તરખંડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તરખંડા
—  ગામ  —
તરખંડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°30′05″N 73°28′25″E / 22.501261°N 73.473488°E / 22.501261; 73.473488
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો હાલોલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

તરખંડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. તે હાલોલ થી ૭ કિ.મી.ના અંતરે આવેલુ છે. હાલોલથી તરખંડા જવા માટે બસ, ઑટોરિક્ષા તેમજ અન્ય ખાનગી વાહનોની વ્યવસ્થા છે. તરખંડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ગામના ઘણા લોકો નોકરી પર પણ જોડાયેલા છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર ,તુવેર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર,હાઇસ્કૂલ, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તરખંડા ગામ હાલોલ તાલુકાનું પાવાગઢ પાસે આવેલું પ્રાચીન ગામ છે. આ ગામની સ્થાપના ઇ.સ.૧૪૨૫ માં થઇ હતી. ગામની સ્થાપના મૂળ પાટણના ચાવડા વંશના ગલસિંહના પુત્ર તરસંગજીએ કરી હતી. તરસંગ નામ પરથી ગામનું નામ તરસંગ પડેલ પરંતુ, ક્રમે ક્રમે અપભ્રંશ થઇને હાલનું તરખંડા પડ્યું. બીજી એવી લોકવાયકા છે કે, પ્રાચીન કાળમાં અહીં ચંપાવતી નગરી વસેલી હતી. પાંડવોએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે, યજ્ઞનો ઘોડો ફરતો ફરતો આ પ્રદેશમાં આવ્યો. ઘોડાને રાજકુમાર સુધન્વાએ બાંધ્યો. ખૂંખાર જંગ જામ્યો, જંગમાં સુધન્વાના ધનુષ્યના ત્રણ ટુકડા થવાથી તેના ઉપરથી તરખંડા નામ પડ્યું.

વનરાજ ચાવડાએ વલભીપુર ગાદી સ્થાપી અને પાટણ વસાવ્યું, પાટણ સોલંકીઓએ ભાંગ્યું તે કાળે ચાવડા વેરાણા ત્યાંથી ચાવડા માણસા, ચરાડા, પાટણ, વરસોડે, વસ્યાં. અને એક ભાઈ અંબોડ વસ્યાં, માણસાથી ગજસિંહજી ભીલોડીયા વસ્યા અને ત્યાર બાદ ચાંપાનેર આવીને વસ્યા. ગલસિંહના પુત્ર તરસંગજી ચાવડાએ (ઇ.સ.૧૪૨૫) માં તોરણ બાંધીને તરખંડા વસાવ્યું અને વખતસિંહ ચાવડાએ ઇંટવાડી વસાવ્યું. તે સમયે ચાપાંનેરથી પતાઇરાજાએ પતાવટમાં બાર (૧૨) ગામ આપ્યા. તેમાં બાવન હજાર (૫૨૦૦૦) વિઘા જમીન આપી. તેની સરહદો જોઇએ તો ઉત્તરે તળાવ, પૂર્વે મેશરી નદી, દક્ષિણે જેપુરા ગામ, પશ્ચિમે અભેટવા આવેલા છે.[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

તરખંડા ગામની પાદરે આવેલા તળાવ પર ગામની રક્ષા કાજે શહીદ થયેલા વીરોના પાળિયા આવેલા છે. જ્યાં તહેવારોમાં તેમની પૂજા કરવામાં આવે છે.આ ઉપરાંત એક પુરાણી વાવ પણ હતી જ્યાં હાલ તેનું પુરણ કરી તેનો કૂવા તરીકે ઉપયોગ કરવામા આવે છે. આ સિવાય તરખંડા ગામના ગઢમહુડા ફળિયામાં પ્રાચીન સમયમાં થઇ ગયેલા ગજરા મારૂ ના બનાવેલા ઐતિહાસિક આઠ કૂવા ને નવમી વાવ (હાલ ભગ્ન અવશેષમાં) પણ આવેલા છે. જેમાંથી એકાદ કૂવા તો હાલ પણ ચાલુ હાલતમાં મોજુદ છે. આ સિવાય તેના કિલ્લાની દિવાલો પણ (ભગ્ન હાલતમાં) જોવા મળે છે. તરખંડા ગામમાં આવેલું શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ ઘણું પુરાણું છે.[૨]

તરખંડા ગ્રામ પંચાયત[ફેરફાર કરો]

પેટા ગામ[ફેરફાર કરો]

 1. તરખંડા
 2. (તરખંડા) નવી નગરી
 3. ગઢમહુડા
 4. ગમીરપુરા
 5. કાશીપુરા
 6. ત્રિકમપુરા

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ ની વસ્તી ગણત્રી પ્રમાણે તરખંડા ગામની વસતિ નીચે પ્રમાણે હતી:

કુલ વસ્તી ૦ થી ૬ વર્ષ સાક્ષર
ગામ વિસ્તાર કુટુંબો પુરૂષ સ્ત્રી કુલ પુરૂષ સ્ત્રી કુલ પુરૂષ સ્ત્રી કુલ
તરખંડા ૩૬૨ ૮૨૮ ૮૦૨ ૧૬૩૦ ૧૨૩ ૯૫ ૨૧૮ ૬૯૮ ૫૮૫ ૧૨૮૩
નવી નગરી ૧૦૮ ૨૮૩ ૨૫૩ ૫૩૬ ૪૯ ૩૬ ૮૫ ૨૨૭ ૧૫૧ ૩૭૮
ગઢમહુડા ૮૫ ૧૯૭ ૧૭૮ ૩૭૫ ૨૯ ૨૧ ૫૦ ૧૬૮ ૧૧૦ ૨૭૮
ત્રિકમપુરા ૧૩૯ ૩૩૯ ૨૮૮ ૬૨૭ ૩૨ ૨૮ ૬૦ ૨૭૭ ૧૩૩ ૪૧૦
ગમીરપુરા ૧૦૮ ૩૩૦ ૩૦૧ ૬૩૧ ૫૧ ૫૩ ૧૦૪ ૨૨૩ ૧૧૨ ૩૩૫
કાશીપુરા ૧૧૬ ૨૯૪ ૨૮૬ ૫૮૦ ૪૩ ૪૫ ૮૮ ૨૦૪ ૧૧૯ ૩૨૩
કુલ ૯૧૮ ૨૨૭૧ ૨૧૦૮ ૪૩૭૯ ૩૨૭ ૨૭૮ ૬૦૫ ૧૭૯૭ ૧૨૧૦ ૩૦૦૭

ચિત્રો[ફેરફાર કરો]

ગામમાં આવેલ સહકારી/સરકારી સંસ્થાઓ[ફેરફાર કરો]

 1. આંગણવાડી
 2. પ્રાથમિક શાળા
 3. શ્રી નારાયણ હાઇસ્કૂલ(શ્રી નારાયણ કેળવણી મંડળ સંચાલિત)
 4. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
 5. આયુર્વેદિક દવાખાનું
 6. દેના બેંક
 7. દૂધ ડેરી

સંદર્ભ[ફેરફાર કરો]

 1. તરખંડા ગામ (ચાવડા વંશના બારોટના ચોપડા પરથી)
 2. "આજે ગુજરાત 28/10/2013". ૨૮ ઓક્ટોબર ૨૦૧૩. Retrieved ૧૩ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)