આહાર સુરક્ષા

વિકિપીડિયામાંથી
વસ્તી વૃદ્ધિની સરખામણીએ આહાર ઉત્પાદનમાં વધારો થશે.1961- સમયગાળામાં વ્યક્તિદીઠ ખોરાકમાં વધારો.
જવ એ પ્રાણીઓને અપાતો મુખ્ય આહાર પાક છે.

આહાર સુરક્ષા અનાજની સુરક્ષા અને વ્યક્તિને તેની પ્રાપ્યતા સાથે સંદર્ભ ધરાવે છે. જે ઘરમાં રહેનારાઓએ ભૂખ્યાં ન રહેવું પડે અને તેમને ભૂખમરાની ભીતિ ન હોય તેવા પરિવારને આહાર-સુરક્ષિત ઘર તરીકે ગણી શકાય. વર્લ્ડ રિસૉર્સિઝ ઇનસ્ટિટ્યૂટના (કહેવા) પ્રમાણે, છેલ્લાં કેટલાક દાયકાઓથી વૈશ્વિક માથાદીઠ અન્ન ઉત્પાદન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.[૧] 2006માં, એમએસએનબીસીએ (MSNBC) અહેવાલ આપ્યો હતો કે, વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા, કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા કરતા વધી ગઈ છે – વિશ્વમાં વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા એક અબજ કરતા વધારે હતી, અને 8,00 મિલિયન (80 કરોડ) લોકો કુપોષણથી પીડાતા હતા.[૨] 2004ના બીબીસી (BBC)ના લેખ પ્રમાણે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, વ્યાપક રીતે સ્થૂળતાના રોગ પીડાઈ છે.[૩] વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં 1990ના દાયકાથી 30 મિલિયન લોકોને ભૂખ્યા લોકોની શ્રેણીમાં ઉમેરવામાં આવ્યા છે અને 46% બાળકો ઓછું વજન ધરાવે છે.[૪]

વિશ્વમાં અંદાજે 8,52 મિલિયન લોકો, ખૂબ જ ગરીબીના કારણે લાંબા સમયથી ભૂખમરાથી પીડાય છે, જ્યારે બે અબજ જેટલા લોકો ગરીબીની ભિન્ન માત્રાના કારણે થોડા-થોડા સમયે આહાર સુરક્ષાના અભાવમાં જીવે છે. (સ્ત્રોત : એફએઓ (FAO), 2003). 60 લાખ બાળકો દરવર્ષે ભૂખમરાથી પીડાય છે – દરરોજ 17,000.[૫] 2007ના અંતભાગમાં, નિકાસ નિયંત્રણો અને ગભરાટમાં કરવામાં આવેલી ખરીદી, અમેરિકાના ડોલરની કિંમતમાં ઘટાડો,[૬] બાયોફ્યૂઅલ (જૈવઈંધણ) માટે ખેતીમાં વધારાથી,[૭] વિશ્વમાં તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ કરતા વધારાના ભાવો પર પહોંચતા, [૮] વિશ્વની વસ્તીમાં વૃદ્ધિ,[૯] અબોહવામાં પરિવર્તન,[૧૦], વસાહતી અને ઔદ્યોગીક વિકાસ માટે ખેતીલાયક જમીનનો નાશ, [૧૧][૧૨] અને ભારત તેમજ ચીનમાં ગ્રાહકોની માગમાં વધારો,[૧૩] વિગેરેને કરાણે ભાવોમાં ફરી વધારો થયો.[૧૪][૧૫] જોકે આવા કેટલાક પરિબળો આજે પણ ચર્ચાનો વિષય છે. કેટલાકની દલીલ છે કે બાયોફ્યૂઅલની નાટ્યાત્મક[૧૬] ભૂમિકાને કારણે 2006થી ભાવ વૃદ્ધિનું સ્તર નીચું આવ્યું છે. તેમ છતાં, વિશ્વના ઘણા દેશોમાં હાલમાં આહાર ઘર્ષણ થયા છે.[૧૭][૧૮][૧૯]

"’ટોચ" સાથે જોડાયેલ અસાધારણ બીનાએ વિશ્વને ઘેરી લીધું છે, જેના કારણે, ખાદ્યાન્ન સુરક્ષા જાળવવી ઉત્તરોત્તર મુશ્કેલ બની રહી છે, જેમ કે, પીક ઑઈઅલ (ખનિજ તેલની ટોચ), પીક વૉટર (જળપ્રાપ્યતાની ટોચ), પીક ફૉસ્ફરસ (ફૉસ્ફરસના ઉત્પાદનની ટોચ),પીક ગ્રેઈન (અનાજ ઉત્પાદનની ટોચ) અને પીક ફીશ (માછલીના ઉત્પાદનની ટોચ.) નવેમ્બર 2007ની સ્થિતિ પ્રમાણે, પૃથ્વીની અડધા કરતા વધુ વસ્તી, અંદાજે 3.3 અબજ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ખેતપેદાશોની આપૂર્તિમાં કોઈપણ પ્રકારની ખલેલ બહુ ટૂંકસમયમાં પ્રમાણમાં વિલક્ષણ એવી શહેરી અનાજ કટોકટીને નોતરી શકે છે.[૨૦] વેપારી જણસોના ભાવોમાં તેજી છતાં, હાલ ચાલી રહેલી વૈશ્વિક ધિરાણ કટોકટી એ ખેતધિરાણને પણ અસર કરી છે.[૨૧] આહાર સુરક્ષાએ જટિલ મુદ્દો છે, જે અનેક વિષયોના છેદનબિંદુ પર ઊભો છે.

વર્ષ 2009થી બારીકાઈથી વિશ્લેષણ કરતા આહાર સુરક્ષાના જર્નલ : ધ સાઈન્સ, સોશ્યોલોજી, એન્ડ ઈકોનોમિક્સ ઑફ ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સેસ ટુ ફૂડ નું (વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અનાજ ઉત્પાદન અને તેની પ્રાપ્યતાનું અર્થશાસ્ત્ર)નું પ્રકાશન શરૂ થયું.[૨૨] વિકસતા રાષ્ટ્રોમાં, ઘણીવખત 70 ટકા કે તેથી વધુની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ સંદર્ભમાં, સિમાંત ખેડૂતો અને ભૂમિહીન લોકોને આજીવિકા, તેમને સમુદાય સાથે રહેવાની તક પૂરી પાડે છે. વિશ્વના ઘણાં વિસ્તારોમાં,જમીનનો માલિકી હક્ક મળતો નથી, આથી, જે લોકો આજીવિકા માટે ખેતર મેળવવા માગે છે, તેમને જમીનની ગુણવત્તા સુધારવા માટે બહુ થોડું પ્રોત્સાહન મળે છે.

અમેરિકામાં, લગભગ 2,00,000 ખેડૂતો છે, (જે) કુલ વસ્તીના 1% કરતા પણ ઓછાં છે. અન્ન વપરાશના પ્રમાણ અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. અત્યંત ગરીબીથી બચવા માટે પૂરતા આર્થિક સ્ત્રોત ધરાવતા પરિવારો અત્યંત તીવ્ર ભૂખમરાથી પિડાય તેવી શક્યતા નહિવત્ હોય છે; જ્યારે ગરીબ પરિવારો તીવ્ર ભૂખમરાથી પીડાતા જ નથી, પરંતુ જનસંખ્યાનો આ તબક્કા પર, અનાજની તંગી અને દુકાળનું સૌથી વધુ જોખમ તોળાતું હોય છે.

સામાન્ય રીતે આહાર સુરક્ષા માટે વાપરવામાં આવતી બે વ્યાપક વ્યાખ્યાઓ સંયુક્ત રાષ્ટ્રો (UN)ના અનાજ અને કૃષિ સંસ્થાન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન) (FAO) અને અમેરિકાના કૃષિ વિભાગમાંથી (યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર)(USDA)આવે છે.

 • જ્યારે બધા લોકો, દરેક ટંકમાં, આહાર જરૂરિયાતો અને ખોરાક પસંદગી માટે પૂરતા, સલામત અને પોષક આહાર સુધી ભૌતિક, સામાજિક [૨૩] આર્થિક પહોંચ ધરાવતા હોય, જે સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે જરૂરી હોય, [૨૪] ત્યારે અનાજ સુરક્ષા પ્રવર્તે છે, તેમ કહી શકાય.
 • ઘર માટે આહાર સુરક્ષાનો મતલબ છે કે, સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટેના પૂરતા ખોરાક સુધી તમામ સભ્યોની દરેક સમયે પહોંચ. આહાર સુરક્ષામાં ઓછામાં ઓછા (1) પોષણની દ્રષ્ટિએ પૂરતા અને સલામત ખોરાકની તાત્કાલિક પ્રાપ્યતા, અને (2) સામાજીક રીતે સ્વીકાર્ય રસ્તાઓ (એટલે કે અવારનવાર આપાતકાલિન આહાર આપૂર્તિ, રસ્તા પરથી સાફ કરીને, કે અન્ય અંતિમવાદી રીતરસમો પર આધાર રાખ્યા વગર) દ્વારા સ્વીકાર્ય ખોરાક મેળવવાની ખાતરીબદ્ધ સક્ષમતા(USDA)[૨૫]

આહારની અસલામતિના તબક્કા આહાર સુરક્ષિત સ્થિતિથી લઈને પૂર્ણ દુકાળ સુધીના હોય શકે છે. "દુકાળ અને ભૂખમરાના મૂળ આહારની અસલામતિમાં સમાયેલા છે. અનાજની અસુરક્ષાને તીવ્ર અથવા હંગામીની શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. તીવ્ર અનાજ સુરક્ષા ગંભીર દુકાળની કે ભૂખમરાની સ્થિતિમાં પરિવર્તિત થવાની સંભાવના રહેલી હોય છે; આહાર સુરક્ષા આ સંભાવનાને દૂર કરે છે. [તીવ્ર] ભૂખમરો દુકાળ નથી. તે કુપોષણતા જેવું છે, અને ગરીબી સાથે સંકળાયેલ છે, તે મોટાભાગે ગરીબ રાષ્ટ્રોમાં અસ્તિત્વ ધરાવે છે."[૨૬]

વિકાસ અટકવો અને તીવ્ર પોષણ ઊણપો[ફેરફાર કરો]

1960 પૂર્વે નાઇજિરીયાના એક અનાથ આશ્રમમાં ઓછી કેલરી અને પ્રોટિનયુક્ત આહારના અભાવના લક્ષણો સાથે બાળકો અને સેવક નર્સ.

