લખાણ પર જાઓ

રુદ્રનાથ

વિકિપીડિયામાંથી
રુદ્રનાથ
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનરુદ્રનાથ (ગામ), ગઢવાલ, ઉત્તરાખંડ
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
રુદ્રનાથ is located in Uttarakhand
રુદ્રનાથ
ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રનાથનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ30°32′0″N 79°20′0″E / 30.53333°N 79.33333°E / 30.53333; 79.33333
સ્થાપત્ય
નિર્માણકારપાંડવો, દંતકથા મુજબ
પૂર્ણ તારીખઅપ્રાપ્ય
નાઓલા ઘાટ ખાતેથી દૃશ્ય
નંદાદેવી શિખરનું દૃશ્ય

રુદ્રનાથ (સંસ્કૃત: रुद्रनाथ, અંગ્રેજી: Rudranath)) ભગવાન શિવ ને સમર્પિત, ગઢવાલ હિમાલયના પર્વતોમાં ઉત્તરાખંડ, ભારત ખાતે આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3,600 metres (11,800 ft) જેટલી ઊંચાઈ પર,[] ર્‌હોન્ડ્રોન અને આલ્પાઇન ગોચર વડે બનેલા એક ગાઢ જંગલ ખાતે કુદરતી પથ્થરોમાં આવેલું છે. ગઢવાલ પ્રદેશમાં પંચકેદાર યાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત ત્રીજા ક્રમે કરવાની હોય છે. આ યાત્રામાં સમાવિષ્ઠ અન્ય મંદિરો: કેદારનાથ અને તુંગનાથની મુલાકાત પહેલાં લેવામાં આવે છે અને રુદ્રનાથની મુલાકાત પછી અને મદમહેશ્વર અને કલ્પેશ્વરની મુલાકાત લેવામાં આવે છે. આ મંદિર ખાતે ભગવાન શિવના મુખ (ચહેરો)ની "નિલકંઠ મહાદેવ" તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિરે પદયાત્રા કરી જવું પડે છે, જેની શરૂઆત સાગર ગામ ખાતેથી શરૂ થાય છે, જે ગોપેશ્વર થી આશરે ૦૩ કિ. મી.ના અંતરે આવેલ છે. અન્ય કેડી આરોહણ માર્ગ (ટ્રેક) મંડલ ગામથી શરૂ થાય છે, જે ગોપેશ્વરથી ૧૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ માર્ગ અનસૂયા દેવીના મંદિર મારફતે જાય છે. આ માર્ગ અત્યંત મુશ્કેલીભર્યો અને આશરે ૨૪ કિ.મી. જેટલો લાંબો છે.

દંતકથા અને પૂજન

[ફેરફાર કરો]

આ રુદ્રનાથ મંદિરની સ્થાપના હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવોએ કરી હોવાની માન્યતા છે. દંતકથા એવી છે કે પાંડવો જ્યારે મહાયુદ્ધ (કુરુક્ષેત્ર યુદ્ધ) પછી તેમના હાથે થયેલ હત્યાઓનાં પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હિમાલય પર્વતમાળામાં ભગવાન શિવની શોધમાં આવ્યા હતા. ભગવાન શિવ તેમને મળવા ઇચ્છતા ન હતા અને આથી એમણે વૃષભનું રૂપ ધારણ કર્યું અને જમીનમાં સંતાઈ ગયા અને પાંચ ભાગોમાં શરીરને વહેંચી નાખ્યું જેમાં: ખૂંધ કેદારનાથ ખાતે, હાથ તુંગનાથ ખાતે, નાભિ અને પેટનો ભાગ મધ્યમહેશ્વર ખાતે, ચહેરો રુદ્રનાથ ખાતે અને માથાના કેશ (વાળ) કલ્પેશ્વર ખાતે રહ્યા. શિયાળામાં પૂજા વિધિ માટે રુદ્રનાથ ખાતેથી ભગવાનની નાની પ્રતિમા ગોપેશ્વર લાવવામાં આવે છે.

