લખાણ પર જાઓ

બોડેલી

વિકિપીડિયામાંથી
બોડેલી
—  ગામ  —
બોડેલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°10′19″N 73°34′54″E / 22.171904°N 73.581758°E / 22.171904; 73.581758
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો બોડેલી
વસ્તી ૧૨,૧૮૪[] (૨૦૧૧)
સાક્ષરતા ૮૮.૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
બસ સ્ટેશન, બોડેલી
ટી. સી. કાપડિયા આર્ટસ અને કોમર્સ કોલેજ, બોડેલી

બોડેલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલું એક મોટું તેમ જ મહત્વનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. બોડેલીના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળા, પાંચ માધ્યમિક શાળાઓ અને કેટલીક અન્ય ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજ આવેલી છે.

ઓરસંગ નદી, બોડેલી

બોડેલી ઓરસંગ નદીના કાંઠે વસેલું છે. આ નગર વડોદરાથી પુર્વ દિશા તરફ આશરે ૭૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને રાજ્ય ધોરી માર્ગ દ્વારા તથા બ્રોડગેજ રેલ માર્ગ દ્વારા જોડાયેલું છે. આ ઉપરાંત અહીંથી સરદાર સરોવર નિગમની મુખ્ય નહેર પણ પસાર થાય છે.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

બોડેલી પૂર્વ-પટ્ટી મોટું અને મહત્વનું નગર છે. બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લા પૂર્વપટ્ટીના દરેક તાલુકા માંથી રસ્તો આવીને મળે છે. જેથી અહી ઉદ્યોગોની શક્યતા છે. અહીં સિમેન્ટ પાઈપ ફેક્ટરીઓ ખુબજ મોટા પ્રમાણમાં છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

અહીં સ્વામીનારાયણનું મોટું મંદિર આવેલું છે. બોડેલીના પ્રસિદ્ધ કાચના તાઝીયા જોવા માટે ઘણા લોકો મુહર્રમ માસમાં બોડેલી આવે છે. અહીંથી ફરવાલાયક સ્થળોમાં સરદાર સરોવર, જાંબુઘોડા અભયારણ્ય, પાવાગઢનો સમાવેશ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bodeli Population, Caste Data Vadodara Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૭.