દત્તવાડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દત્તવાડા
—  ગામ  —
દત્તવાડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°32′41″N 73°47′27″E / 21.544747°N 73.790971°E / 21.544747; 73.790971
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો સાગબારા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

દત્તવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. દત્તવાડા ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

આ ગામમા પાચેક પટેલોના ઘરો પણ આવેલા છે. જેઓ ઇ.સ. ૧૯૩૬થી અહી વસે છે. મુખ્યત્વે તેમનો વ્યવસાય ખેતીનો છે. આ પ્રાંત તે વખતે એક દેશી રજવાડું હતું અને તેના છેલ્લા રાજા કરણસિંહ ફતેસિંહ હતા. ૧૯૩૬માં નિઝરથી આવેલા પાટીદાર સજનભાઈ ગુલાલભાઈ પટેલે રાજા પાસેથી લગભગ ૧૫૦ એકર જેટલી જમીન જંગલના રૂપમાં ખરીદેલી અને આદિવાસીઓ સાથે રહી જંગલમાં ખેતીનો આરંભ કર્યો હતો. તેમના વારસદારો આજે તે જમીન ખેડે છે.[સંદર્ભ આપો]