લખાણ પર જાઓ

રાવ સાહેબ

વિકિપીડિયામાંથી

રાવ સાહેબ, રાવ સાહિબ અથવા રાવજીઆહીર(યાદવ) રાજાઓ નું રાજશીર્ષક છે.[][]

આહીર એ પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવો છે. જેમાં શ્રીકૃષ્ણ (ગોપાલક અને ક્ષત્રિય) નો જન્મ થયો હતો.[][]. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'આભીર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.[][][][]

રાવ શીર્ષકના આહીર રાજાઓ

[ફેરફાર કરો]

રાવ રૂડા સિંહજી

[ફેરફાર કરો]

તિજારાના એક આહીર શાસક રાવ રૂડા સિંહ ને રેવાડી ના જંગલો ની જાગીર પોતાની પ્રશંસનીય સામરિક મદદ ના બદલે સન 1555 માં હાસિલ થઈ હતી.[][૧૦][૧૧][૧૨] રૂડા સિંહ એ રેવાડી થી દક્ષિણ પૂર્વ માં 12 કિલોમીટર દૂર બોલની ગામને પોતાનું મુખ્યાલય બનાવ્યું.[૧૩] એમને જંગલો ને સાફ કરાવી ને નવા ગામો ની સ્થાપના કરી. [૧૪][૧૫]

રાવ મિત્રસેન આહીર

[ફેરફાર કરો]

રાવ મિત્રસેન, રાવ તુલસીરામ ના પુત્ર હતા તથા ચંદ્રવંશી આહીર શાસક હતા જેમણે રેવાડી પર રાજ કર્યું.[૧૬] રાવ રાજા મિત્રસેન એ મુસ્લિમ આક્રમણકારીઓ, અંગ્રેજો, જયપુર ના કછવાહા અને શેખાવત રાજપૂત ઇત્યાદિ થી યુદ્ધ કર્યું.[૧૭] રેવાડી થી બદલો લેવાના ઉદેશ્ય થી, સન 1781 ના પ્રારંભિક મહિનાઓ માં જયપુર ના રાજપૂત શાસકો એ રેવાડી ઉપર હમલો બોલી દીધો, પરંતુ તે રાવ મિત્રસેન થી હારી ગયા અને સામરિક દૃષ્ટિકોણ થી એમને ભારી નુકસાન સહન કરવું પડ્યું.[૧૬][૧૮]

રાવ ગુલાબ સિંહ

[ફેરફાર કરો]

ગુલાબ સિંહ, રાવ મિત્રસેન આહીર ના પુત્ર હતા. ગુલાબ સિંહ એ મુનિમ બેગ ના સાથે રેવાડી નજીક સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવા ની યોજના બનાવી. ગુલાબ સિંહ એ સિંધિયા મરાઠા સામે યુદ્ધ કર્યું અને 1790 માં સિંધિયા સેના ને પરાજિત કર્યું હતું. પછી સિંધિયા અને નજફ કુલી ની સયુંકત સેના ના હાથો ગુલાબ સિંહ પરાજિત થયા અને એમને પાછા ગોકુલગઢ જવું પડ્યું.[૧૯]

રાવ રામ સિંહજી

[ફેરફાર કરો]

રૂડા સિંહ ના પછી, એમના પુત્ર રાવ રામ સિંહ (રામોજી) એ રેવાડી ની રાજગાદી સંભાળી. એમના રાજ્ય માં ડાકુઓ અને લૂંટેરાઓ ના કારણે ભય અને અશાંતિ નો માહોલ હતો. રામ સિંહ એ બોલનીમાં એક દુર્ગ નો નિર્માણ કર્યો હતો તથા સુરક્ષા હેતુ ત્યાં સૈનિકો તૈનાત કર્યા હતા. તે એક નીડર યોદ્ધા હતા એટલે એક લાંબા સંઘર્ષ ના પછી અપરાધિઓ ને બેઅસર કરવા માં સફળ રહ્યા. બે મશહૂર ડાકુઓ ને ગિરફ્તાર કરીને એમને સમ્રાટ ને હવાલે કર્યા. રામ સિંહ ના આ સહાસપૂર્ણ કાર્ય થી પ્રસન્ન થઈને સમ્રાટે એમને દિલ્હી સૂબે ની રેવાડી સરકાર ના ફોજદાર નિયુક્ત કરી દીધા. રામ સિંહ અકબર અને જહાંગીર ના કાળ માં રેવાડી ની રાજગાદી પર આસીન હતા.[૧૧][૧૪] સન 1784 માં રાવ રામ સિંહ એ રેવાડી પર મરાઠા આક્રમણ ને વિફળ કર્યું. રાવ મિત્રસેન ની મૃત્યુ ના પછી મરાઠાઓ એ રેવાડી પર ફરી થી આક્રમણ કર્યું પરંતુ એ રાવ રામ સિંહ સામે જીતી ન શક્યાં.[૧૬] રાવ રામ સિંહ લડાઈમાં શહીદ થઈ ગયા.[૧૮]

