માંઝી જ્ઞાતિ

વિકિપીડિયામાંથી

માંઝી જ્ઞાતિ ભારતની એક મુખ્ય જાતિ છે. આ જાતિના લોકો ભારતદેશના ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા વગેરે રાજ્યોના રહેવાસી છે.

વસવાટ ક્ષેત્ર[ફેરફાર કરો]

તેઓ મૂળભૂત રીતે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ રાજ્યોના વતની છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ, આંબેડકર નગર, ગોરખપુર, ગોંડા, બહરાઈચ, બારાબંકી, લખનૌ, વારાણસી, અલ્હાબાદ વગેરે જિલ્લાઓમાં અને મહારાષ્ટ્રમાં માંઝી જ્ઞાતિના લોકો મૂળ મુંબઈ ખાતે વસવાટ કરતા હતા. આ ઉપરાંત નાસિક, ધુલિયા, જલગાંવ, અહેમદનગર, પુણે, ઔરંગાબાદ, કોલ્હાપુર, રત્નાગીરી તથા શોલાપુર જિલ્લામાં તેમ જ રાજસ્થાનના મંદસૌર, રામપુરા, અલોટ, ફતેહપુર ખાતે પણ વસવાટ કરતા હતા. મધ્ય પ્રદેશના મંદસૌર, રામપુરા, આલોટ, ફતેહપૂર, તાલ, રતલામ, સેલાના ખાતે પણ તેઓ વસવાટ કરતા હતા. હાલમાં સમુદાયના લોકો સમગ્ર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યમાં વસે છે.

અનુસૂચિત જાતિ દરજ્જો[ફેરફાર કરો]

૨૦૦૧ના વર્ષમાં ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી રાજનાથ સિંહે માંઝી જ્ઞાતિ સમુદાયના લોકોને રાજ્યની અનુસૂચિત જાતિમાં સામેલ કર્યા હતા. [૧]

મુખ્ય વ્યક્તિ[ફેરફાર કરો]

  • જીતનરામ માંઝી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સંગ્રહિત". મૂળ સંગ્રહિત માંથી ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૮.