ઉનાળા દરમિયાન ફરી ભગવાનની પ્રતિમા રુદ્રનાથ ખાતે લઈ જવા ડોલી યાત્રા શરૂ કરવામાં આવે છે, જે ગોપેશ્વરથી શરૂ કરી સાગર થઈને લઈ જવામાં આવે છે. આ ડોલી યાત્રા લુટી બુગ્યાલ અને પનાર બુગ્યાલ પસાર કરી  છેલ્લે પિત્રાધાર સુધી પહોંચે છે. અહીંના રહેવાસીઓ અહીં પૂજાવિધિ કરે છે. ત્યાર પછી ઢલાબ્ની મેદાન પસાર કરી ડોલી યાત્રા રુદ્રનાથ સુધી પહોંચે છે. અહીં પ્રથમ વનદેવીની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક માન્યતા છે કે વનદેવી આ વિસ્તારનું રક્ષણ કરે છે. આ ક્ષેત્ર વનદેવી અથવા વનદેવતા દ્વારા સુરક્ષિત છે. આ મંદિર ખાતે દર વર્ષે હિંદુ મહિના પ્રમાણેના શ્રાવણ (મોટે ભાગે જુલાઈ–ઓગસ્ટ મહિનો) મહિનાની પૂનમના દિવસે (રક્ષાબંધન) ભરાય છે. આ મેળામાં મુખ્યત્વે સ્થાનિકો મુલાકાતે આવતા હોય છે.[] રુદ્રનાથ મંદિરના પૂજારીઓ તરીકે ગોપેશ્વર ગામના ભટ્ટ અને તિવારીઓ કાર્ય કરે છે.[]

અહીંના મધ્યમહેશ્વર તરફથી આવતા પગપાળા માર્ગમાં આવેલ નંદીકુંડ (2,439 m or 8,002 ft) ખાતે શ્રદ્ધાળુઓ ખડકોમાંથી બહાર નીકળેલી પ્રાચીન ઐતિહાસિક તલવારની પૂજા કરે છે, જે પાંડવોના સમયની હોવાનું માનવામાં આવે છે.[]

પંચકેદાર
Panch Kedar

આ મંદિર નજીક ઘણી જગ્યાએ પવિત્ર જળકુંડો આવેલા છે. જેમાં સમાવિષ્ઠ છે; સૂર્ય-કુંડ, ચંદ્ર-કુંડ, તારા-કુંડ, મન-કુંડ વગેરે. નંદા દેવી, ત્રિશુલ અને નંદા ઘુંટી જેવાં પ્રખ્યાત પર્વત શિખરો, આ મંદિરના દેખાવને સુંદર પૃષ્ઠ દૃશ્ય પૂરું પાડે છે. વૈતરણી અથવા બૈતરની અથવા રુદ્રગંગા નામની રુદ્રનાથ મંદિરની પથ્થરની પ્રતિમા નજીકથી વહે છે.[] આ નદીને "મુક્તિવાહિની" તરીકે ઓળખવામાં આવે છે, જેને મૃત આત્માઓએ સ્વર્ગ સુધી પહોંચવા પસાર કરવી પડે છે. આમ, ભક્તો રુદ્રનાથની મુલાકાત વેળા પિંડ સારવા માટેની પણ વિધિ કરતા હોય છે. કેટલાક માને છે કે પૂર્વજોને પિંડ અર્પણ કરવાથી પવિત્ર શહેર ગયા ખાતે સો લાખ વાર દર્શન કરવા જેટલું પુણ્ય સાંપડે છે. પર્વત શિખરો ત્રિશુળ, નંદા દેવી, દેવસ્થાન, હાથી પર્વત અને નંદાઘુંટી અહીંથી દેખાય છે. "રુદ્રનાથ"નો શાબ્દિક અર્થ "ગુસ્સે ભરાયેલા સ્વામી" એવો થાય છે. રુદ્રનાથ ખાતે એક પથ્થરમાં ગુફા હતી, જેમાં ફેરફાર કરી બનાવેલું મંદિર આજે આપણે જોઈ શકીએ છે.

