ઢાંચાની ચર્ચા:સ્વાગત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાતીભાષામાં નામની પાછળ જી પ્રત્યય લગાડવાની પ્રથા નથી, તેને બદલે આપણે ભાઈ કે બહેન વાપરીએ છીએ, પરંતુ અહિં નવા સભ્યોની જાતિ નક્કી કરવી મુશ્કેલ હોઈ, આપણે ફક્ત તેમને તેમના નામથી જ સંબોધીએ તે વધુ કુદરતી લાગે છે, જી ઉમેરવાથી કૃત્રિમતાનો અહેસાસ થાય છે એવો મારો મત છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૧, ૧૬ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

: પછી જગ્યા....[ફેરફાર કરો]

’:’ પછી એક સ્પેસ આપશું નહીં તો સ્પષ્ટપણે તે દેખાતા નથી આથી હર્ષજીએ કરેલો ફેરફાર પાછો વાળ્યો છે. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૫૭, ૩ મે ૨૦૧૨ (IST)

આવી રીતે લખવામા ઉલટાનુ સારુ નથી લાગતુ. ચોરસ બની જાય છે. તપાસ કરવા વિનંતિ. --Harsh4101991 (talk) ૨૧:૨૭, ૩ મે ૨૦૧૨ (IST)
કયા ચોરસની વાત થઈ રહી છે? મને તો કોઈ ચોરસ નજરે નથી પડતો. અશોકભાઈનું કહેવું સાચું છે, કે જગ્યા ના હોવાથી સ્પષ્ટ દેખાતા નથી, માટે મને પણ સ્પેસ આવશ્યક જ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૮, ૩ મે ૨૦૧૨ (IST)

જોડણીના નિયમો ?![ફેરફાર કરો]

સ્વાગત ઢાંચામાં ‘જોડણીના નિયમો’ની લિંક અસ્થાને છે. એ વિકિપીડિયા દ્વારા નવા સભ્યને જણાવવાનો વિષય નથી. (એક મજાક : અહીં "ગૂજરાતી જોડણીના નિયમો"માં જ જોડણીદોષ દેખાય છે !!) મારા મતે આ ઉમેરણ હટાવવું. જો કે અન્ય પ્રબંધકશ્રીનો વિચાર આવકાર્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૮, ૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

આપને વધારે ખબર હોય પણ મેં તો સાર્થ ગુજરાતી જોડણીકોષમાં જે પ્રમાણે જોડણી છે તે પ્રમાણે જ કરેલ છે, અને સંદર્ભ પણ ઉમેરેલ છે. સાર્થ જોડણીકોષનાં મુખપૃષ્ઠ પર જે પ્રમાણે ગૂજરાતી લખેલ છે તેની જ નકલ કરી છે. પાના નં ૯ પર જોડણીના નિયમો જે રીતે લખેલ છે તે જ રીતે અહીંયા લખેલ છે. મને તમારા જેટલી ખબર ન પડે પણ મને કોઇ એ કહેલું કે "સાર્થ જોડણી કોષ પ્રમાણીત જોડણીકોષમાંનો એક છે" અને મારા હાથમાં થોડા સમયથી એક નકલ છે જે મારે જલદી પરત કરવાની છે એટલે મને થયું કે લાવને જીવ, જોડણીનો આટલો પ્રમાણભૂત આધાર મળ્યો છે તો અહીંયા લખી લઇએ જેથી જોડણી બાબતની કોઇપણ ચર્ચા સમયે કામ લાગે. આ કારણે આ ધૃષ્ટતા થઇ ગઇ છે.. સહુને જો એમ લાગે કે મેં દોષપુર્ણ કાર્ય કર્યુ છે તો તે બદલ ઍન્ટીસીપેટરી બૅઇલ જેવી ઍન્ટીસીપેટરી માફી માંગું છું. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૨૦:૨૫, ૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
સ્વાગત સંદેશામાં જોડણીના નિયમો સ્વાગત સંદેશામાં અસ્થાને છે. આપણે અહિં આવનાર સભ્યોનું સ્વાગત શક્ય તેટલા ઓછા નીતિ-નિયમો અને બંધનોથી કરીએ છીએ. શરૂઆતમાં તેમને ફક્ત માર્ગદર્શિકાઓ તરફ જ દોરવા અને સાચા અર્થમાં આવકારતા હોઈએ એવું લાગે તેવો સંદેશો પાઠવવો જોઈએ. આપણા ઘરે આવનાર કોઈ મહેમાન કેટલી વાર રોકાવાના છે તેની જાણ ન હોય અને આપણે એમને કહેવા માંડીએ કે અમારા ઘરમાં રાત્રે ૮ વાગ્યે સુઈ જવાનો નિયમ છે, સવારે ઊઠીને ટૂથબ્રશ નહિ પણ દાતણ જ ઘસવાનો આગ્રહ રાખવામાં આવે છે. જાજરૂ જઈને આવ્યા પછી, ચકલીને અડ્યા વગર પાણી લઈ, માટી વડે હાથ ધોઈને જ અન્ય સ્થળે અડવું, વગેરે વગેરે સુચનાઓ આગંતુકને કદાચ ઉંબરેથી જ પાછો ધકેલી દે. વિહંગભાઈ, તમારી ભાવનાઓની કદર કરું છું, પણ હું અશોકભાઈ સાથે શતપ્રતિશત સહમત છું અને માટે એ ફરફાર પાછો વાળ્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૪, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
"આપને જરૂર લાગે તો ગૂજરાતી જોડણીના નિયમો પણ જરૂર જોઇ જાવ." એ પ્રકારના લખાણનો મતલભ તમે જેવો કરો છો એવો જરા પણ ન થાય. આપ ખોટા ઉદાહરણ સાથે સરખામણી કરી રહ્યા છો. જો સરખામણી જ કરવી હોય તો આ સૂચનાઓ મહેમાનને ઘરની બાંધણીથી વાકેફ કરાવવાના પ્રયત્ન સાથે થઇ શકે જેમકે સુવાનો રૂમ અહીંયા છે. નાવણીયું અહીંયા છે વગેરે વગેરે. આ વાત આપણે દરેક નવા મહેમાનને કહેતા હોઇએ છીએ અને એ માર્ગદર્શિકા જરૂરી હોય છે કેમકે આપણે કોઇ એવું ન ઇચ્છીયે કે નાવણીયું ક્યાં છે એ માહિતિનાં અભાવે મહેમાન બેઠકખંડમાં જ નહાવા માટે બેસી જાય. કે પછી રસોડું ક્યાં છે એ માહિતિના અભાવે શયનખંડમાં પંગત પાડે. પણ હવે તમે જ્યારે એ ઉલટાવી નાખ્યુ છે જ ત્યારે વધારે કોઇ ચર્ચાનો મતલબ રહેતો જ નથી. આભાર.--લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૧૨, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
મુદ્દાને સમજવા અને યોગ્ય માર્ગદર્શન બદલ, પ્રબંધકશ્રી અને સભ્યશ્રી બંન્નેનો, આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)