અંબાલા (તા. બહુચરાજી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અંબાલા
—  ગામ  —
અંબાલાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°18′50″N 73°11′54″E / 22.313925°N 73.198451°E / 22.313925; 73.198451
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો બહુચરાજી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ,

દિવેલી, શાકભાજી

અંબાલા (તા. બહુચરાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા બહુચરાજી તાલુકામાં આવેલું એક ગામ છે. અંબાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામની એક બાળા, પૂજા ઘનશ્યામભાઈ પટેલ, યોગના ક્ષેત્રમાં નાની ઉંમરમાં ઘણું નામ કમાઈ રહી છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં ચીનમાં યોજાએલી આતંરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે[૧]. કલર્સ નામની હિંદી ટીવી ચેનલ પરથી પ્રસારિત ઇન્ડિયા'ઝ ગોટ ટેલેન્ટ કાર્યક્રમની છઠ્ઠી શ્રેણી (વર્ષ ૨૦૧૫)માં પણ તેણીએ ભાગ લઈને પોતાની યોગાસન કળાથી સૌને દંગ કરી દીધા હતા [૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ભાસ્કર ન્યુઝ, મહેસાણા (૨૫ સપ્ટેમ્બર ૨૦૧૪). "ગુજરાતી પૂજા પટેલનો ચીનમાં ડંકો: યોગની સ્પર્ધામાં સુવર્ણ, કાંસ્ય ચંદ્રક મેળવ્યો". સમાચાર. દિવ્ય ભાસ્કર. Archived from the original on ૨૬ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૧૬ એપ્રિલ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date=, |archivedate= (help)
  2. નશ્મિના લખાણી (૨૧ એપ્રિલ ૨૦૧૫). "14-Year-Old Pooja Patel's Flexibility Will Leave You Astonished". સમાચાર. iDiva, Indiatimes group. Archived from the original on ૨૬ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૨૬ એપ્રિલ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date=, |archivedate= (help)