લખાણ પર જાઓ

કુમાના મુવાડા

વિકિપીડિયામાંથી
કુમાના મુવાડા
—  ગામ  —
કુમાના મુવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°16′26″N 73°04′21″E / 22.273863°N 73.072625°E / 22.273863; 73.072625
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
તાલુકો ફતેપુરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય શિક્ષકનો વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, નોકરી
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, ઘઉં, ડાંગર, મગ

કુમાના મુવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ફતેપુરા તાલુકામાં આવેલું એક ગામ છે. કુમાના મુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, શિક્ષણ, પશુપાલન છે. મોટાભાગે લોકો સરકારી તથા ખાનગી નોકરી સાથે જોડાયા છે. કુમાના મુવાડા ગામના લોકો વ્યવસાય અર્થે દાહોદ અને વડોદરા ખાતે વસેલા છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ઘઉં, ડાંગર, મગ, અડદ, અન્ય કઠોળ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫), શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા (ધોરણ ૯ થી ૧૨), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં પટેલ ફળિયું, ડામોર ફળિયું તથા ચંદાણા ફળિયું એમ ત્રણ ફળિયાઓ આવેલા છે.