ભગત્રવ

વિકિપીડિયામાંથી
ભગત્રવ
ભગત્રવ is located in ગુજરાત
ભગત્રવ
Shown within ગુજરાત
ભગત્રવ is located in India
ભગત્રવ
ભગત્રવ (India)
સ્થાનહાંસોટ, ભરૂચ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ21°33′55″N 72°45′25″E / 21.56528°N 72.75694°E / 21.56528; 72.75694
પ્રકારવસવાટ
ઇતિહાસ
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ

ભગત્રવ (સંસ્કૃત: भगत्रव) સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલા એક નાનું પુરાતત્વીય સ્થળ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડો. એસ. આર. રાવની આગેવાની હેઠળ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ભગત્રવ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું છે. (સુરત: ૫૧ કિ.મી.) આ સ્થળ અરબી સમુદ્રના દરિયાકિનારા નજીક અને અકીકની ખાણો તેમજ નર્મદા અને તાપી નદીઓની ખીણો નજીક હતું.[૧]

બંદર[ફેરફાર કરો]

ભગત્રવ લોથલની જેમ મહત્વનું બંદર હતું એમ જણાય છે.[૨] તેમ છતાં દરિયાના પાણી અને કીમ નદીના પૂરને કારણે આ સ્થળનું ભારે ધોવાણ થયું છે અને માત્ર બાહ્ય વિસ્તાર જ ખૂલ્લો રહ્યો છે. વર્ષના આઠ મહિનાઓ દરમિયાન આ સ્થળ પાણીથી ઘેરાયેલું રહે છે.[૨]

અહીંથી સીસાની વસ્તુઓ, લોખંડની વસ્તુઓ, પથ્થરના મણકાંઓ તેમજ માટીના વાસણોના પૂરાવા વગેરે મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ સ્થળ લોથલની જેમ વ્યાપારનું બંદર હશે.[૩]

મહત્વ[ફેરફાર કરો]

એવું જાણવા મળ્યું છે કેટલીક હડપ્પીય વસાહતો જેવી કે ભગત્રવ, લોથલ, રંગપુર, દેશલપર, ચાન્હુ-દરો વગેરેના પતન/વિનાશ માટે પૂર જવાબદાર હતું.[૨]

ભગત્રવ સૌથી દક્ષિણે આવેલી હડપ્પીય વસાહતોમાંની એક છે અને મંડા, જમ્મુમાં આવેલી સૌથી ઉત્તરી હડપ્પીય વસાહતો અને આ વસાહત વચ્ચે લગભગ ૧૩૫૦ કિ.મી.નું અંતર છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Ghosh, Amalanada, સંપાદક (૧૯૯૦). An Encyclopaedia of Indian Archaeology. Leiden: Brill. પૃષ્ઠ ૭૩, ૭૯, ૯૦, ૨૯૧. ISBN 9789004092648.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Director General, Archaeological Survey of India (૧૯૬૨). "Ancient India" (૧૮–૧૯): ૧૯૦–૧૯૭. Cite journal requires |journal= (મદદ)
  3. "IIT-Gn finds rich Harappan remains in Bhagatrav". The Times of India. મેળવેલ 2017-07-16.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]