પાઘડી
પાઘડી( હિંદી : पगड़ी, બંગાળી : পাগড়ি, પંજાબી : ਪੱਗ) ભારતીય ઉપખંડમાં એક પ્રકારનું માથે પહેરાંતું વસ્ત્ર (શિરસ્ત્રાણ) છે. આ વસ્ત્ર પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે, જેને માથા ઉપર હાથે બાંધવો પડે છે. સાફો અને ફગરી (સિલહટી ભાષા) તેના અન્ય નામો છે.
કાપડ
[ફેરફાર કરો]પાઘડી એ સામાન્ય રીતે લાંબુ સીવ્યા વગરનું સીધું કાપડ હોય છે. કાપડની લંબાઈ પાઘડીના પ્રકાર અનુસાર બદલાઈ શકે છે. કાપડ એ પહેરનારના પ્રદેશ અને સમુદાયને દર્શાવે છે.[૧]
વિશિષ્ટ શૈલીઓ
[ફેરફાર કરો]પાગ
[ફેરફાર કરો]પાગ બિહારના મિથિલા ક્ષેત્રમાં અને નેપાળના મિથિલામાં પહેરાતું એક શિરસ્ત્રાણ છે અને તે મૈથિલી લોકો દ્વારા પહેરવામાં આવે છે. મિથિલામાં તે સન્માન અને આદરનું પ્રતીક છે.
ફેંટો
[ફેરફાર કરો]ફેંટો અથવા ફેટા એ ભારતના મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી પાઘડીનું પરંપરાગત મરાઠી નામ છે. લગ્ન, ઉત્સવ, સાંસ્કૃતિક અને ધાર્મિક ઉજવણી જેવા સમારોહમાં ફેટા પહેરવા સામાન્ય બાબત છે. ઘણા ભાગોમાં પુરુષ અગ્રણીઓને ફેટા પહેરાવીને પરંપરાગત આવકાર આપવાનો રિવાજ છે. પરંપરાગત ફેટા નું કાપડ સામાન્ય રીતે ૩.૫ થી ૬ મીટર લાંબુ અને ૧ મીટર પહોળું હોય છે. રંગની પસંદગી પ્રસંગ અનુસાર હોય છે. સ્થાન અનુસાર પણ પણ વિશિષ્ટ રંગ હોઈ શકે છે. લાક્ષણિક રંગોમાં કેસરી (બહાદુરી સૂચવવા માટે) અને સફેદ ( શાંતિ દર્શાવવા માટે) વપરાય છે. ભૂતકાળમાં, ફેંટાને વસ્ત્ર પરિધાનનો એક ફરજિયાત ભાગ માનવામાં આવતો હતો. [૨]
ફેટાના અમુક પ્રકારો પ્રદેશોની વિશિષ્ટતા હોય છે, ઉદાહરણ તરીકે
- કોલ્હાપુરી અને પુણેરી ફેટા
- માવળી પાઘડી (પરંપરાગત રીતે તે મહારાષ્ટ્રના મવાળ ક્ષેત્રના મરાઠા યોદ્ધાઓ દ્વારા પહેરવામાં આવતી)
- મહારાષ્ટ્રના સુધારક મહાત્મા ફૂલે દ્વારા પહેરવામાં આવતી પાઘડી. તેમના જ નામ પરથી આ પાઘડીનું નામ પડ્યું.[૩]
પેટા
[ફેરફાર કરો]પેટા મૈસૂર અને કોડાગુમાં પહેરવામાં આવતી પાઘડી છે, તે મૈસૂરના વાડિયર રજવાડા (૧૩૯૯ થી ૧૯૪૭)ના રાજાઓ દ્વારા પહેરવામાં આવતી પરંપરાગત સ્વદેશી પાઘડી હતી. શાહી પોશાકના ભાગરૂપે રંગીન પોશાકો સાથે મેળ કરવા માટે વોડિયાર રાજાઓ રેશમ અને જરી (સોનાની જરી)ની બનેલી સમૃદ્ધ રત્નજડીત પાઘડી પહેરતા હતા.
રાજાના હાથ નીચેના વહીવટાદારો જેમ કે દીવાન (રાજા દ્વારા નિયુક્ત મુખ્ય મંત્રી) અને રાજકાજમાં વગ તથા સત્તા ધરાવતા અન્ય વરિષ્ઠ અધિકારીઓ આવી પાઘડી પહેરતા.
૧૯૪૭ માં ભારત સ્વતંત્ર થયું અને રજવાડાંઓ ભારતીય સંઘમાં ભળી ગયા પછી, પરંપરાગત મૈસૂર પેટાને સાંસ્કૃતિક વારસા અને પ્રતીક તરીકે જાળવી રાખવામાં આવી છે અને લોકોને તેમના વિશિષ્ટ કાર્ય બદ્દલ સન્માનિત કરતી વખતે મૈસૂર પેટા અને શાલ આપવામાં પહેરાવવામાં છે.