રાવ શાહબાજ સિંહજી

[ફેરફાર કરો]

રાવ રામ સિંહ ના પછી એમના પુત્ર અને ઉત્તરાધિકારી, શાહબાજ સિંહ રાજા બન્યા.[૧૧] રાવ એક મહાન યોદ્ધા હતા તથા ધાના ના બઢગુજર, હાથી સિંહ નામના ડાકુ ના સાથે લડાઈમાં શહીદ થયા હતા.[૧૪]

રાવ નંદરામ અને રાવ માન સિંહજી

[ફેરફાર કરો]

શાહબાજ સિંહ ના પછી એમના જ્યેષ્ઠ પુત્ર નંદરામ રાજા બન્યા.[૧૧][૧૪] ઔરંગઝેબ એ પોતાની જાગીર નો હક સંપાદિત કરી એમને "ચૌધરી" ના ખિતાબ થી સન્માનિત કર્યા.[૨૦] તેમણે પોતાનું મુખ્યાલય બોલની થી રેવાડી માં ખસેડ્યું. રેવાડીમાં નંદ સાગર નામક જળ સંગ્રાહક આજે પણ એમની સ્મૃતિ ની સૂચક છે. ભરતપુર ના તત્કાલીન રાજા એ ડાકુ હાથી સિંહ ને પોતાની સેવા માં લગાડી લીધું હતું, તથા હાથી સિંહ ની વધતી શક્તિ નંદરામ અને એમના ભાઈ માન સિંહ ના માટે અસહનીય હતી. પછી બન્ને ભાઈઓ એ મળીને હાથી સિંહ ને આગરા માં મારી પાડ્યો તથા પોતાના પિતા ની મૌત નો બદલો લીધો. નંદરામ સન 1713 માં મૃત્યુ ને પ્રાપ્ત થયા તથા રાજ્ય ની બાગડોર એમના જ્યેષ્ઠ પુત્ર બાલકિશન ને સૌંપી દેવાઈ.[૧૪]

રાવ બાલકિશનજી

[ફેરફાર કરો]

બાલકિશન 24 ફેબ્રુઆરી 1739 ના કરનાલ યુદ્ધ માં નાદિર શાહ ના વિરુદ્ધ લડતાં મૃત્યુ પામ્યા હતા. એમની બહાદુરી થી ખુશ થઈ ને મોહમ્મદ શાહ એ બાલકિશન ના ભાઈ ગૂજરમલ ને "રાવ બહાદુર" નો ખિતાબ આપ્યો તથા 5000 ની સરદારી આપી.[૧૧] એમના રાજ્ય ની સીમા નો વિસ્તાર કરીને એમાં હિસાર જિલ્લાના 52 ગામ અને નારનૌલ ના 52 ગામ જોડવામાં આવ્યા. એમની જાગીર માં રેવાડી, ઝજ્જર, દાદરી, હાંસી, હિસાર, કનૌદ, અને નારનૌલ આદિ પ્રમુખ નગર શામિલ હતા. સન 1743 માં 2,00,578 રૂપિયા ની મનસબદારી વાળા થોડાક અન્ય ગામ પણ જોડવામાં આવ્યા હતા.[૧૪]

રાવ ગૂજરમલ સિંહજી

[ફેરફાર કરો]

