ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા

વિકિપીડિયામાંથી
ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા
લેખકરાજેશ વણકર
પૃષ્ઠ કલાકારકેતન રાજ્યગુરુ
દેશભારત
ભાષાગુજરાતી
વિષયટૂંકી વાર્તાઓનું વિશ્લેષણ
પ્રકાશન સ્થળગોધરા, ગુજરાત
પ્રકાશિત૨૦૨૧
પ્રકાશકસ્વપ્રકાશન
માધ્યમ પ્રકારકાગળ પર છાપકામ (પાકું અને કાચું પૂઠું)
પાનાં૫૧૨
પુરસ્કારોશ્રેષ્ઠ પુસ્તક (સંશોધન), ગુજરાત સાહિત્ય અકાદમી
ISBN978-93-81471-24-1

ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા એ ગુજરાતી ટૂંકી વાર્તાઓનું વિશ્લેષણ છે. આ પુસ્તક રાજેશ વણકરનો પીએચ.ડી. શોધનિબંધ છે.

તે ગુજરાતી ભાષામાં ગુજરાતી ટૂંકી વાર્તાઓ પર સંશોધનનું પરિણામ છે. આ પુસ્તકમાં ટૂંકી વાર્તામાં, ખાસ કરીને ગુજરાતી ટૂંકી વાર્તાઓના પરિવેશ પર વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આ પુસ્તકને વર્ષ ૨૦૧૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સ્થાપિત સંશોધન માટેનો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર મળ્યો હતો.[૧]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

વણકરે પીએચ.ડી મેળવવા માટે ૨૦૦૫માં તેમનું સંશોધન શરૂ કર્યું હતું અને ૨૦૧૦માં પૂર્ણ કર્યું હતું. આ સંશોધન પરિણામો ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી એક પુસ્તક તરીકે ૨૦૧૨માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પુસ્તકની પ્રસ્તાવના મણીલાલ હ. પટેલે લખી છે.[૧]

સારાંશ[ફેરફાર કરો]

નિબંધમાં ગુજરાતી ટૂંકી વાર્તાઓના ઉદાહરણો સાથે, પરિવેશનું સાહિત્યિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પ્રથમ પ્રકરણ, પરિવેશ: સંજ્ઞા અને સૂચિતાર્થો ભારતીય અને વિશ્વ સાહિત્યમાં પરિવેશની વ્યાખ્યા અને અર્થની ચર્ચા કરે છે.

બીજું પ્રકરણ, સાહિત્ય વિવેચન ક્ષેત્રે પરિવેશ વિચારણાનું સ્વરૂપ ભારતીય સાહિત્યિક વિવેચકો તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય વિવેચકો દ્વારા પરિવેશની કેવી ટીકા કરવામાં આવી છે તે ધ્યાનમાં લે છે.

ત્રીજું પ્રકરણ, ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા, પરંપરાગત, આધુનિક, અને અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં પરિવેશ વિશે ચર્ચા કરે છે. પરિવેશના પ્રકારોમાં ગ્રામીણ, શહેરી, સામાજિક, પછાત વિસ્તાર, સાંસ્કૃતિક, ઐતિહાસિક, પૌરાણિક, માનસિક અને વૈજ્ઞાનિક પરિવેશનો સમાવેશ થાય છે.

અંતિમ અધ્યાયમાં ધૂમકેતુ, સુંદરમ્, જયંત ખત્રી, સુરેશ જોષી, કિશોર જાદવ, મધુ રાય, શિરિષ પંચાલ, મોહન પરમાર, નજીર મન્સુરી અને દશરથ પરમાર સહિતના ગુજરાતી લેખકોની દસ ટૂંકી વાર્તાઓની ચર્ચા કરવામાં આવી છે.[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૨માં સંશોધન શ્રેણીમાં શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો હતો.[૧][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પરમાર, મનોજ, સંપાદક (December 2014). "પરિચય: ડૉ. રાજેશ વણકર". દલિતચેતના. ગાંધીનગર. ISSN 2319-7862.
  2. વણકર, રાજેશ (2012). ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા. ગોધરા. ISBN 978-93-81471-24-1.
  3. પરમાર, મનોજ (October 2017). પ્રતિતી. અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 352–353. ISBN 978-93-86685-28-5.

બાહ્ય કડી[ફેરફાર કરો]