લખાણ પર જાઓ

વારલી

વિકિપીડિયામાંથી
વારલી શૈલીનું એક ભીંતચિત્ર

વારલી મહારાષ્ટ્ર ‍(મોટાભાગે પાલઘર, નાસિક, ધુલે જિલ્લાઓમાં), ગુજરાત (વલસાડ, ડાંગ, નવસારી અને સુરત જિલ્લાઓમાં) અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશમાં વસવાટ કરતી એક આદિવાસી જાતિ છે.[][]

વારલી ચિત્રકળા એ વારલી આદિવાસીઓની વિશેષતા છે. આ લોકો પોતાની ખાસ માન્યતાઓ, સમજૂતી, જીવનપ્રથા અને પરંપરાઓ ધરાવે છે.

તેમની કુલ વસ્તી ૫,૬૭,૦૯૩ (૧૯૮૧) જેટલી હતી.

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

વારલી નામની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં એકમત નથી અને તેના સંબધિત ઘણી કથાઓ, કિવદંતીઓ અને દંતકથાઓ પ્રસ્તુત થયેલ છે. પ્રાચીન સાહિત્યમાં આ લોકોનો અલગ અલગ નામ દ્વારા ઉલ્લેખ મળે છે. કાત્યાયને પોતાની વાતમાં નિષાદ, વ્યાસ અને વરુડ એમ ત્રણ અનાર્યોનો ઉલ્લેખ કર્યો છે, તે પૈકી વરુડ વારલી હતો, એમ વિ.કા. રાજવાડે દ્વારા કહેવામાં આવેલ છે. 'વરુડ' શબ્દ પરથી વરુડાઈ-વારુલી-વારલી એમ તેમણે વ્યુત્પત્તિ આપેલ છે. ડૉ. વિલ્સનના મત અનુસાર દક્ષિણની સાત કોંકણા પૈકી વરલા (મરાઠી ભાષામાં વરલા એટલે ઊંચાઈ પર રહેતા) કોંકણી એટલે વારલી એમ વ્યુત્પત્તિ આપેલ શબ્દ છે. આર.ઈ. એન્થોવેન અને લાથેમ દ્વારા આ વારલી લોકો ભીલ લોકોની એક પેટા જાતિ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સંગ્રહ

[ફેરફાર કરો]
  • નવી દિલ્હી ખાતે આનંદગ્રામમાં વારલી સંસ્કૃતિનું સંગ્રહાલય છે. ત્યાં વારલી ચિત્રો જોવા મળે છે.
  • યશોધરા દાલમિયા રચિત પુસ્તકમાં વારલી ભીંતચિત્રોની પ્રતિકૃતિ છે. આ પુસ્તકમાં મૂળ ચિત્રો ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષ પહેલાંના હોવાનું માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં ભીમ બેટકાની ગુફાઓમાં ખડકો પરનાં ચિત્રો ૫૦૦ થી ૧૦૦૦૦ વર્ષ પૂર્વેના સમયગાળા દરમિયાનના હોવાનું મનાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]