ફરુખનગર નો બલોચ રાજા અને હાથી સિંહ નો વંશજ ઘસેરા નો બહાદુર સિંહ બન્ને રાવ ગૂજરમલ ના કાતર શત્રુ હતા. બહાદુર સિંહ, ભરતપુર ના જાટ રાજા સૂરજમલ થી અલગ થઈને સ્વતંત્ર શાસન કરતો હતો. ત્યારે રાવ ગૂજરમલ એ સૂરજમલ ના સાથે મળીને એને મુહતોડ જવાબ આપ્યો. ગૂજરમલ નો બહાદુર સિંહ ના સસુર નીમરાના ના ટોડરમલ સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધ હતા. સન 1750 માં, ટોડરમલ એ રાવ ગૂજરમલ ને બહાદુર સિંહ ના કહેવા પર આમંત્રિત કર્યું અને છલ-કપટ થી એમનો વધ કરી નાખ્યો. આહીર પરિવાર ની શક્તિ રાવ ગૂજરમલ ના સમય માં ચરમ સીમા પર હતી. ગુરવડા અને ગોકુલગઢ ના કિલ્લા આ જ કાળ ની દેન છે. ગોકુલ સિક્કા મુદ્રા નું પ્રચાલન આ જ કાળ માં કરવામાં આવ્યું. પોતાના પિતા ના નામ સ્તૂપ અને જળાશય નું પણ નિર્માણ ગૂજરમલ એ કરાવ્યું હતું. એમણે મેરઠ ના બ્રહનપુર અને મોરના તથા રેવાડી માં રામગઢ, જૈતપુર અને શ્રીનગર ગામો ની સ્થાપના કરી હતી.[૧૪][૨૧]

રાવ ભવાની સિંહ

[ફેરફાર કરો]

રાવ ગૂજરમલ ના પુત્ર ભવાની સિંહ એમના પછી રાજા બન્યા. ભવાની સિંહ નાકામયાબ સાબિત થયા. એના રાજ્ય ના કેટલાક હિસ્સાઓ પર ફરુખનગર ના બલોચ નવાબ, ઝજ્જર ના નવાબ અને જયપુર ના રાજા નો કબ્જો થઈ ગયો અને ભવાની સિંહ ના પાસે માત્ર 22 ગામ જ શેષ બચ્યા. એમના જ રાજ્ય ના એક સરદારે 1758 માં એમનું વધ કરી નાખ્યું.[૧૪]

રાવ તેજ સિંહ

[ફેરફાર કરો]

આગલા રાજા હીરા સિંહ પણ નાકામયાબ હતા અને રાજ કાજ નું નિયંત્રણ એક સ્થાનીય વ્યવસ્યાહી જૌકી રામ એ હથિયાવી લીધું હતું. દિલ્હી ના એક બાગી સરદાર નજફ કુલી ખાન એ ગોકુલગઢ કિલ્લા પર કબ્જો જમાવી લીધો હતો. દિલ્હી ના સમ્રાટ શાહ આલમ દ્વિતીય એ બેગમ સમરુ ના સાથે મળીને તેને દનડીટ કરવાનું નક્કી કર્યું. 12 માર્ચ 1788 ના, ભાડાવાસ માં શાહ આલમ એ ડેરો જમાવ્યો અને રાત ના સમય નજફ કુલી પર હમલો બોલી દીધો જેમાં નજફ કુલી ને ભારી નુકસાન થયું. બેગમ સમરુ ના તોપખાના ના અસર થી કુલી ખાન સમજોતાં માટે મજબૂર થઈ ગયો.[૧૪]

જૌકી રામ ની પ્રભુતા આખા રાજ્ય માટે અસહનીય હતી. ત્યારે રેવાડી ના રાવ ના એક રિષતેદાર તેજ સિંહ જે કે તૌરુ ના શાસક હતા, રાવ રામ સિંહ ની માતા ના અનુરોધ પર સામે આવ્યા. એમને રેવાડી પર હમલો કર્યો અને જૌકી રામ ને મૌત ના ઘાટે ઉતારી દીધો અને પોતાની સત્તા સ્થાપિત કરી.[૧૪][૨૨]

