લખાણ પર જાઓ

શૂન્ય પાલનપુરી

વિકિપીડિયામાંથી
અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌
શૂન્ય પાલનપુરી મુંબઈ ખાતે, જુલાઈ ૧૯૮૫.
શૂન્ય પાલનપુરી મુંબઈ ખાતે, જુલાઈ ૧૯૮૫.
જન્મ(1922-12-19)19 December 1922
લીલાપુર, ગુજરાત
મૃત્યુ17 March 1987(1987-03-17) (ઉંમર 64)
પાલનપુર, ગુજરાત
અન્ય નામશૂન્ય પાલનપુરી
વ્યવસાયશિક્ષક, લેખક
ભાષાગુજરાતી, ઉર્દૂ, ફારસી
રાષ્ટ્રીયતાભારતીય
સંતાનોતસનીમ (પુત્ર)[]

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌ (૧૯ ડિસેમ્બર ૧૯૨૨[] - ૧૭ માર્ચ ૧૯૮૭) જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા.[]

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો.[] ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.[]

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી 'રુસ્વા'ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ જેમણે 'શૂન્ય' ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું.[]

તેઓ પાલનપુરની "અમીરબાઈ મિડલ સ્કૂલ"માં શિક્ષક રહ્યા હતા.[]

માર્ચ ૧૭, ૧૯૮૭[]ના રોજ પાલનપુર ખાતે તેમનું અવસાન થયું હતું.

તેમના સર્જનમાં ૬ ગઝલસંગ્રહો અને અનુવાદનો સમાવેશ થાય છે.[]

ગઝલસંગ્રહો

[ફેરફાર કરો]
  • શૂન્યનું સર્જન (૧૯૫૨‌‌)
  • શન્યનું વિસર્જન (૧૯૫૬)
  • શૂન્યના અવશેષ (૧૯૬૪)
  • શૂન્યનું સ્મારક (૧૯૭૭)
  • શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)
  • શૂન્યનો વૈભવ (૧૯૯૨) (સંગ્રહ)

અનુવાદ

[ફેરફાર કરો]
  • ખૈયામ અથવા રુબૈયાત

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "પાલનપુર એટલે 'શૂન્ય', 'સૈફ' અને 'ઈશ્ક' - Sambhaav News". DailyHunt. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૮.
  2. Datta, Amaresh (૧૯૮૮). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti (અંગ્રેજીમાં). Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૯૦. ISBN 9788126011940.
  3. ૩.૦ ૩.૧ "Palanpur Online". www.palanpuronline.com. મૂળ માંથી 2019-05-22 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.
  4. "અમર પાલનપૂરીનું નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. અમર પાલનપુરી એવું." દિવ્ય ભાસ્કર. ૧૬ માર્ચ ૨૦૧૬. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૮.
  5. ૫.૦ ૫.૧ "Shunya Palanpuri, hero forgotten in hometown - Times of India". The Times of India. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]