ગાંભુ (તા. બહુચરાજી)
ગાંભુ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′50″N 73°11′54″E / 22.313925°N 73.198451°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | બહુચરાજી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ગાંભુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા બહુચરાજી તાલુકામાં આવેલું એક ગામ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ગામ પાસે સોલંકી રાજા કર્ણ દ્વારા બાંધવામાં આવેલ કર્ણસાગર તળાવના અવશેષો આવેલાં છે. આ ગામ ઇતિહાસમાં ગાંભુયત નામે પણ ઓળખાતું હતું. જૈન સાધુ શીલગુણસૂરિ અહીં રહ્યા હતા અને ચાવડા વંશના રાજા વનરાજનો ગુપ્તવાસ અહીં વીત્યો હોવાની માન્યતા છે.[૧] [૧]
હરિભદ્રસૂરિકૃત નેમિનાહ-ચરિઉ મુજબ વનરાજ ચાવડાના રાજ્યાભિષેક સમયે ગાંભુય ગામના (મૂળે શ્રીમાલ/ભીનમાલના) પ્રાગ્વટ વંશના વૃદ્ધ જૈન વેપારી ઠકકુર નિન્નયને પાટણ રહેવા અને રાજદરબારમાં મંત્રી બનવા અને તેમના પુત્ર લાહરને દંડપતિ બનવા જણાવ્યું હતું.[૨][૩][૪][૧]
જાણીતા સ્થળો
[ફેરફાર કરો]આ ગામ જૈન ધર્મનું યાત્રાધામ છે. અહીં ગંભીરા પાર્શ્વનાથનું જૈન દેરાસર આવેલું છે. ૨૦૨૨માં અહીં ખોદકામ દરમિયાન અગિયાર જૈન પ્રતિમાઓ મળી હતી જે ૧૧મી-૧૨મી સદીની હતી.[૫]
સવલતો
[ફેરફાર કરો]ગામમાં એક પ્રાથમિક અને ત્રણ માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાકઘર છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Rajyagor, S. B., સંપાદક (1975). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. 5. Directorate of Government Print., Stationery and Publications, Government of Gujarat. પૃષ્ઠ 791.
- ↑ Choudhary, Gulab Chandra (1963). Political History of Northern India: from Jain Sources (c. 650 A.D. to 1300 A.D.). Sohanlal Jaidharma Pracharak Samiti. પૃષ્ઠ 201–202.
- ↑ Pradhan, Sulagna (2017). "Three Merchants of Thirteenth Century in Gujarat: Beyond Business". Proceedings of the Indian History Congress. 78: 275 – JSTOR વડે.
- ↑ Ghosal, S. N. (1956). "Dr. H. Jacobi's Introduction to the Sanatkumāracaritam (Translated from Original German)". Journal of the Oriental Institute. 6: 7.
- ↑ "વારસો:ગાંભુમાં પુન: ખોદકામમાં જૈન પ્રભુની વધુ 7 પ્રતિમાઓ નીકળી". દિવ્ય ભાસ્કર. 2022-10-01.