ગઢા (તા. હિંમતનગર)

વિકિપીડિયામાંથી
ગઢા
—  ગામ  —
ગઢાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E / 23.594959; 72.962227
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો હિંમતનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

ગઢા (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ગઢા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં નદી નથી પણ નદી જેવી એક નાનકડી નહેર (વાંઘું) જે ગામમાં વહેતી જાય છે અને મોટી નદી નહીં પણ એક નાનકડી નદી ભમરાને મળે છે.

આ ગામમાં ખીમજીભાઈ કાનડીયા નામના એક સંશોધક છે, જેઓએ સમાજોપયોગી અનેક સંશોધનો કર્યા છે, જેને માટે તેમને ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ (અબ્દુલકલામ આઝાદ)ના હાથે વર્ષ ૨૦૦૦માં એવોર્ડ મળ્યો હતો[૧]. અહીં એક શાળા આવેલી છે જેનુ નામ નૂતન માધ્યમિક શાળા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Rural innovator in run for top global award". વર્તમાન પત્ર. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૫. મેળવેલ June 30, 2012.[હંમેશ માટે મૃત કડી]