વસંત (સામયિક)

વિકિપીડિયામાંથી
વસંત
મૃખપૃષ્ઠ, વર્ષ ૧, અંક ૨; ૧૯૦૨
સંપાદકો
વર્ગસાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, રાજનીતિ, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન
આવૃત્તિમાસિક
સ્થાપકઆનંદશંકર ધ્રુવ
સ્થાપના વર્ષ૧૯૦૨
પ્રથમ અંક૧૯૦૨
છેલ્લો અંક૧૯૩૯
દેશબ્રિટિશ રાજ, ભારત
ભાષાગુજરાતી

વસંત એક ગુજરાતી સામાયિક હતું જેની સ્થાપના અને સંપાદન આનંદશંકર ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સામાયિક ૧૯૦૨ થી ૧૯૩૯ સુધી પ્રગટ થયું. ગુજરાતી ગદ્ય લેખનના વિકાસમાં આ સામાયિકની મુખ્ય ભૂમિકા રહી. ગુજરાતી સાહિત્યિક સામયિકોની પરંપરામાં તેનું મહત્વનું સ્થાન હોવાનું મનાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આનંદશંકર ધ્રુવ, ગુજરાતી લેખક અને તત્તજ્ઞાની મણિલાલ દ્વિવેદીના નજીકના મિત્ર અને શિષ્ય હતા. તેઓ મણિલાલના સામયિક સુદર્શનમાં લેખો પણ પ્રકાશિત કરતા હતા. ૧૮૯૮ માં મણિલાલના મૃત્યુ પછી, આનંદશંકર ધ્રુવે લગભગ ચાર વર્ષ સુધી સુદર્શનનું સંપાદન સંભાળ્યું. ૧૯૦૨માં, જ્યારે તેમને લાગ્યું કે તેઓ મણિલાલની વિચારસરણી અને લક્ષ્યને આગળ લઈ જવામાં અને સુદર્શનના સાંપ્રદાયિક અભિગમનું પાલન કરવા માટે અસમર્થ છે ત્યારે, ધ્રુવે પોતાના માસિક વસંત શરૂ કરવાના ઉદ્દેશ્યથી સુદર્શનનું સંપાદન છોડી દીધું.[૧]

ધ્રુવે તેના પ્રથમ અંકમાં વસંતનું લક્ષ્ય આ મુજબ જણાવ્યું:

"આપણો છેલ્લાં પચાસ વર્ષોનો ઈતિહાસ અવલોકીશું તો જણાશે કે એ દરમિયાન આપણા આચારવિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારો થઈ ગયા છે. કેટલાક જૂના પ્રશ્નો આજે પતી ગયા છે અને કેટલાક નવીન પદ્ધતિએ ચર્ચાવા લાગ્યા છે. કેટલાક નવા ઉત્પન્ન થયા છે અને કેટલાક થવાની શરૂઆતમાં છે. આવી સ્થિતિમાં, સમયનું યોગ્ય પ્રતિબિંબ ઝીલે અને તેના જીવનવિકાસમાં કાંઈક પણ સહાયરૂપ થાય એવા એક માસિકની ગુજરાતને બહુ જરૂર છે. અને એ જરૂર થોડીઘણી પણ કંઈક સંતોષકારક રીતે પૂરી પાડી શકાય તો ઠીક, એ આ નવીન ઉપક્રમનો એક ઉદ્દેશ છે."

રમણભાઇ નીલકંઠે ૧૯૧૨ થી ૧૯૨૪ દરમિયાન સામયિકનું સંપાદન કર્યું, ધ્રુવએ ૧૯૨૫ થી ફરીથી સંપાદન કાર્ય શરૂ કર્યું. અનિયમિત પ્રકાશનને પગલે વસંત ૧૯૩૬ માં ત્રિમાસિક બન્યું. તે ૧૯૩૯ માં તેનું પ્ર્કાશન બંધ કરવામાં આવ્યું.[૨]:૫૧

વાંચન સામગ્રી[ફેરફાર કરો]

વસંતે પોતાના પ્રકાશનમાં વિવિધ વિષયોને આવરી લીધા હતા, જેમકે: ધર્મ, તત્ત્વજ્ઞાન, કવિતા, નીતિશાસ્ત્ર, રાજકારણ, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, સંશોધન, સાહિત્ય અને જીવનના વિવિધ પાસાં.[૨]:૫૨[૩] તેના પહેલા અંકથી, સામયિકે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્ર પર આધારિત "સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર" શીર્ષક હેઠળ ઉત્તમલાલ ત્રિવેદી દ્વારા લખાયેલા લેખોની શ્રેણી પ્રગટ કરી હતી. જાન્યુઆરી ૧૯૦૭ માં ગોવર્ધનરામ ત્રિપાઠીના અવસાન પછી, માર્ચ ૧૯૦૭ માં ધ્રુવે ત્રિપાઠીને સમર્પિત વસંતનો વિશેષ ગ્રંથ પ્રકાશિત થયો હતો.

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત', ન્હાનાલાલ, નારાયણ હેમચંદ્ર, રમણભાઈ નીલકંઠ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કૃષ્ણલાલ ઝવેરી, બળવંતરાય ઠાકોર અને નરસિંહરાવ દિવેટિયા આ સામાયિકમાં નિયમિત ફાળો આપનારા લેખકો હતા.[૨]:૫૩

પ્રતિભાવ[ફેરફાર કરો]

વસંતને ગુજરાતી સાહિત્યિક સામયિકોની પરંપરામાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, તેણે ગુજરાતી ગદ્ય લેખનના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mehta, Hasit, સંપાદક (May 2012). સાહિત્યિક સામયિકો : પરંપરા અને પ્રભાવ (1st આવૃત્તિ). Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 70–71. ISBN 978-93-82456-01-8. OCLC 824686453.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ વ્યાસ, કિશોર (૨૦૦૯). સાહિત્યિક પત્રકારત્વ (સંવિવાદના તેજવલયો) ૨૦મી સદી પૂર્વાર્ધના સાહિત્ય-સામયિકોનો અભ્યાસ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૩૦૮.
  3. પરીખ, રસિકલાલ સી.; Trivedi, Ratilal M.; Joshi, Umashankar, સંપાદકો (1946). Acharya Dhruva Smaraka Grantha. Ahmedabad: ગુજરાત વિદ્યા સભા. પૃષ્ઠ 10–11. OCLC 769701345.