મહાત્મા જ્યોતિરાવ ફુલે

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે
Mphule.jpg
જન્મની વિગત એપ્રિલ ૧૧, ૧૮૨૭
કાટગુન, સતારા ,મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુની વિગત નવેમ્બર ૨૮ ૧૮૯૦
પુના, મહારાષ્ટ્ર, ભારત
હુલામણું નામ મહાત્મા ફુલે
નાગરીકતા ભારતીય
વતન પુના, સતારા, મહારાષ્ટ્ર
જીવનસાથી સાવિત્રિબાઈ ફુલે
માતા-પિતા ચીમનાબાઇ [૧], ગોવિંદરાવ,
વેબસાઇટ
http://www.mahatmaphule.com

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી: जोतीबा गोविंदराव फुले) (એપ્રિલ ૧૧, ૧૮૨૭ — નવેંબર ૨૮, ૧૮૯૦), એ એક વિચારક, સમાજ સુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન, સંપાદક અને મહરાષ્ટ્રના ક્રાંતિકારી હતાં. એઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય તેઓ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણ ના ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મુક્તિ નાયક માસિક(R.N.I.NO.GUJ GUJ/2001/9164) અંક ૧૧૯ તંત્રી એન વી ગોહિલ પાના નંબર ૩૨


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]