કાવી (તા.જંબુસર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કાવી
—  ગામ  —

કાવીનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′N 72°48′E / 22.05°N 72.8°E / 22.05; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો જંબુસર તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

કાવી (તા.જંબુસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે. કાવી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કાવી નું પ્રાચીન નામ કાપી નગરી હતું. કાવી ગામ પહેલાં બંદર તરીકે પ્રખ્યાત હતું. આ જ કારણે ભરૂચથી કાવી નેરોગેજ રેલ માર્ગ ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ આ નેરોગેજ રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

કાવી જૈન તીર્થ તરીકે પણ જાણીતું છે. ગામમાં કમલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જેમાં ૧૨ શિવલિંગના અલગ અલગ ડેરીમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. કાવી ગામના તળાવના કિનારે આ મંદિર હોવાથી સુંદર અને રમણિય લાગે છે. કહેવાય છે કાવીના મંદિરોના દર્શન કરવાથી કાશીની જાત્રા કર્યા બરાબરનું ફળ મળે છે. સાથે સાથે કાવી ગામમાં તલકેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જે દર વર્ષે તલભાર જેટલુ શિવલિંગ વઘે છે.[સંદર્ભ આપો] આમ તો કાવી ગામમાં સૂર્ય મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર, રામજી મંદિર, જૈન દહેરાસર જેવા પ્રાચિન મંદિરો આવેલા છે. કાવી ગામના દરિયા કિનારે મુસ્લીમ સમાજ દ્વારા મદ્રેસા બનાવવામાં આવ્યો છે જેમાં ગુજરાતભર માંથી મુસ્લીમ ઘર્મનું શિક્ષણ મેળવવા માટે હજારો બાળકો આવે છે.

ખ્યાતિ[ફેરફાર કરો]

કાવીનો દુધનો હલવો દૂરદેશાવરમાં ખ્યાતિ ધરાવે છે.