દાવડ (તા. ઇડર)

વિકિપીડિયામાંથી
દાવડ
—  ગામ  —
દાવડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E / 23.833333; 73
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો ઇડર
સરપંચ સુભદ્રાબેન પટેલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી. માધ્યમિક શાળા
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, નોકરી
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

દાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે.

દાવડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. દાવડ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, સરકારી આરોગ્ય કેન્દ્ર, બેંક, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં ભોલેશ્વર મહાદેવ તેમજ રાધાકૃષણનું મંદિર આવેલું છે.