કાશીનો દીકરો
કાશીનો દીકરો | |
---|---|
દિગ્દર્શક | કાંતિ મડિયા |
લેખક | પ્રબોધ જોશી |
નિર્માતા | સિને ઈન્ડીયા ઇન્ટરનેશનલ |
કલાકારો |
|
છબીકલા | બરુન મુખરજી |
સંગીત | ક્ષેમુ દિવેટિયા |
રજૂઆત તારીખ | ૧૯૭૯ |
અવધિ | ૧૪૫ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
કાશીનો દીકરો એ ૧૯૭૯નું એક ગુજરાતી ચલચિત્ર છે જેનું નિર્દેશન કાંતિ મડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજીવ, રાગિણી, રીટા ભાદુરી, અને પ્રાણલાલ ખરસાણીએ અભિનય આપ્યો હતો. ફિલ્મનું નિર્માણ સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા દરિયાવ દિલ પરથી તૈયાર થયેલી આ ફિલ્મની પટકથા અને સંવાદો પ્રબોધ જોશીએ લખ્યા હતા. બરુન મુખરજી સિનેમેટોગ્રાફર હતા.[૧]
આ ફિલ્મમાં ક્ષેમુ દિવેટિયાએ સંગીત આપ્યું છે, જેમણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન શ્રેણીમાં રાજ્ય ચલચિત્રનો પુરસ્કાર મેળવ્યો હતો.[૨][૩]
વાર્તા
[ફેરફાર કરો]ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં કાશી છે. કાશીના લગ્ન એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થાય છે. તેના સાસુ મૃત્યુ વેળાએ તેના નાના દિકરા કેશવની જવાબદારી કાશીને સોંપે છે. કાશી પોતાના દિકરા શંભુ અને કેશવને સમાન રીતે ઉછેરે છે. કેશવ યુવાન થતાં તેના લગ્ન રમા સાથે થાય છે, પરંતુ લગ્નની રાતે જ સર્પદંશથી કેશવનું મૃત્યુ થઈ જાય છે. વિધવા દેરાણીને પોતાની પુત્રીની માફક ઉછેરતી કાશી તેના દુઃખમાં ભાગીદાર થવા સંસારસુખનો ત્યાગ કરે છે. સાંસારિક સુખના અસંતોષથી પીડાતો કાશીનો પતિ એક નબળી ક્ષણે રમાની એકલતાનો લાભ ઉઠાવી રમા પર બળાત્કાર કરે છે. સમાજમાં પરિવારની આબરુ સાચવવા કાશી પોતે ગર્ભવતી હોવાની વાત વહેતી મૂકી તેની દેરાણીને લઈને તીર્થયાત્રા પર ચાલી જાય છે. સુવાવડ બાદ કાશી, બાળક અને રમાને લઈને ઘરે પાછી ફરે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં મરણ પથારીએ પડેલી કાશી તેના આ કહેવાતા બાળકને રમાને સોંપી મૃત્યુ પામે છે.[૪]
કલાકારો
[ફેરફાર કરો]ફિલ્મના મુખ્ય કલાકારોની યાદી :[૧]
- રાજીવ
- રાગિણી
- રીટા ભાદુરી
- ગિરીશ દેસાઈ
- પ્રાણલાલ ખરસાણી
- તરલા જોશી
- લીલા જરીવાલા
- વત્સલા દેશમુખ
- મહાવીર શાહ
- અરવિંદ વૈદ્ય
- સરોજ નાયક
- જગદીશ શાહ
- પુષ્પા શાહ
- જાવેદખાન
- શ્રીકાંત સોની
- દિલીપ પટેલ
- કાંતિ મડિયા
સંગીત
[ફેરફાર કરો]કાશીનો દીકરોમાં બાલમુકુંદ દવે, રાવજી પટેલ, માધવ રામાનુજ, અનિલ જોશી અને રમેશ પારેખ દ્વારા લખાયેલા ગીતો છે.[૧]
કાશીનો દીકરો | |
---|---|
સાઉન્ડટ્રેક ક્ષેમુ દિવેટીયા દ્વારા | |
રજૂઆત | ૧૯૭૯ |
શૈલી | ફિચર ફિલ્મ સાઉન્ડટ્રેક |
Label | સા રે ગા મા[૫] |
ક્રમ | શીર્ષક | ગીત | ગાયક | અવધિ |
---|---|---|---|---|
1. | "ગોરમાને પાંચે આંગળિયે" | રમેશ પારેખ | હર્ષિદા રાવલ | ૩:૨૬ |
2. | "રુદિયાના રાજા" | બાલમુકુન્દ દવે | હર્ષિદા રાવલ, જનાર્દન રાવલ | ૧:૫૧ |
3. | "ઝીણા ઝીણા રે આંખેથી અમને" | અનિલ જોશી | કૌમુદી મુંશી, વિભા દેસાઈ | ૪:૦૧ |
4. | "રોઈ રોઈ આંસુ" | માધવ રામાનુજ | વિભા દેસાઈ | ૨:૧૯ |
5. | "મારીઆંખે કંકુના સૂરજ" | રાવજી પટેલ | રાસબિહારી દેસાઈ | ૫:૩૬ |
કુલ અવધિ: | ૧૭:૧૩ |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Ashish Rajadhyaksha; Paul Willemen (2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ 905. ISBN 978-1-135-94325-7.
- ↑ Quadri, Misbah Nayeem (31 July 2008). "Music legend Kshemu Divetia passes away". DNA India. મેળવેલ 2020-09-20.
- ↑ "Veteran Gujarati music composer Kshemu Divetia dead". DeshGujarat. 2009-07-30. મેળવેલ 2020-09-20.
- ↑ Tejas, Vaidya. "કાશીનો દીકરો : દોઢ પાનાની વાર્તા પરથી બનેલી આ ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં 'માઈલસ્ટોન' કેવી રીતે બની ગઈ?" [Son of Kashi: How did this Gujarati film, based on a one-and-a-half-page story, become a 'milestone' in history?]. bbc.com. BBC News. મેળવેલ 10 October 2023.
- ↑ "Kashino Dikro". Saavn. મૂળ માંથી 2022-04-21 પર સંગ્રહિત. મેળવેલ 2023-10-10.