પછી, 1803 માં તેજ સિંહ અને એમનું સંપૂર્ણ રાજ્ય બ્રિટિશ હુકુમત એ પોતાના કબ્જા માં લઈ લીધું અને તેજ સિંહના પાસે માત્ર 58 ગામ જ શેષ બચ્યા. 1823 માં એમની મૌત પછી એમની સંપત્તિ તેમના ત્રણ પુત્રો પૂરન સિંહ, નાથુ રામ અને જવાહર સિંહ ના હાથ માં આવી. જવાહર સિંહની કોઈ સંતાન નતી. પૂરન સિંહ અને નાથુ રામ ના પછી એમના રાજ્ય ના ઉત્તરાધિકારી એમના પુત્ર તુલારામ અને ગોપાલ દેવ બન્યા.[૧૪]

રાજા રાવ તુલારામ સિંહજી આહીર

[ફેરફાર કરો]
રેવાડી નરેશ રાજા રાવ તુલારામ

રાજા રાવ તુલારામ સિંહજી(9 ડિસેમ્બર 1825 – 1863), એક આહીર શાસક હતા,[૨૩][૨૪] તેઓ ॰હરિયાણા માં 1857 ની સ્વતંત્રતા ક્રાંતિ ના પ્રમુખ નાયક હતા.[૨૫] અસ્થાયી રૂપ થી બ્રિટિશ શાસન ની જડો વર્તમાન ના દક્ષિણ પશ્ચિમ હરિયાણા થી ઉખાડી ફેંકવા તથા દિલ્હી ના ક્રાંતિકારીઓ ની તન, મન, ધન થી મદદ નો શ્રેય તુલારામજી ને જ દેવાય છે. 1857 ની ક્રાંતિ ના પછી એમને ભારત છોડી દીધું અને ભારત ની આઝાદી ના યુદ્ધ હેતુ અફઘાનિસ્તાન, ઈરાન ના શાસકો અને રુસ ના જારો ની મદદ માંગી. પરંતુ એમની આ યોજના 23 સપ્ટેમ્બર 1863 માં 38 વર્ષ ની આયુ માં એમની મૃત્યુ ના કારણે અસફળ રહી. [૨૬]

રાવ ગોપાલ દેવજી

[ફેરફાર કરો]
રાવ ગોપાલ દેવ, રેવાડી

રાવ ગોપાલ દેવ રેવાડી માં 19વી શતાબ્દી ના ક્રાંતિકારી હતા,[૨૭] જેમને પોતાના ચચેરા ભાઈ તુલા રામ[૨૮] ના સાથે મળીને, 1857 ની ક્રાંતિ માં અંગ્રેજો થી લડાઈ કરી હતી.[૨૯]

રાવ કિશન ગોપાલજી

[ફેરફાર કરો]

