વેલેન્ટાઇન્સ ડે
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Valentine's Day | |
---|---|
1883 advertisement for a greeting card company featuring several cherubs. | |
બીજું નામ | St. Valentine's Day |
ઉજવવામાં આવે છે | Christian and Christian-influenced cultures |
પ્રકાર | Christian, cultural, multinational |
મહત્વ | Lovers express their feelings to each other |
ધાર્મિક ઉજવણીઓ | Sending greeting cards and gifts, dating. |
તારીખ | February 14 |
ઢાંચો:Delayednotice વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે એ રજાનો દિવસ છે જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્ઝ, ફૂલો અર્પણ કરીને તેમજ મીઠાઇની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પૂર્વ ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા અનેક પૈકી બે વ્યક્તિના નામ ઉપરથી આ રજાનું નામ વેલેન્ટાઇન રાખવામાં આવ્યું છે. સાહિત્યકાર જ્યોફ્રી ચોસરનાં વર્તુળમાં આ દિનને લાગણીસભર પ્રેમ સાથે સાંકળવામાં આવ્યો. આ યુગ ઉચ્ચ મધ્યમ યુગ હતો કે જે દિવસોમાં રૂમાની પ્રેમની પરંપરા ખૂબ જ પાંગરી હતી. આ દિવસ પ્રેમિઓનો ખુબ જ ખુશી નો દિવસ હોય છે
આ દિવસને "વેલેન્ટાઇન્સ"ના રૂપે અન્યોન્ય આદાનપ્રદાન કરવામાં આવતાં પ્રેમપત્રો સાથે ખૂબ જ નજીકથી સંલગ્ન કરવામાં આવ્યો છે. વેલેન્ટાઇનનાં આધુનિક પ્રતીકોમાં હ્રદય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા રોમન કામદેવના ચિત્રનો સમાવેશ થાય છે. 19મી સદીમાં હાથેથી લખેલા પત્રોને બદલે જંગી માત્રામાં ઉત્પાદિત થતાં શુભેચ્છા કાર્ડ્ઝનું ચલણ વધ્યું.[૧] 19મી સદીના ગ્રેટ બ્રિટનમાં પ્રેમપત્રો કે વેલેન્ટાઇન મોકલવા તે એક પ્રચલિત રિવાજ કે ફેશન બની ગયો હતો અને વર્ષ 1847માં એસ્થર હાઉલેન્ડે તેના વોર્સેસ્ટર મેસાકુસેટ ખાતે આવેલાં ઘરમાંથી બ્રિટિશ સંસ્કૃતિને આધારિત હાથેથી બનાવેલા વેલેન્ટાઇન કાર્ડ્ઝનો સફળ વ્યવસાય શરૂ કર્યો. 19મી સદીના અમેરિકામાં વેલેન્ટાઇનની શુભેચ્છા સાથેના કાર્ડ્ઝની ખ્યાતિ એવી રીતે વધી કે હવે મોટા ભાગના વેલેન્ટાઇનનું શુભેચ્છા આપતાં કાર્ડ્ઝ હાલમાં સામાન્ય કાર્ડ્ઝનાં સ્વરૂપે જોવા મળે છે નહીં કે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે. આ બાબત એ વાતની સૂચક હતી કે ભવિષ્યમાં અમેરિકી ગણરાજ્યો ખાતે આ રજાનું વ્યાવસાયીકરણ થશે.[૨] તેને હોલમાર્ક હોલિડેઝ (વ્યવસાયિક હેતુની રજા) તરીકે ગણવામાં આવે છે.
યુએસના ગ્રિટિંગ કાર્ડ્ઝ અસોસિએશનના અંદાજ અનુસાર વિશ્વભરમાં આશરે 1 અબજ પ્રેમીઓ પોતાના પ્રેમની લાગણી આ દિવસે વેલેન્ટાઇન કાર્ડ્ઝ મારફતે વ્યક્ત કરે છે. જેના કારણે નાતાલ (ક્રિસમસ) બાદ વેલેન્ટાઇન ડે વર્ષનો એવો બીજો દિવસ બને છે કે જે રજાના દિવસે સૌથી વધુ કાર્ડ્ઝ વેચાય છે. અસોસિએશનનો અંદાજ છે કે યુએસમાં મહિલાઓ કરતાં પુરુષો નાણાનો સરેરાશ બમણો ખર્ચ કરે છે.[૩]
સંત વેલેન્ટાઇન
[ફેરફાર કરો]પૂર્વ ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલાં અસંખ્ય લોકોને વેલેન્ટાઇન નામ આપવામાં આવ્યું છે.[૪] તારીખ 14મી ફેબ્રુઆરીના દિવસે રોમના વેલેન્ટાઇન વેલેન્ટિનસ પ્રેસ્બ. એમ. ને વેલેન્ટાઇન્સનું બિરુદ આપવામાં આવ્યું હતું. રોમે ) અને ટેર્મિના વેલેન્ટાઇન વેલેન્ટિનસ ઇપી. ને પણ આ બિરુદ કે ખિતાબ આપવામાં આવ્યો હતો. ઇન્ટ્રેમ્નેસિસ એમ. રોમે' [8] રોમનો વેલન્ટાઇન[૫] રોમનો પાદરી હતો. ઇસવિસન 269માં તેણે શહાદત વહોરી હતી અને તેને વાયા ફ્લેમિનિયામાં દફનાવવામાં આવ્યો હતો. તેના અવશેષો રોમના ચર્ચ ઓફ સેઇન્ટ પ્રેક્સ્ડ[૬] અને આયર્લેન્ડના ડબ્લિન ખાતે આવેલાં વ્હાઇટફ્રિયર સ્ટ્રીટ કાર્મેલાઇટ ચર્ચ ખાતે રાખવામાં આવ્યા છે.
[૭]ટર્નિનો વેલેન્ટિનો ઇ. સ. 197માં (આધુનિક ટેર્નિ)ના ઇન્ટેરેમ્નાનો ધર્માધ્યક્ષ (બિશપ) બન્યો હતો. માનવામાં આવે છે કે શાસક ઓરેલિયનના દમન અને અત્યાચારમાં તે માર્યો ગયો હતો. તેને પણ વાયા ફ્લેમિનિયામાં દફનાવવામાં આવ્યો છે પરંતુ જ્યાં રોમના વેલેન્ટાઇનને દફનાવવામાં આવ્યો છે તેના કરતાં જુદા સ્થળે. તેના અવશેષો ટેર્નિના બેસિલિકા ઓફ સેઇન્ટ વેલેન્ટાઇન ખાતે તેમજ બેસિલિકા દિ સાન વેલેન્ટિનો ખાતે રાખવામાં આવ્યા છે.[૮]
કેથલિક વિશ્વકોશ માં ત્રીજા એક સંતને પણ વેલેન્ટાઇન નામ આપવામાં આવ્યું છે. જૂનાં શહાદતનામામાં તેનું મૃત્યુ તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ થયું હોવાનો ઉલ્લેખ છે. તે તેના ઘણા બધા સાથીદારો સાથે આફ્રિકામાં શહીદ થયો હતો. પરંતુ તેના વિશે બીજી કોઇ જ વધારે જાણકારી મેળવી શકાઇ નથી.[૯]
મધ્યયુગના શરૂઆતના તબક્કામાં થયેલા આ તમામ શહીદોના જીવનચરિત્ર સાથે મૂળ રીતે કોઇ જ પ્રકારનું પ્રેમનું તત્વ જોડાયેલું નથી. 14મી સદીમાં જ્યારે સંત વેલેન્ટાઇનને પ્રેમ સાથે સાંકળવાની શરૂઆત કરવામાં આવી ત્યારે રોમના વેલેન્ટાઇન અને ટેર્નિના વેલેન્ટાઇન વચ્ચેનો ભેદ તદ્દન ખોવાઇ ગયો હતો.[૧૦]
ઇ. સ. 1969માં જ્યારે સંતોનું રોમન કેથલિક કેલેન્ડર (કેલેન્ડર) સુધારવામાં આવ્યું ત્યારે સંત વેલેન્ટાઇનની રજાનો દિવસ તારીખ 14મી ફેબ્રુઆરી સામાન્ય રોમન કેલેન્ડરમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યો અને નીચે જણાવેલાં કારણોસર તેને સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાનાં કેલેન્ડરોમાં પણ તેને નીચલી પાયરી ઉપર ઉતારવામાં આવ્યો કે "સંત વેલેન્ટાઇનનું સ્મરણ પ્રાચીન હોવા છતાં પણ આ બાબત જે - તે કેલેન્ડર ઉપર છોડવામાં આવે છે કે તેમના નામ સંત વેલેન્ટાઇન સિવાય તેમના વિશે કોઇ જ પ્રકારની માહિતી મળતી નથી સિવાય કે તેમને તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વાયા ફ્લેમિનિયા ખાતે દફનાવવામાં આવ્યા હતા."[૧૧] બાલ્ઝાન અને માલ્ટા જેવાં સ્થળો કે જ્યાં સંતના અવશેષો મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેવાં સ્થળોએ આ ઉજાણીનો દિવસ હજી પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વભરમાં ફેલાયેલા પરંપરાગત કેથોલિક્સ ખ્રિસ્તીઓ કે જેઓ વેટિકન 2 પહેલાંનું જૂનું કેલેન્ડર અનુસરે છે, તેઓ પણ આ દિવસની ઉજવણી કરે છે.
