પૌંઆ
પૌંઆ (જેને અંગ્રેજીમાં ફ્લેટન્ડ રાઈસ કે બીટન રાઈસ પણ કહે છે) એ પોલીશ કર્યા વગરના ચોખાને ચપટા કરીને બનાવાતો એક ખાદ્ય પદાર્થ છે. તેને પ્રવાહીમાં પલાળતાંં તે ફૂલી જાય છે. તે કાગળ જેટલા પાતળાથી લઈને ચોખા કરતાં ચાર ગણા જાડા હોઈ શકે છે. કાચા ચોખાનું આ પચવામાં સૌથી સરળ રૂપ છે અને તે નેપાળ, ભારત અને બાંગ્લાદેશમાં લોકપ્રિય છે. આનો ઉપયોગ તાજા નાસ્તા અને ટકે તેવા નાસ્તા, ફરસાણ આદિ બનાવવા થાય છે. આને ઘણાં નામે ઓળખાય છે, જેમકે હિંદીમાં પોહા કે પૌઆ[૧] or Pauwa[૨], મરાઠીમાં પોહે, બંગાળીમાં ચીન્દે, આસામીઝમાં ચીડા, કોંકણીમાં પોવુ, ઉડિયામાં અને બિહાર અને ઝારખંડના અમુક ભાગમાં ચુડા, તેલુગુમાં આટુકુલુ, તુલુમાં બાજીલ કે બાજિલ, દખ્ખનીઉર્દુમાં ચુડવી, મલયાલમ અને તમિલમાં અવલ, કન્નડમાં અવલક્કી[૩] અને નેપાળી, ભોજપુરી અને છત્તીસગઢીમાં ચિઉરા (चिउरा).
પૌંઆને પાણીમાં કે દૂધમાં પલાળીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે અથવા તેને હલકા તેલમાં વઘારીને તેમાં મીઠું, સાકર ઉમેરીને ખાઈ શકાય છે. તેમાં શિંગ, એલચી, સૂકાયેલી દ્રાક્ષ અને અન્ય મસાલા ઉમેરી શકાય છે. મધ્ય પ્રદેશના માલવા ક્ષેત્રમાં (ઈંદોરની આસપાસનો ક્ષેત્ર) વઘારેલા પૌંઆ એ રોજિંદો નાસ્તો છે. આને ગરમ પાણીમાં ઉમેરીને રાબ કે ઘેંસ બનાવી શકાય છે. ગામડાઓમાં(ખાસ કરીને છત્તીસગઢ) પૌંઆ ગોળ સાથે ભેળવીને કાચા પણ ખાવામાં આવે છે.
પૌંઆ સરળતાથી ઉપલબ્ધ અને ઝડપી વાનગી બનાવવા માટેનો લોકપ્રિય ઘટક છે, તેને પાશ્ચાત્ય દેશોનાં ઇન્સ્ટન્ટ મેશ્ડ પોટેટોની સાથે સરખાવવામાં આવે છે.
પૌંઆ માંથી બનતી વાનગીઓ
[ફેરફાર કરો]- ચિંદેર પુલાવ:- આમાં પૌંઆને ઠંડા પાણીમાં પલાળીને, કોરા કરાય છે અને તેમાં સિંગ, સૂકી દ્રાક્ષ, મરીનો ભુકો, લીલા મરચાં, મીઠું, ખાંડ નાખીને પુલાવની જેમ બનાવવામાં આવે છે. આ એક પ્રખ્યાત નાસ્તો કે સાંજે ખાવાની વાનગી છે. તે ઘેર જ બનાવાય છે, વેચાતી મળતી નથી.
- ચિંદે ભેજા:- આ વાનગીમાં પૌઆને લીંબુ, ખાંડ, મીઠું અને થોડો મરીનો ભૂકો નાખી તૈયાર કરેલા સ્વાદિષ્ટ પાણીમાં પલાળીને ખવાય છે.
- બાજીલ ઓગૅમ :- આ વનગીમાં પૌંઆને નારિયેળનું તેલ, રાઈ અને લાલ મરચા સાથે વધારીને રાંધીને ખવાય છે.
- દહીં પૌઆ :- આમાં પૌઆને પાણીમાં પલાળીને, પાની નીતારીને તેમાં દહીં મીઠું ઉમેરીને ખવાય છે. આ સાથે કેરી કે લીંબુનું અથાણું પણ ખવાય છે.
- કાંદા પોહે (અવ્વલક્કી ઓગારણે કન્નડમાં) :- આ વાનગીમાં પૌંઆને પલાળી પાણી નીતારી લેવાય છે. બાફેલ બટેટા, કાંદા, રાઈ, હળદર અને લાલ મરચું આદિનો વઘાર કરી, ગરમા ગરમ ખાવા અપાય છે.
- દાડપે પોહે :- આમાં પાતળા કે મધ્યમ પૌંઆને તાજા નારિયેળ, ખમણેલી કાચી કેરી, મરચું, અને કોથમીર સાથે મિક્ષ્ર કરાય છે. પછી તેમાં મીઠું રાઈ હળદર અને ઝીણા સમારેલા કાંદાનો વધાર કરી, ખાવા અપાય છે.
- મીઠા બાજીલ ( તીપે બાજીલ તુલુમાં ):- પૌંઆને ગોળ અને ખમણેલ નારિયેળ સાથે મિક્ષ કરી ખાવા અપાય છે.
- ખારા બાજીલ :- પૌંઆને લાલ મરચું પાવડર મીઠું અને નારિયેળ સાથે વઘારીને ખાવા અપાય છે. ક્યારેક વધારાય છે.
- સજ્જીગે બાજીલ : - ઉપમા અને ખારા બાજીલની મિશ્ર એવી વાની.
- ચુડા દહી(ઓરિસ્સા) : - દહી^ , સાકર અને પૌંઆ મિશ્ર કરી બનતી વાનગી.
- અવલ નાનચથુ (કેરળ) : - ખમણેલ નારિયેળ, સાકર, થોડું પાણી, અને પૌંઆ લઈ બે ત્રણ કલાક પલાળી રાખો અને પૌંઆ ફૂગી જાય એટલે ખાવ.
References
[ફેરફાર કરો]- ↑ Raghunandana, K. "Avalakki Oggrane'". મેળવેલ 2009-02-09.
- ↑ "The Vocabulary of Indian Food". મેળવેલ 2009-02-09.
- ↑ Raghunandana, K. "Avalakki Oggrane'". મેળવેલ 2009-02-09.