મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
મુદ્રાલેખ | सत्यं शिवं सुन्दरम (સંસ્કૃત) |
---|---|
ગુજરાતીમાં મુદ્રાલેખ | સત્યમ્ શિવમ્ સુંદરમ્ |
સ્થાપના | ૧૮૮૧ |
કુલપતિ | શુભાંગિની રાજે ગાયકવાડ |
ઉપકુલપતિ | પ્રો. પરિમલ વ્યાસ |
સ્થાન | વડોદરા, ભારત |
કેમ્પસ | શહેરી |
વેબસાઇટ | મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય |
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને મહારાજા સયાજીરાવ ત્રીજા યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.