શરૂઆતની મધ્યકાલિન ઐતિહાસિક માહિતી માં સંત વેલેન્ટાઇનનો ઉલ્લેખ બેડે દ્વારા તેમજ લેજેન્ડા ઓરિયા માં ટૂંકાણમાં રજૂ કરવામાં આવ્યો છે.[૧૨] આ ગ્રંથોમાં આપેલી માહિતી અનુસાર સંત વેલેન્ટાઇન ઉપર ખ્રિસ્તી હોવાને કારણે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને રોમન શાસક ક્લાઉડિયસ બીજા દ્વારા વ્યક્તિગત રીતે તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ક્લાઉડિયસ વેલેન્ટાઇનથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે તેની સાથે ચર્ચા કરી હતી. તેણે વેલેન્ટાઇનને તેની જિંદગી બચાવવા માટે રોમન મૂર્તિપૂજક તરીકે ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. વેલેન્ટાઇને આ બાબત સ્વીકારી નહોતી તેનાથી વિપરીત તેણે ક્લાઉડિયસને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવવાના પ્રયાસો કર્યા હતા. આના કારણે તેને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. મૃત્યુદંડ આપતાં પહેલાં તેને ક્લાઉડિયસના જેલરની અંધ દીકરીને ચમત્કાર કરીને દેખતી કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું.
લેજન્ડા ઓરિયા માં વેલેન્ટાઇનનું ચિત્રાંકન કરવા માટે નવા જમાનામાં લાગણીશીલ પ્રેમ કે યોગ્ય પ્રેમને શા માટે વણી લેવામાં આવ્યો છે તે અંગેની કોઇ જ કડીઓ દર્શાવવામાં આવી નથી. વેલેન્ટાઇન એક એવો પાદરી હતો કે જેણે રોમન શાસક ક્લાઉડિયસ બીજા દ્વારા બનાવવામાં આવેલા કથિત કાયદાનો વિરોધ કર્યો હતો કે યુવાન પુરુષોએ કુંવારા રહેવું જોઇએ. શાસકે આ નિયમ પોતાનાં સૈન્યમાં વધારો કરવા માટે બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. તે માનતો હતો કે પરિણીત પુરુષો સારા સૈનિકો બની શકતા નથી. જોકે સંત વેલેન્ટાઇન ગુપ્ત રીતે યુવાન પુરુષોનાં લગ્ન કરાવી આપતાં હતા. જ્યારે ક્લાઉડિયસને આ બાબતની જાણ થઇ ત્યારે તેણે વેલેન્ટાઇનની ધરપકડ કરીને તેમને જેલમાં પૂરી દીધા. અમેરિકન ગ્રીટિંગ્સ આઇએનસી દ્વારા પ્રાપ્ત History.com નામની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આ ધ ગોલ્ડન લિજન્ડ ને વધુ સુશોભિત કરવા માટે એક બાબત વારે વારે જણાવવામાં આવી છે કે જ્યારે સંત વેલેન્ટાઇનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી તેની આગલી પૂર્વ સંધ્યાએ તેમણે સૌથી પહેલું વેલેન્ટાઇન તેમને પોતાને લખ્યું હતું જેમાં સંબોધન તરીકે એક યુવતીનું નામ હતું ઘણા લોકોના મતાનુસાર તે તેમની પ્રેયસી હતી,[૧૩] તે જેલરની પુત્રી હતી કે જે તેની મિત્ર હતી અને તેણે તેને દેખતી કરી હતી,[૧૪] અથવા તો મિત્ર અને પ્રેયસી બંને હતી. આ પત્રમાં નીચે લખવામાં આવ્યું હતું "તારા વેલેન્ટાઇન તરફથી."[૧૩]
પ્રમાણિત પરંપરાઓ
[ફેરફાર કરો]લૂપરકેલિઆ (રોમન દેવતા લૂપરકલનું પર્વ)
[ફેરફાર કરો]આધુનિક સૂત્રો અચોક્કસભરી રીતે ગ્રીક-રોમન ફેબ્રુઆરીની રજાઓને કથિત પ્રજનનક્ષમતા અને પ્રેમના અર્પણ માટે માટે સંત વેલેન્ટાઇન ડેને સાંકળતા હોય પરંતુ યુનિવર્સિટી ઓફ કાન્સાસના પ્રોફેસર જેક ઓરુકે [૧૫]દલીલ કરી હતી કે જ્યોફ્રી ચોસર પહેલાં વેલેન્ટિનસ નામનાં સંતો અને પ્રેમને સાંકળતી કોઇ જ કડીઓ અસ્તિત્વમાં નહોતી. પૌરાણિક એથેનિયન કેલેન્ડરમાં જાન્યુઆરીના મધ્ય ભાગથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધીનો સમયગાળો ગેમેલિયન માસ તરીકે ઓળખવામાં આવે છે. જે ઝિયસ અને હેરાના પરમપાવન લગ્નને સમર્પિત છે.
પૌરાણિક રોમમાં લૂપરકેલિઆ તારીખ 13મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવતું હતું, જે પ્રજનનક્ષમતા સાથે સંલગ્ન ધાર્મિક વીધિ હતી. લૂપરકેલિઆ રોમ શહેરનો સ્થાનિક તહેવાર હતો. તેનાથી પણ સામાન્ય જૂનો ફેબ્રુઆનો સામાન્ય તહેવાર જેનો મતલબ થાય છે "અનિષ્ટ તત્વોને દૂર કરનાર જૂનો" (રોમન દેવ જ્યુપિટરની પત્ની) અથવા તો "ચારીત્ર્યશીલ જૂનો" આ તહેવારની ઉજવણી તારીખ 13મી અને 14મી ફેબ્રુઆરીના કરવામાં આવે છે. પોપ ગેલાસિયસે (492-496) લુપરકલના પર્વને રદ કર્યું હતું.
આ એક સર્વસામાન્ય અભિપ્રાય હતો કે ખ્રિસ્તી દેવળોએ વેલેન્ટાઇનનો તહેવાર એટલા માટે ફેબ્રુઆરી માસની મધ્યમાં ઉજવવાનું નક્કી કર્યું હશે કે પૌરાણિક લુપર કલ પર્વની ઉજવણી ખ્રિસ્તી ધર્મની રીતે કરવામાં આવે અને સ્મારક સંબંધી કે યાદગીરી સંબંધી આ ઉત્સવ ઇ. સ. 496માં પોપ ગેલિસિયસ એલ. દ્વારા શરૂ કરવામાં આવ્યો. એવી વ્યક્તિના નામો કે જેમને ઊંડાણપૂર્વક આદર આપીને યાદ કરવા જોઇએ અને જેમના કર્મો ઇશ્વર જેવા મહાન હોય છે. આ લોકોની યાદીમાં સંત વેલેન્ટાઇનનું નામ આ શોભાસ્પદ દિન સાથે જોડવામાં આવ્યું. વિલિયમ એમ. ગ્રીને વૈકલ્પિક રીતે એવી દલીલ કરી હતી કે કેથલિક દેવળો લુપર કલનાં તેમનાં મૂળને સંપૂર્ણપણે રદ ન કરી શક્યા તેથી તેમણે વર્જિન મેરીને સન્માન આપવા માટે એક દિવસ અલાયદો ફાળવ્યો.[૧૬]
ચોસરનાં પ્રેમી પંખીડાંઓ
[ફેરફાર કરો]જ્યારે કેટલાક લોકોએ એવો દાવો કર્યો હતો કે વેલેન્ટાઇન ડેનો પ્રેમ સાથે સંબંધ હોય તેવી પ્રથમ નોંધાયેલી કડીઓ જ્યોફ્રી ચોસર[૧૭] નામના સાહિત્યકારની પાર્લિમેન્ટ ઓફ ફાઉલ્સ (1382) નામની કૃતિમાં જોવા મળી હતી. જેના કારણે ખોટું અર્થઘટન થયું હોવું જોઇએ. ચોસરે લખ્યું હતું:
સંત વેલેન્ટાઇન દિન નિમિત્તે
કે જ્યારે દરેક પક્ષીઓ તેમના સાથીદારની શોધ માટે આવે છે.
