લખાણ પર જાઓ

જંબુસર તાલુકો

વિકિપીડિયામાંથી
જંબુસર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
મુખ્ય મથક જંબુસર
વસ્તી ૧,૯૭,૦૩૮[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૩ /
સાક્ષરતા ૬૮.૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જંબુસર તાલુકો દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાનો તાલુકો છે. જંબુસર આ તાલુકાનું મુખ્યમથક છે.

ભરૂચ જીલ્લાના તાલુકાઓ પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકા ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે ઢાઢર નદી છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્પષ્ટ થાય છે. પૂર્વ વિભાગનો કેટલોક પ્રદેશ વાકળ પ્રદેશ છે જેના કારણે ધટાદાર વૃક્ષોનો પ્રદેશ છે. જયારે પશ્ચિમ વિભાગ કુદરતી પરીબળોનો સામનો કરવા ટેવાયેલો છે જેને બારા વિભાગ કહેવામાં આવે છે. ક્ષારવાળી જમીન અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિના સંજોગોમાં આ પ્રદેશ કુદરતી મુશ્કેલીઓ સહન કરે છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

જંબુસર તાલુકાનાં કંબોઇ ગામમાં પ્રખ્યાત યાત્રાધામ સ્તંભેશ્વર મહાદેવ આવેલું છે. આ ઊપરાંત જંબુસરથી ૨ કિ.મી.નાં અંતરે ભાણખેતર તથા ડાભા ગામમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે જે પ્રસિધ્ધ વૈષ્ણવ યાત્રાધામ છે.

જંબુસર તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
જંબુસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jambusar Taluka Population, Religion, Caste Bharuch district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-26 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]