લખાણ પર જાઓ

નંદરાય

વિકિપીડિયામાંથી

નંદરાય (નંદરાજા કે નંદબાબા તરીકે પણ ઓળખાય છે), હરિવંશ અને પુરાણ અનુસાર તેઓ ગોપ (ગોવાળો, ગૌપાલકો)ના મુખીયા હતા. નંદ એક રાજા અને ક્ષત્રિય હતા.[] તેઓ કૃષ્ણના પાલક પિતા તરીકે જાણીતા છે.[][પાનાં ક્રમાંક જરૂરી છે]

યાદવોની એક શક્તિશાળી શાખા મનાતા એવા ગોકુળ મંડલનાં તેઓ મંડલાધિશ કે મુખીયા હતા.[] નંદરાય રાજા વસુદેવનાં પિત્રાઈ ભાઈ હતા.[][][] વસુદેવે પોતાના તાજા જ જન્મેલા પુત્ર કૃષ્ણને ઉછેર માટે નંદરાય તથા તેમની પત્ની યશોદાને સોંપ્યો હતો. યશોદાએ કૃષ્ણ તથા બલરામનો ઉછેર કર્યો. કૃષ્ણનું એક નામ "નંદનંદન" (નંદનો પુત્ર) આ કારણે પડેલું છે.[][]

નંદની પૌરાણિક કથા

[ફેરફાર કરો]

નંદ રાજા

[ફેરફાર કરો]

નંદરાય (કે નંદગોપ) દુર્ગાનાં અવતારરૂપ યોગમાયા અને પાલકપુત્ર કૃષ્ણના પિતા હતા. રોહિણીના પુત્ર બલરામની સંભાળ પણ તેઓએ લીધેલી. ઘણી કથાઓમાં નંદનો ઉલ્લેખ "નંદરાજા" તરીકે અને રાજા વસુદેવના ખાસ મિત્ર તરીકે પણ થયેલો છે.[][]

કૃષ્ણ અને નંદ

[ફેરફાર કરો]

ભાગવત પુરાણ પ્રમાણે, ગોકુળના રાજા નંદ રાજા વસુદેવનાં સાવકા ભાઈ છે.[૧૦]

રાજા વસુદેવે મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી દેવકી સાથે લગ્ન કરેલાં. આમ દેવકી ઉગ્રસેનનાં પુત્ર કંસની પિત્રાઈ બહેન થતી હતી. નિર્દયી કંસે રાજગાદી માટે પોતાના પિતા ઉગ્રસેનને પણ કારાવાસમાં નાખેલા. નિર્દયી શાસક કંસનો અંત દેવકીનું આઠમું સંતાન કરશે એવી એક ભવિષ્યવાણીને કારણે કંસે દેવકી અને વસુદેવને પણ કારાવાસમાં રાખેલાં અને એક પછી એક તેનાં સઘળાં સંતાનોની હત્યા કરેલી. ત્યાર બાદ આઠમા સંતાન કૃષ્ણનો જન્મ અને તેને નંદરાયને ત્યાં મુકી આવવા વગેરે ઘણી જાણીતી કથા છે.[૧૧]

નંદ ગોપેશ્વર

[ફેરફાર કરો]

નંદગોપ એક વાર શુક્લતીર્થની યાત્રા પર ગયા હતા. રસ્તામાં તેમણે દસ કરોડ તાજફૂલોથી "કોટેશ્વર શિવ" ની પૂજા કરી. થોડા સમય પછી શિવ પ્રસન્ન થયા અને નંદને પોતાના "ગણ"માં સમાવી લીધા અને આમ નંદ ગોપેશ્વર કહેવાયા.[૧૨]

નંદ સ્મારક

[ફેરફાર કરો]
નંદગાંવ(નંદગામ) નો નજારો
નંદગાંવમાં લઠમાર હોળીનો દ્રશ્ય

નંદગાંવ

[ફેરફાર કરો]

બ્રજ(વ્રજ)માં બારસાણા નજીક નંદગાંવ એક ધાર્મિક સ્થળ છે. તે નંદરાયની રાજધાની હતી જ્યાં તેઓ તેમના અનુયાયીઓ અને ગોવાળો સાથે રહેતા હતા.[૧૩]

નંદ ભવન (ચૌરાસી ખંબા મંદિર)

[ફેરફાર કરો]