રાજસ્થાની પાઘડી
[ફેરફાર કરો]રાજસ્થાનમાં પહેરવામાં આવતી પાઘડીઓને પઘડી કે પઘરી તરીકે ઓળખવામાં આવે છે. શૈલી, રંગ અને કદ અનુસાર તેના જુદાજુદા પ્રકાર હોય છે. તેઓ પહેરનારનો સામાજિક વર્ગ, જાતિ, પ્રદેશ અને પ્રસંગને પણ દર્શાવે છે. તેનો આકાર અને કદ વિવિધ પ્રદેશોની આબોહવાની પરિસ્થિતિઓ સાથે પણ બદલાઇ શકે છે. ગરમ રણના વિસ્તારોમાં પાઘડીઓ મોટી અને ઢીલી હોય છે. ખેડૂત અને ભરવાડો, જેને પ્રકૃતિના તત્વોથી સતત રક્ષણની જરૂર હોય છે, તેઓ મોટી પાઘડીઓ પહેરે છે. રાજસ્થામાં પાઘડીઓનો અન્ય વ્યવહારિક કાર્યોમાં પણ ઉપયોગ કરાય છે. થાકેલા મુસાફરો તેનો ઉપયોગ ઓશીકું, ધાબળા અથવા ટુવાલ તરીકે કરે છે. તેનો ઉપયોગ પાણી ગાળવ માટે પણ કરી શકાય છે. કૂવામાંથી પાણી કાઢવા માટે દોરડાની જેમ પાઘડીનો પણ ઉપયોગ કરી શકાય છે. [૪]
સૌ સ્થાનીય શૈલિઓમાં પેન્ચા, સેલા અને સફા પ્રચલિત છે, જોકે ઘણા સ્થાનિક વિવિધરૂપો પણ અસ્તિત્વમાં છે. પરંપરાગત પાઘડી સામાન્ય રીતે ૮૨ ઇંચ લાંબી અને ૮ ઇંચ પહોળી હોય છે. સાફો લંબાઈમાં ટૂંકો અને પહોળો હોય છે. સામાન્ય રીતે પાઘડી એક જ રંગની હોય છે. જોકે, વધુ રંગો ધરાવતી પાઘડી ભદ્ર લોકો દ્વારા તહેવારો અથવા લગ્ન પ્રસંગ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવે છે [૫] રાજસ્થાની પાઘડી એક અગ્રણી પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે. પ્રાયઃ પ્રવાસીઓને પાઘડી બાંધવાની સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. [૪]
દસ્તાર
[ફેરફાર કરો]શીખો દ્વારા પહેરવામાં આવતી પાઘડીને દસ્તાર કહે છે. બધા ખાલસા એટલે કે અમૃતધારી શીખો માટે દસ્તાર પહેરવી ફરજિયાત છે. વિવિધ શીખ શાખાઓ અને પ્રદેશો અનુસાર તેની બાંધવાની શૈલિ બદલાઈ શકે છે. શીખ પાઘડી શીખોની આગવી ઓળખ દર્શાવવા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે લાંબા ન કપાવેલા વાળ (કેશ) ને ઢાંકવા માટે પહેરવામાં આવે છે કેશ એ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસા સંઘના ચિહ્નો દર્શાવતા પાંચ બાહ્ય પ્રતીકોમાંનો એક છે. પટિયાલા શાહી દસ્તાર શૈલિ સૌથી પ્રચલિત શીખ પાઘડી શૈલિ છે. આ સિવાય મોરની / પોચવી દસ્તારની, અમૃતસર શાહી દસ્તારની , કેનેડીયન શૈલી અને અન્ય ઘણી પ્રાદેશિક શૈલિઓમાં પણ શીખ પાઘડી બંધાય છે. પંજાબી બોલીઓમાં પાઘડીને ઘણીવાર પગ તરીકે ટૂંકીવી બોલાય છે.
પેશાવરી પાઘડી
[ફેરફાર કરો]પેશવારી પાઘડી પરંપરાગત રીતે પેશાવરમાં પહેરવામાં આવતી હોય છે. તેમાં કુલ્લા નામની ટોપી હોય છે અને તેની આસપાસ લુંગી નામનું કાપડ વીંટવામાં આવે છે. [૬]
વેઇટરની પાઘડી
[ફેરફાર કરો]કેટલાક ભારતીય કોફી હાઉસો અને રેસ્ટૉરન્ટમાં વેઇટર્સ પંખા જેવા તુર્રા સાથે પાઘડી પહેરે છે.
સન્માનનું પ્રતીક
[ફેરફાર કરો]જ્યાં પણ પાઘડી પહેરવાની પ્રથા હોય છે તે તમામ પ્રદેશોમાં પાઘડી એ સન્માન અને આદરનું પ્રતીક હોય છે.
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]હિન્દીમાં પઘડી ઉછાલના સન્માન ખોઈ દેવાની ઘટના સૂચવે છે.
પ્રાચીન ભારતમાં પાઘડી: મુખ્ય સંગ્રહાલયોમાંથી
[ફેરફાર કરો]-
ભરહટ, ફ્રીરર ગેલેરી, શુંગ સમ્રાજ્ય
-
ભરહટ, દાન અનથપિંડિકા શુંગ સમ્રાજ્ય
-
બુદ્ધનું મહાન પ્રસ્થાન, વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ
-
ઉત્તર ભારત, કુષાણ અથવા ગુપ્ત સમયગાળો, ૫ મી-૬ઠ્ઠી સદી સી.ઇ., ટેરાકોટા, હોનોલુલુ એકેડેમી ઑફ આર્ટ્સ
-
હદ્દા અફઘાનીસ્તાન
-
વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ
-
વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ
-
લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઑફ આર્ટ
-
આર્થર એમ. કલર ગેલેરી
-
ગ્યુમેટ
-
વૉલ્ટર્સ આર્ટ મ્યુઝિયમ, બાલ્ટીમોર
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Pride of tying Turbans". Travelersindia.com. મૂળ માંથી 2019-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ "Kolhapuri Pheta". Kolhapur World. મૂળ માંથી 2012-10-02 પર સંગ્રહિત.
- ↑ "From baseball caps to phetas!".
- ↑ ૪.૦ ૪.૧ "Rajasthan at a glance". Rajasthanunlimited.com. મૂળ માંથી 2012-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ "Rajasthan traditional dresses". greatindianholiday.com. મૂળ માંથી 2009-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.
- ↑ Title Subhas Chandra Bose: Netaji's passage to im[m]ortality, Subodh Markandeya, Arnold Publishers, 1990, p. 147