આ કવિતા ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ બીજાની એન્ને ઓફ બોહેમિયા સાથે થયેલી સગાઇની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે લખવામાં આવી હતી.[૧૮] લગ્ન અંગેના કરાર ઉપર તારીખ 2જી મે 1381ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.[૧૯] જ્યારે 8 માસ બાદ તેમનાં લગ્ન થયાં ત્યારે તે (રિચાર્ડ) 13 કે 14 વર્ષનો હતો અને તેણીની (એન્ને) 14 વર્ષની હતી.
વાચકો કોઇ જ જાતની ટીકા વિના માને છે કે ચોસરે 14મી ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે વર્ણવ્યો છે. જોકે ઇંગ્લેન્ડમાં ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં પક્ષીઓ માટે પ્રજનન શક્ય નથી. હેનરી એન્સગાર કેલીએ નોંધ્યું હતું[૨૦] કે ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે તારીખ 2જી મે જીનોઆના વેલેન્ટાઇનનો સંત દિન છે. ઇ. સ. 307ની આસપાસ મૃત્યુ પામેલા સંત વેલેન્ટાઇન જીનોઆના પૂર્વકાલિન ધર્માધ્યક્ષ હતા.[૨૧]
ચોસરની પાર્લિયામેન્ટ ઓફ ફાઉલ્સ નામની કૃતિ જૂની પ્રણાલિકાના કાલ્પનિક સંદર્ભને આધારે લખવામાં આવી હતી પરંતુ હકીકતમાં ચોસર પહેલા આ પ્રકારની કોઇ જ પ્રણાલિકા નહોતી. લાગણીસભર રિવાજોના અનુમાનિત વર્ણનોને ઐતિહાસિક હકીકતોની માફક બેસાડી દેવામાં આવ્યા છે કે જેમનાં મૂળ અઢારમી સદીના પ્રાચીન ગ્રંથોમાં હતાં. બટલર્સ લાઇવ્સ ઓફ સેઇન્ટ્સ નામનાં પુસ્તકના લેખક આલ્બાન બટલરે આ બાબત નામાંકિત કરી છે તેમજ તેને શાશ્વત બનાવી છે. આધુનિક આદરણીય વિદ્વાનો દ્વારા પણ તેને શાશ્વત બનાવવામાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વેલેન્ટાઇન ડેના રિવાજનો વિચાર રોમન દેવ લુપરકલના પર્વની ઉજવણીમાંથી જન્મ્યો છે તે બાબત કોઇપણ જાતની ટિપ્પણી વિના સ્વીકારવામાં આવી છે તેમજ આ પર્વની ઉજવણી અત્યાર સુધી વારંવાર અનેક સ્વરૂપે થતી આવી છે.[૨૨]
મધ્યકાલિન યુગ અને પૌરાણિક અંગ્રેજી સાહિત્ય (ઇંગ્લિશ રિનેસન્સ)
[ફેરફાર કરો]ઇ. સ. 1400ની સાલમાં પેરિસ ખાતે વેલેન્ટાઇન ડેને મધ્યયુગીન પ્રેમની પરંપરા (કોર્ટલી લવ) માટે કાયદાકીય ભાષાનો પ્રયોગ શરૂ થયો અને "પ્રેમની ઉચ્ચ અદાલત" શરૂ કરવામાં આવી. અદાલત સ્ત્રીઓ સામે પ્રેમના કરારો, દગાઓ અને હિંસા અંગેની બાબતો સામે પગલાં ભરતી. અદાલતના ન્યાયધિશોની પસંદગી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હતી. તેઓ કવિતાનાં વાંચનને આધારે ન્યાયધિશોની પસંદગી કરતી હતી.[૨૩][૨૪] હાલમાં હયાત હોય તેવું પૌરાણિક વેલેન્ટાઇન 15મી સદીનું રોન્ડો (એક પ્રકારનું કાવ્ય કે જેમાં શરૂઆતના શબ્દો ધ્રુવપદ તરીકે આવે છે.) છે જે ઓરલિન્સ નામના નાનકડા રાજ્યના રાજવી ચાર્લ્સ દ્વારા તેની પ્રિયતમા પત્ની માટે લખવામાં આવ્યું હતું, તે શરૂ થયું હતું.
Je suis desja d'amour tanné
Ma tres doulce Valentinée…— Charles d'Orléans, Rondeau VI, lines 1–2 [૨૫]
એવા સમયમાં કે જ્યારે ઇ. સ. 1415માં એજિનકોર્ટના યુદ્ધમાં તેની ધરપકડ બાદ તેનું રાજ્ય ટાવર ઓફ લંડનના કબજામાં આવી ગયું હતું.[૨૬]
ઇ. સ. 1600થી 1601 દરમિયાન હેમ્લેટ માં તેનાં પાત્ર ઓફિલિયા દ્વારા વેલેન્ટાઇન ડેનો ઉલ્લેખ શોકાતુર રીતે કરવામાં આવ્યો છે.
To-morrow is Saint Valentine's day,
All in the morning betime,
And I a maid at your window,
To be your Valentine.
Then up he rose, and donn'd his clothes,
And dupp'd the chamber-door;
Let in the maid, that out a maid
Never departed more.— William Shakespeare, Hamlet, Act IV, Scene 5
આધુનિક યુગ
[ફેરફાર કરો]વર્ષ 1797માં એક બ્રિટિશ પ્રકાશકે ધ યંગ મેન્સ વેલેન્ટાઇન રાઇટર (યુવા પુરુષોના વેલેન્ટાઇન લેખક) નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં જે યુવા પ્રેમીઓ પોતે કવિતાઓ લખવાને સક્ષમ ન હોય તેમના માટે લાગણીસભર પ્રેમનો ઉલ્લેખ કરવા માટેની કવિતાઓ છાપવામાં આવી હતી. મુદ્રકોએ મર્યાદિત સંખ્યામાં કવિતાઓ લખેલી તેમજ ચિત્રો દોરેલી પત્રિકાઓ છાપવાની શરૂઆત કરી દીધી હતી જેને યાંત્રિક વેલેન્ટાઇનના નામે ઓળખવામાં આવતાં. વેલેન્ટાઇન્સ મોકલવાની સરળતાને કારણે આગામી સદીમાં સાદી ટપાલ મારફતે પ્રેમપત્રો લખવાના દરમાં ઘટાડો નોંધાવા લાગ્યો. જેનું પરિણામ એ આવ્યું કે નામનો ઉલ્લેખ કર્યા વિના વેલેન્ટાઇન પત્રિકાઓની આપ-લે શક્ય બની. આ એક એવા કારણ તરીકે માનવામાં આવે છે કે આ સમય દરમિયાન અતિ સુશીલ કે સુષ્ટુ વિક્ટોરિયન કવિતાઓને બદલે એકાએક જ ઊર્મિકાવ્યો લખવાની શરૂઆત થઇ હતી.[૨૭]
ઇ. સ. 1800 દરિમયાન ઇંગ્લેન્ડમાં કાગળ ઉપર લખાયેલું વેલેન્ટાઇન સાહિત્ય ખૂબ જ પ્રખ્યાત બન્યું. વેલેન્ટાઇન્સનું ઉત્પાદન હવે કારખાનાંમાં શરૂ થવા માંડ્યું. ઇ. સ. 1800ના મધ્યભાગથી કાગળની દોરીઓ અસ્તિત્વમાં આવી તે પૂર્વે સુશોભિત વેલેન્ટાઇન્સ બનાવવા માટે સાચી દોરીઓ અને રિબિનનો ઉપયોગ કરવામાં આવતો હતો.[૨૮] . ઇ. સ. 1840માં વેલેન્ટાઇન ડેની પુનઃ શોધ લેઇ એરિક શ્મિદ દ્વારા હાથ ધરવામાં આવી.[૨૯] એક લેખક તરીકે ઇ. સ. 1849માં ગ્રેહામ્સ અમેરિકન મન્થ્લી માં તેમણે નોંધ્યું હતું કે "સંત વેલેન્ટાઇન ડે...તે બની રહ્યો છે. કદાચ તે રાષ્ટ્રીય રજાનો તહેવાર બની ગયો છે."[૩૦] ઇ. સ. 1847માં અમેરિકી ગણરાજ્યોખાતે વોરસેસ્ટર માસાશુસેટની એસ્થર હોલેન્ડ (1828-1904) દ્વારા ઉપસાવેલી કાગળની દોરીઓ વાળી વેલેન્ટાઇન પત્રિકાનું પ્રથમ વખજ જંગી માત્રામાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેણીના પિતા પુસ્તકો તેમજ લેખન સાહિત્ય સામગ્રીની વિશાળ દુકાન ચલાવતા હતા. પરંતુ હોલેન્ડને આ વિચાર તેને ઇંગ્લેન્ડમાંથી કોઇના દ્વારા મોકલવામાં આવેલી વેલેન્ટાઇન્સ પત્રિકા ઉપરથી આવ્યો હતો. આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે ઉત્તર અમેરિકામાં પ્રખ્યાત થયા પહેલાં ઇંગ્લેન્ડમાં વેલેન્ટાઇન્સ પત્રિકાઓનું આદાન પ્રદાન પ્રખ્યાત થઇ ચૂક્યું હતું. અંગ્રેજો દ્વારા વેલેન્ટાઇન પત્રિકા મોકલવાની પ્રથા એલિઝાબેથ ગાસ્કેલનાં પુસ્તક મિ. હેરિસન્સ કન્ફેશન્સ (1851માં પ્રકાશિત)માં જોવા મળે છે. વર્ષ 2001થી ગ્રીટિંગ કાર્ડ અસોસિએશન દ્વારા દર વર્ષે શુભેચ્છા પત્રિકાની કલ્પના શક્તિ માટે "એસ્થર હોલેન્ડ એવોર્ડ ફોર અ ગ્રીટિંગ કાર્ડ વિઝનરી" પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. યુએસના ગ્રીટિંગ કાર્ડ અસોસિએશનનો અંદાજ છે કે દર વર્ષે વિશ્વભરનાં એક અબજ લોકો વેલેન્ટાઇન દિન નિમિત્તે શુભેચ્છા પત્રિકાઓની આપ-લે કરે છે જેના કારણે તે નાતાલ બાદનો કાર્ડનું સૌથી વધારે વેચાણ ધરાવનારો બીજા ક્રમનો રજાનો દિવસ બને છે. અસોસિએશનનો અંદાજ છે કે યુએસમાં સ્ત્રીઓ કરતાં પુરુષો સરેરાશ બમણાં નાણાંનો ખર્ચ કરે છે.[૩]
19મી સદીથી હસ્તલિખિત પત્રોએ શુભેચ્છા પત્રીકાઓનું જંગી જથ્થામાં ઉત્પાદન કરવાનો માર્ગ બનાવી આપ્યો.[૧] 19મી સદીના મધ્ય ભાગમાં વેલેન્ટાઇન ડેનો વેપારે અમેરિકી ગણરાજ્યોને પણ વ્યાપારીકરણના પથ ઉપર ચાલવાનો સંકેત આપ્યો.[૨]
વીસમી સદીના બીજા ભાગમાં અમેરિકી ગણરાજ્યો ખાતે શુભેચ્છા પત્રિકાઓનાં આદાન-પ્રદાનની પ્રથા ભેટ-સોગાદો આપવામાં પરિણમી સામાન્યતઃ પુરુષો દ્વારા સ્ત્રીઓને ભેટ આપવામાં આવતી હતી. આ પ્રકારની ભેટોમાં સામાન્યતઃ ગુલાબ અને ચોકલેટનો સમાવેશ થતો હતો, જેને લાલ રંગના રેશમી કાપડથી મઢેલાં હ્રદય આકારનાં ખોખાંમાં વીંટીને આપવામાં આવતી હતી. 1980ના દાયકામાં હીરા ઉદ્યોગે વેલેન્ટાઇન ડેને ઘરેણાંનું પ્રદાન કરવાના અવસર તરીકે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. આ દિવસને માત્ર સામાન્ય શાબ્દિક શુભેચ્છા આપતા શબ્દો "હેપ્પી વેલેન્ટાઇન્સ ડે" સાથે સાંકળવામાં આવ્યો. મજાકમાં વેલેન્ટાઇન ડેને "કુંવારાઓ માટેનો જાગરૂકતા દિન" પણ કહેવામાં આવે છે. કેટલીક ઉત્તર અમેરિકી પ્રાથમિક શાળાઓમાં બાળકો વર્ગખંડો શણગારે છે, શુભેચ્છા પત્રિકાઓની આપ-લે કરે છે અને મીઠાઇઓ ખાય છે. ઘણી વખત આ શુભેચ્છા પત્રિકાઓમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે કે તેઓ એકબીજાના સંબંધોનું મૂલ્ય કેટલું વધારે આંકે છે.
સહસ્ત્રાબ્દી બદલાતાની સાથે પ્રખ્યાત થયેલાં ઇન્ટરનેટના માધ્યમના ઉદયને કારણે નવી પરંપરાઓનું સર્જન થયું. દર વર્ષે કરોડો લોકો વેલેન્ટાઇન ડે નિમિત્તેની શુભેચ્છા પત્રિકાઓ ડિજિટલ સ્વરૂપમાં બનાવે છે અને મોકલે છે. જેમ કે ઇ-કાર્ડ્ઝ, પ્રેમ પત્રો અને છાપી શકાય તેવી શુભેચ્છા પત્રિકાઓ.
જૂની અને પૌરાણિક વેલેન્ટાઇન પત્રિકાઓ, 1850-1950
[ફેરફાર કરો]19મી સદીના મધ્યભાગની અને 20મી સદીની શરૂઆતની વેલેન્ટાઇન પત્રિકાઓ
[ફેરફાર કરો]-
એસ્થર હોલેન્ડ દ્વારા બનાવવામાં આવેલી વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા, અંદાજે 1850: "લગ્ન (ની મોસમ) પૂરી થવા આવી તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં"
-
હસ્તલિખિત કવિતા "પ્રતિ સુસાના" તારીખ વેલેન્ટાઇન ડે, 1850 (કોર્ક, આયર્લેન્ડ)
-
19મી સદીના મધ્યભાગની રમૂજી વેલેન્ટાઇન પત્રિકા: "આરે એવા દંડા માટે ઉમેદવારી નોંધાવી છે કે જે તેને સારું કામ આપી શકે એક દિવસ તેને તમારી પીઠનો ઉપયોગ કરવાની ફરજ પડશે."
-
વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા 1862: "મારી વ્હાલી પ્રેમિકા હું તને ચુંબન મોકલું છું"
-
લોકકળા દ્વારા સુશોભિત વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા વર્ષ 1875 મેળવનાર વ્યક્તિ પ્રતિ કાર્લા ડુન ન્યૂ ફિલ્ડ, ન્યૂ જર્સી
-
વ્હિટની વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા 1887: હાઉલેન્ડે વર્ષ 1881માં તેની ન્યૂ ઇંગ્લેન્ડ વેલેન્ટાઇન કંપની જ્યોર્જ સી. વ્હિટનીને વેચી દીધી હતી.
-
સિસ્કેપ વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા, તારીખનો અંદાજ નથી.
-
વિનેગાર વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા આશરે 1900
પોસ્ટકાર્ડ્ઝ, પોપ-અપ્સ અને યાંત્રિક વેલેન્ટાઇન પત્રિકા અંદાજે વર્ષ 1900-1930
[ફેરફાર કરો]-
રિચાર્ડ ફેલ્ટન આઉટકોલ્ટ દ્વારા 20મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં બનાવવામાં આવેલું બસ્ટર બ્રાઉન વેલેન્ટાઇન પોસ્ટકાર્ડ
-
નિસ્ટર દ્વારા બનાવવામાં આવેલું પોસ્ટકાર્ડ આશરે 1906
-
વેલેન્ટાઇન પોસ્ટકાર્ડ અંદાજે 1900થી 1910
-
નાની 2 ઇંચની પોપ-અપ વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા અંદાજે 1920
-
ફૂટબોલ રમી રહેલો ડિઝની જેવો દેખાતો ઉંદરડો અને બુલડોગ જાતિના કૂતરાને જમણી બાજુએ મૂકેલા પુલ ટેબ મારફતે ગતિ આપવામાં આવી છે, અંદાજે 1920
-
પત્રિકાની મધ્યમાં વીજપ્રતિરોધક સળિયો રાખવામાં આવ્યો છે જેના કારણે કૂતરાની આંખની કીકીઓ બંને દિશામાં હલન-ચલન કરી શકે છે. અને તેણે પહેરેલી વાદળી રંગની બો ટાઇ પણ હાલક ડોલક થાય છે.
-
ઝૂમી રહેલો ઘોડો અને તેનો અસવાર અંદાજે 1920-1930
બ્લેક અમેરિકાના અને બાળકોની વેલેન્ટાઇન પત્રિકાઓ
[ફેરફાર કરો]-
થોડા પ્રશ્નાર્થો સૂચિત બાળકો માટેની શુભેચ્છા પત્રિકા. 1940-1950
પ્રેમની અભિવ્યક્તિ કરવા માટેના સમાન પ્રકારના દિવસો
[ફેરફાર કરો]પશ્ચિમમાં
[ફેરફાર કરો]યુરોપ
[ફેરફાર કરો]ઢાંચો:Love table વેલેન્ટાઇન ડે એ યુકેની પ્રાદેશિક પરંપરા છે. નોરફોકમાં એક પાત્ર છે 'જેક' વેલેન્ટાઇન તે ઘરનું પાછલું બારણું ખખડાવીને બાળકો માટે મીઠાઇઓ અને ભેટ-સોગાદો મૂકી જાય છે. મિજબાનીઓ કરાવતો હોવા છતાં પણ કેટલાંક બાળકોને આ રહસ્યમય માનવીની બીક લાગે છે. વેલ્સમાં કેટલાક લોકો સંત વેલેન્ટાઇન ડેના બદલે કે તેની જેમ જ તારીખ 25મી જાન્યુઆરીના રોજ ડાઇડ સાન્ટેઝ ડ્વિનવેન (સંત ડ્વિનવેન દિન )ની ઉજવણી કરે છે. વેલ્સના પ્રેમીઓના પ્રોત્સાહક એવા સંત ડ્વિનવેનનાં માનમાં આ દિનની ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે કેથલિક ગણાતા દેશ ફ્રાન્સમાં વેલેન્ટાઇન ડેનું સામાન્ય નામ એટલે કે સંત વેલેન્તિનના નામે ઓળખવામાં આવે છે. તેની ઉજવણી પણ અન્ય પશ્ચિમી દેશોની જેમ જ કરવામાં આવે છે. સ્પેનમાં વેલેન્ટાઇન ડેને સાન વેલેન્ટિનના નામથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી યુકેની જેમ જ કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટેલોનિયામાં ગુલાબ અને પુસ્તકોના આદાન-પ્રદાન કરનારા આ જ પ્રકારના તહેવાર લા દિઆદા દ સાન્ત જોર્ડી (સંત જ્યોર્જ દિન)એ સ્થાન લીધું છે. પોર્ટુગલમાં સામાન્યતઃ તેને દિઆ દોસ નામોરાદોસ (પુરુષ/સ્ત્રીમિત્રનો દિન) તરીકે ઓળખવામાં આવે છે.
ડેનમાર્ક અને નોર્વેમાં વેલેન્ટાઇન ડે (14મી ફેબ્રુઆરી)ને વેલેન્ટિન્સડેગ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર બહોળા પ્રમાણમાં નથી ઉજવાતો, પરંતુ ઘણા બધા લોકો તે દિવસે પોતાના સાથીદાર સાથે પ્રેમભર્યાં રાત્રિભોજન માટેનો સમય કાઢે છે અને પોતાના સાથીદાર સમક્ષ ગુપ્ત પ્રેમનો એકરાર કરતી વેલેન્ટાઇન શુભેચ્છા પત્રિકા કે ગુલાબ આપીને સાથીદાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. સ્વિડનમાં આ દિવસને આલ્લા હાર્તાન્સ ડે (તમામ લોકોના હ્રદયનો દિન) તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1960માં ફૂલ ઉદ્યોગના હિત માટે અને અમેરિકી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી. આ અધિકૃત રીતે રજાનો દિવસ નથી પરંતુ તેની ઉજવણી ધ્યાનાકર્ષક હોય છે. આ દિવસે સૌંદર્ય પ્રસાધનો તેમજ ફૂલોનું વેચાણ માતૃ દિન (મધર્સ ડે) કરતાં પણ વધી જાય છે.
ફિનલેન્ડમાં વેલેન્ટાઇન ડેને Ystävänpäivä તરીકે ઓળખવામાં આવે છે જેનું ભાષાંતર થાય છે "મિત્રનો દિન". નામ ઉપરથી ખ્યાલ આવે છે કે આ દિવસ તમારા તમામ મિત્રોને યાદ કરવાનો દિવસ છે નહીં કે તમે જેને પ્રેમ કરતા હો તેને જ. એસ્ટોનિયામાં વેલેન્ટાઇન ડેને સોબ્રાપેવ ના નામથી ઓળખવામાં આવે છે તેનો મતલબ પણ આ જ છે.
સોલ્વેનિયામાં એવી કહેવત છે કે સંત વેલેન્ટાઇન મૂળીયાની ચાવીઓ લઇને આવે છે, એટલે કે તારીખ 14મી ફેબ્રુઆરીથી ફૂલો અને છોડોનો વિકાસ થવાની શરૂઆત થાય છે. વેલેન્ટાઇન ડેને એવા દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસથી દ્રાક્ષનાં બગીચાઓ અને ખેતરોમાં વર્ષનું પ્રથમ કામ શરૂ કરવામાં આવે છે. એક એવી પણ વાયકા છે કે તે દિવસે પક્ષીઓ એકબીજા સમક્ષ પ્રેમની દરખાસ્ત મૂકે છે અને લગ્ન કરે છે. તેમ છતાં પણ તાજેતરમાં જ તેને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે જોઇએ તો તારીખ 12મી માર્ચને પ્રેમના દિન તરીકે માનવામાં આવ્યો છે, જેને સંત ગ્રેગરી દિન કહેવામાં આવે છે. અન્ય એક એવી કહેવત છે કે "વેલેન્ટિન- પ્રિવી સ્પોમલાદિન" ("વેલેન્ટાઇન- વસંત ઋતુના પ્રથમ સંત") કારણ કે કેટલાંક સ્થળોએ (ખાસ કરીને વ્હાઇટ કાર્નિઓલામાં) સંત વેલેન્ટાઇનને વસંત ઋતુની શરૂઆતનાં રૂપક માનવામાં આવે છે.
રોમાનિયામાં પ્રેમીઓ માટેના પારંપરિક રજાના દિવસને ડ્રેગોબિટ તરીકે ઓળખવામાં આવે છે જેની ઉજવણી તારીખ 24મી ફેબ્રુઆરીના કરવામાં આવે છે. આ તહેવારનું નામ રોમાનિયાના લોકકથાના પાત્રનાં નામ ઉપરથી રાખવામાં આવ્યું છે કે જેને બાબા દોચિયાનો પુત્ર માનવામાં આવતો હતો. તેના નામનો થોડો અંશ ડ્રેગ ("વ્હાલો")ડ્રેગોસ્ટે ("પ્રેમ") નામના શબ્દમાં જોવા મળે છે. ડ્રેગોબિટ નામની પારંપરિક રજા હોવા છતાં પણ રોમાનિયાએ તાજેતરનાં વર્ષોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી શરૂ કરી છે. આ બાબતનો ઘણા જૂથો, પ્રતિષ્ઠિત નાગરિકો અને સંસ્થાઓ[૩૧] દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાંક રાષ્ટ્રવાદી સંગઠનો જેવાં કે નોઉઆ ડ્રિપ્ટાએ વેલેન્ટાઇન ડેનો વિરોધ એટલા માટે કર્યો છે કારણ કે તે ગંભીરતા વિના ઉજવવામાં આવે છે, તેમાં વ્યાપારિકરણ રહેલું છે અને તેના થકી પશ્ચિમી દંભ દેશમાં ફેલાય છે.
તુર્કીમાં વેલેન્ટાઇન ડેને સેવગીલિલેર ગુનુ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ભાષાંતર "પ્રેમીઓનો દિવસ" થાય છે.
યહૂદી પરંપરા અનુસાર Av-Tu B'Av માસનો 15મો દિવસ (સામાન્યતઃ ઓગસ્ટ માસના અંત ભાગમાં) પ્રેમનો તહેવાર છે. પૌરાણિક કાળમાં યુવતીઓ સફેદ રરંગનાં કપડાં પહેરતી અને દ્રાક્ષના બગીચાઓમાં નૃત્ય કરતી હતી. અહીં યુવકો તેમની રાહ જોઇને ઊભા રહેતા હતા. (મિશના ટાનિથ પ્રકરણ 4નો અંત) આધુનિક ઇઝરાયેલી સંસ્કૃતિમાં આ દિન પ્રેમના એકરાર કરવા, લગ્નના પ્રસ્તાવ કરવા અને ફૂલો તેમજ શુભેચ્છા પત્રિકાઓ જેવી ભેટ-સોગાદો આપવા માટે પ્રખ્યાત છે.