નંદના નિવાસ સ્થળને "નંદ ભવન" કહેવામાં આવે છે, જ્યાં કૃષ્ણ ઉછર્યા અને બાળપણના કેટલાક વર્ષો ગાળ્યા, ત્યાં મહાબનનું પ્રમુખ પ્રખ્યાત મંદિર છે. આ પીળા રંગની ઇમારતના અંદર ચોર્યાસી સ્તંભો છે જેના પર કૃષ્ણના બાળકાળની ઘણી અકૃતિઓ ચિત્રિત છે. એવું માનવામાં આવે છે કે આ ભૌતિક વિશ્વમાં 84000 પ્રકાર ના જીવજંતુઓ છે અને પ્રત્યેક સ્તંભ બ્રહ્માંડમાં નિવાસ કરતી 1000 યોનીઓનું પ્રતીક છે.[૧૪]

નંદ ઘાટ

[ફેરફાર કરો]

નંદ ઘાટ પવિત્ર યમુના નદીના કાંઠે સ્થિત છે. આ ઘાટ એ ઘટના સાથે સંબંધિત માનવામાં આવે છે, જ્યારે એક વખત નંદને યમુના નદીમાં સ્નાન કરતી વખતે ભગવાન બરુણના અનુયાયીઓ દ્વારા બંદી બનાવામાં આવ્યા હતા અને કૃષ્ણએ તેમને છોડાવ્યા હતા.[૧૫]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Soni, Lok Nath (2000). The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh (અંગ્રેજીમાં). Anthropological Survey of India, Government of India, Ministry of Tourism and Culture, Department of Culture. પૃષ્ઠ 13. ISBN 978-81-85579-57-3.
  2. His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupad. Krsna, the Supreme Personality of Godhead- Chepter-5. The Bhaktivedanta Book Trust. ISBN 978-9171495587.
  3. ૩.૦ ૩.૧ Gopal Chowdhary (૨૦૧૪). The Greatest Farce of History. Partridge Publishing. પૃષ્ઠ 119. ISBN 978-1482819250.
  4. Sanghi, Ashwin (૨૦૧૨). The Krishna key (અંગ્રેજીમાં). Chennai: Westland. પૃષ્ઠ Key7. ISBN 9789381626689. મૂળ માંથી 2017-06-10 પર સંગ્રહિત. મેળવેલ ૯ જૂન ૨૦૧૬.
  5. Lok Nath Soni (૨૦૦૦). The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Government of India, Ministry of Tourism and Culture, Department of Culture, Delhi: Anthropological Survey of India, Government of India, Ministry of Tourism and Culture, Department of Culture, 2000 Original from the University of Michigan. પૃષ્ઠ 16. ISBN 978-8185579573.
  6. John Stratton Hawley (૨૦૧૪). At Play with Krishna: Pilgrimage Dramas from Brindaran. Princeton Legacy Library: Princeton University Press. પૃષ્ઠ 316. ISBN 978-1400859122.
  7. Charles Barnett (૨૦૧૪). Blazing Sadhus or Never Trust a Holy Man Who Can't Dance. Charles Barnett,. પૃષ્ઠ III. ISBN 978-1632958624.CS1 maint: extra punctuation (link)[હંમેશ માટે મૃત કડી]
  8. Carl Woodham (૨૦૧૧). A God Who Dances: Krishna for You. Torchlight Publishing. પૃષ્ઠ 95, 99, 103, 104. ISBN 978-0981727363.
  9. Prem ságar; or, The ocean of love. Oxford University. ૧૮૬૭. પૃષ્ઠ 18.
  10. Carl Woodham (૨૦૧૧). A God Who Dances: Krishna for You. Torchlight Publishing. પૃષ્ઠ 96. ISBN 978-0981727363.
  11. Carl Woodham (૨૦૧૧). A God Who Dances: Krishna for You. Torchlight Publishing. પૃષ્ઠ 84. ISBN 978-0981727363.
  12. Jürgen Neuß (2012). Narmad?parikram? - Circumambulation of the Narmad? River: On the Tradition of a Unique Hindu Pilgrimage Volume 42 of Brill's Indological Library. BRILL. પૃષ્ઠ 265. ISBN 9789004228573.
  13. Trilochan Dash (2012). Krishna Leeela in Brajamandal a Retrospect. Saudamini Dash. પૃષ્ઠ 196.
  14. Dev Prasad (2010). Krishna: A Journey through the Lands & Legends of Krishna. Jaico Publishing House. ISBN 9788184951707.
  15. Trilochan Dash (2012). Krishna Leeela in Brajamandal a Retrospect. Saudamini Dash. પૃષ્ઠ 211.