અનેક રાષ્ટ્રો અવારનવાર અનાજની તંગી અને વિતરણની સમસ્યા અનુભવે છે. જે તીવ્ર અને ઘણીવખત નોંધપાત્ર સંખ્યામાં લોકોમાં વ્યાપક ભૂખમરા સ્વરૂપે પરિણમે છે. તીવ્ર ભૂખમરા અને પોષણના અભાવે લોકોના શરીરનું કદ ઘટી જાય છે, જેને આરોગ્યની પરિભાષામાં વિકાસ અટકવો અથવા અટકેલા વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જો માતામાં પોષણનો અભાવ હોય તો ગર્ભાશય માં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને જીવનના લગભગ ત્રીજા વર્ષ સુધી ચાલુ રહે છે. તેનાથી શિશુ અને બાળ મરણ વધે છે, છતાં આ દર દુકાળો કરતા ઘણો નીચો હોય છે. એક વખત વિકાસ અટકી જાય, પછી જીવનના આગળના વર્ષોમાં પોષણક્ષમ આહાર લેવા છતાં થયેલી હાનિને દૂરર કરી શકાતી નથી. વિકાસમાં અટકાવને જ પ્રતિકાર કરવા માટેના વ્યવસ્થાતંત્ર તરીકે જોવામાં આવે છે, એટલે કે જે સ્થળે બાળકનો જન્મ થયો છે, ત્યાંની સ્થિતિ મુજબ પુખ્ત વયે શરીર સૌષ્ઠવને ઢાળવા માટે કેલરી ઉપલબદ્ધ કરાવવી. માત્ર શરીરના કદને ઊર્જાના (કેલરી)ના નીચા પ્રમાણ તરીકે સ્વીકારતા આરોગ્યને ત્રણ રીતે અસર કરે છે:

 • પુખ્તવયે શરીર માટે મહત્વના અંગો સમય કરતાં વહેલાં કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ 50 વર્ષની વયે હૃદય બંધ પડવાથી મૃત્યુ પામી શકે છે, કારણ કે શરૂઆતના વિકાસ દરમિયાન તેના હૃદયમાં ઘડતરની ખામી રહી ગઈ હતી.
 • વિકાસના અટકાવનો ભોગ નહીં બનનારા લોકોની સરખામણીમાં વિકાસના અટકાવનો ભોગ બનનારી વ્યક્તિ અતિ વધુ પ્રમાણમાં રોગ અને બિમારીનો ભોગ બને છે.
 • બાળપણના શરૂઆતના સમયમાં પોષણનો ગંભીર અભાવ ઘણીવખત બાળકોને બૌદ્ધિક વિકાસમાં ખામી સુધી દોરી જાય છે.

"આ વિશ્લેષણ....જીવિત રહેવાની વિભાવના તરીકે માલ્ટ્સની ગેરમાર્ગે દોરવાની પ્રકૃત્તિ તરફ નિર્દેશ કરે છે, મુળતઃ તેનો (આ શબ્દનો) ઉપયોગ થતો હતો અને આજે પણ થાય છે. પોષણની ખીણની ધાર પર જીવિત રહેવું નથી, આથી આગળ વસ્તી પર સંકટ રહેલું છે. જીવિત રહેવાના એક તબક્કાના બદલે, અસંખ્ય તબક્કા છે જ્યાં વસ્તી અને આહાર આપૂર્તિની સમતુલા સ્થાપી શકાય છે, આ એવી રીતે કે, તેઓ અચોક્કસ રીતે ટકી શકે છે. જોકે, કેટલાક તબક્કા પર ઓછા લોકો હશે અને બીજાની (તબક્કા) સરખામણીમાં ઊંચો મરણ દર હશે."[૨૭]

વૈશ્વિક જળ સંકટ[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયામાં અનાજ ભરવાની સુવિધા

પાણીના અભાવે અનેક નાના રાષ્ટ્રો મોટાપાયા પર અનાજની આયાત કરી રહ્યાં છે, [૨૮] ચીન અને ભારત જેવા મોટા રાષ્ટ્રોએ પણ જલ્દી આમ કરવું પડી શકે છે.[૨૯] શક્તિશાળી ડીઝલ અને ઈલેક્ટ્રોનિક પમ્પના કારણે અતિરેક માત્રામાં પાણી ખેંચવાના કારણે, અને રાષ્ટ્રોમાં (ઉત્તર ચીન, અમેરિકા અને ભારત સહિત)ના રાષ્ટ્રોમાં પાણીની સપાટી ઘટી રહી છે. અન્ય પ્રભાવિત રાષ્ટ્રોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે. આગળ જતા તે પાણીના અભાવ અને અન્ન ઉત્પાદનમાં કાપ તરફ દોરી જશે. ભૂગર્ભ જળસ્ત્રોતોમાંથી મોટાપાયા પર પાણી ઉલેચવા છતાં ચીનમાં અનાજની તંગી ઉદ્દભવી રહી છે.[૩૦] જ્યારે આવું થાય ત્યારે તે ચોક્કસપણે અનાજના ભાવોને ઉપરની તરફ દોરી જાય છે. આ સદીના મધ્યભાગ સુધીમાં સમગ્ર વિશ્વમા ત્રણ અબજ લોકો ઉમેરાશે, જેમાંથી મોટાભાગના લોકો અત્યારથી જ પાણીની તંગી અનુભવતા દેશોમાં ઉમેરાશે. ચીન અને ભારત પછી બીજા તબક્કામાં નાના કદના અનેક રાષ્ટ્રો છે જે મોટાપાયા પર પાણીની તંગી અનુભવી રહ્યાં છે – અફઘાનિસ્તાન, અલ્જેરિયા, ઈજિપ્ત, ઈરાન, મેક્સિકો અને પાકિસ્તાન. આમાંથી ચાર (રાષ્ટ્રો) તેમના અનાજનો મોટો હિસ્સો આયાત કરે છે. માત્ર પાકિસ્તાન જ સ્વાવલંબી છે. પરંતુ દર વર્ષે 40 લાખ લોકોના દરથી વસ્તી વધી રહી છે, જેથી અનાજ માટે તે વિશ્વનુ બજાર બની જાય તેમ છે.[૩૧][૩૨]

જમીનની ગુણવતામાં ઘટાડો[ફેરફાર કરો]

ઉત્પાદન વધારવા માટે ગાઢ ખેતી ઘણી વખત જમીનની ઉત્પાદકતા અને ખેત ઉત્પાદનમાં ઘટાડાના દુશચક્ર તરફ દોરી જાય છે.[૩૩] વિશ્વની કૃષિભૂમિના લગભગ 40% જમીનની ગુણવતા ગંભીર હદે ઘટી છે.[૩૪] યુએનયુ (UNU)ની ઘાના સ્થિત સંસ્થા ઈનસ્ટિટ્યૂટ ફોર નેચરલ રિસોર્સિઝ ઈન આફ્રિકાના કહેવા પ્રમાણે, આફ્રિકામાં જો હાલના વલણ પ્રમાણે માટીની ગુણવતામાં ઘટાડો ચાલુ રહ્યો, તો 2025 સુધીમાં આ ખંડ તેની કુલ વસ્તીના માત્ર 25 ટકા લોકોનું પોષણ કરવા માટે સક્ષમ હશે.[૩૫]

જમીનના સોદા[ફેરફાર કરો]

સમૃદ્ધ સરકારો અને કંપનીઓ લાંબા ગાળાની ખોરાક પૂર્તિને નિર્ધારિત કરવા માટે વિકાસશીલ રાષ્ટ્રોમાં લાખો હેક્ટર ખેતીલાયક જમીન પર વાવેતરના હક્ક ખરીદી રહ્યાં છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)(FAO)ના, વડા જેક ડિયુફએ આ પ્રકારના વિવાદાસ્પદ જમીન સોદાઓ પ્રત્યે ચેતવણી વ્યક્ત કરતા કહ્યું છે કે, આ પ્રકારના જમીનના સોદ્દા "નવસંસ્થાનવાદ"નું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમાં ગરીબ રાષ્ટ્રો તેની ભૂખી જનતાના ભોગે અમિર રાષ્ટ્રો માટે અનાજ ઉત્પાદન કરે છે. દક્ષિણ કોરિયાની કંપની ડેવુ લોજિસ્ટિક્સએ બાયોફ્યુઅલ માટે મકાઈ અને બીજા પાકોના વાવેતરને સલામત બનાવવા માટે માડાગસ્કરમાં જમીનનો મોટો ટૂકડો ખરીદ્યો છે. લિબિયાએ યુક્રેઈનમાં 2,50,000 હેક્ટરનો વિસ્તાર મેળવ્યો છે અને ચીને પણ દક્ષિણ-પૂર્વીય એશિયામાં આ પ્રકારના સોદ્દા માટે શક્યતાઓ તપાસવી શરૂ કરી દીધી છે.[૩૬] તેલથી સમૃદ્ધ આરબ રોકાણકારો, ઉપરાંત નિયંત્રણ વગરના સંપત્તિ ભંડોળો, સુદાન, ઇથિયોપિયા, યુક્રેઈન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, કમ્બોડિયા અને થાઈલેન્ડમાં નજર દોડાવી રહ્યાં છે.[૩૭]

કેટલાક રાષ્ટ્રો કૃષિ જમીનના અધિગ્રહણનો ઉપયોગ અન્ય લાભો મેળવવા માટે કરે છે. ઈજીપ્ત તેના કુદરતી ગેસના બદલામાં યુક્રેઈન પાસેથી જમીનનું અધિગ્રહણ માંગી રહ્યું છે. ફળો અને શાકભાજીના વાવેતર માટે કેન્યાના દરિયા કિનારા પરની 40,000 હેક્ટર જમીન લિઝ પર મેળવવાનું આયોજન કતાર ધરાવે છે, જેના બદલામાં તે હિંદ મહાસાગરના પ્રવસન દ્વિપ લામૂ પાસે 2.4 અબજ પાઉન્ડના ખર્ચે બંદર બાંધી આપશે.[૩૮]

આબોહવા પરિવર્તન[ફેરફાર કરો]

કૃષિ[ફેરફાર કરો]

હિમાલયની નદીઓના જળપ્રવાહના તટપ્રદેશમાં અંદાજે 2.4 અબજ લોકો રહે છે.[૩૯] આવનારા દાયકાઓમાં ભારત, ચીન, પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારમાં પૂર પછી ગંભીર દુકાળોની સ્થિતિ સર્જાઈ શકે છે.[૪૦] એકલાં ભારતમાં, 5,000 લાખ (પચાસ કરોડ) કરતા વધુ લોકોને ગંગાનદી પીવાનું અને ખેતીનું પાણી પૂરું પાડે છે.[૪૧][૪૨] રોકી પર્વતમાળા અને સીરા નિવેદા જેવી પ્રવતમાળાઓની હિમનદી દ્વારા મોટાભાગનું પાણી મેળવનાર ઉત્તર અમેરિકાના પશ્ચિમ તટીય પ્રદેશને પણ અસર પહોંચશે.[૪૩] વિકાસશીલ રાષ્ટ્રો માટે હિમનદીઓ જ ચિંતાનું કારણ નથી, આબોહવામાં પરિવર્તનની પ્રક્રિયાના કારણે દરિયાની સપાટી પણ ઊંચી આવી છે, જેના કારણે કૃષિ માટે ઉપલબદ્ધ જમીન ઘટી છે.[૪૪]

વર્લ્ડ ફૂડ ટ્રેડ મોડલ (વિશ્વના અનાજ વ્યાપારના નમૂના) પ્રમાણે વિશ્વના અન્ય ભાગોમાં નીચા ઉત્પાદનની મોટી અસર થશે, ખાસ કરીને નીચા અક્ષાંશ વાળા વિસ્તારો કે જ્યાં મોટાભાગના વિકાસશીલ રાષ્ટ્રો આવેલા છે. આથી અનાજના ભાવો વધશે, આ સાથે વિકાસશીલ રાષ્ટ્રો અનાજના ઉત્પાદન માટે પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે, ભાવોમાં 2-2.5%ના દરથી વૃદ્ધિ થતા ભૂખ્યા લોકોની સંખ્યામાં 1%નો વધારો થશે.[૪૫] નીચા અક્ષાંશ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારના ખેડૂતો નીચા ખેતઉત્પાદનની એકમાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. યુએસડીએ (USDA)ના કહેવા પ્રમાણે, ખેડૂતો જે મોસમમાં વાવેતર કરે છે તે મોસમના સમય અને ગાળામાં નાટ્યાત્મક પરિવર્તનો આવશે, જમીનની માટીના તાપમાન અને ભેજની સ્થિતિમાં અજાણ્યા ફેરફારોના કારણે આમ થશે.[૪૬]

બાળકો[ફેરફાર કરો]

2008-04-29 (29-4-2008)ના યુનિસેફ યુકે (UNICEF UK)ના અહેવાલએ શોધી કાઢ્યું છે કે આબોહવામાં પરિવર્તનની સૌથી દુષ્કર અસર વિશ્વના એકદમ ગરીબ બાળકો પર થઈ શકે છે. આ અહેવાલ, "અવર ક્લાઈમેટ, અવર ચિલ્ડ્રન, અવર રિસ્પોન્સિબ્લિટી: ધ ઈમ્લિકેશન્સ ઑફ ક્લાઈમેટ ચેન્જ ફૉર ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ"(આપણી આબોહવા, આપણા બાળકો, આપણી જવાબદારી: વિશ્વના બાળકો પર આબોહવા પરિવર્તનની અસર ) કહે છે કે, શુદ્ધ પાણી અને ખોરાક આપૂર્તિ મુશ્કેલ બનશે, ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં.[૪૭]

ઘઉંની દાંડીમાં ગેરુ રોગ[ફેરફાર કરો]

ચિત્ર:Rust-diverseeds.jpg
જૂઓ ડિવરસીડ્સ ટૂંકી ફિલ્મ, જે દ્વારા ઘઉંમા લાગેલા ગેરુના રોગો સામેની લડાઈમાં જંગલી જાતો દ્વારા આધુનિક જાતોની પ્રતિકારતામાં સુધારો

ઘઉંના પાકમાં છોડની દાંડીમાં યુજી99 (Ug99) પ્રજાતિનો રોગ એશિયા અને આફ્રિકામાં વ્યાપકપણે પ્રસરી રહ્યો છે, જે મોટો ચિંતાનો વિષય છે. ઘઉંના આ તીવ્ર રોગના કારણે, વિશ્વના મોટાભાગના ઘઉંના પાકને નાબુદ કરી શકે છે, જેનાથી લાખો લોકો ભૂખ્યા રહી જશે. આ ફૂગ આફ્રિકાથી ઈરાન સુધી ફેલાઈ ચૂકી છે અને કદાચ પાકિસ્તાનમાં પણ હોઈ શકે.[૪૮][૪૯][૫૦]

ગેરુ રોગનો પ્રતિકાર કરી શકે તેવી ઘઉંની જંગલી પ્રજાતિનો ઉપયોગ જનીની વૈવિધ્ય ધરાવતી આધુનિક પ્રજાતિના ઉત્પાદન માટે થઈ શકે છે. ઉદ્ધભવના કેન્દ્રોમાં મૂળ કુદરતી અવસ્થામાં રહેલા છોડની ગેરુ સામેની પ્રતિકારકતાને ચકાસવામાં આવે છે, ત્યારબાદ તેની જૈવિક માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે અને અંતે જંગલી છોડ અને આધુનિક પ્રજાત્તિઓનું આધુનિક છોડ ઉછેરની પદ્ધતિ દ્વારા સંકરણ કરવામાં આવે છે, જેથી જંગલી છોડમાં રહેલા પ્રતિકારક જનીનો આધુનિક પ્રજાત્તિઓમાં દાખલ કરી શકાય.[૫૧]

સરમુખત્યારશાહી અને ચોરતંત્ર[ફેરફાર કરો]

નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ નોંધ્યું છે કે, " રાજકારણ સાથે સંબંધિત ન હોય તેવી આહારની કોઈ સમસ્યા નથી. "દુકાળ અને બીજી કુદરતિ ઘટનાઓ દુકાળ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, સરકારની સક્રિયતા કે નિષ્ક્રિયતા તેની તીવ્રતા નક્કી કરે છે અને ઘણી વખત તો દુકાળ ઉદ્દભવશે કે નહીં તે પણ નક્કી કરે છે. 20મી સદી એવા અનેક ઉદાહરણોથી ભરેલી છે કે, જેમાં સરકારોએ તેમના રાષ્ટ્રમાં આહાર સુરક્ષાની ઉપેક્ષા કરી હોય – ક્યારેક ઈરાદાપૂર્વક.

જ્યારે ન્યાયી અને મુક્ત રીતે નહીં પરંતુ તાકતથી અથવા છેતરપિંડીથી સરકારો સત્તા પર આવે છે ત્યારે મિત્રતા અથવા તો આશ્રય દ્વારા બહુ પાતળો આધાર તેમને મળતો હોય છે. આવી સ્થિતિમાં" અનાજ વિતરણએ દેશનો રાજકીય મુદ્દો છે. મોટાભાગના રાષ્ટ્રોની સરકારો શહેરી વિસ્તારને પ્રાથમિકતા આપતી હોય છે, કારણ કે આ એવો વિસ્તાર છે, જ્યાં મોટાભાગના અસરકારક અને શક્તિશાળી પરિવારો અને ઉદ્યમો મોટાભાગે આવેલા હોય છે. ઘણીવખત જે ખેડૂત પરિવારો પૂર્ણપણે ખેતી ઉપર નભે છે અને ગ્રામીણ વિસ્તારોને અવગણવામાં આવે છે. જેટલા દુર અને અવિકસિત વિસ્તાર હોય, સરકાર તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે અસરકારક પગલા તેની શક્યતા એટલી ઓછી હોય છે. કૃષિ નીતિઓ અને ખાસ કરીને ખેત પેદાશોના ભાવો, ગ્રામીણ વિસ્તારો સાથે ભેદભાવ કરે છે. ઘણી વખત સરકારો મુળભૂત અનાજના ભાવો કૃત્રિમ રીતે એટલાં નીચા રાખે છે કે ખેતી ઉપર નભતા ઉત્પાદકો એટલી મૂડી એકઠી નથી કરી શકતા કે તેઓ ઉત્પાદન વધારવા માટે રોકાણો કરી શકે. આમ, તેમને અસરકારક રીતે અનિશ્ચિતાની સ્થિતિમાંથી બહાર નિકળતા અટકાવવામાં આવે છે."[૫૨]

વધુમાં સરમુખત્યારો અને યુદ્ધખોર નેતાઓએ ખોરાકનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે, તેમના સમર્થકોને (અનાજ) આપવામાં આવે છે, જ્યારે જે વિસ્તારના લોકો તેમના શાસનનો વિરોધ કરે છે, તેમને અનાજ આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં અનાજ નાણું બની જાય છે, જેની મદદથી સમર્થન ખરીદવામાં આવે છે અને વિરોધીઓ સામે ભારે અછતની સ્થિતિનો ઉપયોગ અસરકારક હથિયાર તરીકે કરવામાં આવે છે.

ચોરતંત્ર તરફ ઝુકાવ ધરાવતી સરકારો જ્યારે સારો પાક ઉતરે ત્યારે પણ આહાર સુરક્ષાને અવગણે છે. જ્યારે સરકાર વ્યાપારમાં ઈજારો ઊભો કરે છે, ખેડૂતો નિકાસ માટેના રોકડિયા પાકોના ઉત્પાદન માટે મુક્તિ અનુભવે છે, પરંતુ, કાયદાની દંડનીય જોગવાઈઓને કારણે માત્ર સરકારી ખરીદ કરનારાઓને જ ઉત્પાદન વેંચી શકે છે, જેના ભાવ વૈશ્વિક બજારના ભાવો કરતાં ઘણા નીચા હોય છે. ત્યારબાદ સરકાર તેને પૂરા ભાવે વિશ્વ બજારમાં વેંચવા માટે આઝાદ છે અને આ રીતે તફાવતની રકમ એકઠી કરે છે. જેના કારણે, કૃત્રિમ રીતે "ગરીબીની જાળ" સર્જાય છે, જેનાથી મોટાભાગના મહેનતુ અને ઉત્સાહિત ખેડૂતો પણ બચી નથી શકતા.

જ્યારે કાયદાનું શાસન અસ્તિત્વમાં ન હોય, અથવા ખાનગી સંપતિ અસ્તિત્વમાં ન હોય, ખેડૂતોને તેમની ઉત્પાદકતા વધારવા માટે બહુ થોડું પ્રોત્સાહન મળે છે. જો ખેતરનું ઉત્પાદન પાડોશના ખેતરો કરતા નોંધપાત્ર વધે, તો સરકાર સાથે સારી રીતે જોડાયેલા લોકોનું નિશાન બની શકે છે. નજરમાં આવી જશે તેવા જોખમ અને જમીન ગુમાવવાના ભયના બદલે, ખેડૂતો સામાન્ય સલામતિ સામાન્ય કક્ષાના હોય શકે છે.

વિલિયમ બેરનસ્ટિન દ્વારા તેના પુસ્તક ધ બર્થ ઑફ પ્લેન્ટી માં જણાવ્યા પ્રમાણે, " સંપત્તિ નહીં ધરાવતા લોકો ભૂખમરાનો ભોગ બને તેવી શક્યતા વધારે છે, ભયભીત અને ભૂખ્યા (લોકોને) વધુ સહેલાઈથી રાજ્યની ઈચ્છા મુજબ ઝુકાવવા સહેલા છે. જો રાજ્ય દ્વારા ઈચ્છા મુજબ ખેડૂતની સંપતિ પર જોખમ ઊભું કરી શકાય તો રાજકીય અને ધાર્મિક વિચારો સાથે ભિન્નતા ધરાવતા લોકોને ધમકાવી શકાય છે.

આર્થિક અભિગમો[ફેરફાર કરો]

વિકાસશીલ દેશોમાં આહાર સુરક્ષાને સુધારવાની ભલામણ કરતા ઘણા આર્થિક અભિગમો છે. અહીં નીચે ત્રણ પરંપરાગત અભિગોમાં આપ્યા છે. પથમ પરંપરાગત અભિગમ એવો છે કે જેની મોટાભાગની સરકારો અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ ભલામણ કરે છે. અન્ય બે બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ (NGO’s)માં સામાન્ય છે.

પશ્ચિમી ચિત્ર[ફેરફાર કરો]

પશ્ચિમિ દેશોમાં પ્રણાલીગત વિચારો પ્રમાણે, ખેડૂતોના નફામાં મહત્તમ વધારો કરવો એ કૃષિ ઉત્પાદન વધારવાનો નિશ્ચિત ઉપાય છે; ખેડૂતના નફામાં વધારો કરવો, જેથી તે આગામી સમયમાં વધુ પ્રયાસ કરશે અને આગામી સમયમાં ખેડૂત વધુ મોટું જોખમ લેવા તૈયાર થાય છે. [સંદર્ભ આપો]ખેડૂતોને, તે મોટી સંખ્યામાં છે અને શક્ય એટલી ઊંચી ગુણવત્તા ધરાવતા સાધનો પૂરા પાડવા જોઈએ. (સાધનોનો ઉલ્લેખ અહીં ઉત્પાદન સુધારવાના સાધનો, સુધારેલા બિયારણો, સુરક્ષિત જમીન માલિકી હકો, ચોક્કસ હવામાન આગાહી, વગેરેના સંદર્ભે છે.) જોકે આવું ખેડૂતો પર છોડવામાં આવે છે કે,તે કયા સાધનોનું ઉપયોગ કરવાનું પસંદ કરશે અને તેનો કઇ રીતે ઉપયોગ કરશે કારણ કે ખેડૂતોને ખુદની જમીન અને સ્થાનિક પરિસ્થિતિ અંગે જાણ હોય છે.અન્ય વ્યવસાયમાં, ઉત્પાદન વધશે તેવી આશાએ સામાન્ય રીતે અમુક ટકા નફો ધંધામાં ફરી રોકવામાં આવે છે, જેથી ભવિષ્યમાં નફો વધે છે. સામાન્ય રીતે ઉંચા નફાથી ઉત્પાદન વધારવાની તકનિકી સંરચના જેવી કે, ટપક સિંચાઈ પદ્ધતિ, વ્યવસ્થા, કૃષિ શિક્ષણ અને ગ્રીનહાઉસ માટેના રોકાણમાં પરિવર્તિત કરવામાં આવે છે. નફામાં થયેલો વધારોએ બે-પાક, જમીન સુધારણા કાર્યક્રમ અને ઉપયોગી જમીન વિસ્તરણમાં જોડાવા માટે ખેડૂતને પ્રોત્સાહન આપે છે.

આહાર ન્યાય[ફેરફાર કરો]

ફાઈટ હંગર: વૉક ધી વર્લ્ડ અભિયાન એ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ આહાર કાર્યક્રમ પહેલ છે.

વૈકલ્પિક દ્રષ્ટીએ જોતા આહાર સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સામૂહિક અભિગમ અપનાવવો જોઈએ. જેનો મતલબ છે કે, સમગ્ર વિશ્વની વસ્તીની ખોરાક જરૂરિયાત પોષવા માટે વૈશ્વિક રીતે ખપ પૂરતુ ઉત્પાદન થાય, જેનાથી ખાતરી થાય કે, દરેક વ્યક્તિ ભૂખ તેમજ ભૂખમરાના ભયમાંથી મુક્ત રહી શકે. આર્થિક નિગ્રહ અથવા સામાજિક અસમાનતાના કારણે કોઈપણ વ્યક્તિએ પર્યાપ્ત ખોરાક વગર રહેવું ન પડે એ તેનો મુખ્ય ધ્યેય છે.

આ અભિગમને ઘણીવખત આહાર ન્યાય તરીકે ઓળખવામાં આવે છે અને આહાર સુરક્ષાને પાયાના માનવ અધિકાર તરીકે જોવામાં આવે છે. તે ખોરાકની, ખાસ કરીને અનાજના દાણાની વધુ ઉચિત વહેંચણીની હિમાયત કરે છે, તીવ્ર ભૂખ અને કુપોષણના અંત તરીકે તેને જોવામાં આવે છે. આહાર ન્યાય ચળવળનો હાર્દ એ માન્યતા છે કે, જેનો અભાવ છે તે ખોરાક નથી, પરંતુ, ખોરાક મેળવનારની ખર્ચ કરવાની ક્ષમતા તરફ ધ્યાન આપ્યા વગર ખોરાકની યોગ્ય વહેચણી સંદર્ભે રાજકીય ઈચ્છાશક્તિ છે.

આહાર સાર્વભૌમ્કત્વ[ફેરફાર કરો]

ત્રીજો અભિગમ એ આહાર સાર્વભૌમ્કત્વ તરીકે ઓળખાય છે; જોકે ઘણા મુદ્દાઓ ઉપર તે આહાર ન્યાય સાથે વ્યાપ્ત છે, છતાં બંને અભિન્ન નથી. તે બહુરાષ્ટ્રીય કંપનીઓની વ્યવસાયિક પ્રવૃત્તિને નવ-સંસ્થાનવાદના સ્વરૂપ તરીકે જુએ છે. એવી દલીલ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે ગરીબ દેશો, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોના કૃષિ સંશાધનો ખરીદવા માટે પૂરતા નાણાકીય સ્ત્રોતો છે. તેઓની પાસે રાજકીય લાગવગ પણ હોય છે કે જેથી તેઓ આ સ્રોતોનું પરિવર્તન કરી માત્ર ઔદ્યોગિક રાષ્ટ્રોને વેચાણ અર્થે રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે, ઉષ્ણકટિબંધિય દેશો બહાર અને આ પ્રક્રિયામાં વધુ ઉત્પાદક જમીન ધરાવતા ગરીબો પિસાય જાય છે. આ અભિપ્રાય પ્રમાણે, સિમાંત ખેડૂતોને માત્ર તેમની જમીન પર ઉત્પાદ કરવા પર છોડી દેવામાં આવે છે, જે ઉત્પાદકતાની વ્યાખ્યા પ્રમાણે (આવી જમીનનું ઉત્પાદન) નજીવું હોય છે, આ કારણોસર બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમાં રસ રહેતો નથી. વળી, આહાર સાર્વભૌમ્કત્વ ટકી રહે તેવું ત્યારે જ શક્ય બને છે, જ્યારે સમુદાયો જાતે જ તેમની જમીનની ઉત્પાદકતાના અર્થને ઓળખી શકે અને (સમજે કે ) અન્ન એ મૂળભૂત માનવાધિકાર છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ હાલમાં વિકસશીલ દેશોમાં કૃષિ પ્રૌદ્યોગિકીને ધકેલી રહી છે, આવી પ્રૌદ્યોગિકીમાં સુધારેલાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો સમાવેશ થાય છે. જોકે પાક ઉત્પાદનનું વિશ્લેષણ વધ્યું છે અને તેની ચર્ચા થવા લાગી છે. આહાર સાર્વભૌમ્કત્વ માટે અવાજ ઉઠાવતા ઘણા સમૂદાયોએ પશ્ચિમિ પ્રૌદ્યોગિકી દ્વારા તેમની સ્વદેશી પદ્ધતિ અને સંસ્થાઓ પર થઈ રહેલા દબાણ સામે વિરોધ નોંધાવ્યો છે.

આહાર સાર્વભૌમ્કત્વની સ્થિતિને જાળવી રાખતા લોકો વિકાસશીલ દેશોમાં રોકડિયા પાકોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે, જેથી કરીને ખેડૂતોને ગુજરાન માટે ખેતી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખવું પડે છે. વધુમાં, તેઓએ ઔદ્યોગિક દેશોમાંથી વિકાસશીલ દેશોમાંથી નીચા દરે આર્થિક મદદ પ્રાપ્ત (સબસીડીવાળા), અનાજને માન્યતા આપવાનો પણ વિરોધ કરે છે, જેને "આયાતી ભરવો" તરીકે ઓળખવામાં આવે છે. આવો આયાતી ભરાવો ક્યારેક ખોરાક રાહત વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા પણ થાય છે, જેમ કે અમેરિકા (USA)નો "ફૂડ ફોર પીસ" કાર્યક્રમ.

વિશ્વ આહાર પરિષદ[ફેરફાર કરો]

ભૂખ સામેના સંઘર્ષ પ્રત્યે નવી વિશ્વૈક પ્રતિબદ્ધતા નિશ્ચિત કરવા હેતુથી 1996માં રોમમાં વિશ્વ આહાર પરિષદ યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રોની આહાર અને કૃષિ વિષયક સંસ્થા (FAO)એ વ્યાપક કુપોષણ અને ભવિષ્યની અન્ન જરૂરિયાતને પહોંચી વળવા સંદર્ભેની કૃષિ ક્ષમતાનો અંગે વધી રહેલી ચિંતાના પ્રતિસાદરૂપે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આહાર સુરક્ષા પર રોમ ઘોષણાપત્ર અને વિશ્વ આહાર પરિષદ એમ બે ચાવીરૂપ દસ્તાવેજો આ પરિષદમાં બહાર પાડવામાં આવ્યા.

કાર્ય આયોજન

ખેતી માટે ઈજિપ્તના સૂકા રણ વિસ્તારોમાં ખુલ્લી મૂકવામાં આવેલી સિંચાઈ નહેરો.

રોમ ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આહ્વાન કરવામાં આવ્યું છે કે, 2015 સુધીમાં તીવ્ર કુપોષણથી પીડાતી વિશ્વની જનસંખ્યાને અડધી કરવામાં આવે. કાર્ય આયોજનમાં આહાર સુરક્ષા સિદ્ધ કરવા માટે સરકાર અને બિન-સરકારી સંગઠનો માટે વ્યક્તિગત, ઘરેલુ, રાષ્ટ્રીય, પ્રાદેશિક તેમજ વૈશ્વિક સ્તરે અનેક ધ્યેયો નિશ્ચિત કરવામાં આવ્યા છે.

વિશ્વ આહાર સુરક્ષા પરિષદ[ફેરફાર કરો]

વિશ્વ આહાર સુરક્ષા પરિષદ 16 અને 18 નવેમ્બર, 2009ના રોજ રોમના ઈટલી ખાતે યોજાઈ હતી. આ પરિષદ બોલવાવવાનો નિર્ણય કાઉન્સિલ ઓફ એફએઓ (FAO) દ્વારા જૂન 2009માં, એફએઓ ડિકેટર જનરલ ડૉ. જેક ડિઓફના પ્રસ્તાવ પર લેવાયો હતો. એફએઓ (FAO)ના મુખ્ય મથકે યોજાએલ આ પરિષદમાં રાજ્ય અને સરકારના વડાઓએ હાજરી આપી હતી.


આહાર સુરક્ષા સિદ્ધિ[ફેરફાર કરો]

મોટી સંખ્યામાં લોકો પાસે નિયમિત રીતે પૂરતો ખોરાક નથી, આ સંખ્યા માની ન શકાય તેટલી અંદાજે 800 મિલિયન (80 કરોડ) જેટલી છે અને તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. વિશ્વમાં કુપોષણથી પીડાતા અંદાજે 60% લોકો એશિયામાં અને આફ્રિકાના અમુક ભાગમાં વસે છે. જોકે એશિયા (16%)ની સરખામણીએ આફ્રિકા (33%)માં વસતા ભૂખ્યા લોકોની સંખ્યા વધુ છે. એફએઓ (FAO)ના હાલના આંકડાઓ દર્શાવે છે કે વિશ્વના 22 દેશોમાંથી આફ્રિકાના 16 દેશોમાં કુપોષણનો દર 35% ઉપર છે.

કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધરાવા માટે ઉપયોગમાં લેવાતું પ્રવાહી ખાતર છાંટવાનું યંત્ર.

[૫૩] આ સરખામણી પ્રમાણે, 2008માં વિશ્વના સૌથી મોટા આહાર ઉત્પાદક દેશ અમેરિકામાં પણ અંદાજે છ માંથી એક વ્યક્તિને પૂરતો ખોરાક મળતો નથી, અંદાજે 17 મિલિયન બાળકો, દર પાંચમાંથી એક કરતાં વધુ બાળક એવાં ઘરમાં રહે છેકે, જ્યાં પૂરતો ખોરાક નથી મળતો. યુ.એસ. (U.S. ) કૃષિ વિભાગના મત પ્રમાણે એક વર્ષ પૂર્વેથી તેમાં ઘણો વધારો થયો છે.[૫૪]

એફએઓ (FAO)એ તેના, "ધી સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી ઈન ધી વર્લ્ડ 2003"માં નોંધ્યું છે કે:[૫૫]

સામાન્ય રીતે જે દેશો ભૂખમરો ઘટાડવામાં સફળ થયા હતા, તેઓ ઝડપી આર્થિક વિકાસ અને ખાસ કરીને કૃષિક્ષેત્રે ઝડપી વિકાસની લાક્ષણિકતા ધરાવતા હતા. આ સાથે વસ્તીવૃદ્ધિનો નીચોદર, એચઆઈવી (HIV)નું નીચું પ્રમાણ અને માનવ વિકાસ સૂચકઆંકના ઊંચા ક્રમ પણ જોવા મળ્યા હતા.


આથી, એફએઓ (FAO) પ્રમાણે, આહાર સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કૃષિ અને વસ્તીવૃદ્ધિના દર પર ધ્યાન આપવું આવશ્યક છે. અન્ય સંસ્થાઓ અને લોકો (ઉદાહરણ તરીકે પીટર સિંગર,...) પણ આ નિષ્કર્ષ પર આવ્યા છે અને કૃષિ ક્ષેત્રે સુધારણા અને વસ્તી નિયંત્રણની હિમાયત કરે છે.[૫૬]

યુએસએડ [૫૭](USAID) એ કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ઘણા મહત્વના પાસાંઓની ભલામણ કરે છે, જે ગ્રામીણ આવક વધારવા અને આહાર અસુરક્ષિતા ઘટાડવા માટે મહત્વના સાબિત થયા છે. તેમાં સમાવિષ્ટ છે:

 • કૃષિ વિજ્ઞાન અને ટેક્નૉલોજીને પ્રોત્સાહન. હાલમાં જે કૃષિપેદાશ છે તે વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી. આખરે, વધતી કૃષિ ઉત્પાદકતા આર્થિક વિકાસ તરફ દોરી જાય છે.
 • માલિકી હક્કોની સુરક્ષા અને ધિરાણની પ્રાપ્યતા
 • શિક્ષણ દ્વારા માનવ સંપદામાં વધારો અને આરોગ્ય સુધાર.
 • સંઘર્ષ અટકાવવા અને નિવારવા વ્યવસ્થાતંત્રો, તેમજ લોકશાહી અને જાહેર સંસ્થામાં પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતો વાળી સરકાર, ન્યાયનું શાસન એ સમાજમાં નબળા લોકોની સંખ્યા ઘટાડવામાં પાયારૂપ છે.

યુએન (UN)ના સહસ્ત્રાબ્દીના વિકાસ ધ્યેયો એ વિશ્વમાં આહાર સુરક્ષા પ્રાપ્ત કરવાના હેતુ માટેનો એક પ્રયાસ છે. તેના ધ્યેયોની યાદીમાં, પ્રથમ સહસ્ત્રાબ્દી વિકાસ ધ્યેય નોંધે છે, યુએન (UN) " સંપૂર્ણ રીતે તીવ્ર ભૂખમરા અને ગરીબી નાબૂદ કરશે", અને તે "જો તેને સમયસર સિદ્ધ કરવું હશે તો કૃષિ ઉત્પાદકતા ચાવીરૂપ ભૂમિકા ભજવશે".


"સહસ્ત્રાબ્દીના આઠ વિકાસ ધ્યેયોમાંથી, અત્યાંતિક ભૂખમરો અને ગરીબી દૂર કરવાનો ખાસ આધાર કૃષિ પર છે. (એમડીજી 1 (MDG)1990ની સરખામણીમાં 2015 સુધીમાં ભૂખમરા અને ગરીબીને અડધી કરવા આહ્વાન કરે છે.)

નોંધનીય છે કે, મોટાપાયે જોવા મળતી જંગલી ખાદ્ય વનસ્પતિ એ ગુજરાન ચલાવવા માટેની અસરકારક પદ્ધતિ છે, જે ઉષ્ણકટિબંધીય દેશોમાં ગરીબી નાબૂદી સંદર્ભે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.[૫૮]

કૃષિ-ભૂખમરો-ગરીબી વચ્ચેનો સંબંધ[ફેરફાર કરો]

અત્યાંતિક ભૂખમરા અને ગરીબી નાબૂદી માટે આ બંને અન્યાય કેવી રીતે એકબીજા સાથે સંબંધ ધરાવે છે તે જાણવું જરૂરી છે. ભૂખમરા સાથે કુપોષણ સંબંધ ધરાવે છે, તે ગરીબ લોકોને ગરીબીમાંથી મુક્ત થતા અટકાવે છે, કારણ કે, તેનાથી તેમની શીખવાની, કામ કરવાની અને ખુદ પ્રત્યેની તેમજ પરિવારના સભ્યો પ્રત્યેની કાળજીમાં ઘટાડો કરે છે. ભૌતિક રીતે ખોરાક ન મળવાથી, ખપ પૂરતો આહાર મેળવવાની તેમની સામાજિક અને આર્થિક અસક્ષમતા, અને/અથવા ખોરાકના અપૂરતા ઉપયોગના કારણે, લોકો પૂરતું પોષણ ધરાવતા ન હોય ત્યારે આહાર અસુરક્ષા ઉદ્ભવે છે. આહાર અસુરક્ષિત લોકો એવી વ્યક્તિઓ છે કે જેમનો આહાર તેમની લધુત્તમ કેલેરી જરૂરિયાતો (ઊર્જા)થી નીચે જઈ રહી છે. આ સાથે જ ઊર્જા અને પોષક દ્રવ્યોની અપૂર્ણતા કે અસમતોલ આહારને કારણે અથવા ચેપ કે રોગના કારણે, ખોરાક લેવાની અસક્ષમતાના કારણે જોવા મળતા ભૌતિક લક્ષ્ણો છે. અન્ય અભિપ્રાય પ્રમાણે, આહાર અસુરક્ષા માત્ર અપૂરતા પોષણક્ષમ ખોરાકથી ઉત્પન્ન થતી સ્થિતિ સાથે સંદર્ભ ધરાવે છે, પોષણક્ષમતા અને આરોગ્યને ધ્યાનમાં લઈને શરીર દ્વારા શારીરિક ખોરાકના ઉપયોગને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણના કારણે વ્યક્તિ પોતાના પરિવારને આરોગ્ય પૂરું પાડવામાં પણ નિષ્ફળ રહે છે. જો તેનો ઉકેલ શોધવામાં ન આવે તો, ભૂખમરાના કારણે, કુપોષણ, પુખ્તોની કાર્યક્ષમતામાં ઘટાડો, સ્વસ્થ બાળકોને જન્મ આપવો અને બાળકોની શીખવાની ક્ષમતા, ઉત્પાદકીય, સ્વસ્થ અને ખુશ જીવન જેવી સંખ્યાબંધ (એરે) માં પરિણામે છે. આથી, આવનારી પેઢીઓના આર્થિક વિકાસની ક્ષમતા ઓછી થઈ જાય છે.

કૃષિ ઉત્પાદકતા, ભૂખમરો અને ગરીબી વચ્ચે ખૂબ જ ઊંડો અને સીધો સંબંધ છે. વિશ્વના ત્રણ ચતુર્થાંશ ગરીબો (75 ટકા ગરીબો) ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને કૃષિ દ્વારા તેમનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીએ મોટા પાયે ભૂખમરો અને બાળકોમાં કુપોષણ જોવા મળે છે. વઘુમાં, જેટલા વધુ પ્રમાણમાં, ગ્રામીણ વિસ્તારોની મોટા ભાગની વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે, જેમાં ખેડૂતનું બધું ઉત્પાદન કુંટુંબીઓમાં જ ખપી જાય છે, (ગરીબોને ઉપયોગી પ્રૌદ્યોગિકી અને બજાર સુધી પહોંચના લાભ વગર), તેટલા જ પ્રમાણમાં કુપોષણનો વ્યાપ વધુ હોય છે. પરિણામે, નાના ખેડૂતોની કૃષિ ઉત્પાદકતામાં સુધારાથી, ગ્રામીણ ગરીબોને સૌપ્રથમ ફાયદો થશે.

કૃષિ ઉત્પાદકતમાં વધારો થતા ખેડૂત વધુ પાક ઉત્પાદન કરવામાં સક્ષમ બનશે, જે ગુણવત્તાયુક્ત આહારમાં પરિણામશે, તેમજ ઊંચી ખેત આવક દ્વારા ખેડૂત બજારની શરતો પ્રમાણે સમાન સ્તરનું પ્રદાન કરી શકશે. વધુ નાણા મળતા, ખેડૂતો વિવિધતા સભર પાકોનું ઉત્પાદન લે તેવી સંભાવના વધુ છે, અને ઊંચી જાતના પાકોનું વાવતર કરશે છે કે જે માત્ર તેમને જ જ નહીં સમગ્ર અર્થતંત્રને પણ લાભકર્તા છે."[૫૯] સંશોધકો આહાર કટોકટી કાર્યક્રમ અને સીએસએ (CSA) ફાર્મ્સની વચ્ચે સંબંધ સ્થાપવાની ભલામણ કરે છે, હાલમાં ખેડૂતોના બજારોમાં અને જે સ્થળોમાં ખોરાક ઉપર ઓછી પ્રક્રિયા થતી હોય અથવા સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા હોય ત્યાં ફૂડ સ્ટેમ્પ (આહાર ચિહ્નો)નો ઉપયોગ થઈ શકતો નથી.[૬૦]


ઉષ્ણકટિબંધીય (ઉપ) દેશોમાં નાનાખેડૂતો માટે બાયોટેક્નૉલોજી[ફેરફાર કરો]

વિકાસશીલ દેશોમાં જનીન ઈજનેરવિદ્યાથી તૈયાર થયેલા પાકોનો વિસ્તાર એ ઔદ્યોગિક રાષ્ટ્રોમાં વાવેતરના વિસ્તાર સાથે ઝડપભેર સરખામણી કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ સર્વિસ ફોર ધી અક્વેઝિશન ઓફ એગ્રિ-બાયોટેક એપ્લિકેશન્સ (આઈએસએએએ) (ISAAA), પ્રમાણે 2005માં વિશ્વના 21 દેશોમાં આશરે 8.5 મિલિયન ખેડૂતો દ્વારા જનીન ઈનજેરીવિદ્યાથી તૈયાર (જનનિક, જીએમ (GM) પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે 2004માં 17 દેશોના 8.25 ખેડૂતો કરતા વધુ હતું. 2005માં જનીની પાકોના વાવેતરમાં સૌથી મોટો વધારો બ્રાઝિલમાં થયો હતો, જે તત્કાલીન સમયે 44,000 વર્ગ કિલોમીટર જેટલો હતો (વર્ષ 2004માં 50,000 વર્ગ કિ.મી.ની સરખામણીએ 2005માં 94,000 વર્ગ કિલોમીટર). વર્ષ-થી-વર્ષ પ્રમાણસરના વિકાસમાં ભારત બીજા ક્રમે હતું, 2004માં 5,000 વર્ગ કિલોમીટરની સરખામણીએ 2005માં 13,000 વર્ગ કિલોમીટરની ત્રણ ગણા જેટલી વૃદ્ધિ થઈ હતી.[૬૧]

હાલમાં વધુ આધુનિક પદ્ધતિઓ વચ્ચે તૈયાર કરાતી જાતો પર ઉચ્ચ વિનિયામક કિંમતો લાગુ કરવામાં આવી રહી છે, જે વિકાસશીલ દેશોના ખેડૂતોના માટે આધુનિક જનીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા યોગ્ય (સ્યુટેડ) જનીન રૂપાંતરિક પાકોના વિકાસ માટે અવરોધરૂપ છે. એક વાર જ્યારે એક નવી જાત તૈયાર થઈ જાય, ત્યારે ખેડૂતો જેનાથી પરિચિત હોય તેના માધ્યમ તરીકે બિયારણ ઉત્તમ માધ્યમ છે. હાલમાં કેટેલીક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો નફો નહી કરવાના હેતુ સાથે ઓછા વિકસિત રાષ્ટ્રોમાં સંકળાયેલા લોકો સાથે કઈ જનીનવિદ્યા વહેંચી શકાય તે અંગેના પ્રોજેક્ટ ચલાવે છે. આવી સંસ્થાઓ ઊંડા સંશોધનો અને નોંધણી ખર્ચની જરૂર ન હોય તેવી જૈવ પ્રૌદ્યોગિકી પદ્ધતિઓનો ઉપયોગ શક્ય બનાવે છે, જેમ કે, જાળવણી, બિયારણનો સંગ્રહ અને વૃદ્ધિ (જર્મપ્લાઝ્મ) અને છોડની સફાઈ. (ફાઈટોસેનિટેશન - ગ્રીક ભાષામાં ફાઈટો એટલે છોડ અને સેનિટેશન એટલે સફાઈ.)જનીન ઇજનેરીવિદ્યા, ઉપરાંત જૈવ પ્રૌદ્યોગિકીના અન્ય સ્વરૂપો પણ આહાર સુરક્ષામાં વધારો કરવાની ખાતરી આપે છે. ઉદાહરણ તરીકે, ચીન દ્વારા ખાસ બારમાસી ચોખાનો વિકાસ, ઊંચી જમીન વિસ્તારોના નાના ખેડૂતોમાં જમીનનું ધોવાણ નાટ્યાત્મક હદે ઘટાડે છે.


આહાર સુરક્ષાનું જોખમ[ફેરફાર કરો]

વધુ માહિતી: આહાર સુરક્ષા-અને સંકટમાં વધુ પરિબળો જોવા મળે છે.

અશ્મિલ ઈંધણ સ્વતંત્ર્ય[ફેરફાર કરો]

હરિયાળીક્રાંતિના પરિણામ સ્વરૂપ કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો છે, આ પ્રક્રિયામાં ઊર્જાની ખપત (એનો અર્થ છે કે, પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે ઊર્જાનો વપરાશનો અનિવાર્ય છે.) પણ મોટાપાયા પર વધી, આથી સમયાંતરે ઊર્જાના વપરાશ અને પાક ઉત્પાદનનો ગુણોત્તર ઘટ્યો છે. હરિયાળીક્રાંતિની પૌદ્યોગિકી પણ મોટા પાયે રાસાયણિક ખાતર, જંતુનાશકો અને નિંદામણમાટેની દવાઓ પર આધારીત છે. જેમાની કેટલીક ચોક્કસ (પ્રૌદ્યોગિકી) અશ્મિલ ઈંધણમાંથી જ ઉત્પાદિત થાય છે, જેથી ખેતીનો આધાર પેટ્રોલિયમ પેદાશો પર વધ્યો છે.

1950થી 1984ના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં હરિયાળીક્રાંતિ એ સમગ્ર વિશ્વમાં કૃષિક્ષેત્રમાં પરિવર્તન આણ્યું અને વૈશ્વિક અન્ન ઉત્પાદનમાં 250% સુધીનો વધારો થયો. હરિયાળીક્રાંતિ માટેની ઊર્જા અશ્મિલ ઈંધણોએ, રાસાયણિક ખાતરો (પ્રાકૃતિક ગેસ), જંતુનાશકો (તેલ), અને હાઈડ્રોકાર્બન બળતણ સંચાલિત સિંચાઈ પદ્ધતિ સ્વરૂપે પૂરી પાડી હતી.[૬૨]

કોર્નેલ યુનિવર્સિટીના જીવશાસ્ત્ર અને કૃષિના અધ્યાપક ડેવિડ પિમેન્ટેલ અને નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઑન ફૂડ એન્ડ ન્યૂટ્રિશિઅનના વરિષ્ઠ સંશોધનકર્તા મારિઓ જિઆમ્પિટ્રોએ તેમના અભ્યાસ ફૂડ, લેન્ડ પોપ્યુલેશન એન્ડ યુ.એસ. (U.સ.) ઈકોનોમિ (આહાર, જમીન, વસ્તી અને અમેરિકાનું અર્થતંત્ર)માં નોંધ્યું છે કે, મોટા ભાગની યુ.એસ. (U.S) વસ્તીના નિભાવ માટે સ્થિર અર્થતંત્ર 200 મિલિયન પર છે. આ સ્થિર વિકાસ પ્રાપ્ત કરવા અને આવનારી આફતોનો સામનો કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સએ તેની ઓછા માં ઓછી એક તૃત્યાંશ ભાગની વસ્તીમાં ઘટાડો કરવો અનિવાર્ય છે, અને આ અભ્યાસ પ્રમાણે વિશ્વની કુલ વસ્તીમાં બે તૃત્તિયાંશ જેટલો ઘટાડો કરવો અનિવાર્ય છે.[૬૩]

આ અભ્યાસના લેખકો માને છે કે, ઉલ્લેખનીય કૃષિ સંકટની અસર 2020થી આપણા પર થશે અને 2050 સુધી કટોકટીનું સ્વરૂપ ધારણ નહીં કરે. હાલની પરિસ્થિતિમાં વૈશ્વિક તેલ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે, (અને પછી ઉત્પાદનમાં ઘટાડો), આ સાથે ઉત્તર અમેરિકામાં કુદરતી ગેસ ઉત્પાદનમાં થતો ચરમ સુધીનો વધારો આ કૃષિ સંકટને અપેક્ષા કરતા ખૂબ વહેલું ઉત્પન્ન કરી શકે છે.[૧૩] ભૂસ્તશાસ્ત્રી ડાલે અલ્લેન પાઈફેરનો દાવો છે કે, આગામી દાયકાઓમાં વૈશ્વવિક સ્તરે અત્યાર સુધીમાં નહીં અનુભવાયેલો ખાદ્ય કિંમતોનો ઉછાળો અને મોટા પાયે ભૂખમરો જોવા મળશે.[૬૪]

તેમ છતાં નોંધવું જોઈએ કે,(આંકડાઓ સીઆઈએ (CIA) વર્લ્ડ ફેક્ટબુકમાંથી લેવામાં આવ્યા છે) 2002માં યુએસએ (USA) કરતા ખૂબ ઊંચી વસ્તી ગીચતા છતાં (અમેરિકામાં પ્રતિવર્ગ કિલોમીટરએ 30/km2 લોકોની સરખામણીમાં પ્રતિ વર્ગ કિલોમીટરમાં એક હજારની વસ્તી છતાં, તેથી આ લગભગ 30 ગણુ વધારે છે), અને અમેરિકા (USA)ની સરખામણીમાં ખૂબ ઓછા તેલ, ગેસ અને વીજળી વપરાશ બાંગ્લાદેશે આહાર સ્વાયતત્તા મેળવી હતી. આ સાથે પૂર્વ-ઔદ્યોગિક ચીનના નાના ખેડૂતો/માળીઓએ પણ પ્રતિ વર્ગ કિલોમીટર દીઠ 1000 લોકો કરતા વધુ વસ્તીને અનાજ પૂરું પાડી શકાય તેવી તકનિક વિકસાવી છે (સીએફ. (સરખામણીના) ઉ.દા. એફ. એચ. કિંગનો 1911નો અહેવાલ, "ચાલીસ સદીનાં ખેડૂતો"). આ પરથી કહી શકાય કે, મુખ્ય સમસ્યા વીજળીની ઉપલબ્ધતાની નથી, પરંતુ જમીનનું ધોવાણ અટકાવવાની અને તેને સુધારવાની જરૂર છે.[સંદર્ભ આપો]

વર્ણસંકરતાકરણ, જનનિક ઈજનેરીવિદ્યા અને જૈવવિવધતાનો વિનાશ[ફેરફાર કરો]

કૃષિ અને પશુપાલનમાં પેદાશની સંખ્યાને વધારવા, હરિયાળી ક્રાંતિમાં "ઉચ્ચ-પેદાશોવાળી પ્રજાતિ"ના સર્જન માટે પરંપરાગત વર્ણસંકર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટાભાગે નાની સંખ્યામાં વર્ણસંકરતા કરેલી જાતિ વિકસિત દેશોમાં તૈયાર થઈ અને ત્યારબાદનું વર્ણસંકરણ બાકીના વિકાસશીલ વિશ્વની સ્થાનિક પ્રજાત્તિઓ સાથે કરવામાં આવ્યું, આ પ્રજાત્તિઓ વધુ ઉત્પાદન આપતી, સ્થાનિક વાતાવરણ અને રોગોથી પ્રતિરોધક હતી. સ્થાનિક સરકાર અને ઉદ્યોગ વર્ણસંકરતાને પ્રોત્સાહન આપી રહ્યાં છે, પરિણામે અનેક દેશી જાતો લુપ્ત થઈ ગઈ છે અથવા તેમના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે. ઓછું લાભદાયી, અનિયંત્રિત હેતુવાળું, કે બિનહેતુગત આંતર-પરાગનયન અને આંતર-સંકરણને કારણે એનો અપ્રચાર થયો છે, અગાઉનો વિવિધ જંગલી અને દેશી જાતોનો વિપુલ જથ્થો મોટાપાયા પર આનુવંશિક ધોવાણ અને જનીન પ્રદૂષણને કારણે નાશ પામ્યો છે. પરિણામ સ્વરૂપે, સમગ્રરૂપમાં જોતા જનીની વિવિધતા અને જૈવવિવિધતાનો નાશ થઈ રહ્યો છે.[૬૫]

જનીન રૂપાંતરિત સજીવ રચના (જીએમઓ) (GMO)એવી સજીવ રચના છે, જની અંદરના જનીની દ્રવ્યોને પરિવર્તિત કરીને જનીન ઈજનેરી વિદ્યામાં ઉપયોગમાં લેવાય છે, તેને સામાન્ય રીતે ડિએનએ (DNA) ટેક્નૉલોજીનાં પુન: સંયોજન તરીકે ઓળખવમાં આવે છે. વર્તમાન સમયમાં, જનીન રૂપાંતરિત (GM) પાકો જનીન પ્રદૂષણના મુખ્ય સ્રોત બન્યા છે, માત્ર જંગલી જાતો જ નહીં પરંતુ કુદરતી વર્ણસંકરતા દ્વારા પ્રાપ્ત અન્ય પ્રાદેશિક જાતો પર પણ ખતરો ઉભો થયો છે.[૬૬][૬૭][૬૮][૬૯][૭૦]

જનનિક પ્રદૂષણને કારણે પોતાની જ જાતિના અજોડ જનીન મિશ્રણોનું ધોવાણ વધ્યું છે, આહાર કટોકટી માટે પ્રચ્છન્ન કટોકટી ઊભી કરી રહ્યાં છે, જે આપણા આહારની સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરી શકે. વિવિધ જનનિક દ્રવ્યોનું અસ્તિત્વ નાબુદ થવાથી તેની અસર રોગ અને આબોહવા પ્રતિરોધક ખોરાકી પાકો અને પશુધનની વધુ વર્ણસંકરણની ક્ષમતા પર થઇ શકે છે."[૬૫]

કૃષિક્ષેત્રમાં જનનિક ધોવાણ અને પશુધનમાં જૈવવિવિધતા[ફેરફાર કરો]

કૃષિક્ષેત્રે અને પશુધન જૈવવિવિધતામાં જનનિક ધોવાણ એટલે જૈવ વિવિધતાની હાનિ, જેમાં વ્યક્તિગત જીનનો વિનાશ અને વિશિષ્ટ પ્રકારના જીન સંયોજનનો (અથવા જીન સંરચના)નો નાશ જેમ કે, જે ભૂમિના પ્રકાર પર રહેવા માટે તેઓ સ્થાનિક રીતે ટેવાયેલા છે તેવા ઘરેલું પ્રાણીઓ અથવા છોડને તેઓ જે કુદરતી પર્યાવરણમાં ઉદ્દભવ્યા છે તેને અનુરૂપ બનાવવામાં આવે છે. સ્થાનિક રીતે અનૂકુળ જનનિક ધોવાણ શબ્દ ક્યારેક સ્તોત્ર અથવા જીનના વિનાશ જેવા સંકુચિત અર્થ તરીકે વપરાય છે, તેવી જ રીતે વધુ વિસ્તૃત રીતે જાતો અને એટલે સુધી કે પ્રજાતિના નાશ તરીકે ઓળખાય છે. પાકોમાં જનનિક ધોવાણને અસર કરતા મુખ્ય પરિબળોમાં: પેટાજાતીઓની પરસ્પર અદલાબદલી, ખેતી માટે જંગલ સાફ કરેલી જમીન, જાતોનું વધુ પડતું શોષણ, વસ્તી ભારણ, પર્યાવરણનું સ્તર કથળવું, વધુપડતી ગોચર જમીન, નીતિ અને કૃષિ પદ્ધતિમાં આવતા ફેરફારો સમાવિષ્ટ છે.જોકે પ્રાદેશિક છોડ અને પ્રાણી પ્રજાતિઓની વધુ પેદાશ આપતી અથવા વિલાયતી જાતો તેમજ પ્રજાતો સાથેની અદલાબદલી એ મુખ્ય પરિબળ છે. પરંપરાગત ખેત પદ્ધતિમાં જ્યારે વ્યવસાયિક જાતોનો (જીઓમઓ (GMO) સહિતની)ઉપયોગ શરૂ કરવામાં આવે, ત્યારે મોટી સંખ્યામાં જાતોમાં નાટ્યાત્મક ઘટાડો થઈ શકે છે. ઘણા સંશોધકો એવું માને છે કે કૃષિ-પરિસ્થિતિકી તંત્રનો મુખ્ય પ્રશ્ન એ છે કે, તેમાં આધુનિક કૃષિ વિકાસ દ્વારા આધુનિક જનનિક અને પરિસ્થિતિક એકરૂપતા તરફ દબાણનું વલણ જોવા મળે છે.

