શ્રેયા ઘોષાલ
શ્રેયા ઘોષાલ ( ૧૨ માર્ચ,૧૯૮૪ - રાવતભાટા, રાજસ્થાન, ભારત) એક ભારતીય પાર્શ્વ ગાયિકા છે. તેણીએ બૉલીવુડના, ક્ષેત્રીય ચલચિત્રો માટે ઘણાં બધાં ગીતો ગાયાં છે અને કસ્તૂરી જેવા ભારતીય ધારાવાહિકો માટે પણ તેણીએ પોતાના અવાજમાં ગાયું છે. હિંદી ચલચિત્રો સિવાય, તેણીએ ગુજરાતી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી, તમિલ તથા તેલુગુ ભાષાનાં ચલચિત્રોમાં પણ ગીતો ગાયેલાં છે.
જીવન - વૃત્તાંત
[ફેરફાર કરો]પ્રારંભિક વર્ષ
[ફેરફાર કરો]શ્રેયા ઘોષાલનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો. તેણીનું બાળપણ પ્રારંભમાં રાજસ્થાન, કોટા નજીકના એક નાના સરખા કસ્બા રાવતભાટા ખાતે વીત્યું. તેણી એક ઉચ્ચ શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેણીના પિતા ભાભા પરમાણુ અનુસંધાન કેંદ્ર ખાતે નાભિકીય ઊર્જા સંયંત્ર એન્જીનિયર તરીકે ભારતીય નાભિકીય ઊર્જા નિગમમાં સેવા બજાવી રહ્યા છે, જ્યારે તેણીની માતા સાહિત્યની સ્નાતકોત્તર છાત્રા છે.
ચાર વર્ષની ઉંમરથી જ શ્રેયા ઘોષાલે હારમોનિયમ પર પોતાની માતા સાથે સંગત કરવા માંડી હતી. તેણીના માતા-પિતાએ તેણીને કોટા ખાતે મહેશચંદ્ર શર્મા પાસે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું વિધિવત શિક્ષણ મેળવવા માટે મોકલી.[૧]
બાળક તરીકે ઝી ટીવી પર સા રે ગા મા (હાલમાં સા રે ગા મા પા) કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન સ્પેશલ એપીસોડની પ્રતિયોગિતાનો ખિતાબ તેણીએ જીતી લીધો હતો. આ સમયે આજના પ્રસિદ્ધ ગાયક સોનૂ નિગમએ આ કાર્યક્રમના યજમાન તરીકે સેવા આપી હતી. કલ્યાણજી (સંગીતકાર), કે જેઓ પ્રતિયોગિતાના નિર્ણાયક હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Singer Interview: Shreya Ghoshal". hindisong.com. મૂળ માંથી 2011-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-08.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- શ્રેયા ઘોષાલ, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- શ્રેયા ઘોષાલની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |