કરવાના પ્રયત્નો કરે છે.  આમાંથી કેટલીક વાર્તાઓમાં, શેતાનને દુષ્ટતાના મૂર્તિમંત અવતાર કરતાં લોકપ્રિય ખલનાયક તરીકે વધુ ચીતરવામાં આવ્યો છે. શેતાનો કેટલાક સંતચરિત્ર ગ્રંથોની વાર્તાઓમાં અથવા તો લોકપ્રિય સંત સેન્ટ. ડન્સ્ટન જેવા સંતોની વાર્તાઓમાં પણ પ્રમુખપણે દેખા દે છે, જેમાંની કેટલીક તો સત્તાવાર ધાર્મિક સિદ્ધાંતોની મર્યાદા બહાર લખાયેલી હોય છે. ભૌગોલિક નામોના વ્યુત્પત્તિશાસ્ત્ર સમજાવતી વાર્તાઓમાં શેતાનનું પાત્ર ઉદ્બવે છે, ધ ડેવિલ્સ ચિમની જેવા કુદરતી સ્વરૂપોને પણ શેતાને પોતાનું નામ આપ્યું છે. 

અન્ય નામો[ફેરફાર કરો]

વધુ માહિતી: ખ્રિસ્તીધર્મમાં શેતાનનાં નામો

રાક્ષસો[ફેરફાર કરો]

કેટલાક ધર્મો અને પરંપરાઓમાં, આ મથાળાં રાક્ષસોને જુદા પાડે છે; અન્યો આ નામોને શેતાનના ઢોંગી તરીકે ઓળખે છે. તેમાં પણ જ્યારે વ્યક્તિગત રાક્ષસો વિશે વિચારાય છે, ત્યારે કેટલાક વિશે તો હંમેશા જાણે તે શેતાનના સીધા કાબુમાં હોય તેવું વિચારાય છે. આ વિચારો માત્ર શેતાન તરીકેના વિચારોને વ્યક્ત કરે છે; રાક્ષસોની યાદીમાં વધુ સામાન્ય નોંધો છે.

વિવિધ નામ[ફેરફાર કરો]

મોટેભાગે શેતાન માટે વપરાતાં વિવિધ નામો આ મુજબ છે.

666 અથવા 616, નંબર ઓફ બીસ્ટ

 • ડિઆબોલુસ, ડિઆવોલુસ (ગ્રીક):" કટિંગ થ્રુ"

શેતાનના કર્મકાંડને લગતાં નામો જેફરી બર્ટોન રસેલ, લ્યુસિફર, ધ ડેવિલ ઇન ધ મિડલ એજીસ (કોર્નેલ યુનિવર્સિટી પ્રેસ, 1986), પા.128 , નોંધ 76 online.માં મળી શકે છે.

શેતાન તરીકે ઇશ્વર[ફેરફાર કરો]

સમગ્ર ઇતિહાસમાં કેટલાક ધાર્મિક લેખકોએ એવો વિચાર વહેતો મૂ્ક્યો છે કે અબ્રાહમિક બાઇબલ અને તેના ઉત્તરાર્ધોના ભગવાન, પાત્રોની બાબતે શેતાનની સાથે સુસંગત છે. તેઓ એવો દાવો મૂકે છે કે બાઇબલના ભગવાન એવી દિવ્ય શક્તિ છે જે દુઃખ, મૃત્યુ અને વિનાશ તેમજ હિંસક કૃત્યો અને જનસંહાર કરવાની લાલચોથી મુક્તિ અપાવે છે.

આ લખાણો બાઇબલના ભગવાનને "અ ડેમિઅર્ગુસ", "એન એવિલ એન્જલ ધ ડેવિલ ગોડ", "ધ પ્રિન્સ ઓફ ડાર્કનેસ", "ધ સોર્સ ઓફ ઓલ એવિલ", "અ ડેમન", "અ ક્રુઅલ રેથફુલ", "વોરલાઇક ટાયરન્ટ", "શેતાન", "ધ ડેવિલ" અને "ધ ફર્સ્ટ બીસ્ટ ઓફ ધ બુક ઓફ રેવિલેશન" જેવા વિવિધ સંદર્ભોથી નવાજે છે.

ન્યુ ટેસ્ટામેન્ટના "સાચા ભગવાન"ની સામે ઘણા લેખકો માત્ર અબ્રાહમિક પવિત્ર ગ્રંથો(તનખ )ના ભગવાન જેહોવાહનું જ વિવેચન કરે છે. જોકે, અન્ય લેખકો તેમની નિંદા યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામના ત્રણેયના વડા ઇશ્વર તરફ પ્રયોજે છે.

