લખાણ પર જાઓ

જયંત મેઘાણી

વિકિપીડિયામાંથી
જયંત મેઘાણી
જન્મ(1938-08-10)10 August 1938
બોટાદ, બ્રિટીશ ભારત
મૃત્યુ4 December 2020(2020-12-04) (ઉંમર 82)
ભાવનગર, ગુજરાત, ભારત
વ્યવસાયસંપાદક અને અનુવાદક
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી. કૉમ., લાયબ્રેરી સાયન્સ (ડિપ્લોમા)
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
સંબંધીઓઝવેરચંદ મેઘાણી (પિતા)

જયંત ઝવેરચંદ મેઘાણી (૧૦ ઓગસ્ટ ૧૯૩૮ - ૪ ડિસેમ્બર ૨૦૨૦) એ ભારત, ગુજરાતના સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા હતા. તેઓ ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર હતા. ઝવેરચંદ મેઘાણીની અનેક કૃતિઓ તેમણે સંપાદિત કરી હતી.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

જયંત મેઘાણીનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૩૮ ના રોજ ગુજરાતના બોટાદમાં ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર તરીકે થયો હતો.[][] બોટાદમાં શિક્ષણ મેળવ્યા બાદ, તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદથી સ્નાતકની પદવી પૂર્ણ કરી, અને ૧૯૬૨માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમાની પદવી મેળવી.[]

તેમણે ભાવનગરના ગાંધી સ્મૃતિ પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે છ વર્ષ અને ત્યારબાદ લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગરમાં આઠ વર્ષ સંચાલક તરીકે કામ કર્યું. ૧૯૭૨માં, તેમણે ભાવનગરમાં પ્રસાર નામની એક પુસ્તક વિક્રયની દુકાનની સ્થાપના કરી.[] []

ભાવનગર ખાતે ૪ ડિસેમ્બર ૨૦૨૦માં તેમનું અવસાન થયું.[][]

મેઘાણીએ ‘સોના-નાવડી’ સહિતના અનેક પુસ્તકોનું સંપાદન કર્યું હતું : ‘સમગ્ર કવિતા’, ‘સૌરાષ્ટ્રની રાસધાર’ : સંકલિત આવૃત્તિ, ‘સોરઠી બહારાવટિયા’ : સંકલિત આવૃત્તિ, ‘રઢિયાળી રાત’ : બૃહદ આવૃતિ , ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય  : વ્યાખ્યાનો અને લેખો’ , ‘મેઘાણીના નાટકો’ (૧૯૯૭), ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (૧૯૯૮), અને ‘પરિભ્રમણ’ : નવસંસ્કરણ (૨૦૦૯, અશોક મેઘાણી સાથે). આ સંપાદિત ભાગો બાદમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ઝવેરચંદ મેઘાણીની પૂર્ણ કૃતિઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે ૧૯ ખંડની શ્રેણી પૈકીના ૧૨ ભાગોનું સંપાદન પૂર્ણ કર્યું હતું.[][]

તેમણે ‘સપ્તપર્ણી’, ‘અનુકૃતિ’, ‘રવિન્દ્ર-પુત્રવધૂ’ તેમજ ‘ધ સ્ટોરી ઑફ ગાંધી’ નામના પુસ્તકો પણ લખ્યા છે.[]

તેમણે ઓક્સફર્ડ તથા ઇલ્યુસ્ટ્રેટેડ સ્ટોરીઝ ફોર એડલ્ટ શ્રેણી માટે ‘અલાદ્દીન અને અલીબાબા’ (૧૯૮૪), ‘કોલમ્બસ’ (૧૯૮૪), ‘અપહરણ’ (૧૯૮૬), અને ‘હર્ક્યુલસ’ (૧૯૮૬) નામના ચાર પુસ્તકોનો અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત નેશનલ બુક ટ્રસ્ટની નહેરુ ચિલ્ડ્રન લાઇબ્રેરી શ્રેણી માટે હ્યુ-એન-ત્સાંગનો ભારત-પ્રવાસ’ (૧૯૯૫) નો અનુવાદ કર્યો. તેમણે રવિન્દ્રનાથ ટાગોરની અનેક કવિતાઓનો ‘તણખલાં’ શિર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે તેની ડિઝાઈન માટે નોંધપાત્ર છે.[] તેમણે મિત્તલ પટેલના પુસ્તક ‘સરનામા વિનાના માનવીઓ’ નું ગુજરાતીમાંથી ‘પીપલ વિધાઉટ એડ્રેસ’ નામે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ત્રિવેદી, કેવલ (4 December 2020). "રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને લેખક જયંત મેઘાણીનું નિધન". Gujarati Mid-day. મૂળ માંથી 14 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2020.
  2. Reference Guide of India: Who's Who. New Delhi: Premier Publishers. 1973. OCLC 693212429.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ભાવે, સંજય શ્રીપાદ (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્ર્યોતર યુગ-૨. 8. 2. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 371–372. ISBN 978-81-939074-1-2.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Gujarat: Noted bookman Jayant Meghani passes away". The Times of India. 5 December 2020. મૂળ માંથી 4 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2020.

આ પણ જુઓ

[ફેરફાર કરો]