કડધરાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. કડધરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયત તેમજ નર્મદા નહેરના પાણીની સગવડ મેળવી મકાઈ, શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.કડધરા ગામ ગુજરાત ના વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકામાં આવેલ એક ગામ છે. અહિયાં ના લોકો ખેતી,પશુપાલન અને વ્યવસાય કરી અને પોતાનું જીવન પસાર કરે છે.કડધરા ગામમાં દયાળુ લોકો રહે છે, જે એક બીજાની મદદ કરે છે, અને ગામમાં આવનાર બહાર થી અતિથિ ને પણ ખૂબ જ માન સમ્માન આપે છે. કડધરા ગામની એક મહત્વની વાત ગામના લોકો માં દેશ પ્રત્યે પ્રેમ ખૂબ જ છે. અને અહિયાં 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગષ્ટ દરમ્યાન ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન થાય છે. અને તેમાં ગામના તમામ ભાગ લે છે. અને શાળાના પ્રિન્સિપાલ પણ ખૂજ હોશિયાર છે. જેઓ બાળકોને આગળ વધવાની પ્રેરણા આપે છે.જેમનું નામ પરસોતમ તડવી છે.અને ગામના સરપંચ એવા રમેશભાઈ જિવનભાઇ બારિયા પણ ગામનું ભલું થાય એમાં ઘણા જ મદદગાર થાય છે.ખુબજ સુંદર વાત એ છે કે અહિયાં બધી જ જાતિના લોકો રહે છે પરંતુ બધામાં વિવિધતામાં એકતા છે. શબ્બીર પઠાણ
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.