લેખકો બાઇબલના સંખ્યાબંધ પવિત્ર લખાણોના સંદર્ભો દર્શાવીને ભારપૂર્વક તેમના દાવા રજૂ કરતાં કહે છે કે ભગવાનના જે કાર્યોની વાતો થાય છે તે કાં તો સારા હોય છે અથવા અનિષ્ટ-જેવા હોય છે. આ મુદ્દે ઘણા લેખકોને તેમના લખાણો માટે સખત સજા પણ કરવામાં આવી છે અને તેમના અનુયાયીઓને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા છે.[સંદર્ભ આપો]

આ પણ જોશો[ફેરફાર કરો]

પાદટીપો[ફેરફાર કરો]

 1. Revelation 12:9
 2. 1Chronicles 21:1
 3. Job 1:11
 4. ઉદાહરણ તરીકે Numbers 22:22 અને Samuel 29:4 તેમજ અન્ય જગ્યાએ, "adversary" શબ્દ અનુવાદમાં જોવા મળે છે, જે મૂળ હીબ્રૂમાં "ha-satan" છે.
 5. "બટ બાય ધ એન્વી ઓફ ધ ડેવિલ, ડેથ કેમ ઇન્ટો ધ વર્લ્ડ" - બુક ઓફ વિઝ્ડમ II. 24
 6. ૨ એનોચ 18:3
 7. "એન્ડ આઇ થ્રુ હિમ આઉટ ફ્રોમ ધ હાઇટ વિથ હિઝ એન્જલ્સ, એન્ડ હી વોઝ ફ્લાઇંગ ઇન ધ એર કન્ટીન્યુઅસલી એબોવ ધ બોટમલેસ" - 2 એનોચ 29:4
 8. "ધ ડેવિલ ઇઝ ધ એવિલ સ્પિરિટ ઓફ ધ લોવર પ્લેસીસ, એઝ અ ફ્યુજિટિવ હી મેડ સોતોના ફ્રોમ ધ હેવન્સ એઝ હિઝ નેમ વોઝ શેતાનૈલ, ધસ હી બીકેમ ડીફરન્ટ ફ્રોમ ધ એન્જલ્સ, બટ હીઝ નેચર ડીડ નોટ ચેન્જ હીઝ ઇન્ટેલિજન્સ એઝ ફાર એઝ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાઇટીઅસ એન્ડ સિનફુલ થિંગ્સ"
 9. માર્ટીયરડમ ઓફ ઇસાઇઆહ , 2:2; વિટા આડમ ઇટ ઇવ , 16)
 10. બુક ઓફ જ્યુબિલીસ, xvii. 18
 11. ધ ડિક્શનરી ઓફ એન્જલ્સ" બાય ગુસ્તાવ ડેવિડસન, © 1967
 12. જુઓ, ઉદાહરણ તરીકે, નેવ્ઝ ટોપિકલ બાઇબલ, ધ હોલ્મેન બાઇબલ ડિક્શનરી અને ધ એડમ ક્લાર્ક કોમેન્ટરીમાંની એન્ટ્રીઓ.
 13. 2 Corinthians 2:2
 14. Rev. 12:9
 15. Mat. 4-1
 16. "Do you Believe in a Devil? He is a saint". મેળવેલ 2007-05-29.
 17. ૧૭.૦ ૧૭.૧ Smith, Peter (2000). "satan". A concise encyclopedia of the Bahá'í Faith. Oxford: Oneworld Publications. પૃષ્ઠ 304. ISBN 1-85168-184-1.
 18. Bahá'u'lláh (1994) [1873-92]. "Tablet of the World". Tablets of Bahá'u'lláh Revealed After the Kitáb-i-Aqdas. Wilmette, Illinois, USA: Bahá'í Publishing Trust. પૃષ્ઠ 87. ISBN 0877431744. CS1 maint: discouraged parameter (link)
 19. શોઘી એફેન્ડી ક્વોટેડ ઇનCompilations (1983). Hornby, Helen (Ed.) (સંપાદક). Lights of Guidance: A Bahá'í Reference File. Bahá'í Publishing Trust, New Delhi, India. પૃષ્ઠ 513. ISBN 8185091463.CS1 maint: extra text: editors list (link)
 20. ડ્રોવર, ઇ.એસ. ધ પીકોક એન્જલ. બીઇંગ સમ એકાઉન્ટ ઓપ વોટરીસ ઓફ ધ સીક્રેટ કલ્ટ એન્ડ ધેર સેન્ક્ચુઅરીઝ. લંડન: જોહ્ન મુરે, 1941.
 21. Hutton, Ronald (1999). Triumph of the Moon. Oxford: Oxford UniverUniversity Press. પૃષ્ઠ 46. ISBN. CS1 maint: discouraged parameter (link)
 22. "ચર્ચ ઓફ શેતાન ઓફિસિઅલ સ્ટેટમેન્ટ ઓફ બીલીફ્સ". મૂળ માંથી 2012-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
 23. "હિન્દુ કોન્સેપ્ટ ઓફ ગોડ". મૂળ માંથી 2003-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
 24. "http://visindavefur.hi.is". મૂળ માંથી 2012-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18. External link in |title= (મદદ)

સંદર્ભો[ફેરફાર કરો]

 • વધુ ટાઇટલ્સ માટે શેતાન પણ જુઓ
 • ધ ઓરિજિન ઓફ શેતાન , બાય એલેઇન પેજલ્સ (વિન્ટેજ બુક્સ, ન્યુ યોર્ક 1995) પુસ્તક શેતાનના પાત્રના વિકાસ, તેના "પિશાચીકરણ"ને, પ્રાચીન હીબ્રૂ ધાર્મિક પરંપરાના કાયદેસરના વારસ અંગેના શરૂના ચર્ચ અને સીનાગોગ વચ્ચેના કડવા સંઘર્ષની પશ્ચાદભૂમિકા વિરૂદ્ધમાં તપાસે છે. તેણી ચર્ચા કરે છે કે કેવી રીતે શેતાન આપણા પોતાના જ વેરભાવ અને પૂર્વગ્રહો, અને આપણી પ્રેમાળ અને ઝગડાળું પ્રકૃતિઓ વચ્ચેના સંઘર્ષનું પ્રતિક બની ગયો છે.
 • ધ ઓલ્ડ એનીમી: શેતાન એન્ડ ધ કોમ્બેટ મીથ , બાય નીલ ફોર્સીથ (પ્રિન્સટન, ન્યુ જર્સી, 1987) પુસ્તક એ દર્શાવવા ઇચ્છે છે કે શેતાન પ્રાચીન દંતકથાઓની પરંપરાઓમાંથી કેવી રીતે ઉદ્ભવ્યો અને તેને અનિષ્ટના સિદ્ધાંત તરીકે નહીં, પરંતુ "જુઠાણાં સામેની લડાઇ"ના સંદર્ભના વર્ણનાત્મક પાત્ર તરીકે શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે. ફોરસીથ ગિલ્ગામેશના મહાકાવ્યથી લઇને સેન્ટ. ઓગસ્ટીનના લખાણો સુધીની શેતાનની વાર્તાઓ કહે છે.
 • ધ ડેવિલ: પર્સેપ્શન્સ ઓફ એવિલ ફ્રોમ એન્ટીક્વિટી ટુ પ્રિમિટિવ ક્રિશ્યાનિટી , બાય જેફરી બર્ટન રસેલ (મેરિડિઅન, ન્યુ યોર્ક 1977) એ "અનિષ્ટનાં અવતારનો ઇતિહાસ" છે, વધુ સ્પષ્ટતા માટે તે તેને "ધ ડેવિલ" કહે છે. મળી શકે તેવું અને જકડી રાખતું, લખાણોને સમજાવતાં ફોટાઓથી ભરેલું, આ પુસ્તક શેતાનના ખ્યાલના ઇતિહાસ પરના ચાર વોલ્યુમની સીરિઝમાં પહેલુ છે. તે પછીના વોલ્યુમો છે, શેતાન: ધ અર્લી ક્રિશ્યન ટ્રેડિશન, લ્યુસિફર: ધ ડેવિલ ઇન ધ મિડલ એજીસ અને મેફિસ્ટોફેલસ: ધ ડેવિલ ઇન ધ મોડર્ન વર્લ્ડ.
 • ધ ડેવિલ ઇન લીજન્ડ એન્ડ લિટરેચર , બાય મેક્સીમિલિઅન રુડવિન (ઓપન કોર્ટ, લા સાલ્લે, ઇલિનોઇસ, 1931 ,1959) એ "શેતાનના બિનસાંપ્રદાયિક અને પવિત્ર સાહસો"નો સંક્ષેપ છે.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Wikicommons