આસારામ બાપુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આસારામ
જન્મસ્થલ :
નિવાસ : અમદાવાદ, ભારત
રાષ્ટ્રીયતા : ભારતીય
ધર્મ : હિંદુ
ગુરુ : સ્વામી શ્રી લીલાશાહજી મહારાજ
માતા: મહંગીબા
પિતા: થાઊમલ સિરૂમલાની
સંતાન: નારાયણ સ્વામી અને ભારતી દેવી
પ્રમુખ શિષ્ય : શ્રી સુરેશાનંદજી અને ડા. પ્રેમજી
સંગઠન: સંત શ્રી આસારામજી આશ્રમ
વેબસાઈટ: www.ashram.orgઆસારામ (આસારામ બાપુ) ગુજરાતમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યમાં સંતશ્રીના અસંખ્ય ભક્તો અને આશ્રમો આવેલા છે. જેમાં મોટેરા ખાતેનો આશ્રમ આસારામના ભક્તો માટે કાશીસમાન માનવામાં આવે છે.

જીવન પરિચય[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

આસારામનો જન્મ સિંધ પ્રાન્તનાં નવાબશાહ જિલ્લાનાં સિંધુ નદી ના કિનારે આવેલા બેરાણી ગામમાં નગરશેઠ થાઉમલજી સિરુમલાનીના ઘરે તારીખ ૧૭ એપ્રિલ ૧૯૪૧[૧] - વિક્રમ સંવત ૧૯૯૮ ચૈત્ર વદ છઠ્ઠ ના દિવસે થયો હતો. તેમની માતાજીનું નામ મહંગીબા છે.[૨] એ સમયે નામકરણ ની વિધિમાં તેમનું નામ આસુમલ રાખવામા આવ્યુ હતું. તેમનું કુટુંબ સિંધી તરીકે ઓળખાવાય છે.

બાળપણ[ફેરફાર કરો]

આસારામનું બાળપણ સંઘર્ષો થી ભરપુર હતું. અખંડ ભારતની વિભાજન વેળાની મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરતા-કરતા તેમનું પરિવાર પોતાની ભરપુર ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેરમાં ઇ.સ. ૧૯૪૭ મા આવ્યુ. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતાના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ, પરંતુ કોઇ પણ રીતે આજીવિકા ચલાવવા માટે થાઉમલજીએ લાકડા અને કોલસાનો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવારની આર્થિક પરિસ્થિતીમાં સુધાર આવવા લાગ્યો.[૩]

શિક્ષા[ફેરફાર કરો]

આસુમલની શરુઆતની શિક્ષા સિંધી ભાષામાં ચાલુ થઇ. ત્યાર બાદ તેમને સાત વર્ષની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણીનગર, અમદાવાદમાં પ્રવેશ અપાવવામાં આવ્યો. તેમની અદભૂત સ્મરણ શક્તિને કારણે તેઓ શિક્ષકો દ્વારા શિખવવામા આવેલી કવિતા, ગીત કે અન્ય પાઠો તુરંત જ અક્ષરશઃ યાદ રાખીને સંભાળાવી દેતા હતા. વિધ્યાલયમાં બપોરની રિસેસના સમય દરમ્યાન બાળક આસુમલ રમવા-કુદવામાં અને ગપ્પાબજીમાં સમય નહી વેડફતા, એકાંતમાં કોઇ વૃક્ષ નીચે બેસીને ઇશ્વરનાં ધ્યાનમાં તલ્લિન થઇ જતા હતા.(સંદર્ભ આપો)

વિવાદ[ફેરફાર કરો]

સગીર વયની યુવતીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરવાના આક્ષેપોને લઈને આસારામ હાલમાં કારાવાસમાં છે. [૪]. વધુમાં તેઓ યુવતીઓને પણ જાતિયતાવર્ધક દવા પીવડાવતાં હોવાનું [૫] અને ૬૦ અને ૭૦ ના દાયકામાં સાબરમતી નદીના પટમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાંથી નિયમિત રૂપે દેશી દારૂના કેરબા વેચાતા લઈ જતા હોવાના [૬] પણ અહેવાલો જાહેર થયા છે.

હાલમાં આસારામ જોધપુર પોલીસની તપાસ હેઠળ છે અને કાયદાકીય મુશ્કેલીઓ નિવારવા જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીનો સહયોગ લઇ રહ્યા છે. દિપેશ-અભિષેક અપમૃત્યુ પ્રકરણમાં તેઓની ભૂમિકા મહત્વની કહેવાતી હોઈ હાલ તેઓની સામે અમદાવાદની ચીફ મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ રજુ કરવામાં આવેલ છે [૭]. આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેમના આશ્રમમાં જીવન ગુજારતી બે બહેનોએ લાંબા સમય સુધી શારીરિક શોષણની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે [૮].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Coal-seller Harpalani turned Asaram ‘bapu’ faces new allegations". Daily Bhaskar. August 22, 2013. http://www.webcitation.org/6JEahiv09. પુનર્પ્રાપ્ત August 29, 2013.
  2. "Asaram worked at a tea stall before he became a 'godman'". IBNLive. 30 August 2013. http://ibnlive.in.com/news/asaram-worked-at-a-tea-stall-before-he-became-a-godman/418345-3-239.html. પુનર્પ્રાપ્ત 2 September 2013.
  3. "जब मोदी से बोले आसाराम, ‘देखें तुम्‍हारी गद्दी कब तक और कैसे रहती है". Aaj Tak. Retrieved 2013-09-02. 
  4. http://www.sandesh.com/article.aspx?newsid=2872640
  5. http://www.divyabhaskar.co.in/article-ht/MGUJ-AHM-c-69-960347-NOR.html
  6. http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-asaram-bapu-wine-ahmedabad-4362682-PHO.html
  7. http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-960350-NOR.html
  8. http://www.divyabhaskar.co.in/article-ht/DGUJ-SUR-new-case-against-asaram-bapu-latest-news-4394959-NOR.html