માર્ગદર્શન

[ફેરફાર કરો]

પંચ કેદાર યાત્રા દરમિયાન રુદ્રનાથ જવાના કેડી આરોહણ માર્ગને સૌથી અઘરો ગણવામાં આવે છે.[] સૌથી નજીક આવેલ હવાઈમથક (એરપોર્ટ) જોલી ગ્રાન્ટ, દહેરાદૂન (258 km or 160 mi) ખાતે છે. નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ (241 km or 150 mi) ખાતે છે. સૌથી નજીકનો સડક માર્ગ ગોપેશ્વર અથવા તેની નજીકના ગામો છે. સાગર ગામ [ગોપેશ્વરથી 5 km (3 mi) સુધી], જ્યાં રહેવા માટે હોટેલ રુદ્ર નામની સવલત પણ ઉપલબ્ધ છે, ત્યાંથી  20 km (12 mi) જેટલું પદયાત્રા કરી રુદ્રનાથ સુધી પહોંચી શકાય છે. આ માર્ગ  ઊંચા ઘાસના મેદાનો, ઓક અને ર્‌હોન્ડ્રોનનાં જંગલોમાંથી પસાર છે. આ પથ લપસણો છે.[]  રુદ્રનાથ જવા માટેના અન્ય માર્ગોમાં ગંગોલ્ગાંવ [ગોપેશ્વરથી 3 km (2 mi)] ખાતેથી 17 km (11 mi) જેટલા અંતરનો છે, જે જંગલ મારફતે પનાર અને નાઇલા વિસ્તારની ભરવાડ વસાહતોમાં થઈને જાય છે.[] અન્ય પદ‌આરોહણ માર્ગ મંડલ (ગોપેશ્વરથી 13 km or 8 mi) ગામ પાસેથી જાય છે, જે 6 km (4 mi) જેટલા અંતરે અન્સૂયા દેવી મંદિર લઈ જાય છે અને પછી વધારાના બીજા 20 km (12 mi) જેટલું ચાલીને રુદ્રનાથ જઈ શકાય છે. આ અનસૂયા દેવી મંદિર ખાતે દેવી અનસૂયા, કે જે યાત્રા કરતા ભક્તોને તકલીફમાં મદદ કરે છે એવી માન્યતા છે. અન્ય એક 45 km (28 mi) લંબાઈનો માર્ગ જોશીમઠ ખાતેથી વાયા હેલંગ થઈને ઉપલબ્ધ છે. (આ માર્ગને પણ કઠીન ગણવામાં આવે છે). આ ઉપરાંત પદ્‌આરોહણ માટે એક માર્ગ કલ્પેશ્વરથી રુદ્રનાથ જાય છે, જે ડુમક, કાલંગોટ, કિમાના અને પાલ્લા થઈને જાય છે. આ માર્ગ કલ્પેશ્વર જતા માર્ગને મળે ઉરગામ ગામથી થોડા અંતર આગળ મળે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Panch Kedar: Rudranath". Shri Badrinath -Shri Kedarnath Temple Committee. ૨૦૦૬. મેળવેલ ૧૬ જુલાઇ ૨૦૦૯.
  2. Harshwanti Bisht (૧૯૯૪). Tourism in Garhwal Himalaya. Indus Publishing. પૃષ્ઠ ૮૪–૮૬. ISBN 9788173870064. મેળવેલ ૫ જુલાઇ ૨૦૦૯.
  3. Jha, Makhan. India and Nepal. M.D. Publications Pvt. Ltd. પૃષ્ઠ ૧૪૩.
  4. "Panch Kedar – Rudranath". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૦૯.
  5. "Rudranath Temple". Part of "National portal of India" (Govt. of India). National Informatics Centre, District Uni Chamoli, Uttarakhand. મૂળ માંથી ૨૫ ડિસેમ્બર ૨૦૦૮ પર સંગ્રહિત. મેળવેલ 2009-07-15.
  6. Bansal, Sunita Pant. Hindu Pilgrimage. Pustak Mahal. પૃષ્ઠ 105.
  7. Bradnock, Roma (૨૦૦૦). Indian Himalaya handbook. Footprint Travel Guides. પૃષ્ઠ 114–5.
  8. Sharma, K P (૧૯૯૮). Garhwal & Kumaon. Cicerone Press Limited. પૃષ્ઠ 83.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]