માણેકપુર (ઉચ્છલ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માણેકપુર
—  ગામ  —

માણેકપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′17″N 73°44′28″E / 21.171408°N 73.741166°E / 21.171408; 73.741166
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો ઉચ્છલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

માણેકપુર (ઉચ્છલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું ગામ છે. માણેકપુર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.
માણેકપુર ગામ તાલુકા મથક ઉચ્છલથી ૩.૩૬ કિ.મી દુર આવેલું છે. અનેતે ૨,૨૩૦ યાર્ડ વિસ્તારમાં ફેલાયેલું છે. ગામ ઉચ્છલ ની નજીક હોવાથી વળી ખુલ્લી જ્ગ્યા હોવાથી અંહી આવનારા સમય માં ઘણો વિકાસ થવાની સંભાવનાં છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સરકારી આઇ.ટી.આઇ : હાલમાં આ ગામમાં નવી ઔદ્યોગિક તાલિમ સંસ્થા (આઈ. ટી. આઈ.) શરુ કરવામાં આવી છે. જેમાં તાલુકાનાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે, અંહી ટુંક સમયમાં અન્ય શૈક્ષણીક સંકુલો સ્થાપ્વાની વિચારણા ચાલી રહી છે.
જલદર્શન સોસાયટી:ગામની બાહરનાં ભાગમાં હાલમાં ૨ નવી સોસાયટી બની રહીછે જ્યાં આવનારા સમયમાં ખાનગી સ્કુલ તેમજ મોટું બજાર વિકસવાની સંભાવનાં છે.