વારલી ચિત્રકળા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
થાણા જિલ્લાના જીવ્યા સોમા દ્વારા બનાવવામાં આવેલ વારલી ચિત્ર
સંસ્કૃતિ કેન્દ્ર, આનંદગ્રામ, નવી દિલ્હી ખાતે એક વારલી ચિત્ર

વારલી ચિત્રકળાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. આ અદ્‌ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું જાણવા મળે છે.[૧][૨] આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો પણ જોવા મળે છે.[૩]

ધ પેઈન્ટેડ વર્લ્ડ ઓફ ધ વારલીઝ (The Painted World of the Warlis) નામના યશોધરા દાલમિયાં એ લખેલ પુસ્તકમાં જણાવે છે કે આ ચિત્રકળાની પરંપરા ઈ.પૂ. ૨૫૦૦-૩૦૦૦ના સમયકાળની છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.sandesh.com/article.aspx?newsid=3047738 સંદેશ સમાચારપત્રનો લેખ
  2. "વારલી ચિત્રકાળને સતાવી રહ્યો છે ભૂંસાઈ જવાનો ભય". દિવ્ય ભાસ્કર. ૩૦ જાન્યુઆરી ૨૦૧૩. Retrieved ૧૯ મે ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. Threads Together: A Comparative Study of Tribal and Pre-historic Rock Paintings. Delhi: Discovery Publishing House. ૨૦૦૩. pp. ૧૩-૧૫. ISBN 81-7141-644-6. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]