મધ્ય અને દક્ષિણ અમેરિકા
[ફેરફાર કરો]ગ્વાટેમાલા અને એલ સાલ્વાડોરમાં વેલેન્ટાઇન ડેને "ડિયા ડેલ આમોરી લા એમિસ્ટેડ" (પ્રેમ અને મિત્રતાનો દિન) તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકી ગણરાજ્યોની ખૂબ જ સમાન હોવા છતાં પણ સામાન્યતઃ આ દિવસે લોકો મિત્રોનું શુભેચ્છા કરતાં અને તેમની ભાવનાઓનાં મૂલ્યોને આંકતા નજરે પડે છે.[૩૨]
બ્રાઝિલમાં તે ડિયા ડોસ નામોરાડોસ (સાહિત્યીક. "એનામોર્ડનો દિન" અથવા તો "યુવક મિત્ર/યુવતી મિત્ર દિન") તારીખ 12મી જૂનના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે યુગલો ભેટ-સોગાદો, ચોકલેટ, શુભેચ્છા પત્રિકાઓ અને પુષ્પગુચ્છોનું આદાન-પ્રદાન કરે છે. ત્યાં આ દિવસ સંભવતઃ એટલા માટે પસંદ કરવામાં આવ્યો હોવો જોઇએ કારણ કે તે ફેસ્ટા જુનિઆના સંત એન્થની દિનની અગાઉ આવે છે. તેઓ ત્યાં લગ્નના સંત તરીકે ઓળખાય છે. અહીં આ દિવસે ઘણી કુંવારી મહિલાઓ એક ધાર્મિક વીધિ કરે છે જેને સિમ્પાટિઆસ તરીકે ઓળખવામાં આવે છે. આ વીધિ સારો પતિ કે પુરુષ મિત્ર મેળવવા માટે કરવામાં આવે છે. તારીખ 14મી ફેબ્રુઆરીનો વેલેન્ટાઇન ડે અહી વ્યાપારિક કે સાંસ્કૃતિક હેતુથી નથી ઉજવાતો. બ્રાઝિલના સામૂહિક તહેવાર લેન્ટ પર્વ કે જેને ઘણા દેશોમાં[58] કામક્રીડા અને ભોગવિલાસ માટેની રજા ગણવામાં આવે છે વેલેન્ટાઇન દિન આ તહેવાર કરતાં થોડો વહેલો કે મોડો આવે છે. આ તહેવાર ફેબ્રુઆરીની શરૂઆતથી માર્ચની શરૂઆત સુધી ગમે ત્યારે આવી શકે છે.
વેનેઝુએલા ખાતે વર્ષ 2009 દરમિયાન રાષ્ટ્રપ્રમુખ હ્યુગો શેવેઝે તેમના ટેકેદારો સાથે યોજેલી એક બેઠકમાં ટેકેદારોને તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ સર્વાનુમતે આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ કશું જ નહીં કરવા માટે કોઇ જ સમય નહીં મળે અને તે પછી પણ કશું જ નહીં કરવા માટેનો સમય નહીં મળે... કદાચ એક નાનકડું ચુંબન અથવા તો કંઇક અલગ પ્રકારની મોજમસ્તી." સર્વાનુમત મળી ગયા બાદ તેમણે લોકોને આ સપ્તાહને પ્રેમનાં સપ્તાહ તરીકે ઉજવવાની ભલામણ કરી હતી.[૩૩]
મોટાભાગનાં દક્ષિણ અમેરિકામાં ડિઆ ડેલ આમોર વાય લા એમિસ્ટેડ (સાહિત્યીક. "પ્રેમ અને મિત્રતાનો દિન") અને એમિગો સિક્રિટો ("ગુપ્ત મિત્ર") દિન ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્યતઃ આ બંને દિનની ઉજવણી તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. (કોલંબિયા તેમાં અપવાદ છે. અહીં આ દિનની ઉજવણી દર સપ્ટેમ્બર માસના ત્રીજા શનિવારે કરવામાં આવે છે.) તાજેતરની પ્રથા અનુસાર દરેક ભાગ લેનારા સ્પર્ધકને મુકર્ર કરવામાં આવે છે. ગ્રહણ કરનારી વ્યક્તિને એક અનામી ભેટ આપવામાં આવે છે.(નાતાલમાં યોજાતી ગુપ્ત સાન્તા જેવી સમાન પ્રથા)
એશિયા
[ફેરફાર કરો]ક્રય-વિક્રયના સઘન પ્રયાસોને કારણે કેટલાક એશિયાઇ દેશોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. સિંગાપુરના લોકો, ચીની અને દક્ષિણ કોરિયાઇ લોકો આ દિવસે વેલેન્ટાઇન ભેટો પાછળ પુષ્કળ નાણાંનો ખર્ચ કરે છે.[૩૪]
જાપાન ખાતે વર્ષ 1960 દરમિયાન મોરિનાગા નામની વિશાળ જાપાની મીઠાઇની કંપની દ્વારા એક પ્રથા શરૂ કરવામાં આવી હતી, જે મુજબ માત્ર સ્ત્રીઓ પુરુષોને આ દિન નિમિત્તે ચોકલેટ્સ આપતી હતી. ખાસ કરીને કાર્યાલય (ઓફિસ)માં કામ કરતી સ્ત્રીઓ તેમનાં સાથી કામદારોને ચોકલેટ આપતી. બરાબર એક માસ બાદ એટલે કે તારીખ 14મી માર્ચના રોજ જાપાનનાં રાષ્ટ્રીય મીઠાઇ ઉદ્યોગ મંડળ દ્વારા શ્વેત દિન મનાવવાની શરૂઆત કરવામાં આવી. આ દિનને "પ્રતિસાદ દિન" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે સ્ત્રીઓએ વેલેન્ટાઇન ડે નિમિત્તે જે પુરુષોને ચોકલેટ આપી હોય છે તે પુરુષો તેના જવાબ રૂપે તેમને ચોકલેટ પરત આપે છે. પશ્ચિમી દેશોથી ભિન્ન અહીં મીઠાઇઓ, ફૂલો અથવા તો રાત્રિ ભોજન માટે ભેગા થવું જેવી ભેટો અસાધારણ છે. કેટલીક સ્ત્રીઓ માટે તેનાં તમામ પુરુષ સહકર્મચારીને ચોકલેટ આપવી એક બંધન બની જતું હતું. તે દિવસે કોઇ પુરુષ કેટલી ચોકલેટ મેળવે છે તેનાં માપદંડને આધારે તેની ખ્યાતિ નક્કી કરવામાં આવી શકે છે. ચોકલેટની સંખ્યા એ દરેક પુરુષ માટે અતિલાગણીશીલ મુદ્દો હોય છે. આ બાબતે તે ત્યારે જ ટિપ્પણી કરી શકે છે કે જ્યારે તેને એવી ખાતરી મળે કે ચોકલેટની સંખ્યા લોકોમાં જાહેર કરવામાં નહીં આવે. આ પ્રથાને ગિરી ચોકો (義理チョコ) તરીકે ઓળખવામાં આવે છે. જે ગિરી (બંધન) અને ચોકો (ચોકલેટ) નામના શબ્દો ઉપરથી બનેલો છે. અપ્રિય સહકર્મચારીઓને માત્ર "વધુ પડતી બંધનકારક" એટલે કે ચો-ગિરી ચોકો અથવા તો હલકા પ્રકારની ચોકલેટ આપવામાં આવે છે. આ તહેવાર હોનમેઇ ચોકો (本命チョコ, પસંદગીની ચોકલેટ); કરતાં વિપરીત તહેવાર છે. આ તહેવારમાં પોતાના પ્રિય પુરુષને ચોકલેટ આપવામાં આવે છે. મિત્રો ખાસ કરીને યુવતીઓ એકબીજા સાથે ચોકલેટનું આદાન-પ્રદાન કરે છે તેને ટોમો ચોકો (友チョコ); તરીકે ઓળખવામાં આવે છે. અહી ટોમો શબ્દનો અર્થ "મિત્ર" થાય છે.[૩૫]
દક્ષિણ કોરિયામાં સ્ત્રીઓ તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ પુરુષોને ચોકલેટ આપે છે અને પુરુષો ચોકલેટ સિવાયની સાદી કેન્ડી તેમને તારીખ 14મી માર્ચના રોજ પરત આપે છે. તારીખ 14મી એપ્રિલના રોજ (બ્લેક ડે) નિમિત્તે જે લોકોને તારીખ 14મી ફેબ્રુઆરી કે 14મી માર્ચના રોજ કશું નથી મળ્યું તેવા લોકો ચીની ભોજનાલયમાં જઇને કાળી નૂડલ્સ ખાઇને તેમનાં એકાકી જીવન અંગેનો "શોક" પ્રગટ કરે છે. કોરિયાઇ લોકો તારીખ 11મી નવેમ્બરના રોજ પેપેરો દિનની પણ ઉજવણી કરે છે. આ દિવસે યુવા યુગલો એકબીજાને પેપેરો ગળ્યાં બિસ્કિટની આપ-લે કરે છે. 11/11ની આ તારીખ ગળ્યા બિસ્કિટનો આકાર લાંબો રાખવાના ઇરાદે મનાવવામાં આવે છે. કોરિયામાં દરેક માસની 14મી તારીખ પ્રેમને લગતા દિન તરીકે મનાવવામાં આવે છે. જોકે આ તમામ દિવસોની ઉજવણી ખાસ જાણીતી નથી. જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમિયાનઃ મિણબત્તી દિન, વેલેન્ટાઇન ડે, શ્વેત દિન, બ્લેક ડે, ગુલાબ દિન, ચુંબન દિન, રજત દિન, લીલો દિન, સંગીત દિન, શરાબ દિન, ચિત્રપટ (ફિલ્મ) દિન અને આલિંગન દિન ઉજવવામાં આવે છે.[૩૬]
ચીનમાં સામાન્યતઃ પુરુષ તે જેને પ્રેમ કરતો હોય તે સ્ત્રીને ચોકલેટ, ગુલાબ અથવા તો બંને આપે છે. ચીનમાં વેલેન્ટાઇન ડેને (simplified Chinese: 情人节; traditional Chinese: 情人節; pinyin: qíng rén jié) ઓળખવામાં આવે છે.
