લખાણ પર જાઓ

દેવલા (તા.જંબુસર)

વિકિપીડિયામાંથી
દેવલા
—  ગામ  —
દેવલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′N 72°48′E / 22.05°N 72.8°E / 22.05; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો જંબુસર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, શેરડી,

કેળાં, ડાંગર

દેવલા (તા.જંબુસર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકામાં આવેલું એક ગામ છે, જે અરબ સાગરને કિનારે ખંભાતના અખાતમાં આવેલું છે. દેવલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય રુપે કોઇ નોકરી અથવા મીઠાના અગરમાં મજુરી કરે છે. પહેલાં આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

હાલના સમયમાં આ ગામમાં પાણી ન મળવાને કારણે તેમ જ દરિયાના પાણીને કારણે ખારપાટનું પ્રમાણ વધારે હોવાને કારણે અહીં ખેતી કે પશુપાલન કરવું દુષ્કર બન્યું છે. દેવલામા દૂધ ની ડેરી નથી. લોકો બહાર ગામથી દુધ મંગાવી કામ ચલાવે છે. દેવલા ગામની આસપાસ મીઠાના અગરો આવેલા છે. જ્યાંથી રોજની ૧૦૦ ઉપરાંત ટ્રકો મીઠું ભરીને બહારગામ લઇ જાય છે. ગામમાં મીઠા પાણીની કોઇ પણ જાતની પોતાની આવક નથી. પાણી પણ ઝનોર ગામથી આવે છે.