રાવ તુલા રામના અનુજ(ભાઈ) રાવ કિશન ગોપાલ એમની રેવાડી ની સેના ના સેનાપતિ હતા.[૧૪] તેઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માં પણ અધિકારી હતા.[૩૦] આહીર વીર રાવ કિશન ગોપાલના નેતૃત્વમાં મેરઠમાં સ્વતંત્રતાનું સંગ્રામ આરંભ થયું હતું તથા નસીબપુરના યુદ્ધમાં એમને જ જનરલ ટિમલે ને માર્યા હતાં.[૩૧]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. राजस्थान, भाग-1, कुमार सुरेश सिंह Rajasthan, Anthropological Survey of India, 1998, आईएसबीएन-9788171547661, पृष्ठ-44,45
  2. गोपाल भार्गव (2011). "हरियाणा की कला एवं संस्कृति". Gyan Publishing House, 2011. પૃષ્ઠ 168. ISBN 9788178358895. મેળવેલ 2 Aug 2020.
  3. Michelutti, Lucia (February 2004). ""We (Yadavs) are a caste of politicians": Caste and modern politics in a north Indian town". Contributions to Indian Sociology. 38 (1–2): 49. doi:10.1177/006996670403800103. મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-08-27.
  4. Gupta, Dipankar; Michelutti, Lucia (2004). "2 ‘We (Yadavs) are a caste of politicians’: Caste and modern politics in a north Indian town". માં Dipankar Gupta (સંપાદક). Caste in Question: Identity or hierarchy?. Contributions to Indian Sociology. नई दिल्ली, California, London: Sage Publications. પૃષ્ઠ 48/Lucia Michelutti. ISBN 0-7619-3324-7. C1 control character in |chapter= at position 3 (મદદ)
  5. "articles32.htm | sep25 | currsci | Indian Academy of Sciences". www.ias.ac.in (અંગ્રેજીમાં). મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭.
  6. "Bartleby.com: Great Books Online -- Quotes, Poems, Novels, Classics and hundreds more". www.bartleby.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2008-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭.
  7. "Genealogies". www.theology.edu. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭.
  8. "The Sunday Tribune - Spectrum - 'Art and Soul". www.tribuneindia.com. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭.
  9. Man Singh, Abhirkuladipika Urdu (1900) Delhi, p.105, Krishnanand Khedkar, the Divine Heritage of the Yadavas, pp. 192-93; Krishnanand, Ahir Itihas, p.270
  10. K.C. Yadav, 'History of the Rewari State 1555-1857; Journal of the Rajasthan Historical Research Society, Vol. 1(1965), p. 21
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers,. પૃષ્ઠ 82. ISBN 9788170622161.CS1 maint: extra punctuation (link)
  12. Man Singh, Abhirkuladipika Urdu (1900) Delhi, p.105,106
  13. Krishnanand Khedkar, the Divine Heritage of the Yadavas, pp. 192-93; Krishnanand, Ahir Itihas, p.270.
  14. ૧૪.૦૦ ૧૪.૦૧ ૧૪.૦૨ ૧૪.૦૩ ૧૪.૦૪ ૧૪.૦૫ ૧૪.૦૬ ૧૪.૦૭ ૧૪.૦૮ ૧૪.૦૯ ૧૪.૧૦ ૧૪.૧૧ District Administration, Mahendragarh. "Mahendragarh at A Glance >> History". District Administration, Mahendragarh. india.gov.in. મૂળ માંથી 23 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2015.
  15. Man Singh, op. cit., 1900. pp. 105-6
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ Man Singh, Abhirkuladipika (Urdu), 1900, Delhi p. 123
  17. Man Singh, Abhirkuladipika (Urdu), 1900, Delhi, pp. 292-93
  18. ૧૮.૦ ૧૮.૧ Krishnanand Khedkar, The Divine Heritage Of the Yadavas, p. 193
  19. Jadunath Sarkar (1992). Fall of the Mughal Empire. Sangam. પૃષ્ઠ 38–39. ISBN 978-0-86131-749-3. મેળવેલ 10 July 2017.
  20. Lucia Michelutti (2002). "Sons of Krishna: the politics of Yadav community formation in a North Indian town" (PDF). PhD Thesis Social Anthropology. London School of Economics and Political Science University of London. પૃષ્ઠ 83. મેળવેલ 10 June 2015.
  21. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 51. ISBN 9788170622161.
  22. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 52, 53, 54. ISBN 9788170622161.
  23. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers,. પૃષ્ઠ 19. ISBN 9788170622161.CS1 maint: extra punctuation (link)
  24. S. C. Bhatt, Gopal K. Bhargava (2006). Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Haryana. Kalpaz Publications, Delhi. પૃષ્ઠ 341. ISBN 9788178353562.
  25. "Republic Day Celebrations". The Tribune. January 28, 2008.
  26. Haryana (India) (1988). Haryana District Gazetteers: Mahendragarh. Haryana Gazetteers Organization. મેળવેલ 30 September 2012.
  27. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 54. ISBN 9788170622161.
  28. Yadav, Kripal Chandra (1965). Rao Tula Ram, a hero of 1857. Rao Tula Ram Smarak Samiti. પૃષ્ઠ 12, 18, 40.
  29. Sharma, Suresh K. (2006). Haryana: Past and Present. Mittal. પૃષ્ઠ 252–53. ISBN 978-81-8324-046-8.
  30. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 82. ISBN 9788170622161.
  31. Jawaharlal Handoo (1971). "Kaśmīrī aura Hindī ke lokagīta: eka tulanātmaka adhyayana". the University of Michigan: Viśāla Pablikeśanza, 1971. પૃષ્ઠ 315. મેળવેલ 9 Feb 2016.