લખાણ પર જાઓ

તારાપુર

વિકિપીડિયામાંથી
તારાપુર
—  નગર  —
તારાપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°29′N 72°40′E / 22.49°N 72.66°E / 22.49; 72.66
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

તારાપુર ગુજરાત રાજયનાં આણંદ જિલ્લામાં આવેલા એક નાનકડા વિકાસશીલ તારાપુર તાલુકાનું વડુ મથક છે.

ગુજરાતનાં ચરોતર અને સૌરાષ્ટ્રને જોડતું આ નાનકડું શહેર જેની વસ્તી આશરે ૫૬,૦૦૦ છે તે મુખ્ય માર્ગ મુંબઇ ભાવનગર એક્સપ્રેસ હાઇવે નં ૮ પર આવેલું છે, જેના થકી અહીં હોટલ વ્યવસાય ખુબ મોટા પાયે વિકાસ પામ્યો છે. જ્યાં રાત્રે 'મિનિ લાસવેગાસ' જેવો નજારો જોવા મળે છે. ૨૪ કલાક ધબકતું નાનકડુ શહેર છે જે અમદાવાદ જિલ્લાની નજીક આવેલુ છે. સાબરમતી નદીનાં પાણી અહીંથી પસાર થઇ છેલ્લે અરબી સમુદ્રમાં મળે છે.

વ્યયસાય

[ફેરફાર કરો]

અહીં રોજગારી માટે રાજ્યના છેવાડાના જિલ્લાઓમાંથી શ્રમિકો કામ માટે આવે છે. આજુબાજુ ના ૪૨ ગામનાં સમુહનુ આ મુખ્ય ખરીદ વેચાણ કેન્દ્ર છે.

અહીં અન્ન ઉત્પાદનમાં મુખ્ય પાકો ઘઉ અને ડાંગર, શાક-ભાજી, વિગેરે છે. ટામેટાંની ખેતી પણ અહીં સારી એવી જોવા મળે છે, જેની નિકાસ સુરત અને મહારાષ્ટ્રમાં છેક મુંબઇ સુધી પહોંચે છે.