ફિલિપાઇન્સમાં વેલેન્ટાઇન ડેને "આરો ના મગા પુસો" અથવા તો "હ્રદય (લાગણી) દિન" તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ફૂલોની કિંમતમાં ધરખમ વધારો થતો જોવા મળે છે.
આ જ પ્રકારની એશિયાઇ પરંપરાઓ
[ફેરફાર કરો]ચીની સંસ્કૃતિમાં પ્રેમીઓને લગતું એક વ્રત કે વિધી છે જેને "સાત લોકોની રાત્રિ " અથવા તો "ધ નાઇટ ઓફ સેવન્સ"(Chinese: 七夕; pinyin: Qi Xi) તરીકે ઓળખવામાં આવે છે. એક દંતકથા અનુસાર ગોવાળિયો તારો અને વિવર નામનો કુંવારો તારો આકાશગંગા (ચાંદીની નદી)માંથી છૂટા પડે છે, પરંતુ ચીની કેલેન્ડર અનુસાર તેમને સાતમા માસના સાતમા દિવસે મળવાની પરવાનગી આપવામાં આવે છે.
જાપાનમાં 七夕ના સાધારણ જુદા વૃત્તાંતને કે (જેને ટાનાબાટા તરીકે ઓળખવામાં આવે છે, જેનો મતલબ 棚機 એટલે કે ભગવાન માટેનો વણકર થાય છે.) તે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર જુલાઇ માસની સાતમી તારીખે ઉજવવામાં આવે છે. એવું ક્યારેય નોંધવામાં આવ્યું નથી કે આ ઉજવણીને વેલેન્ટાઇન ડે સાથે દૂ-સુદૂર સુધી કોઇ જ પ્રકારનો સંબંધ હોય કે પ્રેમીઓ એકબીજાને ભેટસોગાદોની આપ-લે કરતા હોય.
ધાર્મિક સિદ્ધાંતો સાથે સંઘર્ષ
[ફેરફાર કરો]ભારત
[ફેરફાર કરો]ભારત ખાતે ખાસ કરીને હિન્દુ ધર્મવાદીઓ દ્વારા વેલેન્ટાઇન ડેને પરાવૃત કરવામાં આવે છે.[૩૭] દર વર્ષે વેલેન્ટાઇન દિન નિમિત્તે તેને લગતી ચીજ-વસ્તુઓ વેચતા દુકાનદારો અને શિવસેનાના સૈનિકો વચ્ચે જોરદાર ઘર્ષણ થાય છે. શિવસેના માને છે કે વેલેન્ટાઇન દિન એ પશ્ચિમમાંથી આવેલું સાંસ્કૃતિક પ્રદૂષણ છે.[૩૭][૩૮] ખાસ કરીને મુંબઇ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બાળ ઠાકરે અને અન્ય લોકો આ દિન આવતાં પૂર્વે લોકોને એવા સંકેતો મોકલીને ચેતવણી આપે છે કે આ દિવસે કોઇ જ પ્રકારની ઉજવણી કરવાની નથી કે તેની સાથે આપણે કોઇ લેવા-દેવા નથી.[૩૯] જે લોકો આ નિયમનો ભંગ કરે છે તેવા યુગલોને શિવસેનાના માણસો દ્વારા ધાકધમકીઓ આપવામાં આવે છે અને કેટલીક વખત "મેથીપાક" ચખાડવામાં એટલે કે મારવામાં પણ આવે છે. શિવસૈનિકો બગીચામાં છૂપાયેલા હોય છે તેમજ તેઓ હાથમાં હાથ પરોવીને જઇ રહેલા યુગલોનો કે શંકાસ્પદ યુગલોનો પીછો પણ કરે છે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં બગીચાઓ કે અન્ય જાહેર સ્થળોએ આ પ્રકારનાં પ્રેમીપંખીડાંઓ જોવા મળે તો તેમને શિવસેના કે સમાન પ્રકારની પ્રવૃત્તિ કરતાં સંગઠનોના કાર્યકારીઓ દ્વારા સ્થળ ઉપર જ લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે.
મધ્યપૂર્વીય દેશો
[ફેરફાર કરો]ઈરાન
[ફેરફાર કરો]યુવા ઇરાનીઓ આ દિવસે બહાર ફરતાં, ભેટોની ખરીદી કરતા અને ઉજવણી કરતાં જોવા મળે છે.[૪૦][શંકાસ્પદ ]
લેબેનોન
[ફેરફાર કરો]વેલેન્ટાઇન ડે નિમિત્તે લેબેનોનના લોકો એકબીજાને ગુલાબો, શુભેચ્છા પત્રિકાઓ અને ફુગ્ગાઓની આપ-લે કરે છે. ઘણાં યુગલો બહાર જઇને પ્રેમ ભરેલાં રાત્રિભોજનનો આનંદ માણે છે. લાલ રંગની ઘણી બધી વસ્તુઓથી દુકાનો શણગારવામાં આવે છે. ઘણી દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવે છે.
સાઉદી અરેબિયા
[ફેરફાર કરો]સાઉદી અરેબિયા ખાતે વર્ષ 2002 અને 2008માં ધાર્મિક પોલીસ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે વેચાતી તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. દુકાનના કારીગરોને જણાવવામાં આવ્યું હતું કે આ દિન બિન ઇસ્લામિક રજા તરીકે ઉજવવામાં આવતો હોવાથી દુકાનમાંથી લાલ રંગની તમામ વસ્તુઓ કાઢી દેવામાં આવે.[૩૮][૪૧] આ ઘટનાને કારણે વર્ષ 2008માં ગુલાબો અને પડીકું વાળવા માટે વપરાતા રંગીન કાગળોનું કાળાબજાર શરૂ થયું હતું.[૪૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- શ્વેત દિન (14મી માર્ચ) - વેલેન્ટાઇન ડે જેવો જ સમાન દિવસ
- બ્લેક ડે અથવા તો કાળો દિન (14મી એપ્રિલ) એકાકી કે કુંવારા લોકોનો ઉજવણી માટેનો દિન
- સેપાન્દારમાઝગાન (17મી ફેબ્રુઆરી) ઇરાની સંસ્કૃતિ અનુસાર પ્રેમ અને ધરતીનો દિન
- નાવિકોનો વેલેન્ટાઇન્સ
- વિનેગાર વેલેન્ટાઇન્સ
- ડાઇડ સાન્તેસ ડ્વિવિન
- વેલેન્ટાઇન વિરોધીવાદ
- હોલમાર્ક હોલિડે (વ્યાવસાયિક હેતુની રજા)
- વેલેન્ટાઇન ડેના લવ કુપન્સ (પ્રેમ પત્રો)
- બ્રિટિશ કોલંબિયાના વાનકોઉર ખાતે વેલેન્ટાઇન ડે પર સ્ત્રીઓની યોજાતી યાદગીરી કૂચ અથવા તો વિમેન્સ મેમોરિયલ માર્ચ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ લેઇ એરિક શ્મિત "ધ ફેશનિંગ ઓફ અ મોર્ડન હોલિડેઃ સેઇન્ટ વેલેન્ટાઇન્સ ડે 1840-1870" વિન્ટર્થર પોર્ટફોલિયો 28 .4 (વિન્ટર 1993). પીપી. 209-245.
- ↑ ૨.૦ ૨.૧ [4] ^ લેઇ એરિક શ્મિત "ધ કોમર્શયલાઇઝેશન ઓફ ધ કેલેન્ડરઃ અમેરિકન હોલિડેઝ એન્ડ કલ્ચર ઓફ કન્ઝપ્શન. 1870-1930" અમેરિકી ઇતિહાસનું સામાયિક 78 .3(ડિસેમ્બર 1991) pp 890-98.
