દિવાસો
દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે.[૧] તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે.[૧]
દિવાસો શબ્દની સંધિ છૂટી પાડવા જઇએ તો, દિ + વાસો (વાસ) એમ થાય છે. દિવાસાનો તહેવાર, તે દિવસ પછી આવનાર તહેવારોના દિવસોના વાસ (ઘર) તરીકે ઉજવવામાં આવે છે.
દિવાસાના બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે આખો મહિનો પવિત્ર છે. ત્યાર પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય/શ્રાદ્ધ આવે છે. ત્યાર પછી આવતા આસો માસ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે. કારતકની શરૂઆતના પંદર દિવસ ચતુર્માસના છેલ્લા દિવસો હોય છે. આમ, દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવાર રૂપ હોવાથી, દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે.
ઉજવણી
[ફેરફાર કરો]ગુજરાતમાં આ તહેવારની ઉજવણી થતી જોવા મળે છે. ગુજરાતી પ્રજા આ તહેવારની ધામધુમથી ઉજવણી કરતી નથી, પરંતુ મોટે ભાગે આ દિવસે ઘરે દૂધપાક કે ખીર બનાવીને ખાવાની પ્રથા છે. દક્ષિણ ગુજરાતના લોકો આ દિવસે માલપુડા બનાવીને ખાય છે.
દિવાસાના દીવસથી દશામાનું વ્રત શરુ થાય છે જે દસ દિવસ ચાલે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "દિવાળી-દેવદિવાળીની છડી પોકારતું પર્વ એટલે 'દિવાસો', અષાઢી-હરિયાળી અમાસ". NavGujarat Samay. મૂળ માંથી 2020-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-20.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |