નટમંડળ

વિકિપીડિયામાંથી
નટમંડળ
સ્થાપના1949 (1949)
પ્રકારથિએટર મંડળી
હેતુગુજરાતી રંગભૂમિ
સ્થાન

નાટ્ય વિદ્યા મંદિર નામની નાટ્યશાળા અને તેની કલાપ્રેમી નાટ્યમંડળી નટમંડળે આધુનિક ગુજરાતી રંગભૂમિને ખૂબ જ પ્રભાવિત કરી હતી. ૧૯૪૯માં સ્થપાયેલી આ મંડળીએ ઘણા નાટ્યકારોને નાટ્યશાસ્ત્રની તાલીમ આપી હતી અને તેના વીસ વર્ષના અસ્તિત્વમાં પ્રશિષ્ટ, આધુનિક અને પ્રાયોગિક નાટકોનું નિર્માણ કર્યું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૪૮માં સાહિત્યિક સંસ્થા ગુજરાત વિદ્યા સભાની શતાબ્દી ઉજવણીમાં રાજકારણી ગણેશ વાસુદેવ માવળંકર અને લેખક રસિકલાલ પરીખે ગુજરાતમાં રંગમંચ માટેની તાલીમશાળાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાતી રંગમંચ અભિનેતા-દિગ્દર્શક જયશંકર સુંદરીની શાળાનું નેતૃત્વ કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી.[૧][૨][૩]

નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના ૧૯૪૯માં કરવામાં આવી હતી અને તે ભારતની આવી પ્રથમ નાટ્યશાળા હતી. આ શાળાએ ૧૯૫૧-૫૨માં કલાપ્રેમી નાટ્યમંડળી નટમંડળ રચના કરી હતી.[૧][૨][૪][૩][૫] તે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં જૂના પ્રેમાભાઈ હોલથી સંચાલિત થતું હતું જ્યાં મંચન તેમજ તાલીમ યોજાતી હતી.[૧]

નટમંડળે આધુનિક ગુજરાતી રંગભૂમિને તેના પ્રયોગો અને તાલીમ પ્રવૃત્તિઓથી ભારે પ્રભાવિત કર્યું હતું. તેમાં ઘણા કલાકારો, દિગ્દર્શકો, નાટ્યકારો અને મંચ ડિઝાઇનરો તેમજ પ્રેક્ષકોને તાલીમ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેના વિદ્યાર્થીઓમાં જશવંત ઠાકર, દીના પાઠક, પ્રાણસુખ નાયક, કૈલાશ પંડયા, ધનંજય ઠાકર, પ્રભા પાઠક અને અરવિંદ પાઠકનો સમાવેશ થાય છે.[૧]

નટમંડળ વીસ વર્ષ સુધી સક્રિય રહ્યું હતું.[૧][૬]

નોંધપાત્ર નિર્માણ[ફેરફાર કરો]

૧૯૪૯માં સ્થપાયેલી આ મંડળીએ ઘણા નાટ્યકારોને તાલીમ આપી હતી અને તેના વીસ વર્ષના અસ્તિત્વમાં પ્રશિષ્ટ, આધુનિક અને પ્રાયોગિક નાટકોનું નિર્માણ કર્યું હતું.[૧][૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Baradi, Hasmukh (2004). Lal, Ananda (સંપાદક). The Oxford Companion to Indian Theatre. Oxford University Press. doi:10.1093/acref/9780195644463.001.0001. ISBN 9780195644463 – Oxford Reference વડે.
  2. ૨.૦ ૨.૧ Garagi, Balwant (1962). Theatre in India. Theatre Arts Books. પૃષ્ઠ 132.
  3. ૩.૦ ૩.૧ Hansen, Kathryn (2013-12-01). Stages of Life: Indian Theatre Autobiographies. Anthem Press. પૃષ્ઠ 342. ISBN 978-1-78308-098-4.
  4. George, K. M. (1997). Masterpieces of Indian Literature: Assamese, Bengali, English, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani & Malayalam. New Delhi: National Book Trust. પૃષ્ઠ 360. ISBN 978-81-237-1978-8.
  5. The Illustrated Weekly of India. 81. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press (પ્રકાશિત January 1960). 1960. પૃષ્ઠ 33.
  6. ૬.૦ ૬.૧ Leiter, Samuel L. (2007). Encyclopedia of Asian Theatre: O-Z (અંગ્રેજીમાં). Greenwood Press. પૃષ્ઠ 746. ISBN 978-0-313-33531-0.