બૌદ્ધિક સપંદા અધિકાર[ફેરફાર કરો]

આઈપીઆર (IPR) કે જે કૃષિ અને ખાદ્ય ઉત્પાદન સ્વરૂપના સ્વતંત્ર વિકાસને ઠેસ કે હાની પહોંચાડે છે તે અંગે મોટા પાયે ચર્ચા થઈ રહી છે. હાર્ટમુટ મેયેર અને અન્નેટે વોન લોસુયુએ બંને તરફના પાસાં દર્શાવ્યા છે, જ્યારે એવું કહેવાય છે કે, "વિદ્વાનો ઉપરાંત, પ્રોત્સાહન-વિકાસ અને નિર્ધારણ કરવા માટે બૌદ્ધિક સંપદાને સંરક્ષણના હાથમાં સોંપવું વિવાદીત છે. નરમ શબ્દોમાં તે મૂકવામાં આવ્યું છે. ઘણા અભ્યાસોએ એવું તારણ કાઢ્યું છે કે, આત્મ નિરંતર આર્થિક વિકાસની સ્થાપના અને બૌદ્ધિક સંપદા અધિકારના સંરક્ષણને નિશ્ચિત કરવા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઈ હકારાત્મક અનુબંધ નથી. આહાર સુરક્ષા મુદ્દે મતભેદ સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન

કિંમત નિર્ધારણ[ફેરફાર કરો]

ચોખા માટે કિંમત નિર્ધારણ સંધ સ્થાપવાના હેતુ સાથે 30 એપ્રિલ, 2008ના થાઈલેન્ડે ચોખા નિકાસ કરતા દેશો (ઓર્ગેનાઈઝેશન ઓફ રાઈસ ઓક્સપોર્ટિંગ કંટ્રીસ)ની સંસ્થાની રચના કરવા એક પ્રોજેક્ટની જાહેરાત કરી.[૭૧][૭૨]

આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય અસ્કામતોની જેમ જ આહારની પણ ગણના કરવી[ફેરફાર કરો]

ઓક્ટોબર 23, 2008ના અસોસિએટેડ પ્રેસે નીચે પ્રમાણે નોંધ્યું હતું:

યુએનની એક બેઠકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ક્લીન્ટને કહ્યું હતું [16 ઓક્ટોબર, 2008] કે, વૈશ્વિક આહાર સંકટ દર્શાવે છે કે, પાકોને વિશ્વના ગરીબ લોકો માટે જીવન જરૂરી અસ્ક્યામત ગણવાને બદલે "તેને કલર ટીવીની જેમ" માનવાને કારણે "મારા સહિત આપણે બધા તેની નીચે (આહાર સંકટમાં)છીએ",.... ક્લીન્ટને યુ.એસ. પ્રોત્સાહિત વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અને અન્ય સંસ્થાઓ દ્વારા દાયકાઓ જૂની નીતિનિર્ધારણ પ્રક્રિયાની આકરી ટીકા કરી, જેને કારણે આફ્રિકન લોકોએ સબસીડી વાળુ ખાતર, સુધારેલા બિયારણો અને અન્ય મળવાપાત્ર ખેત પેદાશ વધારવા માટેની રાહતો માટે તેમની સરકાર પર દબાણ લાવ્યું. આફ્રિકા આહાર સ્વાયત્તા ક્ષીણ થતી ગઈ અને આહારને બદલે દારૂની આયાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય અનાજ વેપાર ક્ષેત્રે આકશ આંબતા ભાવો-કે જે 2006 અને 2008ની શરૂઆતમાં સરેરાશ બમણા હતા, જેણે ગરીબ દેશોને વધુ ગરીબી તરફ ધકેલ્યા."[૭૩]

Food is not a commodity like others. We should go back to a policy of maximum food self-sufficiency. It is crazy for us to think we can develop countries around the world without increasing their ability to feed themselves.[૭૩]

— Former US President Bill Clinton, Speech at United Nations World Food Day, October 16, 2008

વધુ વાંચન[ફેરફાર કરો]

વિશ્વ આહાર માટેની માર્ગદર્શિકા ધી નો નોન્સેન્સ ગાઇડ.[૭૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંસ્થાઓ:

