ખલીલ ધનતેજવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી[૧]) ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે.[૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ થયો હતો.[૩] તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.[૩]

હાલમાં, તેઓ વડોદરાના રહેવાસી છે.[૪]

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે.[૧]

સર્જન[ફેરફાર કરો]

તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.[૧]

ગઝલસંગ્રહ[ફેરફાર કરો]

 • સાદગી
 • સારાંશ (૨૦૦૮)

નવલકથા[ફેરફાર કરો]

 • ડો. રેખા (૧૯૭૪)
 • તરસ્યાં એકાંત (૧૯૮૦)
 • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
 • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
 • સન્નાટાની ચીસ (૧૯૮૭)
 • સાવ અધૂરા લોક (૧૯૯૧)
 • લીલોછમ તડકો (૧૯૯૪)

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ડૉ. કિરીટ એચ. શુક્લ, ed. (૨૦૦૮). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (૨જી સંવર્ધિત ed.). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. p. ૪૭૮. 
 2. ૨.૦ ૨.૧ "Khalil Dhantejvi to be presented Vali Gujarati Award". DeshGujarat (in અંગ્રેજી). ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫. Retrieved ૧ મે ૨૦૧૮. 
 3. ૩.૦ ૩.૧ "Poet to donate 1.5 lakh aid to poor students on his birthday - Times of India". The Times of India. ૨૯ જૂન ૨૦૧૨. Retrieved ૧૫ મે ૨૦૧૮. 
 4. "Vadodara to host two-day theatre festival in first week of July! - Times of India". The Times of India. Retrieved ૧ મે ૨૦૧૮. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]