મનહર મોદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મનહર મોદી
Chinu Modi and Manhar Modi.jpg
મનહર મોદી
જન્મનું નામમનહર શાંતિલાલ મોદી
જન્મમનહર શાંતિલાલ મોદી
(1937-04-15)15 એપ્રિલ 1937
અમદાવાદ, ગુજરાત
મૃત્યુ23 ફેબ્રુઆરી 2003(2003-02-23) (65ની વયે)
વ્યવસાયકવિ, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારગઝલ, મુક્ત પદો
સાહિત્યિક ચળવળરે મઠ
મુખ્ય રચનાઓ
  • ઓમ તત્ સત્ (૧૯૬૭)
  • ૧૧ દરિયા (૧૯૮૬)
મુખ્ય પુરસ્કારો

મનહર મોદી (૧૯૩૭-૨૦૦૩) ગુજરાતી ભાષાના કવિ હતા. તેમનો જન્મ અને શિક્ષણ અમદાવાદમાં થયાં હતાં અને તેમણે વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય તેમજ અનેક સામયિકોનું સંપાદન કાર્ય કર્યું હતું. તેઓ તેમની કવિતાઓમાં પ્રયોગાત્મક હતા.

જીવન[ફેરફાર કરો]

મનહર મોદીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૩૭ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે શાળા શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. ૧૯૬૨માં તેમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તથા ૧૯૬૪માં ગુજરાતી અને સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. પૂર્ણ કર્યું.[૧][૨][૩]

વિદ્યાર્થી જીવન દરમિયાન તેમણે અનેક વ્યવસાયો અજમાવ્યા. તેમણે ૧૯૫૬થી ૧૯૫૮ સુધી ટેક્સટાઇસ સેલ્સમેન તરીકે કામ કર્યું. તેમણે ૧૯૫૮થી ૧૯૬૬ સુધી પશ્ચિમ રેલ્વેમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે ડાકોરની ભવન્સ કોલેજમાં તેમણે થોડો સમય અધ્યાપન કાર્ય કર્યું. પછીથી તેઓ ભક્ત વલ્લભ ધોળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. આઠ વર્ષ સુધી તેઓ નિરિક્ષક સામયિકના તંત્રી રહ્યા. તેઓ ઉદગાર સામયિકના પણ સંપાદક હતા, જે આર. આર. શેઠ કંપનીનું સામયિક હતું. તેમણે રન્નાદે પ્રકાશનની સ્થાપના કરી અને ઓળખ સામયિકની શરૂઆત કરી અને ૧૬ વર્ષ સુધી તેના તંત્રી રહ્યા. તેઓ કેટલાક વર્ષ માટે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા અને તેના વાર્ષિક મુખપત્ર અધીતનું સંપાદન સંભાળ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબ માસિકનું સંપાદન તેમણે થોડો સમય કર્યું હતું. તેઓ અસૈત સાહિત્ય સભાના પ્રમુખ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રહ્યા હતા.[૧][૨][૩]

૨૩ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું હતું.[૧]

સર્જન[ફેરફાર કરો]

તેમના શરૂઆતી દિવસોથી તેઓ ગુજરાતી સાહિત્યની આધુનિક સાહિત્યિક ચળવળ, રે મઠ સાથે સંકળાયેલા હતા. તેઓની કવિતાઓ પ્રયોગાત્મક હતી.[૧][૨][૪]

આકૃતિ (૧૯૬૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો અને ત્યાર પછી ઓમ તત્ સત્ (૧૯૬૭) પ્રકાશિત થયો હતો જેમાં તેમણે પ્રયોગાત્મક કવિતાને અનર્થતાની ચરમ સીમા સુધી લઇ ગયા હતા.[૫] ૧૧ દુનિયા (૧૯૮૬) તેમની ગઝલોનું સંકલન છે. મનહર અને મોદી તેમનો બીજો ગઝલ સંગ્રહ છે. તેમના અન્ય કાવ્ય સંગ્રહો હસુમતી અને બીજા (૧૯૮૭), એક વધારાની ક્ષણ (૧૯૯૩), શ્રીમુખ તડકો અને મનહારીયત છે.[૧][૨][૩]

તેમણે રે મઠના અન્ય કવિઓ સાથે ગઝલ ઉસને છેડી (૧૯૭૪) નું સંપાદન કર્યું હતું. ગમી તે ગઝલ ‍(૧૯૭૬) માં તેમણે ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે સહ સંપાદન કર્યું હતું. સુરેશ જોશી: મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત (૨૦૧૦-૧૧-૧૨), વિવેચનના વિવિધ અભિગમો અને ગુજરાતીના અધ્યાપકોનો માહિતિકોશ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.[૧][૨]

પુરસ્કારો[ફેરફાર કરો]

૧૧ દુનિયા માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિકો મળ્યા હતા. ૨૦૦૨માં તેમને એક વધારાની ક્ષણ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૮માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૧][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. pp. ૯૯–૧૦૨. ISBN 978-93-5108-247-7. Check date values in: |year= (help)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "મનહર મોદી (Manhar Modi)". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૨૨ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Kartik Chandra Dutt (૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. p. ૭૭૯. ISBN 978-81-260-0873-5. Check date values in: |year= (help)
  4. Indian Writing Today. Nirmala Sadanand Publishers. ૧૯૬૭. p. ૨૭. Check date values in: |year= (help)
  5. Contemporary Gujarati poetry. Western India Pub. Co. ૧૯૭૨. Check date values in: |year= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]