 • 2020 વિઝન ઇનિશ્યટિવ
 • ઈન્ટરનેશનલ ફૂડ પૉલીસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
 • ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. એગ્રિકલ્ચર એન્ડ ફૂડ —એગ્રિકલ્ચરલ પ્રોડક્શન ઈન્ડિકેસ : ફુડ પ્રોડક્શન પર કેપિટા ઈન્ડેક્સ સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન, વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટિટ્યૂટ
 2. નિઅરલસી 1 ઈન 5 ચાઈનીસ ઓવરવેઇટ ઓર ઓબેસ સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન, એમએસએનબીસી, ઓગસ્ટ 18, 2006
 3. ચાઈનીસ કન્સર્ન એટ એબોસિટી સર્જ, બીબીસી , ઓક્ટોબર 12, 2004
 4. http://news.bbc.co.uk/2/hi/in_depth/8309979.stm
 5. "U.N. chief: Hunger kills 17,000 kids daily - CNN.com". CNN. November 17, 2009. મેળવેલ May 2, 2010.
 6. ": ધી 2007/૦૮ એગ્રિકલ્ચર પ્રાઈસ સ્પાઈક્સ , કોસિસ એન્ડ પોલિસી ઈમ્પેક્ટેશન" (PDF). મૂળ (PDF) માંથી 2010-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 7. "2008: ધી યર ઓફ ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ". મૂળ માંથી 2008-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 8. "ધી ગ્લોબલ ગ્રેઈન બબલ". મૂળ માંથી 2009-11-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 9. ફુડ ક્રાઈસીસ વીલ ટેક હોલ્ડ બીફોર ક્લાઈમેટ ચેન્જ, વોર્ન્સ ચીફ સાયન્ટીસ્ટ
 10. ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ લૂમ્સ એસ ક્લાઈમેટ ચેન્જ એન્ડ ફ્યુઅલ શોર્ટેજ બાઈટ
 11. એક્સપર્ટ: ગ્લોબલ ફૂડ શોર્ટેજ કુડ ‘કન્ટિન્યૂ ફોર ડિકેડ્સ'
 12. હેસ અર્બનાઈઝેશન કોસ એ લોસ ટુ ઓગ્રિકલ્ચરલ લેન્ડ?
 13. ૧૩.૦ ૧૩.૧ "ધી વર્લ્ડ્સ ગ્રોઈંગ ફૂડ - પ્રાઈસ ક્રાઈસીસ". મૂળ માંથી 2011-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 14. ધી કોસ્ટ ઓફ ફૂડ : ફેક્ટ્સ એન્ડ ફિગર્સ
 15. "ફૂડ પ્રાઈસ અનરેસ્ટ અરાઉન્ડ ધી વર્લ્ડ , સપ્ટેમ્બર 2007- એપ્રિલ 2008". મૂળ માંથી 2009-04-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 16. ": ધી રોલ ઓફ ડિમાન્ડ ફોર બાયોફ્યુઅલ ઈન ધી એગ્રિકલ્ચરલ કોમોડિટી પ્રાઈસ સ્પાઈક્સ ઓફ 2007/08" (PDF). મૂળ (PDF) માંથી 2013-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 17. રાયટ એન્ડ હંગર ફિઅર્ડ એસ ડિમાન્ડ ફોર ગ્રેઈન સેન્ડ્સ ફૂડ કોસ્ટ્સ સોઅરિંગ
 18. . ઓલરેડી વી હેવ રાયટસ, હોઅરીંગ, પેનિક : ધી સાઈન ઓફ થીંગ ટુ કમ?
 19. ફ્રી઼ ધી વર્લ્ડ? વી આર ફાઈટીંગ એ લૂસિંગ બેટલ , યુએન એડમિટ્સ
 20. માથેવ માવેક –વી આર ઈન અ બેડ ફિક્સ
 21. એમિડ સ્ટ્રોંગ ફાર્મ ઈકોનોમી, સમ વરી અબાઉટ ઈનક્રેસ્ડ ડેબ્ટ , અસોસિએટેડ પ્રેસ , એપ્રિલ 20, 2008[હંમેશ માટે મૃત કડી]
 22. ન્યૂ આઈએસપીપી જર્નલ. ફૂ઼ડ સિક્યુરિટી : ધી સાયન્સ , સોસિયોલોજી એન્ડ ઈકોનોમિક્સ ઓફ ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સેસ ટુ ફૂડ
 23. http://www.fao.org/docrep/005/y4671e/y4671e06.htm
 24. "એફએઓ પાર્ટિકલ ગાઈડ : બેસિક કોન્સેપ્ટસ ઓફ ફૂડ સિક્યુરિટી" (PDF). મૂળ (PDF) માંથી 2009-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 25. "Food Security in the United States: Measuring Household Food Security". USDA. મૂળ માંથી 2009-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-23. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 26. મેલાકેઉ અલેયેવ –વોટ ઈસ ફૂડ સિક્યુરિટી એન્ડ ફિમેન એન્ડ હંગર? સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
 27. રોબર્ટ ફોગેલ , ધી એસ્કેપ ફ્રોમ હંગર એન્ડ પ્રિમેચ્યોર ડેથ : 1700-2100; કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ , 2004.
 28. "વોટર સ્કેરસિટી ક્રોસિંગ નેશનલ બોર્ડર્સ". મૂળ માંથી 2009-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 29. "એશિયા ટાઈમ્સ ઓનલાઈન :: સાઉથ એશિયા ન્યૂઝ - ઈન્ડિયા ગ્રોસ અ ગ્રેઈન ક્રાઈસીસ". મૂળ માંથી 2018-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 30. "આઉટગ્રોઈગીંગ ધી અર્થ". મૂળ માંથી 2016-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 31. ધી ફૂડ બબલ ઇકોનોમિ.
 32. "ગ્લોબલ વોટર શોર્ટેજ મેય લીડ ટુ ફૂડ સ્ટોરેજ -એક્વીફેર ડિપ્લેશન". મૂળ માંથી 2007-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 33. "ધી અર્થ ઈસ શ્રીકિંગ: અડવાન્સિંગ ડેસર્ટ્સ એન્ડ રાઈસીંગ સીસ સ્ક્યુઝીંગ સિવલાઈઝેશન". મૂળ માંથી 2009-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 34. ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ લૂમ્સ એસ ક્લાઈમેટ ચેન્જ એન્ડ઼ પોપ્યુલેશન ગ્રોથ સ્ટ્રીપ ફર્ટાઈલ લેન્ડ
 35. આફ્રિકા મેય બી એબલ ટુ ફીડ ઓન્લી 25% ઓફ ઈટ્સ પોપ્યુલેશન બાય 2025
 36. રીચ કન્ટ્રીસ લોંચ ગ્રેટ લેન્ડ ગ્રેબ ટુ સેફગાર્ડ ફૂડ સપ્લાય, ધી ગાર્ડિયન, નવેમ્બર 22, 2008
 37. "અરાબલ લેન્ડ , ધી ન્યૂ ગોલ્ડ રસ : આફ્રિકન એન્ડ પુઅર કન્ટ્રીસ કોશન્ડ". મૂળ માંથી 2009-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 38. "ફ્યૂટહેલ્લી, આઈલેમ્સ , ધી જિઓપોલિટિક્સ ઓફ ફૂડ, વર્ચ્યુ સાયન્સ". મૂળ માંથી 2011-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 39. "બીગ મેલ્ટ થ્રેટન્સ મિલિયન્સ , સેય્સ યુએન". મૂળ માંથી 2007-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 40. "ગ્લેસિયર્સ મેલ્ટીંગ એટ અલાર્મિંગ સ્પીડ". મૂળ માંથી 2013-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 41. ગેન્ગેસ, ઈન્ડુસ મેય નોટ સર્વાઈવ : ક્લાઈમેટોલોજિસ્ટ
 42. હિમાલાયા ગ્લાસિયર્સ મેલ્ટ અનનોટિસ્ડ
 43. ગ્લેસિયર્સ આર મેલ્ટિંગ ફાસ્ટર ધેન એક્સપેક્ટેડ , યુએન રિપોર્ટ્સ
 44. "ઈસ્યુ ઈન ફૂડ સિક્યુરિટી" (PDF). મૂળ (PDF) માંથી 2009-11-06 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 45. "ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન ફૂડ સિક્યુરિટી". મૂળ માંથી 2008-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 46. "ઈસ્યુસ ઈન ક્લાઈમેટ ચેન્જ" (PDF). મૂળ (PDF) માંથી 2009-11-06 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 47. યુનિસેપ યુકે ન્યૂઝ:: ન્યૂઝ આઈટમ:: ધ ટ્રેઝીક કન્સીક્વન્સીસ ઓફ ક્લાયમેટ ચેન્જ ફોર ધ વ્લ્ડસ ચિલ્ડ્રન: એપ્રિલ 29, 2008 સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન 00:00
 48. મિલિયન્સ ફેસ ફેમિન એસ ક્રોપ ડિસીસ રાગેસ
 49. "Billions at risk from wheat super-blight". New Scientist Magazine (2598): 6–7. 2007-04-03. મૂળ માંથી 2007-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-19.
 50. "ઈરાન: કિલર ફન્ગસ થ્રેટન્સ વેટ પ્રોડક્શન ઈન વેસ્ટર્ન એરિયાસ". મૂળ માંથી 2009-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 51. હન્ના સેલા, યુનિવર્સિટી ઓફ હાઈફા, ઈઝરાયેલ સી ડિવરસીડ્સ શોર્ટ વીડિયો સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન
 52. ફ્રેડ કુનેય–ફામિને, કોન્ફલિક્ટ , એન્ડ રિસપોન્સ : એ બેસિક ગાGuide; Kumarian Press, 1999.
 53. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન
 54. ધા વોશિગ્ટન પોસ્ટ, 2009 નવેમ્બર. 17, "અમેરિકાસ ઈકોનોમિક પેઈન બ્રીગ્સ હંગર પેન્ગસ: યુએસડીએ રિપોર્ટ ઓન એક્સેસ ટુ ફૂડ 'અનસેટલીંગ,' ઓબામા સેય્સ," http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/11/16/AR2009111601598.html?hpid=topnews
 55. "ધી સ્ટેટ ઓફ ફૂડ ઈનસિક્યુરિટી ઈન ધી વર્લ્ડ 2003". મૂળ માંથી 2006-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-23.
 56. "પિટર સિંગર એડ્વોકેટિંગ પોપ્યુલેશન કંટ્રોલ". મૂળ માંથી 2011-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 57. "યુએસએઆઈડી- ફૂડ સિક્યુરિટી". મૂળ માંથી 2004-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 58. Claudio O. Delang (2006). "The role of wild food plants in poverty alleviation and biodiversity conservation in tropical countries". Progress in Development Studies. 6 (4): 275–286. doi:10.1191/1464993406ps143oa.
 59. એગ્રિકલ્ચર, ફૂડ સિક્યુરિટી, ન્યૂટ્રીશન એન્ડ ધી મિલેનિયમ ડિવલેપમેન્ટ ગોલ્સ, 2003-૨૦૦૪ આઈએફપીઆરપી એન્ન્યુઅલ રિપોર્ટ એસે બાય જોકિમ વોન બ્રાઉન, એમ. એસ. સ્વામિનાથન ,એન્ડ માર્ક ડબલ્યુ. રોસગ્રાન્ટ
 60. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 61. http://www.isaaa.org/ ISAAA Briefs 34-2005: Global Status of Commercialized Biotech/GM Crops: 2005
 62. ઈટીંગ ફોસિલ ફ્યુઅલ્સ. [હંમેશ માટે મૃત કડી]એનર્જીબુલેટિન.નેટ [હંમેશ માટે મૃત કડી]
 63. "પીક ઓઇલ: ધી થ્રેટ ટુ ફૂડ સિક્યુરિટી". મૂળ માંથી 2011-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 64. મિટ્સ પીક ઓઇલ
 65. ૬૫.૦ ૬૫.૧ ""જિનેટિક પોપ્યુલેશન : ધી ગ્રેટ જિનેટિક્સ સ્કેન્ડલ";". મૂળ માંથી 2009-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.
 66. Pollan, Michael (2001-12-09). "The year in ideas: A TO Z.; Genetic Pollution; By Michael Pollan, The New York Times, December 9, 2001". New York Times. મેળવેલ 2009-06-21.
 67. "Dangerous Liaisons? When Cultivated Plants Mate with Their Wild Relatives; by Norman C. Ellstrand; The Johns Hopkins University Press, 2003; 268 pp. hardcover, $ 65; ISBN 0-8018-7405-X. Book Reviewed in: Hybrids abounding; Nature Biotechnology 22, 29–30 (2004) doi:10.1038/nbt0104-29; Reviewed by: Steven H Strauss & Stephen P DiFazio; 1 Steve Strauss is in the Department of Forest Science, Oregon State University, Corvallis, Oregon 97331-5752, USA. steve.strauss(a)oregonstate.edu; 2 Steve DiFazio is at Oak Ridge National Laboratory, Bldg. 1059, PO Box 2008, Oak Ridge, Tennessee 37831-6422 USA. difazios(a)ornl.gov". Nature.com. 2004-01-01. doi:10.1038/nbt0104-29. મેળવેલ 2009-06-21.
 68. ""Genetic pollution: Uncontrolled spread of genetic information (frequently referring to transgenes) into the genomes of organisms in which such genes are not present in nature." Zaid, A. et al. 1999. Glossary of biotechnology and genetic engineering. FAO Research and Technology Paper No. 7. ISBN 92-5-104369-8". Fao.org. મેળવેલ 2009-06-21.
 69. “જિનેટિક પોપ્યુલેશન : અનકન્ટ્રોલ્ડ એસ્કેપ ઓફ જિનેટિક ઈન્ફર્મેશન (ફ્રીક્વેન્ટલી રિફરીંગ ટુ પ્રોડક્ટ્સ ઓફ જિનેટિક એન્જિનિયરીંગ) ઈન ટુ ધી જીઓનોમ્સ ઓફ ઓર્ગેનિઝમ્સ ઈન ધી એનવાયોર્નમેન્ટ વેર ધોસ જિન્સ નેવર એક્સાઈટેડ બીફોર.” સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૦ ના રોજ વેબેક મશિનસર્ચેબલ બાયોટેક્નૉલોજી ડિક્શનરી. સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૦ ના રોજ વેબેક મશિનયુનિવર્સિટી ઓફ મિન્નોસોટા. સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૦ ના રોજ વેબેક મશિન, [૧] સંગ્રહિત ૨૦૦૮-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન
 70. ""Genetic pollution: Living organisms can also be defined as pollutants, when a non-indigenous species (plant or animal) enters a habitat and modifies the existing equilibrium among the organisms of the affected ecosystem (sea, lake, river). Non-indigenous, including transgenic species (GMOs), may bring about a particular version of pollution in the vegetable kingdom: so-called genetic pollution. This term refers to the uncontrolled diffusion of genes (or transgenes) into genomes of plants of the same type or even unrelated species where such genes are not present in nature. For example, a grass modified to resist herbicides could pollinate conventional grass many miles away, creating weeds immune to the most widely used weed-killer, with obvious consequences for crops. Genetic pollution is at the basis of the debate on the use of GMOs in agriculture." The many facets of pollution; Bologna University web site for Science Communication. The Webweavers: Last modified Tue, 20 Jul 2005". Scienzagiovane.unibo.it. મેળવેલ 2009-06-21.
 71. ઓસ્ટ્રેલિયા| એપ્રિલ 30, 2008|મેકોન્ગ નેશન્સ ટુ ફ્રોમ રાઈસ પ્રાઈસ -ફિક્સીંગ કાર્ટેલ
 72. પોસ્ટ |મે 1, 2008|પીએમ ફ્લોટ્સ આઈડિયા ઓફ ફાઈવ -નેશન રાઈસ કાર્ટેલ
 73. ૭૩.૦ ૭૩.૧ Charles J. Hanley (October 23, 2008). "`We blew it' on global food, says Bill Clinton". Associated Press, San Francisco Chronicle. મૂળ માંથી 2008-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-15.
 74. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-12-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-09.

સ્રોતો[ફેરફાર કરો]

 • કોક્સ, પી. જી., એસ. માર્ક જી. સી જાહ્ન અને એસ. મોટ. 2001. આહાર સુરક્ષા પર ટેક્નૉલોજીની અસરો અને કોલમ્બિયામાં ગરીબી નાબૂદી:આયોજીત સંશોધન પદ્ધતિ પેજ. 677–684 ઈન એસ. પેન્ગ અને બી હાર્ડે [ઈડીએસ.] “આહાર સુરક્ષા અને ગરીબી નાબૂદી સંદર્ભેનું ઘનિષ્ટ સંશોધન.” પ્રોસિ઼ડીંગ ધી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્સ કોન્ફરેન્સ,31 માર્ચ–3 એપ્રિલ 2000, લોસ બાન્ગોસ, ફિલિપીન્સ. લોસ બાન્ગોસ (ફિલિપિન્સ): ઈન્ટરનેશનલ રિસર્સ ઈન્સ્ટિટટયૂટ. ૬૯૨ પેજ.
 • સીંગર, એચ. ડબલ્યુ. (1997). આહાર સુરક્ષા સંદર્ભે વૈશ્વિક પરિદૃશ્ય. કૃષિ + ગ્રામીણ વિકાસ , 4: 3-6. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેનું તકનિકી કેન્દ્ર (CTA).
 • વોન બ્રાઉન , જોએચિમ; સ્વામીનાથન , એમ. એસ.; રોસગ્રાન્ટ, માર્ક ડબલ્યૂ. 2004. કૃષિ. આહાર સુરક્ષા, પોષણ અને સુવર્ણયુગ વિકાસના ધ્યેયો (વાર્ષિક નિબંધ ) વોશિંગ્ટન , ડી. સી.: આંતર રાષ્ટ્રીય આહાર સુરક્ષા નીતિ સંશોધન સંસ્થાન (IFPRI)

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

મેકિંગ કોન્ટેક્ટ્સ રેડિયો પ્રોગ્રામ અબાઉટ ફૂડ સિક્યુરિટી