લખાણ પર જાઓ

ઐઠોર

વિકિપીડિયામાંથી
ઐઠોર
—  ગામ  —
ઐઠોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૮,૪૬૦ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં ગણપતિનું આશરે ૧૨૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે.[] દર વર્ષે ચૈત્ર સુદ ૩, અને ૫નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર ૯૦૦ વર્ષ જુનું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Aithor Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
  2. " ઐઠોર ગુજરાતમાં પ્રાચિન અને શિલ્પકલાના નમૂના રૂપ ગણપતિદાદાનું મંદિર". ૬ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
  3. S. B. Rajyagor, સંપાદક (૧૯૭૫). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. . Directorate of Government Print., Stationery and Publications, ગુજરાત સરકાર. પૃષ્ઠ ૭૮૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]