લખાણ પર જાઓ

સિંધુ ખીણની સંસ્કૃતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Spider1434 (talk) દ્વારા કરેલ ફેરફારોને MANTHANKUMAR VAGHELA દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૩: લીટી ૩૩:
{{Reflist}}
{{Reflist}}


[https://hindiemejane.co.in/2021/02/indus-valley-civilization.html सिंधु घाटी सभ्यता]{{સબસ્ટબ}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Indus Valley Civilization|સિંધુ ખીણની સંસ્કૃતિ}}

{{સબસ્ટબ}}


[[શ્રેણી:સિંધુ સંસ્કૃતિનાં સ્થળો]]
[[શ્રેણી:સિંધુ સંસ્કૃતિનાં સ્થળો]]

૧૩:૪૬, ૨૫ નવેમ્બર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

સિંધુ ખીણની સંસ્કૃતિ
મુખ્ય સ્થળો
ભૌગોલિક ક્ષેત્રદક્ષિણ એશિયા
કાળકાંસ્ય યુગ
સમયગાળોc. ૩૩૦૦ ઇ.સ. પૂર્વે – c. ૧૩૦૦ ઇ.સ. પૂર્વે
મોહેં-જો-દડોના ખંડેરો, સિંધ પ્રાંત, પાકિસ્તાન, પાશ્વભાગમાં સ્નાનાગાર દર્શાવેલ છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે ૩૨૫૦ થી ઈ.સ. પૂર્વે ૧૭૫૦)[] વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચરમાં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો.[] મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.

સિંધુ ખીણ ની સંસ્કૃતિ ને બીજા હડપ્પીય નામ થી પણ ઓળખવામાં આવે છે. ચાર્લ્સ મેસન એ સૌ પ્રથમ 1826 માં આ સંસ્કૃતિ ની ભાળ મેળવી. તેમણે તેના પર પુસ્તક પણ લખ્યું નેરેટિવ સ્ટડિ સિંધુ ખીણ ની સંસ્કૃતિ ઉતર થી દક્ષિણ 1100 કિલોમીટર માં અને પૂર્વ થી પશ્ચિમ 1600 કિલોમીટર માં ફેલાયેલી છે. તેમજ ઉતર માં જમ્મુ કશ્મીર નું માંદા - દક્ષિણ માં મહારાષ્ટ્ર નું દાઈમાબાદ , પૂર્વ માં ઉતર પ્રદેશ નું આલમગીરપુર - પશ્ચિમ માં બલૂચિસ્તાન નું સૂત્કાગેંડોર સુધી ટોટલ 12,99,000 ચો. કિલોમીટર ફેલાયેલી છે. ભારત સિવાય અન્ય 2 દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં પણ ફેલાયેલી છે. ભારત માં ત્રિભુજકારે ફેલાયેલી સંસ્કૃતિ એટ્લે સિંધુ ખીણ ની સંસ્કૃતિ. સિંધુ ખીણ ની સંસ્કૃતિ ના મળેલા નગરો : હડપ્પા, મોહેં-જો-દારો, ચંહૂડદો, કાલીબંગા, બનાવલી, રંગપુર, લોથલ, ધોળાવીરા, સુરકોટડા, રોજડી, દેસલપર, મરૂડા ટક્કર ટેકરી વગેરે. સિંધુ ખીણ ની સંસ્કૃતિ ને બીજા કાંસ્યયુગ ની સંસ્કૃતિ થી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ યુગ માં કાંસા નો ઉપયોગ હતો - લોખંડ થી અજાણ હતા. ભારત માં જોઈએ તો મળેલા નગરો માં સૌથી વધુ મળેલા નગરો થી સૌથી ઓછા મળેલા નગરો ઉતરતા ક્રમ માં - ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, જમ્મુ કાશ્મી. આ સંસ્કૃતિ માં 2 જ નગરો એવા છે જે દરિયા કિનારે મળ્યા છે - પાકિસ્તાન માં બાલાકોટ અને ગુજરાત માં ધોળાવીરા, બાકીના બધા નગરો નદી કિનારે મળ્યા છે. સિંધુ લિપિ - 64 ચિહ્નો, પંખા આકાર ની મહોર અને તાંબાની ગોળી, પૂરે પૂરી લિપિ 1923 માં શોધાઈ ગઈ પરંતુ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. આ લિપિ જમણી થી ડાબી બાજુ લખાતી હતી.

આ સંસ્કૃતિ માં માતૃદેવી ની પુજા થતી. સ્ત્રી-પુરુષ અલંકારો ધારણ કરતાં, સુતરાઉ અને ઉન્ન નું કાપડ પણ હતું, ચોપાટ અને પાસા રમતા, તોલમાપના સાંધનો મળી આવ્યા જેમાં એકમ 16 નો હતો. આ સંસ્કૃતિ માં લોકો વેપાર ને વધુ પ્રાધાન્ય આપતા, રાજકીય સંગઠનનો ઉલ્લેખ નથી, એક મોહેં-જો-દારો માં લોકશાહી શાસન હતું. ઘઉં-જવ-રાઈ-વટાણા-કપાસ ની ખેતી કરતાં, કપાસ ની સૌ પ્રથમ ખેતી કરનાર આ સંસ્કૃતિ ના લોકો હતા, જે યુનાનીઓ કપાસ ને સિંડન કેહતા હતા, પશુપતિ નાથ ની મુર્તિ પણ પ્રાપ્ત થઈ છે. આ સંસ્કૃતિ મિસર અને મેસોપોટેમિયા કરતાં 12 ગણી મોટી સંસ્કૃતિ હતી. એ સમય માં આ સંસ્કૃતિ માં પાકી ઈંટો ના મકાન, પાકા રસ્તા, ગટર લાઇન અસ્તિત્વ માં હતી, તેમજ વિશાળ સ્નાનગૃહ, મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે.

એક કાલીબંગા અને રંગપુર બે જ એવા નગર છે જ્યાં કાચી ઈંટો ના મકાન હતા, આ સંસ્કૃતિ ના લોકો પકવેલી માટી ને ટેરાકોટા તરીકે ઓળખતા, ચંહૂડદો એક માત્ર નગર જ્યાં ચક્રાકાર ઈંટો મળી આવી, અગ્નિ સંસ્કાર અને ડફન વિધિ પણ પ્રચલિત હતા, આ સંસ્કૃતિ માં આજાદી પેહલા 40 થી 60 નગરો મળ્યા પણ 1947 પછી 2800 જેટલા નગરો મળ્યા જેમાં સૌથી વધુ ગુજરાત માથી મળ્યા. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ સૌથી મોટું નગર રાખીગઢી હતું.


સંદર્ભ

  1. "सिंधु घाटी सभ्यता". aajtak.intoday.in (હિન્દીમાં). મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૭.
  2. Ching, Francis D; Jarzombek, Mark; Prakash, Vikramaditya (૨૦૦૬). A Global History of Architecture. Hoboken, NJ: Wiley & Sons. પૃષ્ઠ ૨૮–૩૨. ISBN 0471268925.

सिंधु घाटी सभ्यता