ગોરવા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search


ગોરવા
—  ગામ  —
ગોરવાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°18′26″N 73°10′52″E / 22.30731°N 73.181098°E / 22.30731; 73.181098
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો વડોદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ, શાકભાજી

ગોરવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા તથા વડોદરા શહેરની આસપાસનાં વિસ્તારમાં આવેલા વડોદરા તાલુકામાં આવેલું એક ગામ છે જે વડોદરા શહેરને અડીને આવેલું ગામ છે. આઝાદી મળી તે સમયે ગોરવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. મકાઈ, બાજરી, કપાસ, ડાંગર, તમાકુ અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો હતાં.

વર્તમાન સમયમાં ગોરવા ગામનો વડોદરા શહેરમાં સમાવેશ થયેલો હોવાને કારણે, બધી જ રીતે વિકાસ થયેલો છે. અહીં હાલમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, શોપીંગ સેન્ટરો, મોટી હોસ્પિટલો, પેટ્રોલ પંપો, દ્વિમાર્ગી તેમ જ ચારમાર્ગી રસ્તાઓ, શોપીંગ મોલ વગેરે જોવા મળે છે. ગોરવા હવે વડોદરા શહેરનો મહત્વનો વિસ્તાર બનેલ છે. આ વિસ્તાર તેના પીનકોડને કરણે વડોદરા-૧૬ તરીકે પણ જાણીતો છે. હાલમાં ગોરવા નજીક બીજા ઘણા વિકસિત વિભાગો બન્યા છે. જેમ કે ઈલોરાપાર્ક, સુભાનપુરા, સમતા, સહયોગ, વગેરે. અહીંનાં ગેંડા-સર્કલ નજીક આવેલા શોપિંગ મોલ ઘણા જાણીતા છે.