લખાણ પર જાઓ

વસાવા બોલી

વિકિપીડિયામાંથી

વસાવા બોલીનો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા ભાષા તાપી નદી તેમ જ નર્મદા નદીના ખીણ પ્રદેશ તેમ જ તેની વચ્ચેના વિસ્તારમાં વસતા આદિવાસીઓ પૈકીના વસાવા જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા વસાવા લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લા અને સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તેમજ નેત્રંગ તાલુકામાં વધુ બોલાય છે. આ બોલીમાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.

ઉચ્ચારણ

[ફેરફાર કરો]

વસાવા બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે. સાંભળવામાં આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે. ઉપરાંત આજ ભાષા થાેડા થાેડા અંતરે અલગ રીતે બાેલાય છે. જેવી કે દેહવાલી (ખાનદેશી), આંબુડી, ખાટાલીયે, માવચી વગરે.

કેટલાક શબ્દો

[ફેરફાર કરો]
  • બા - પિતા
  • દીહુ - દીયર
  • યા - માતા
  • ડાયલો - જેઠ
  • દાદો - ભાઈ
  • નોંદહે - નંણદ
  • બોંઅહી - બહેન
  • પોજાહા - ભાભી
  • પોયરો - પુત્ર
  • પોયરી - પુત્રી
  • માટી / જમાહ - પતી
  • થૈ / નાડી - પત્ની
  • હાવળી - સાસુ
  • હારહો - સસરો
  • જીજી - માસી
  • હાલોસ - સાળો
  • આજલી - દાદી
  • આજલો - દાદા
  • પાવડીહુ - જીજાજી

વ્યાકરણ

[ફેરફાર કરો]

અન્ય ભાષાની જેમ વસાવા બોલીમાં પણ ત્રણ કાળનો (વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભુતકાળ) ઉપયોગ કરીને બોલી બોલાય છે.

દાત.

  • હું જાઉ છુ - આંઇ જાહું (વર્તમાન કાળ)
  • હું જઈશ - આંઇ જાહીં (ભવિષ્યકાળ)
  • હું ગયો હતો - આંઇ ગેઇલો (ભુતકાળ)

કર્તા - ક્રિયાપદ - કર્મ

[ફેરફાર કરો]
  • હું - આંઇ
  • તુ - તુ
  • તમે - તુ
  • અમે - આમાં
  • તે, તેણી - એલો, એલી
  • તેઓ - એપલા