- ↑ ૩.૦ ૩.૧ "American Greetings: The business of Valentine's day". મૂળ માંથી 2010-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ [7] ^ હેનરી એન્સગર કેલીએ ચોસર એન્ડ ધ કલ્ટ ઓફ સેઇન્ટ વેલેન્ટાઇન (લેઇડનઃ બ્રિલ) 1986માં આ અંગેનો ઉલ્લેખ કર્યો છે. તેણે અન્ય સ્થાનિક વેલેન્ટાઇન સંતોનો ઉલ્લેખ પણ કર્યો છે (પ્રકરણ 6 "ધ જિનોસિસ સેઇન્ટ વેલેન્ટાઇન એન્ડ ધ ઓબ્ઝર્વેન્સિસ ઓફ મે") તેણે દલીલ કરી છે કે ચોસરના મનમાં કોઇક ખૂણે આ પ્રથા રહી હશે અને (pp 79ff) તેણે વેલેન્ટાઇનના પ્રશ્નમાં વેલેન્ટાઇનને સાંકળ્યો છે કે જે જિનોઆનો પ્રથમ ધર્માધ્યક્ષ હતો એક માત્ર એવો સંત કે જેને વસંતના સમયમાં વાર્ષક ઉત્સવ સાથે સાંખળવાનું બહુમાન મળ્યું છે. જેનો નિર્દેશ ચોસરે આપ્યો છે. તેની ક્રોનિકલ ઓફ જિનોઆ માં જિનોઆના વેલેન્ટાઇનની સરભરા જેકોબસ ઓફ વેરાઝે દ્વારા કરવામાં આવે છે. (Kelly p. 85)
- ↑ "Valentine of Rome". મૂળ માંથી 2010-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "Saint Valentine's Day: Legend of the Saint". મૂળ માંથી 2016-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "Valentine of Terni". મૂળ માંથી 2013-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "Basilica of Saint Valentine in Terni". મૂળ માંથી 2007-02-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "Catholic Encyclopedia: St. Valentine".
- ↑ [19] ^ વર્તમાન રોમન શહીદવૃત્તાંતમાં નોંધવામાં આવ્યું છે કે તારીખ 14મી ફેબ્રુઆરીએ રોમના વાયા ફ્લેમિનિયા ખાતે આવેલા મિલ્વિયન પુલ નજીક સંત વેલેન્ટાઇન શહીદ થયા હતા.
- ↑ Calendarium Romanum ex Decreto Sacrosancti Œcumenici Concilii Vaticani II Instauratum Auctoritate Pauli PP. VI Promulgatum (Typis Polyglottis Vaticanis, MCMLXIX), p. 117
- ↑ "લેજેન્ડા ઓરિયા , "સેઇન્ટ વેલેન્ટાઇન"". મૂળ માંથી 2012-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ ૧૩.૦ ૧૩.૧ "The History of Valentine's Day". History.com.
- ↑ હિસ્ટ્રી ઓફ વેલેન્ટાઇન્સ ડે સંગ્રહિત ૨૦૧૭-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન, ધહોલિડેસ્પોટ.કોમ
- ↑ જેક.બી.ઓરુચ "સેઇન્ટ વેલેન્ટાઇન, ચોસર એન્ડ સ્પ્રિંગ ઇન ફેબ્રુઆરી" સ્પેક્યુલમ 56 .3 (જુલાઇ 1981:534-565)
- ↑ વિલિયમ એમ. ગ્રીન "ધ લુપરકેલિયા ઇન ધ ફિફ્થ સેન્ચ્યુરી" પ્રાચીન ભાષાશાસ્ત્ર 26 .1 (જાન્યુ. 1931 પીપી 60-69 પીપી 60-69
- ↑ ઓરુચ જેક બી. "સેઇન્ટ વેલેન્ટાઇન, ચોસર એન્ડ સ્પ્રિંગ ઇન ફેબ્રુઆરી" સ્પેક્યુલમ , 56 (1981): 534-65. ઓરુચ દ્વારા કરવામાં આવેલાં સાહિત્યનાં સર્વેક્ષણ ઉપરથી જાણવા મળ્યું છે કે ચોસર પહેલાં વેલેન્ટાઇન અને પ્રેમને કોઇ જ પ્રકારનો સંબંધ નહોતો. તેનો સાર એ હતો કે ચોસર આ કાલ્પનિક ઘટનાનો મૂળ દંતકથાકાર છે.[૧] સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન
- ↑ "Henry Ansgar Kelly, Valentine's Day / UCLA Spotlight". મૂળ માંથી 2017-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "Chaucer: The Parliament of Fowls".
- ↑ [36] ^ કેલી, હેનરી એન્સગર. ચોસર એન્ડ ધ કલ્ટ ઓફ સેઇન્ટ વેલેન્ટાઇન (બ્રિલ એકેડમિક પબ્લિશર્સ, 1997) ISBN 90-04-07849-5. કેલીએ જિનોઆના સંત વેલેન્ટાઇન દિનને તારીખ 3જી મે ગણાવ્યો છે અને એવો પણ દાવો કર્યો છે કે રિચાર્ડની સગાઇ તે દિવસે થઇ હતી. [૨]
- ↑ સંતોનું કેલેન્ડર: 2જી મે સંગ્રહિત ૨૦૧૩-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન; સંત પેટ્રિકનું દેવળઃ 2જી મેના સંત સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ ઓરુચ 1981: 539.
- ↑ ઘરેલૂ હિંસા, લાગણીસભર પ્રેમની વ્યાખ્યા અને કાયદામાં જટિલ વ્યક્તિત્વ -[1999 એમયુએલઆર 8: (1999) 23 મેલબોર્ન યુનિવર્સિટી લો સમીક્ષા 211]
- ↑ "Court of Love: Valentine's Day, 1400". મૂળ માંથી 2009-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ full text in wikisource
- ↑ "હિસ્ટ્રી ચેનલ". મૂળ માંથી 2006-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-06-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ શ્મિત 1993: 209-245.
- ↑ શ્મિતના લખાણની નકલ 1993: 209
- ↑ વેલેન્ટાઇન્સ ડે વર્સિઝ ડ્રેગોબિટ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૭ ના રોજ વેબેક મશિનઢાંચો:Ro icon
- ↑ "Día del Amor y la Amistad".
- ↑ વેલેન્ટાઇન દિન અંગે મજાક ઉડાવી રહેલા શેવેઝનું વીડિયો ચિત્ર, youtube.com, 2009-01-31
- ↑ ડોમિન્ગો, રોનેલ. એમોન્ગ એશિયન્સ ફિલિપિનોઝ ડિગ વેલેન્ટાઇન્સ ડે ધ મોસ્ટ સંગ્રહિત ૨૦૧૫-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન. ફિલિપાઇન ડેઇલી ઇન્ક્વાયરર , ફેબ્રુઆરી 14, 2008. સુધારો 21 ફેબ્રુઆરી 2008.
- ↑ Yuko Ogasawara (1998). University of California Press (સંપાદક). Office Ladies and Salaried Men: Power, Gender, and Work in Japanese Companies (illustrated આવૃત્તિ). Berkeley: Univ. of California Press. પૃષ્ઠ 98–113, 142–154, 156, 163. ISBN 0520210441.
- ↑ કોરિયા રાઇવલ્સ યુએસ ઇન રોમાન્ટિક હોલિડેઝ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન, સેન્ટર ડેઇલી ટાઇમ્સ , ફેબ્રુઆરી 14, 2009
- ↑ ૩૭.૦ ૩૭.૧ Arkadev Ghoshal & Hemangi Keneka (14 February 2009). "V-Day turns into battlefield". Times of India.
- ↑ ૩૮.૦ ૩૮.૧ "Cooling the ardour of Valentine's Day". BBC News. 3 February 2002.
- ↑ "મુંબઇમાં વેલેન્ટાઇ દિનનો વિરોધ દર્શાવતું પાટિયું હાથમાં લઇને ઉભેલો માણસ". મૂળ માંથી 2021-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-04.
- ↑ [74] ^ "પોતાની ફિલ્મોમાં કેટલાંક લાગણીસભર પ્રેમ દૃશ્યો ફિલ્માવી ચૂકેલી ઇરાની-અમેરિકી ફિલ્મ નિર્માત્રી-નિર્દેશિકા શાઘાયેઘ અઝિમીના જણાવ્યા અનુસાર "મુસ્લિમ સંસ્કૃતિ રોમન કામદેવને સંપૂર્ણપણે આવકાર કે આલિંગન નથી આપતી પરંતુ ઇરાનમાં યુવાવર્ગ પશ્ચિમના રંગે રંગાયેલો હોવાને કારણે ઇરાનમાં વેલેન્ટાઇન ડે પ્રત્યેનું ખેંચાણ વધી રહ્યું છે. દુકાનોના શો કેસમાં રૂ ભરેલાં પોચા રમકડાં, હ્રદય આકારની ચોકલેટ, લાલ ફુગ્ગાઓ રાખવાનું પ્રમાણ વધી ગયું છે અને કિશોરો તેમનું આકર્ષણ બતાવવા માટે હાથમાં હાથ પરોવીને તહેરાનની સડકો ઉપર ફરતાં નજરે પડે છે......" મિલેની લિન્ડનર વેલેન્ટાઇન્સ ડે એરાઉન્ડ ધ વર્લ્ડ ફેબ્રુઆરી 11, 2009 ફોર્બ્સ [૩]
- ↑ ૪૧.૦ ૪૧.૧ "Saudis clamp down on valentines". BBC News. 11 February 2008.