નારણપુર
નારણપુર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
તાલુકો | ઉચ્છલ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
નારણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. નારણપુર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી, સરકારી દવાખાનું , આશ્રમ શાળા, બજાર વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન, માછીમારી જેવા કાર્યો કરે છે.
નારણપુર એ ઉચ્છલ-નીઝર ધોરીમાર્ગ પરનું મુખ્ય અને ઉચ્છલ પછીનું તે સૌથી વિકસીત ગામ છે.વિસ્તાર અને વસ્તીમાં તે ઉચ્છલ તાલુકા પ્રથમ ક્રમે આવતું ગામ છે. કારણ કે તે ૭ નાનાં-નાનાં ગામોનું બનેલુ ગામ છે તેને "સાતપાડા" પણ કહેવામાં આવે છે. અંહી નાનું બજાર પણ ભરાય છે જ્યાં આસપાસનાં ગામનાં લોકો ખરીદી કરવા આવે છે, નારણપુર ગામ નેસુ નદીના કિનારે વસેલુ છે. વિસ્તારની દ્રષ્ટીએ મોટું ગામ હોવાથી મોગલબારા થી શરૂ કરીને વેલદા ગામ સુધીનાં જંગલોમાં આવેલા નાના-નાના ગામો કે જેને પંચાયતની વ્યવસ્થા મળી નથી તેનું સંચાલનં અંહીની પંચાયત થી કરવામાં આવે છે. વળી આ ગામમાં નેસુ નદીનાં કિનારે "નેસુનદી-વોટર સ્ટેશન" સ્થાપ્વામાં આવ્યું છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]નેસુનદી-વોટર સ્ટેશન : ગુજરાત સરકારનો આ મહત્વનો પ્રોજેક્ટ નેસુ નદી પર સ્થાપવામાં આવ્યો છે. જેમાં નેસુ નદીમાંથી પાણી ખેંચીને તેનું શુદ્ધિકરણ કરી પાઇપલાઇન દ્વારા અન્ય નજીકનાં ગામોમાં પહોંચાડવામાં આવે છે.
નારણપુર નો મેળો :આ ગામમાં વાઘદેવ તથા નંદુરો દેવ જેવા તહેવારોના સમયે અહીં સ્થાનીક નાનો મેળો ભરાય છે. જેમાં રોડાલી(આદીવાસી નૃત્ય નાટકો), પથ્થરમાંથી બનાવેલી વસ્તુઓ જેવી કે સીલ-બટ્ટા, ખલ-દસ્તો, ઘંટી તથા નાની ચકડોળોનું વિશેષ આકર્ષણ હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |