પૂ. મોટા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પૂ.મોટા ‍(૪ સપ્ટેમ્બર ૧૮૯૮, ૨૩ જુલાઇ ૧૯૮૭) નો જન્મ વડોદરાના સાવલી ખાતે થયો હતો. તેમનું મૂળ નામ ચુનીલાલ આશારામ ભાવસાર હતું.

જીવન[ફેરફાર કરો]

ભણવાની સ્થિતિ ન હોવાથી તેમણે પટાવાળાની નોકરી શાળામાં કરતા-કરતા અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની પ્રેરણાથી તેઓ આઝાદીની લડતમાં જોડાયા. અનેક મુસીબતોથી ધેરાયેલા પૂ. મોટાએ નર્મદામાં ભૂસકો માર્યો હતો પણ, બચી જતા અજાણ્યા સાધુએ ‘હરિ ઓમ્’ નો મંત્ર આપ્યો. નડીઆદમાં આશ્રમ સ્થાપીને મૌન મંદિર બનાવ્યું. અહીં કોઈ ભગવાનનું મંદિર નથી. ‘જ્ઞાન ગંગોત્રી’ ગ્રંથો તેમની દેણ છે.

જુલાઇ ૨૩, ૧૯૮૭ના રોજ તેમણે દેહત્યાગ કર્યો. પોતાનું સ્મારક ન કરવું તેવું વસિયતનામું કરનાર મોટાએ કરોડો રૂપિયાનો શિક્ષણયજ્ઞ ગુજરાતમાં કર્યો.